CIA ALERT

ઇન્ડીયા Archives - Page 70 of 183 - CIA Live

July 29, 2020
corona_india.jpg
1min4580

દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 15 લાખને પાર પહોંચી ગઇ છે. તાજેતરના આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી દેશભરમાં 15,00,988 લોકો પીડિત થઇ ચૂક્યા છે. વર્તમાન સમયમાં દેશમાં 5,06,153 સક્રિય કેસ છે, જ્યારે 9,61,000થી વધુ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ પૈકી દેશનો કુલ મૃત્યુઆંક વધીને 33,620 થયો છે. 

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ છે, તમિલનાડૂમાં મંગળવાકે સંક્રમણના નવા 6972 કેસ સામે આવ્યા હતા, કુલ દર્દીઓનો આંકડો 2,27,688 છે. જ્યારે રાજ્યભરમાં કુલ 3659 દર્દીઓ કોરોના સંક્રમણના લીધે દમ તોડી ચૂક્યા છે. 

દિલ્હીમાં પણ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1,32,275 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3881 છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર મુજબ કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે. 

જોકે દેશભરમાં કોરોના મહામારી રુદ્ધ રુપ ધારણ કરી ચૂકી છે, દૈનિક સ્તરે નવા કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્વાસ્થ મંત્રાલય સતત દાવો કરી રહ્યુ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસોની સંખ્યા ઓછી છે અને રિકવરી રેટ વધુ છે. વિશ્વસ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ સૌથી ઓછો છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં નવા કેસોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકારો સ્વ-નિર્ણય લઇને કોરોના સંક્રમણને કાબૂ કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે. 

July 28, 2020
Coronavirus-death.jpg
1min3100

વિશ્વના આંગળીના વેઢે પણ ગણવા ન પડે તેટલા કોરોનાપીડિત દેશોમાં સ્થાન પામી ચૂકેલાં ભારતમાં તા.27મી જુલાઇના ચોવીસ કલાક દરમિયાન અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ મૃત્યુ થયાં હતાં.

તા.27મી જુલાઇને સોમવારના દિવસ દરમિયાન અમેરિકામાં 445 અને બ્રાઝિલમાં 556 સામે ભારતમાં 708 મોત થયાં હતાં. આમ, ભારતમાં કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોની સંખ્યા 32,771 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં વિક્રમી 49,931 નવા કેસ સામે આવતાં દર્દીઓનો આંક 14,46,000થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 4,85,114 સંક્રમિતોનો ઇલાજ ચાલી રહ્યો છે.’

ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે 45 હજારથી વધુ નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા દર્દી વાયરસમુક્ત થતાં કુલ 9,17,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે એ ધ્યાને લેતાં રિક્વરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 63.92 ટકા થઇ ગયો છે.

ભારતીય તબીબ સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યાનુસાર દેશમાં કુલ 1,68,06,803 દર્દીના નમૂનાના પરીક્ષણ થઇ ચૂક્યાં છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19થી મૃત્યુ થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. અત્યારે મૃત્યુદર માત્ર 2.28 ટકા છે.

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત’ રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 3,75,799 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 2,13,723 અને દિલ્હીમાં 1,30,606 કેસ નોંધાઇ ચૂકયા છે, તો આંધ્રપ્રદેશમાં 96,298 અને કર્ણાટકમાં 96,141 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસને પરેશાન કરતા કોરોના વાયરસથી સોમવારે વધુ 101 પોલીસકર્મી સંક્રમિત થયા હતા. આમ, કુલ 8584 પોલીસ જવાન સંક્રમિત થઇ ચૂક્યા છે.

July 27, 2020
hanuman-beniwal.jpg
1min4780

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરનારા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નાગૌર સાસંદ હનુમાન બેનીવાલ પોતે જ કોરોનાની અડફેટે ચઢી ગયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે જાણ કરી છે.

આરએલપી અધ્યક્ષ નાગૌરના સાંસદ સભ્ય છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ બેનીવાલને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં પણ તેમની પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે. આ અગાઉ તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરીને વિવાદોમાં સંપડાયા હતા.

હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોનાના લક્ષણ અનુભવાતા મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી પત્ની કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારી અપીલ છે કે છેલ્લા 10 દિવસોમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે અને મારા નજીકના લોકો જે વારંવાર મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.

July 27, 2020
corona_india.jpg
1min2710

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.

વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.

કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.

24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.

July 26, 2020
ram-nath-kovind.jpg
1min3640

શનિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના પદ પર રાષ્ટ્રપતિ ભવનમાં ત્રણ વર્ષ પૂરા કર્યા હતા. કોરોના વાઇરસ સામેની લડતમાં તેમણે દેશને માર્ગદર્શન આપ્યું છે. આખા વર્ષ દરમિયાન તેઓ સૈનિકો અને વૈજ્ઞાનિકો સહિત ૭,૦૦૦ લોકોને મળ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ પર ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે, એમ એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું.

