જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. 10 મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે.
15 એપ્રિલ 2021ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે 10મેથી આ નિયમ અમલમાં આવશે.
10 મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર 10થી 5.30 સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.
કોરોનાની મહામારીમાં મેડિકલ સુવિધા પુરતા પ્રમાણ મળતી નથી, લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનો પ્રજાની સાથે રહેવાના બદલે દૂર ભાગી રહ્યા છે. પ્રજાની ચિંતા કરવાના બદલે નેતાઓ રાજકારણ ખેલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો પર હુમલા અંગે ધરણા યોજી રહ્યા છે. પોલીસ સહિતનું સરકારી તંત્ર પણ કઠપુતળી હોય તેમ તમાસો જોઇ રહ્યું છે. પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમના ભંગ અંગે કોઇ કાર્યવાહી કરતું નથી.
સુરતમાં ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને’ ધરણા કર્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમમાં જોડાવવા અપીલ કરાઇ હતી. પણ તેની અપીલ પણ માન્ય ન રાખીને શાસક પક્ષના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતાં એટલુ જ નહી પણ તૃણમુલ કોંગ્રેસ સામેના’ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં આવેલા મેયર હેમાલી બોધાવાલા સામે પણ હાય રે મેયર હાય ના નારા લગાવ્યા હતાં. તેના કારણે હેમાલી બોધાવાલા વિરોધ પ્રદર્શન કરવાનું છોડીને ચાલ્યા ગયા હતાં.
કોરોનાને દેશભરમાં અજગર ભરડો લીધો છે. તેના પગલે લોકડાઉન સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા, માસ્ક પહેરેવા, વારંવાર હાથ ધોવા, મોટી સંખ્યામાં એકત્ર ન થવુ સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પણ આ સૂચનાઓ માત્ર સામાન્ય માણસો માટે જ હોય તેમ પ્રજાની પરેશાનીમાં સાથે અપવાના બદલે પ્રજા મુશ્કેલીમાં મૂકાય તેવા કાર્યક્રમ ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા યોજાઇ રહ્યા છે.આ કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડ લાઇનનું’ ઉલ્લંઘન થતુ રહે છે પણ પગલાં લેવા કોઇ હિંમત બતાવતું નથી.
રાજકીય કઠપુતળી બનીને નાચતા સરકારી તંત્ર દ્વારા પણ અવારનવાર વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સત્તાધારી પક્ષના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનો છડે ચોક ભંગ થતો હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી પણ વિરોધપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો કાયદાના ભંગના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ધરણાના કાર્યક્રમ પરથી મળે છે.
બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હોય તેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધરણાના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ’ સહિતના નિયમોનો છડેચોક ભંગ થયો હતો. આમ છતાં કોઇ પગલાં લેવાયા ન હતાં.ધરણા યોજવા માટે ભાજપને પોલીસે મંજુરી આપી હતી. તેની સામે કોંગ્રેસ દ્વારા પણ ધરણાનો કાર્યક્રમ યોજાયા હતાં.પણ કોંગ્રેસને ધરણાનાકાર્યક્રમ માટે મંજુરી આપવામાં આવી ન હતી. એટલુ જ નહી પણ મંજુરી વગર ધરણાનો કાર્યક્રમ યોજનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. તેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભાજપના કાર્યક્રમને મંજુરી અને કોંગ્રેસને મંજુરી નહી આપીને પોલીસ સહિતના સરકારી તંત્રે વહાલા દવલાની નીતિ અપનાવી હોય તેવું સામે આવ્યું હતું.
આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમ જ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે એમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમ જ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી જોર પકડશે. એમાં ઓડિશાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવાં વાદળો આવશે.
ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ અને સલમાન ખાન ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ `રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai) દ્વારા થનારા નફાથી દેશમાં કોવિડ-19 રાહત કાર્ય માટે મદદ કરવા બુધવારે સંકલ્પ લીધો. સલમાન ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ 13 મેના રિલીઝ થશે અને સાથે જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઓટીટી અને ડીટીએચ સેવાઓ સહિત અનેક પ્લેટફૉર્મ પર કરવામાં આવશે.
પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ `રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai)પે-પર-વ્યૂ પ્રસારણ પ્લેટફૉર્મ `ઝી પ્લેક્સ` પર પણ રિલીઝ થશે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ Salman Khanએ રાહત સહાયતા આપવા માટે દાન સ્ટેજ `ગિવ ઇન્ડિયા`ની સાથે ભાગીદારી કરી છે. આમાં ઑક્સીજન સિલેન્ડર, સાંદ્રક અને વેન્ટિલેટરથી લઈને જરૂરી ચિકિત્સા ઉપકરણોનું દાન પણ સામેલ છે.
બન્ને કંપનીઓએ શ્રમિકોના પરિવારોને પણ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે આ મહામારીથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સ (Salman Khan)ના એક પ્રવક્તાએ કહ્યું, “અમને આ મહાન કાર્યનો ભાગ બનીને ખુશ છીએ જેથી અમે કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઇમાં પોતાનું થોડુંક યોગદાન આપી શકશું. ગયા વર્ષથી અમે કોવિડ-19થી લડવાના પ્રયત્નોમાં સતત લાગેલા છીએ. એમાંય ખાસ વાત એ છે કે અમે એ પણ અનુભવ્યું છે કે એવી ફિલ્મની રિલીઝને અટકાવવાથી કોઇપણ પ્રકારની મદદ નહીં મળે જેની શૂટિંગ થઇ ચૂક્યપં છે. પણ આથી મળતા નફાનો ઉપયોગ મહામારીથી લડવાની દિશામાં કરવાથી જરૂર લાભ થશે.”
