CIA ALERT

ઇન્ડીયા Archives - Page 69 of 183 - CIA Live

August 5, 2020
weather-forecast.jpg
1min3110

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 4, 2020
health_card.jpg
1min4160

વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.

આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.

‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.

પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.

August 3, 2020
educationpolicyjpg.jpg
1min3200

કેન્દ્ર નવી નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઇપી), ૨૦૨૦ મારફત કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ, એવી સ્પષ્ટતા કેન્દ્રના શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે રવિવારે કરી હતી.

તમિળનાડુમાં આ નવી શિક્ષણ નીતિ સામે જે વિરોધ નોંધાયો એને પગલે નિશાંકે તમિળ ભાષામાં એક ટ્વીટ દ્વારા આ ખુલાસો કર્યો હતો. એનઇપીએ કથિતપણે રાજ્યો પર હિન્દી અને સંસ્કૃત ભાષા લાદી છે, એવો આક્ષેપ તમિળનાડુમાં કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે બહુભાષીય ઝોકને પ્રોત્સાહિત કરવાના હેતુથી પાંચમા ધોરણ સુધી બાળકોને માતૃ ભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે.

તમિળનાડુના પોન રાધાકૃષ્ણન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. તેમને નિશાંકે લખેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘તમિળનાડુમાં એનઇપીનો અમલ કરાવવાની બાબતમાં હું તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખું છું. હું ફરી ભારપૂર્વક કહેવા માગું છું કે કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ.’

તમિળનાડુમાં એમ. કે. સ્ટાલિનની આગેવાનીવાળા ડીએમકે પક્ષે તેમ જ ઘણા વિરોધ પક્ષોએ એનઇપીનો વિરોધ કર્યો છે અને ધરખમ સુધારા ધરાવતી આ નીતિની સમીક્ષા માટેની માગણી કરી છે.

શનિવારે ડીએમકેના ચીફે કહ્યું હતું કે ‘નવી શિક્ષણ નીતિ રાજ્યો પર હિન્દી તથા સંસ્કૃત ભાષા ઠોકી બેસાડવાનો પ્રયાસ છે.’ આવું કહીને સ્ટાલિને આ નીતિ સામે લડત ચલાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને એ માટે તેમણે સમાન વિચારધારાવાળા રાજકીય પક્ષો સાથે તેમ જ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે હાથ મિલાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

‘આ સુધારા કોઈ નવી શિક્ષણ નીતિ નથી, પરંતુ જૂની દમનકારી મનુસ્મૃતિ પરના ચળકતા ઢોળ સમાન છે,’ એવું સ્ટાલિને કહ્યું હતું.

દેશમાં, ખાસ કરીને દક્ષિણના રાજ્યો દ્વારા વર્ષોથી રાષ્ટ્ર ભાષા હિન્દીનો વિરોધ કરાઈ રહ્યો છે. ભૂતકાળમાં હિન્દીના વિરોધમાં દક્ષિણ ભારતમાં હિંસક આંદોલનો પણ થયા હતા. મોટા ભાગના દક્ષિણના રાજ્યોમાં પોતપોતાની સ્થાનિક ભાષાને તો મહત્ત્વ અપાય જ છે, હિન્દી પ્રત્યે ત્યાંના લોકોનો વર્ષોથી અણગમો રહ્યો છે. તેઓ બ્રિટિશોની અંગ્રેજી ભાષા પ્રત્યે વળગણ ધરાવે છે, પણ રાષ્ટ્રભાષા હિન્દીને ક્યારેય અપનાવવા તૈયાર નથી થતા. આવો ભાષાવાદ માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, દેશના બીજા ઘણા રાજ્યોમાં પણ છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે દેશની દરેક ભાષા મહત્ત્વની છે અને એનું ગૌરવ જળવાવું જ જોઈએ, પરંતુ દેશને એક તાંતણે બાંધીને રાખી શકે એવી હિન્દી ભાષાની ઉપેક્ષા ન જ થવી જોઈએ.

