CIA ALERT

ઇન્ડીયા Archives - Page 57 of 183 - CIA Live

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min3140

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 23, 2020
eknath_khadse.png
1min3590

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

Maharashtra બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.

October 23, 2020
kapildev.jpg
1min3540

દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ખબર મળી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ગંભીર હાલતમાંથી બહાર આવી ગયા છે. તેમના હોસ્પિટલમાં એડમિટ થયા હોવાની ખબર મળતા જ વિરાટ કોહલી, સચિન તેડૂંલકર, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે તથા સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.

October 22, 2020
bonus.jpg
1min9120

કેન્દ્ર સરકારે બુધવારે તેમના ૩૦.૬૭ લાખ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. આ બોનસ એક અઠવાડિયાની અંદર આપવામાં આવશે, જેનાથી તહેવારની સિઝનમાં માગમાં વધારો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ જાહેરાતથી ઓછામાં ઓછા ૩૦.૬૭ લાખ બિન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. કુલ ૩,૭૩૭ કરોડ રૂપિયા બોનસ આપવામાં આવશે.

રેલવે, પોસ્ટઑફિસ, ઇપીએફઓ, ઇએસઆઇસીના તેમ જ સરકારી કર્મચારીઓને આનો લાભ મળશે. દુર્ગા પૂજા પહેલા ઉત્પાદનશીલતા આધારિત બોનસ આપવામાં નહીં આવે તો રેલની અવરજવર બ્લોક કરી દેવામાં આવશે એવી બે મોટા રેલવે વર્કર્સ એસોસિયેશન્સે ધમકી આપી હતી.

October 21, 2020
icai_logo.jpeg
1min3950

આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.

October 19, 2020
ATMindia.jpg
1min3240

નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે.

એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે.’

October 19, 2020
kamalnath.png
1min3190

બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં પેટા ચૂંટણીનું જોર ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ થઈ રહેલી પેટાચૂંટણી ઉપર તમામની નજર છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપના મહિલા ઉમેદવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી વિવાદ થયો હતો.

મધ્યપ્રદેશના ડબરામાં કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર રાજ્ય માટે પ્રચાર કરવા પહોંચેલા કમલનાથે મંચ ઉપર ભાષણ કરતા ભાજપ ઉમેદવાર ઈમરતી દેવીને આઈટમ ગણાવ્યા હતા. ઈમરતી દેવીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ઈમરતી દેવીને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક માનવામાં આવે છે. કમલનાથના નિવેદન ઉપર શિવરાજ સિંહ ચૌહાણે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કમલનાથજી, ઈમરતી દેવી એ ગરીબ ખેડૂત પુત્રી છે જેણે ગામમાં મજૂરીથી શરૂઆત કરી છે અને હવે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપી રહી છે. કોંગ્રેસ એક મહિલા માટે આઈટમ જેવા શબ્દનો ઉપયોગ કરીને પોતાના સામંતવાદી વિચાર ઉજાગર કર્યા છે.

October 16, 2020
barc.png
1min3840
BARC TRP Report Week 52, 2018: KumKum Bhagya hit again but this show  remained a flop; see the full list | Catch News

બોગસ ટેલિવિઝન રૅટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ બહાર આવ્યા બાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ ગુરુવારે બધી જ ભાષાની સમાચાર ચેનલોની સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી.

ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિયેશન (એનબીએ)એ બીએઆરસીના સાહસી પગલાંને વધાવતા આખી સિસ્ટમ બદલવાની જરૂર હોવાની વાત જણાવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કાઉન્સિલ હાલની પ્રણાલીને બદલવા અને એમાં સકારાત્મક સુધારા કરવા માગે છે અને એ કારણે સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે ૧૨ સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઇની પોલીસે આ કૌભાંડને મામલે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પકડાયેલી વ્યક્તિઓમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, આ મામલે પોલીસે અરનબ ગોસ્વામીની આગેવાનીવાળી રિપબ્લિક મીડિયા જૂથના અધિકારીઓની પણ પૂછતાછ કરી હતી. રિપબ્લિક મીડિયા જૂથે પોતે કંઇપણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ મામલે રિપબ્લિક ટીવી અને અરનબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કેસ મુંબઇની વડી અદાલતમાં દાખલ કરવાની સલાહ આપી હતી.