તેમને અને તેમના પરિવારજનોને કોરોનાનું જોખમ હોવા છતાં રાષ્ટ્રપતિ કોવિંદ, તેમના પત્ની અને ફર્સ્ટ લેડી અને તેમના પરિવારના સભ્યો અન્ય નાગરિકો સાથે જોડાયા હતા અને કોરોના સામે દેશના લોકોની રક્ષા માટે મહેનત કરી રહેલા ફ્રન્ટલાઇન વૉરિયર્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ પીએમ-કેઅર્સ ફંડમાં તેમના એક મહિનાના પગારનું દાન કર્યું હતું અને તેમણે એક વર્ષ માટે તેમનો ૩૦ ટકા પગાર ઓછો લેવાનું નક્કી કર્યું છે.

July 26, 2020
coronatest.png
1min3100

ભારતે ધીમે ધીમે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધારી છે અને હવે દેશમાં કોરોનાના રોજના ૪.૨ લાખ પરીક્ષણ કરવામાં આવે છે, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં દેશમાં કોરોનાના ટેસ્ટિંગ માટે માત્ર એક જ લૅબ હતી, પરંતુ આજે એની સંખ્યા વધીને ૧,૩૦૧ થઇ ગઇ છે, જેમાં ખાનગી લૅબનો પણ સમાવેશ થાય છે. શુક્રવાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૧,૫૮,૪૯,૦૬૮ પરીક્ષણ કરવામાં આવ્યા છે. કોરોના પરીક્ષણની ક્ષમતા વધારવાથી દેશમાં કોરોના કેસથી થતા મૃત્યુની ટકાવારી ૨.૩૫ ટકા જેટલી ઓછી છે અને કોરોનાથી સાજા થનારા લોકોની ટકાવારી ૬૩.૫૪ થઇ છે. ભારતમાં કોરોનાનો મૃત્યુદર દુનિયામાં સૌથી નીચો છે.

July 26, 2020
ar-rahman.jpg
1min3180

Oscar વિજેતા બોલીવૂડ મ્યુઝીક કમ્પોઝર એઆર રહેમાને બોલીવૂડના કાળા ચહેરાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે, પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટરનુ કહેવુ છે કે બોલીવૂડની એક ગેંગ તેમની વિરુદ્ધ અફવાઓ ઉડાવી રહી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવામા નથી આવતુ. તેઓ હાલમાં રિલીજ થયેલી દિલ બેચારાના મ્યુઝિક ડાયરેક્ટર છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે જેના રિલીજ થયા પહેલા જ એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. 

ઓછી હિન્દી ફિલ્મોમાં કામે કરવા બદલ એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે હું સારી ફિલ્મોને ના નથી કહેતો, પરંતુ કોઇ ગેંગ છે જે મારા વિરુદ્ધ અફવા ઉડાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના લીધે સમગ્ર દેશ ચોંકી ગયો હતો. પોતાના પ્રિય અને પ્રતિભાશાળી એક્ટરના આ પગલાથી બોલીવૂડ સહિત પ્રસશંકો ડઘાઇ ગયા હતા. જોકે સુશાંતની આત્મહત્યા પછી બોલીવૂડમાં નેપોટીઝમનો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઘણા દિગ્ગજ કલાકારો સુશાંત સિંહની આત્મહત્યા પાછળ મોટા ડાયરેક્ટર્સ દ્વારા સુશાંતની અવગણના અને તેની વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. સુશાંત સિંહે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવુ પગલુ ભરી લીધુ હતું. 

July 26, 2020
isis.jpg
1min3320

આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં આઈએસ આઈએસ આતંકવાદીઓની ‘ઘણી સંખ્યા’ હોઈ શકે છે અને એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન હુમલાનું કાવતરું રચી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી જૂથમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમારના 150થી 200 આતંકવાદી છે.

આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબદ્ધ વ્યક્તિઓ તથા સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ નિરીક્ષણ દળના 26મા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યૂઆઈએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાન્તમાં કામ કરે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમાચારો અનુસાર સંગઠનમાં બાંગલાદેશ, ભારત, મ્યાંમાર અને પાકિસ્તાનના 150થી 200 વચ્ચે સભ્ય છે. એક્યૂઆઈએસનો વર્તમાન વડો ઓસામા મહેમૂદ છે જેણે માર્યા ગયેલા આસીમ ઉમરની જગ્યા લીધી છે. એવા પણ અહેવાલો છે કે સંગઠન પોતાના પૂર્વ આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.

July 25, 2020
chardham.jpg
1min5730

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


July 25, 2020
flag.jpg
1min3670

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.

આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.