CIA ALERT

ઇન્ડીયા Archives - Page 21 of 183 - CIA Live

July 17, 2021
modipawar.jpg
1min266

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

July 15, 2021
diamond.png
1min288

કટ એન્ડ પોલિશ્ડ હીરા તથા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડનું સૌથી વધુ ટર્ન ઓવર ધરાવતા સુરત શહેરના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે તેની પ્રતીતિ આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જાહેર કરેલા આંકડાઓ પરથી થઇને રહે છે. જીજેઇપીસીના જણાવ્યા અનુસાર એપ્રિલ-21થી જૂન-21ના ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં જ ભારતમાંથી કટએન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસમાં અગાઉના બન્ને વર્ષોની તુલનામાં કુલ 26.45 ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રૂ.45741 કરોડની નિકાસ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની થઇ છે. આ પરિસ્થિતિ બે વર્ષ અગાઉ જ્યારે કોવીડ-19 અને તેની અસરો શરૂ થઇ ન હતી એ સમયગાળા કરતા પણ બહેતર છે. એટલે કે સુરત સમેત દેશનો હીરા ઉદ્યોગ પ્રી-કોવીડ પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે અને હાલમાં કામકાજ જબરદસ્ત ચાલી રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં તેજી અંગેનું કારણ આપતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે હીરા-ઝવેરાત નિકાસમાં વૃદ્ધિમાં મુખ્ય કારણ અમેરીકામાં ઉઠેલી માગ છે. કાઉન્સિલ દ્વારા વર્ચ્યુઅલ બાયર સેલર મીટ યોજવામાં આવી હતી જેમાં ભારતના અનેક પ્રદર્શનકર્તા વિક્રેતાઓ દ્વારા મોટી સંખ્યામાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા. 

એપ્રિલથી જૂન 21 દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો ઘટાડો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળાના સરવૈયામાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2021થી જૂન 2021ના સમયગાળામાં અગાઉના વર્ષની તુલના કરતા ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રૂપિયામાં આનું મૂલ્ય 4608.91 કરોડ જેટલું થાય છે. કોવીડ-19ની બીજી લહેરનો આ સમય હતો. આવું થવા પાછળ કેટલાક સ્થાનિક પ્રશ્નો, ગોલ્ડની પ્રાપ્તિ, ડ્યૂટી ડ્રો બેક વગેરેના પ્રશ્નો હોવાનું જણાય આવે છે.

લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો ઉછાળો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળાના સરવૈયા પર નજર કરીએ તો પોલીશ્ડ લેબગ્રોન સિંથેટિંક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો જંગી ઉછાળો થયો હોવાનું જણાવાયું છે. 2019ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસ 86.36 મિલિનય ડોલર હતી, બીજા વર્ષે 2020માં એ જ સમયગાળામાં 38.99 મિલિયન અને ચાલુ વર્ષ 2021ના આ જ સમયગાળામાં આ નિકાસ વધીને 261.05 મિલિયન ડોલર જેટલી થઇ છે. આમ, કુલ 202 ટકાનો ઉછાળો પોલિશ્ડ લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં થયો છે.

July 15, 2021
dearness.jpg
1min270

 કેન્દ્રના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં જુલાઇથી ૧૭ ટકાને બદલે ૨૮ ટકાનો જંગી વધારો કરવાનો નિર્ણય કેબિનેટે લીધો હોવાની માહિતી કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જાહેર કરી હતી. 

જોકે, ૦૧.૦૧.૨૦૨૦થી ૩૦.૬.૨૦૨૧ સુધીના ગાળાનું ન ચૂકવાયેલું ઍરિયર્સ આપવામાં નહીં આવે. કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઇ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧માં ડયૂ થયેલા ડીએ અને ડીઆર કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપ્યા નહોતા. કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના ગયા વર્ષથી રોકવામાં આવેલા ડીએ (મોંઘવારી ભથ્થુ) અને ડીઆર (ડિયરનેસ રિલીફ)ને ફરીથી શરૂ કરવાનો અને એનો દર ૧૧ ટકા વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એ દર બેઝિક પૅ/પૅન્શનના ૧૭ ટકા હતો. 

ઠાકુરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂ. ૩૪,૪૦૧ કરોડનો બોજો પડશે. જોકે, આ નિર્ણયનો લાભ ૪૮.૩૪ લાખ કેન્દ્રીય કર્મચારી અને ૬૫.૨૬ લાખ પેન્શનર્સને મળશ

July 14, 2021
rg_pk.jpg
1min251

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ હાજર હતા. પંજાબની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચનાની જવાબદારી પહેલાથી જ પ્રશાંત કિશોર પાસે છે અને હવે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.

13/7/21 રાજધાની દિલ્હીમાં રાહુલના નિવાસે જઈને પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી. આ પહેલા પ્રશાંત એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા. જેને પગલે એવી ચર્ચા છેડાઈ છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિકલ્પ માટે મોરચો તૈયાર કરવાના હેતુથી આજે મુલાકાત ગોઠવાઈ હતી.

બીજીબાજુ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ વચ્ચે રાહુલ અને પ્રિયંકા સાથે પ્રશાંતની આજની બેઠકને મહત્ત્વની ગણાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. પંજાબમાં તો કોંગ્રેસની સરકાર છે પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ પોતે ગુમાવેલો આધાર પરત મેળવવા માટેના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા બેનરજીની સત્તાવાપસીમાં પ્રશાંતની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી.

પ્રિયંકા ગાંધી લખનઉનાં પ્રવાસે જવાનાં હતાં પણ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ પ્રશાંત કિશોર સાથેની આજની બેઠકનાં કારણે જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોઈ શકે છે. પ્રિયંકા હવે 14ના બદલે 16મી જુલાઈએ લખનઉ જવાનાં છે.