બીએઆરસી દ્વારા જાહેર કરાતા ઑડિયન્સનો અંદાજ જાહેરાતના ખર્ચને અસર કરતો હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર વાર્ષિક કુલ રૂ. ૩૨૦૦૦ કરોડનો ખર્ચ જાહેરાતો પાછળ કરાયો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે અમુક ઘરોમાં મોનિટરો મૂકીને રૅટિંગમાં વધારો કરાતો હતો.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇને બીએઆરસી બૉર્ડે એવો નિર્ણય લીધો છે કે પોતાની ટૅક્નિકલ સમિતિ હાલની રૅટિંગ પદ્ધતિની સમીક્ષા કરીને એમાં યોગ્ય સુધારો કરીને આ રીતે મોનિટરો દ્વારા વધારવામાં આવતા રૅટિંગને રોકવા માટે યોગ્ય પગલાં દર્શાવે.

તાત્કાલિક ધોરણે આ કવાયતમાં બધી જ હિંદી, સ્થાનિક ભાષાઓ તથા અંગ્રેજી સમાચાર અને વ્યાપાર ચૅનલોને કવર કરવામાં આવશે.

આ કવાયત પૂરી ન થાય ત્યાર સુધી બીએઆરસી બધી જ ભાષાની સમાચાર અને વ્યાપાર ચૅનલો માટેની સાપ્તાહિક વ્યક્તિ રૅટિંગ જાહેર નહીં કરે. આ કવાયત ૮થી ૧૨ સપ્તાહ સુધી ચાલશે અને એમાં વૅલિડેશન તથા ટેસ્ટિંગનો સમાવેશ થાય છે.

આ સિવાય બીએઆરસી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાનો અને ગેરકાયદે રૅટિંગમાં ફેરફાર ન થાય એવો પ્રયાસ કરશે.

દરમિયાન, એનબીએએ જણાવ્યું હતું કે એમના મતે ટીઆરપીને સસ્પેન્ડ કરવાનું મહત્ત્વનું પગલું બીએઆરસીએ લીધું છે. એમણે આ ૧૨ સપ્તાહનો ઉપયોગ આખી સિસ્ટમને બદલવા માટે અને સશક્ત બનાવવા માટે કરવો જોઇએ.

ઘણાં વર્ષોથી એનબીએ ટીવી વ્યુવરશીપ ડેટામાં વધઘટ વિશે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.

એનબીએના પ્રમુખ રજત શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા કૌભાંડને કારણે મૅઝરમેન્ટ ઍજન્સીની બદનામી થઇ છે અને એ સાથે ન્યૂઝ મીડિયાની પણ બદનામી થઇ છે.

ભ્રષ્ટાચાર કરીને ટીઆરપી વધારવાની બાબતે ભારત શું જુએ છે એ વિશે ખોટ્ટા અભિપ્રાય જાહેર થાય છે અને બીએઆરસીએ આવું ભવિષ્યમાં ન થાય એ માટે નક્કર પ્રણાલી બનાવવી જરૂરી છે.

October 16, 2020
neetresults-1280x1168.jpg
2min7200

NTA will declare NEET-UG Result 2020 today at ntaneet.nic.in

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4 કલાકે નીટનું પરીણામ જાહેર થશે એવી જાહેરાતને પગલે દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાંજે ચાર વાગ્યાથી કમ્પ્યુટર, લેપ્ટોપ, મોબાઇલ સ્ક્રીન સામે ગોઠવાય ગયા છે પણ સાંજે સાડાસાત વાગ્યા સુધી રિઝલ્ટના કોઇ ઠેકાણા ન હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા કંટાળ્યા કે સોશ્યલ મિડીયામાં શિક્ષણ મંત્રીનો ઉધડો લઇ લીધો.

ઘણાં વાલીઓએ બળાપો કાઢ્યો હતો કે નીટ 2020માં બધું અપશુકનિયાળ જ ચાલી રહ્યું છે. બબ્બે વખત પાછી ઠેલાયેલી નીટ પરીક્ષા લેવાઇ એ તારીખનો આંક 13 હતો, આજે પરીણામ જાહેર થવાનું છે એ પણ અમાસના દિવસે. હવે પરીણામમાં અસહ્ય વિલંબથી પરીક્ષાર્થીઓની ધીરજ ખૂટી ગઇ છે. કલાકો સુધી કમ્પ્યુટર ફંફોસ્યા પણ સ્ક્રીન પર રિઝલ્ટ આવ્યું નહીં.