કેરાલા રાજ્યના મુખ્યમંત્રી પીનારાઇ વિજયને આજરોજ તા.6 મે 2021ના રોજ ટ્વીટર પરથી એવી જાહેરાત કરી હતી કે કોરોનાના વધતા કેસોને કાબૂમાં લઇ શકાય, કોરોનાની ચેઇન તોડી શકાય એટલા માટે કેરાલા સમગ્ર રાજ્યમાં આગામી તા.8થી 16 મે દરમિયાન સંપૂર્ણપણે લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
The entire State of Kerala will be under lockdown from 6am on 8 May to 16 May. This is in the background of a strong 2nd wave of #COVID19.
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાના હાહાકાર અને બેકાબૂ સ્થિતિ માટે નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના અભાવને જવાબદાર ઠરાવ્યા છે. રાજને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહેલી લહેર બાદ દેશમાં ઊભી થયેલી આત્મમુગ્ધતાની પણ ભારતે આજે કિંમત ચૂકવવી પડી છે.’ ભારતમાં રોજ કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણ ડામવા માટે સરકાર પર કડક લોકડાઉન લગાવવાનું દબાણ છે, પણ સરકાર હજી સુધી તેનો ઈન્કાર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી રહી ચૂકેલા રાજને બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દુનિયામાં અન્ય સ્થળોએ,ખાસ કરીને બ્રાઝિલમાં’ જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને તમારે સમજી જવું જોઈતું હતું કે, વાયરસની વાપસી થઈ રહી છે અને તે અગાઉથી પણ વધુ ખતરનાક થઈ ગયો છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે, તેનો ખતરો ઓછો થયો નથી. ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ભારતને લાગ્યું કે, વાયરસનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે. સરકાર સમયસર ચેતી ગઈ હોત તો દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત. અત્યાર સુધીમાં ભારતને 14 દેશની મદદ મળી
કોરોના મહામારી વચ્ચે બિહારમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાટાર આવી રહ્યા છે કે, કોરોનાના બેફામ કેસ અને હાઈકોર્ટના કડક વલણને કારણે બિહાર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના ટ્વિટર હેંડલ પર બિહારમાં 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 મેની સવારે 11:34 વાગ્યે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. સીએમ નીતીશ કુમારે ટ્વિટ કર્યું છે કે ‘ગઈકાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલમાં બિહારમાં 15 મે 2021 સુધીમાં લોકડાઉન અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રૂપને તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃત્તિઓના સંબંધમાં આજે કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.’
આ પહેલા પટણા હાઈકોર્ટે બિહારમાં લોકડાઉન નહીં મૂકવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે કોરોના પીડિતોની સારવારના સંદર્ભમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે પટણા હાઈકોર્ટે બિહાર સરકારને એક સવાલ પૂછ્યો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર સાથે વાત કરવા અને આજે એટલે કે 4 મેના જણાવે કે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આજે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હાઈકોર્ટ કડક નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કોર્ટના કડક વલણ પછી બિહાર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી.
હાઇકોર્ટે ગઈકાલની સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે લાગે છે કે આખું તંત્ર ધ્વસ્ત થઈ ગયું છે. બેડ અને વેન્ટિલેટરનો અભાવ અને 500 બેડની ઇએસઆઈસી હોસ્પિટલ શરૂ કરવાના આદેશ ઉપર પણ કામ શરૂ થયું નથી. સરકારી રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરતી હતી, તેથી સ્વતંત્ર સમિતિની રચના કરી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રેશર સ્વીચ ઓબ્જર્વેશન સિસ્ટમના બે પ્લાન્ટ કોવિડની બે હોસ્પિટલોમાં લગાવવામાં આવ્યા છે અને કામ શરૂ થઈ ગયું છે, પરંતુ નિષ્ણાતોની સમિતિએ અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધી એકપણ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન શરૂ થયું નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.
સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.
ભારતમાં ભયાનક હદે વકરતાં જતાં કોરોના સંક્રમણથી ગભરાટમાં વારંવાર સીટી સ્કેન કરાવતા લોકોને ચેતવણી આપતાં એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલરિયાએ જણાવ્યું હતું કે, સીટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે.
દર્દી ઘરે આઈસોલેશનમાં હોય અને હળવાં લક્ષણ હોય, તો સીટી સ્કેન ન કરાવો. કારણકે, એક સીટી સ્કેનમાં 300 છાતીના એકસ-રે જેટલું રેડિયેશન હોય છે, જે ઘાતક બની શકે છે.
આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી દર્દીઓ ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે, જે ભારે હાનિકારક છે, તેની કોઈ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને યુવાન વયમાં એકપણ વાર સીટી સ્કેન કરાવ્યા પછી કર્કરોગ એટલે કે, કેન્સરનો ખતરો વધી જતો રહેવાની લાલબત્તી એઈમ્સના ડાયરેકટરે ધરી હતી.
દર્દીને ઓકિસજન પછી સ્ટીરોઈડ અને પછી લોહી ન ગંઠાય તેની દવાઓ સમયસર મળી જાય તો બીજી કોઈ દવાની જરૂર રહેતી નથી.
તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી. આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.
File Photo
અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.
પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.