August 3, 2020
charri_mubarak.jpg
1min3770

કોરોનાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ યાત્રાના પ્રતીક સમી પવિત્ર છડી મુબારકને અમરનાથની ગુફામાં ત્રીજી ઑગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે જરૂર સ્થાપિત કરવામાં આવશે જેથી યાત્રાને સાંકેતિકરૂપે સંપન્ન કરી શકાય.

એક વીડિયો સંદેશમાં મહંત દીપેન્દ્ર ગિરિએ જણાવ્યું કે પવિત્ર છડી મુબારક ૩ ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ શ્રી અમરનાથ ગુફામાં પહોંચશે અને ત્યાં બધા ધાર્મિક અનુષ્ઠાન વૈદિક મંત્ર અને પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન આશુતોષ (ભગવાન શિવના અનેક નામમાંનું એક નામ) પાસે કોરોનાથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવામાં આવશે. મહંત દીપેન્દ્ર ગિરિએ વીડિયો સંદેશમાં યાત્રાની પ્રાચીન પરંપરા અને ઇતિહાસથી પણ માહિતગાર કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યાત્રા લગભગ દોઢસો વર્ષ જૂની છે. પ્રશાસન તરફથી કરવામાં આવી રહેલી તૈયારીમાં હેલિકોપ્ટરથી આશરે બે ડઝન લોકોને ગુફા સુધી લઇ જવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. ગુફાનું પવિત્ર શિવલિંગ પીગળીને હવે માત્ર દોઢ ફૂટ રહી ગયું છે. આ વખતે યાત્રા માટે તૈયારી તો કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધી જવાને કારણે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

August 3, 2020
quarantine.jpeg
1min2650

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મુંબઇ અને ગુજરાત આવતા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ ૭ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ, ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. પુણે અને અમદાવાદમાં બધા પ્રવાસીઓને ૧૪ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દરેક રાજ્ય માટે અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહારાષ્ટ્રના નાગપુર, કોલ્હાપુર અને શીરડી આવતા પ્રવાસીઓ માટે પણ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે સાત દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બીમારી હોય, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને ક્વોરન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે જરૂરી દસ્તાવેજો સાથે અંડરટેકિંગ ફોર્મ ભરીને ફશિાજ્ઞિભિંજ્ઞદશમલળફશહ.ભજ્ઞળ સાઇટ પર મોકલવાનું રહેશે.

દરમિયાન, અમદાવાદથી મળતા સંદેશામાં જણાવાયું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન અને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકિંગ

કરવામાં આવશે જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન રહેવું પડશે. તે પછી પણ સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકિંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે.

આ પહેલા ૨૫મી મેએ દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

August 3, 2020
ram_mandir02.jpg
1min3500

अयोध्या में राम मंदिर के लिए होने वाले भूमि पूजन कार्यक्रम की शुरुआत आज से हो गई है. आज गणपति पूजन है. वहीं, भूमि पूजन की तैयारियां जोर शोर से चल रही हैं. सीएम योगी आदित्यनाथ आज भूमि पूजन की तैयारियों का जायजा लेने अयोध्या जाएंगे. भूमि पूजन से जुड़ी पल-पल की अपडेट्स

3 August अयोध्या में राम मंदिर भूमि पूजन का कार्यक्रम आज से शुरू हो गया है. फिलहाल भूमि पूजन वाली जगह पर भगवान श्री गणेश का पूजन किया जा रहा है. ये पूजन दोपहर एक बजे तक चलेगा.

અયોધ્યામાં રામમંદિરના ભવ્ય ભૂમિપૂજન સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર અયોધ્યાએ જાણે નવા વાઘા સજ્યા છે. સમારોહમાં લગભગ 200 આમંત્રિત સામેલ થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલું પીળા રંગનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે પણ આ સમારોહ સંપૂર્ણપણે ધાર્મિક હશે અને વડાપ્રધાન કોઈ સરકારી એલાન કરશે નહીં એમ સૂત્રો કહે છે.

યોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ભક્તો માટે એક લાખ લાડુ તૈયાર કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપૂર્ણપણે ધાર્મિક હશે. આ કાર્યક્રમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે યોજ્યો છે અને વડાપ્રધાનને આમંત્રિત કર્યા છે. આમ, મોદી ભૂમિપૂજન સધી જ ખુદને સીમિત રાખશે.

મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન-પૂજન કરશે. એસપીજીની ટીમ અને પ્રશાસનિક અધિકારીઓ અગાઉથી હનુમાનગઢી પહોંચી ગયા છે અને સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે. ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભગવાન શ્રી રામ માટે ખાસ પોશાક પણ તૈયાર કરાયો છે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિરામ નવા પોશાક સીવડાવી લાવ્યા છે.

August 1, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના આરોગ્ય વિભાગે તા.30મી જુલાઇ 2020ના રોજ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે ચાઇના સમેત વિદેશમાં કોઇપણ જગ્યાએથી મેડીકલ એજ્યુકેશનની પ્રાથમિક ડિગ્રી, એમ.બી.બી.એસ. સમકક્ષ ડિગ્રી ધારકોએ જો વિદેશી સંસ્થાઓમાં મેડીકલ અભ્યાસની સાથે એક વર્ષની ઇન્ટર્નશીપ કરી હશે તો તેને સ્વીકારીને ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાંથી મુક્તિ આપવી. આવા તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન વખતે ફોરેનની સંસ્થામાં એક વર્ષ માટે કરેલી ઇન્ટર્નશીપને માન્ય ગણવા માટે દરેક રાજ્યોના મેડીકલ કાઉન્સિલ સત્તામંડળને જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956ની સેક્શન 13 (3) અન્વયે ભારત દેશમાં તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન (કાયમી નોંધણી) કરતી વખતે ફોરેન મેડીકલ ડિગ્રી ધારકોએ ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી હવે ચાઇના તેમજ અન્ય દેશોમાંથી મેડીકલ ડિગ્રી ધરાવનાર અને વિદેશમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ઉમેદવારોનું ભારતમાં તબીબ તરીકે પરમેન્ટન્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ મુજબની સ્પષ્ટતા કરી છે

રાજ્યોની મેડીકલ કાઉન્સિલને આ બાબતે જાણ કરવામાં આવી

જાહેર નોટીસ આ મુજબની છે

What does Section 13(3) in The Indian Medical Council Act, 1956 say?

The medical qualifications granted by medical institutions outside India, before such date as the Central Government may, by notification in the Official Gazette, specify which are included in Part IInd of the Third Schedule shall also be recognised medical qualifications for the purposes of this Act, but no person possessing any such qualification shall be entitled to enrolment on any State Medical Register unless he is a citizen of India and has undergone such practical training after obtaining that qualification as may be required by the rules or regulations in force in the country granting the qualification, or if he has not undergone any practical training in that country he has undergone such practical training as may be prescribed.

July 30, 2020
corona_india.jpg
1min5710

ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ બુધવાર તા.30મી જુલાઇ 2020ના રોજ નોંધાયા છે, ભારતમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યા 52,000 પ્લસ પર નોંધાઇ છે. બુધવારે આવેલા નવા કેસોમાં સૌથી વધારે નવા કેસ આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ એવું રાજ્ય બન્યું છે જ્યાં મહારાષ્ટ્ર પછી એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

પાછલા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો હતો. જેમાં બુધવારે 10,093 કેસ નોંધાય છે, આ સાથે આંધ્રપ્રદેશનો કુલ આંકડો 1,20,390 પર પહોંચ્યો છે, જે દિલ્હીના કુલ કેસ 1,33,310ને જલદી પાર કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં વધુ 65 લોકોના મોત સાથે અહીંનો કુલ મૃત્યુ આંક 1,213 થઈ ગયો છે, જે આંઠ સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક બન્યું છે.

