છેલ્લા 20 દિવસથી દિલ્હીમાં ચાલી રહેલાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જનહિત અરજીમાં પ્રદર્શનકારીઓને રસ્તાઓ પરથી હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખેડૂતોનો પક્ષ પણ સાંભળવા માગે છે. સાથે જ ખેડૂત સંગઠનોને એક નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટે સરકાર, ખેડૂત અને અન્ય પક્ષોની એક કમિટી બનાવવા કહ્યું છે.
કોર્ટનું કહેવું છે કે, રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી હલ થવો જોઇએ. આવામાં વહેલી તકે કમિટી બનાવીને ચર્ચા થાય. કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે, હવે આ મામલે પહેલાં સુનાવણી થશે.
ઉપરાંત કાયદો પાછા લેવાની માગ પર અડગ ખેડૂતોએ બુધવારે ચિલ્લા બોર્ડર પર દિલ્હી-નોઈડા લિંક રોડને બ્લોક કરી દીધો હતો. આજ કારણે ત્યાં જામની સ્થિતિ બની ગઈ છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે.ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત પછી 13 ડિસેમ્બરની રાતે ચિલ્લા બોર્ડરને ખોલવાનો નિર્ણય કર્યો હતો.
દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત આખરે આગામી ૧૫મી ડિસેમ્બરના મંગળવારે સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને પ્રારંભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં હજુ થોડા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
મોદી મંગળવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હવાઇ માર્ગે નીકળ્યા બાદ બપોરે ૧.૨૦ કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચી આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ૨ વાગ્યે ભાતીગળ પ્રદેશ સમા ધોરડો ખાતેના વીવીઆઇપી ટેન્ટમાં રહેશે. ત્યારબાદ ૨.૩૦ કલાકે ડિસેલીનેશન પ્લાન્ટ માંડવી, રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે માંડવી તાલુકાના ગુંદિયાળી નહીં જાય પરંતુ બંને પ્રોજેક્ટનું ધોરડો ખાતેથી ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરશે. ૩.૪૫ કલાકે વીવીઆઇપી ટેન્ટમાં પરત ફરશે. ત્યારબાદ વડા પ્રધાન ૩.૫૫થી ૪.૪૦ વાગ્યા દરમ્યાન ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં લાંબા સમયથી બની રહેલા ધરતીકંપમાં માર્યા ગયેલાઓની યાદ માટે બની રહેલા સ્મૃતિ વન મેમોરિયલ પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૬.૫૫ કલાકે ધોરડોથી હેલિકોપ્ટરમાં પરત સાંજે ૭.૨૫ કલાકે ભુજ એરપોર્ટ પર આવશે. રાત્રે ૭.૩૦ કલાકે ભુજ એરપોર્ટથી નીકળ્યા બાદ ૯.૨૫ કલાકે દિલ્હી પહોંચી જશે.
ભારતમાં આઇફોન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ શનિવાર તા.12મી ડિસેમ્બરના રોજ ભારે તોડફોડ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. પગારના મુદ્દે અસંતોષને પગલે કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કર્ણાટકના બેંગુલુરુ નજીક સ્થાપવામાં આવેલા વિન્સ્ટ્રોન કંપનીના આઇફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તોડફોડ કરી રહેલા કર્મચારીઓના વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા. બેંગલુરુમાં જે કંપનીમાં તોડફોડ થઇ છે એ વિસ્ટ્રોન કંપનીની હેડ ઓફિસ તાઇવાનમાં છે.