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ અધિક આસો વદ અમાસ આવે છે અને આ જ દિવસે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ 2020 પ્રવેશ પરીક્ષાના પરીણામને અનુલક્ષીને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેટલીક અંધશ્રદ્ધાઓની ચર્ચા પ્રબળ બની છે. આમ, તો મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેકશન નથી પરંતુ, જે રીતે નીટ 2020ને લઇને જે પ્રકારની કચવાટભરી ચર્ચાઓ ચાલી રહી છે એ પણ નજરઅંદાજ થઇ શકે તેમ નથી.

મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેક્શન નથી છતાંય વાલીઓ-વિદ્યાર્થીઓમાં ગણગણાટ

  • નીટ 2020 તા.13મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. આમેય 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે.
  • હવે નીટ 2020નું રીઝલ્ટ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થવાનું છે. આ દિવસે અધિક આસોવદ અમાસ છે એટલે ફરી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવો ગણગણાટ છે કે આ દિવસ ભારે હોય છે અને અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અમંગળ કલ્પનાઓ થઇ રહી છે.

આમેય ગુજરાતમાં 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે અને તેથી વિશેષ અમાસના દિવસે સારુ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે. આવી સ્થિતિમાં નીટ પરીક્ષા આપનારા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના ગ્રુપ્સમાં નીટ પરીક્ષાને લઇને ભારે અંધશ્રદ્ધાપૂર્ણ ચર્ચાઓ વ્યાપક પ્રમાણમાં સંભળાય રહી છે.

એક પેરેન્ટે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું કે અમાસે રિઝલ્ટ અંગે અંધશ્રદ્ધાની વાત નથી, પણ આપણે જોઇએ છીએ કે અમાસના દિવસોએ લોકો પોતાની સર્જરી પણ ટાળતા હોય છે, સારું કામ કરતા હોતા નથી એટલે સ્વાભાવિક છે કે વાલીઓમાં આ બાબતે દ્વીધા પ્રવર્તે.

એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વખતે કોરોનાને કારણે બે વખત નીટ મુલતવી રખાઇ હતી, એ પછી જ્યારે 13મી તારીખ ફાઇનલ થઇ ત્યારે જ અમને લાગ્યું કે આ દિવસ અપશુકનિયાળ અંક છે. અને આમેય પેપર ખરાબ ગયું હતું.

How to check NEET Result 2020

Step 1: Visit the official website http://ntaneet.nic.in

Step 2: Click on the download result link

Step 3: Enter registration number, roll number

Step 4: Results will appear on the screen

Step 5: Download it, and take a print out

Gujarat State All Medical Colleges

આ ડેટા ગયા વર્ષનો છે. આ વર્ષ માટે હજુ સુધી ગુજરાત સરકારની એડમિશન કમિટીએ કોલેજોનું અપગ્રેડેડ લિસ્ટ જાહેર કર્યું નથી.
October 15, 2020
fake.jpg
1min6150
Fake News Alert! – FEIC

દેશના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એ સરકારી યોજનાઓ કે નીતિઓ અંગે કેટલાક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક રીતે ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ સામે કાર્યવાહી કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં નાગરીકોને જણાવવામાં આવ્યું છે કે જો સરકારી યોજના કે નીતિ અંગે કોઇ ફેકન્યુઝ કે લિંક મળે તો તેને વ્હોટ્સએપ નં. 87997 11259 અથવા તો મેઇલ પર મોકલવા માટે જણાવવામાં આવ્યું છે.

પીઆઇબી ખાતું એ ફેકન્યુઝનો ભાંડો ફોડશે એમ જણાવાયું છે.

ફેકન્યુઝ અંગેના ફોટા કે લિંક આ નંબર 87997 11259 પર વ્હોટ્સએપ કરો

હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના નામે અનેક લોકો પોતાની ખીચડી પકાવી રહ્યા છે. શિક્ષણથી લઇને સબસિડી, આવાસથી લઇને લોન સુધીની કામગીરીમાં સરકારી યોજનાનું નામ વટાવીને કેટલાક લોકોએ છેતરપીંડીની દુકાનો શરૂ કરી દીધી છે. ત્યારે આવી જો કોઇ માહિતી મળે તો તુરંત જ તે અંગેનું રિપોર્ટિંગ કરવા જણાવાયું છે.