52,898 નવા કેસ સાથે બુધવારે કુલ કેસ 15,83,483 થઈ ગયા છે અને જેમાં પાછલા 29 દિવસમાં 10 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસને જોતા જુલાઈ વધારે ગંભીર મહિનો સાબિત થયો છે, જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસ દેશમાં આવ્યા તે પછીના 63% કેસ આ મહિનામાં નોંધાયા છે. બુધવારે 771 લોકોના વાયરસના કારણે મોત થયા છે- જે બીજા નંબરનો એક દિવસનો સૌથી મોટ મૃત્યુઆંક છે. આ પહેલા મંગળવારે 781 લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ 34,950 લોકોના મોત થઈ ગયા છે. આમાંથી અડધાથી વધારે મોત જુલાઈ મહિનામાં નોંધાયા છે.

દેશમાં ફેલાયેલા કરોના વાયરસ વચ્ચે સકારાત્મક પાસું જોઈએ તો, 10 લાખ કરતા વધારે લોકો સાજા થઈ ગયા છે, પાછલા 24 કલાકમાં 32,371 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,19,081 થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર થઈ છે, રાજ્યમાં આંધ્રપ્રદેશ પછી બીજા નંબરે 9,211 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,00,651 થયો છે. આં આંકડો મેક્સિકોના કેસ (4,02,697)ની નજીક પહોંચી ગયો છે. દુનિયાના કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં ભારત છઠ્ઠા નંબર પર છે. મહારાષ્ટ્રમાં વધુ 293 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દક્ષિણ ભારતની સ્થિતિ પર નજર કરીએ તો કર્ણાટકામાં 92 લોકોના સૌથી વધારે મોત બુધવારે નોંધાયા છે, જે પછી તામિલનાડુમાં 82, આંધ્રપ્રદેશમાં 65 અને તેલંગાણામાં 12નાં મોત થયા છે. આંધ્રપ્રદેશની સાથે દેશના અન્ય 4 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે, જેમાં રાજસ્થાનમાં 1,144, ગુજરાતમાં 1,114, મધ્યપ્રદેશમાં 917 અને ઝારખંડમાં 791 કેસ નોંધાયા છે.

July 30, 2020
educationpolicyjpg.jpg
1min8021

 ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.

માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.

આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.

દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.

મુદ્દાસર નવી શિક્ષણ નીતિ

  • પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
  • નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
  • નવી’ શિક્ષણનીતિમાં 2009ના શિક્ષણ અધિકાર કાયદાનો દાયરો વ્યાપક બનાવતાં હવેથી 3થી 18 વર્ષનાં બાળકોને આ કાયદાના દાયરા તળે લવાશે.
  • કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
  • બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
  • અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
  • નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
  • ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
  • ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
  • નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
  • ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
  • અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
  • બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
  • પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
  • વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
  • શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
  • હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
July 29, 2020
virat.jpg
1min3700

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વર્લ્ડ નંબર વન બેટસમેન વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય બન્યો છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ફકત ત્રણ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને નેમાર છે.

કોહલીએ આ સૂચિમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ રાખી દીધો છે.’ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર કુલ 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબર પર મેસ્સી છે. તેના 16.1 કરોડ ચાહકો છે. જ્યારે બ્રાઝિલના નેમારના ફોલોઅર્સની સંખ્યા 14 કરોડ છે.

‘ભારતમાં વિરાટ કોહલી (6 કરોડ ફોલોઅર્સ) બાદ બીજા નંબરે બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેણીના પ.પ કરોડ ફોલોઅર્સ છે. આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં બહુ સફળતા ન મેળવી શકનાર શ્રધ્ધા કપૂરના ઇંસ્ટાગ્રામ પર પ.1 કરોડ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબર પર છે. ઇંસ્ટાગ્રામના ટોપ ટેન ભારતીયમાં એકમાત્ર ખેલાડી તરીકે વિરાટ કોહલી છે અને તે પણ પહેલા નંબર પર. ઇંસ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટની કમાણીના મામલે પણ કોહલી ભારતમાં પહેલા અને વિશ્વના ખેલાડીઓની લીસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.