પગારના મુદ્દે બેકાબૂ બનેલા કર્મચારીઓએ કંપની કમ્પાઉન્ડમાં સ્થિત કારોને ઉથલાવી નાંખી હતી, સીસી ટીવી કેમેરા, ફર્નિચરની મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પગારના મુદ્દો બિચકતા કર્મચારીઓએ યુનિટમાં પથ્થરમારો કરી, બારી-બારણાંના કાચ ફોડી નાંખ્યા. કંપની સંપત્તિની ગાડીઓ, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને પણ નુકસાન પહોંચાડ્યું હતું,
ટ્રેડ યુનિયનના નેતાનું કહેવુ હતું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર સમયસર ચૂકવાતો નથી, તેમના નક્કી કરેલા પગારમાં પણ મનફાવે એવી રીતે કાપ મૂકીને ચૂકવવામાં આવી રહી હતી. વિદેશી કંપનીમાં તોડફોડ કરનારા કર્મચારીઓ આ વાતથી પણ રોષે ભરાયા હતા કે નોકરીમાં જોડાતા સમયે જે પગાર નક્કી કરાયો હતો, એ પણ ચૂકવાતો નથી. કંપનીના એક કર્મીનું કહેવુ હતું કે એક એન્જિનીયરને 21 હજાર મહિનાના પગારે નોકરી આપી હતી, પરંતુ અચાનક તેના પગારમાં કાપ મૂકી 16000 કરી દેવાયા અને હાલમાં તેના પગારમાં કાપ મૂકીને 12000 કરી દેવાયો હતો.
કંપનીના ઉત્પાદન યુનિટમાં કામ કરતા લગભગ તમામ વર્ગના કર્મચારીઓ સાથે આવુ બની રહ્યુ હતું. જેના લીધે કર્મીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમની સહનશક્તિ તૂટી અને કંપનીમાં તોડફોડ સુધી વાત પહોંચી હતી.
વિસ્ટ્રોન કોર્પોરેશન એપ્પલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત કંપનીઓ માટે આઇટી ઉત્પાદનો બનાવે છે. અહીં 2900 કરોડ રુપિયાના રોકાણ અને 10,000થી વધુ લોકોને રોજગાર આપવાના પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારે બેંગુલુરુ પાસે યુનિટ નાંખવાની પરમિશન આપી હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.
GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી
What could be a bigger confidence booster than the addition of a major financial institution like @YESBANK stepping up to finance the gem and jewellery trade, giving our manufacturers greater access to capital
GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર મામલો ગરમાઈ રહ્યો છે. ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો છે. આ દરમિયાન કાર્યકર્તાઓ પર લાકડીના ડંડા મારીને હુમલો કરવામાં આવ્યો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીય પણ આ જ કાફલા સાથે હતા. તેમની ગાડીના પણ કાચ તૂટ્યા છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ નડ્ડાએ સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંગાળ ભાજપ યુનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થાનિક તંત્ર અને અમિત શાહને પત્ર પણ લખ્યો છે.
પ્રદર્શનકારીઓએ ડાયમંડ હાર્બરમાં રસ્તો જામ કરવાની કોશિશ કરી. આ રસ્તા પરથી જેપી નડ્ડાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો પણ થયો. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં કૃષિ કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે.
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું, “બંગાળ પોલીસે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમની માહિતી આપી હતી, પરંતુ ફરી એકવાર બંગાળ પોલીસ નિષ્ફળ રહી. સિરાકોલ બસ સ્ટેન્ડ પાસે પોલીસ સામે જ ટીએમસી ગુંડાએ અમારા કાર્યકર્તાઓને માર્યા અને મારી ગાડી પર પથ્થરમારો કર્યો.”
મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.
આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.
ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર
૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો
૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો
૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ
૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.
૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
——————————
કેવી હશે સજા
૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે
૨. સજાની મર્યાદા વધારવામા આવી છે
૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
——————————–
કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના
૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.
૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.
૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.
૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.
૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.
ગુજરાતના માજી ગૃહમંત્રી અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ-દમણના પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) તરીકે કાર્યરત શ્રી પ્રફુલ પટેલને લક્ષદ્વીપના વહીવટકર્તાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. તાજેતરમાં લક્ષદ્વીપના વહીવટકર્તા દિનેશ્વર શર્માનું નિધન થતાં ખાલી પડેલી જગ્યાની જવાબદારી શ્રી પ્રફુલ પટેલને સોંપવામાં આવી છે.
આજે પ્રફુલ પટેલે લક્ષદ્વીપનું વડુમથક કવારટ્ટી પહોંચીને વિધિવત રીતે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકે કામગીરી અખત્યાર કરી લીધી હતી.
Arrived at Kavaratti, Lakshadweep, to take charge as an Administrator, received greetings & guard of honor from the officers. Before starting this new responsibility need your blessings and support, to serve citizen-centric governance to the people of Lakshadweep. pic.twitter.com/M6l8OsGoET
‘CO-WIN’ આ એક ભારત સરકારની મોબાઇલ એપ્લિકેશનનું નામ છે જે હજુ સુધી લોકો માટે ઉપલબ્ધ નથી થઇ પરંતુ, ‘CO-WIN’ એ ભારતનું એવું ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે કે જે કોવીડ-19 વેક્સિનનો તમામ ડેટાબેઝ ધરાવતી હશે અને સતત અપડેટ થતું પ્લેટફોર્મ હશે. ‘CO-WIN’ એપ્લિકેશન પરથી સામાન્ય વ્યક્તિઓ પોતાનું નામ વેક્સિનેશન માટે નોંધાવી શકશે.
CO-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર વેક્સિન માટે કોઇપણ સામાન્ય વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકશે
‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશન જ્યારે લોંચ કરવામાં આવશે ત્યારે એન્ડ્રોઇડ યુઝર્સ કે એપલ યુઝર્સ તેને સરળતાથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.
કોઇપણ સામાન્ય ભારતીય નાગરિક કોરોના વેક્સિન માટે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનમાં 5 મોડ્યુલ હશે. જેમાં 1) એડમિનિસ્ટ્રેટર 2) રજિસ્ટ્રેશન 3) વેક્સિનેશન 4) બેનિફિશ્યરી એન્ક્નોલેજમેન્ટ અને 5) રિપોર્ટ
‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના રજિસ્ટ્રેશન મોડ્યુલમાં જઇને સામાન્ય વ્યક્તિ પોતાનું નામ કોવીડ વેક્સિન માટે રજિસ્ટર્ડ કરાવી શકશે.
‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના વેક્સિનેશન શિડ્યુલમાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિના દસ્તાવેજોના વેરિફિકેશનથી લઇને તેને વેક્સિન અપાઇ છે કે કેમ તે અંગેને લેટેસ્ટ રિપોર્ટ જોવા મળશે.
બેનિફિશ્યરી એન્ક્નોલોજમેન્ટ મોડ્યુલથી વેક્સિન લાભાર્થીઓને મોબાઇલ એસ.એમ.એસ. મોકલાશે તેમજ ત્યાંથી જ જેમને વેક્સિન અપાઇ ચૂકી હશે એવા નાગરિકોને પોતાના ક્યુઆર કોડ બેસ્ડ વેક્સિન સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ બની શકશે.
symbolic pic
In English
The central government has introduced a new digital platform called ‘CO-WIN’ for COVID-19 vaccine delivery. There will be a new mobile app as well with the same name that will allow people to register for the vaccine.
Here is all you need to know about the ‘Co-WIN’ app to self-register for COVID-19 vaccine
1) The platform includes a free downloadable mobile application which can help record vaccine data.
2) One can register themselves on it if they want the vaccine.
3) There are five modules in Co-WIN platform, these are administrator module, registration module, vaccination module, beneficiary acknowledgement module and report module.
4) The administrator module is for the administrators who will be conducting these vaccination sessions. Through these modules, they can create sessions and the respective vaccinators and managers will be notified.
5) Registration module is for people to get registered themselves for vaccination. It will upload bulk data on co-morbidity provided by local authorities or by surveyors.
6) Vaccination module will verify beneficiary details and update vaccination status.
7) Beneficiary acknowledgement module will send SMS to beneficiaries and also generate QR(matrix barcode)-based certificates after one gets vaccinated.
8) Report module will prepare reports of how many vaccine sessions have been conducted, how many people have attended those, and on how many people have dropped out.
બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.
આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.