July 12, 2021
cia_windo-1-1280x793.jpg
5min1302

IBPS Clerk 2021: निम्नदर्शित बैंकों में 5858 क्लर्क भर्ती के लिए नोटफिकेशन जारी, आज से करें आवेदन ibps.in पर

Latest Update Dt. 14/7/2021

IBPS clerk recruitment 2021 put on hold: Finance Ministry

The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold.

The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold. The Finance Ministry has directed the banking personnel selection body, IBPS, to stop the recruitment process amid row over the number of languages in which the exam is being held.

Questions have been raised that despite the fact that 22 languages are recognized by the Constitution of India, the exam for recruitment in the clerical cadre ofPublic Sector Banks (PSBs) only in two languages: English and Hindi.

The finance ministry has formed a Committee to look into the demand for holding examination for clerical cadre in Public Sector Banks (PSBs) in local or regional languages.

The finance ministry has referred to a statement made by the Union Finance Minister in 2019 where she had assured that bank exams will be held in local languages. The ministry says, the Finance Minister’s statement was made in the context of Regional Rural Banks (RRBs) only.

The Ministry has asked the Committee to give its recommendations within 15 days and has asked the IBPS to put on hold the ongoing process of holding the clerk exam until the recommendations of the Committee are made available.

  • Bank of Baroda
  • Canara Bank
  • Indian Overseas Bank
  • UCO Bank
  • Bank of India
  • Central Bank of India
  • Punjab National Bank
  • Union Bank of India
  • Bank of Maharashtra
  • Indian Bank
  • Punjab & Sind Bank

इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनेल सिलेक्शन (आईबीपीएस) ने पंजाब नेशनल बैंक, यूनियन बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा, बैंक ऑफ इंडिया, कैनरा बैंक और अन्य बैंकों में क्लेरिकल कैडर के पदों पर भर्ती के लिए नोटिफिकेशन जारी कर दिया है। संस्थान दवारा रविवार, 11 जुलाई 2021 को जारी आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार इस वर्ष कुल 5858 पदों के लिए उम्मीदवारों का कॉमन रिक्रूटमें प्रॉसेस (सीआरपी) चयन किया जाना है। बता दें कि पिछले वर्ष की भर्ती प्रक्रिया के माध्यम से आईबीपीएस ने क्लैरिकल कैडर की 1558 रिक्तियां घोषित की थीं।

आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार बैंकों में 5858 क्लर्क पदों के लिए आवेदन आज, 12 जुलाई 2021 से किये जा सकते हैं।

आवेदन की आखिरी तारीख 1 अगस्त 2021 निर्धारित की गयी है। साथ ही, उम्मीदवारों को निर्धारित आवेदन शुल्क रु.850 रुपये का भी भुगतान आज से लेकर 1 अगस्त के बीच कर लेना होगा। दूसरी तरफ, आईबीपीएस क्लर्क XI भर्ती कार्यक्रम के अनुसार प्रारंभिक परीक्षा प्रशिक्षण का आयोजन 16 अगस्त को किया जाएगा, वहीं, प्रारंभिक परीक्षा 28 और 29 अगस्त को और फिर 4 सितंबर को आयोजित होगी।

इसके बाद मुख्य परीक्षा 31 अक्टूबर 2021 को आयोजित की जानी है।

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI)

Important EventsDates
Commencement of on-line registration of application12/07/2021
Closure of registration of application01/08/2021
Closure for editing application details01/08/2021
Last date for printing your application01/08/2021
Online Fee Payment12/07/2021 to 01/08/2021

जानिए कैसे और कहां एप्लाय करना है

आवेदन के इच्छुक व योग्य उम्मीदवार आईबीपीएस क्लर्क भर्ती 2021 के लिए आईबीपीएस के अप्लीकेशन पोर्टल, ibpsonline.ibps.in पर जाकर रजिस्ट्रेशन कर सकते हैं। उम्मीदवारों को अप्लीकेशन पोर्टल पर विजिट करने के बाद सबसे पहले न्यू रजिस्ट्रेशन के लिंक पर क्लिक करके पंजीकरण करना होगा। इसके बाद, रजिस्ट्रेशन के लिए नाम, मोबाईल नंबर और ईमेल आईडी के विवरण भरने होने होंगे।

इसके बाद आवंटित रजिस्ट्रेशन नंबर एवं पासवर्ड के जरिए लॉगइन करके अपना उम्मीदवार अपना आईबीपीएस क्लर्क 2021 ऑनलाइन अप्लीकेशन सबमिट कर पाएंगे।

July 8, 2021
amazon-digital-kendra-in-su.jpg
1min581

आठ जुलाई (भाषा) अमेजन इंडिया ने गुरुवार को गुजरात के सूरत में अपना पहला डिजिटल केंद्र शुरू किया, जो कंपनी द्वारा 2025 तक भारत के एक करोड़ छोटे और मझोले उद्योगों को डिजिटल बनाने की पहल का हिस्सा है।

कंपनी द्वारा जारी विज्ञप्ति के मुताबिक गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने आभासी रूप से इस डिजिटल केंद्र का उद्घाटन किया।

सूरत शहर में सक्रिय लगभग 41,000 एमएसएमई के लिए फायदेमंद साबित होगा।

अमेजन डिजिटल केंद्र एमएसएमई को ई-कॉमर्स से होने वाले फायदों की जानकारी देगा और उन्हें माल भेजने, डिजिटल मार्केटिंग सेवाओं, जीएसटी और कराधान जैसी सेवाओं के लिए भी सहायता देगा।

इस मौके पर अमेजन इंडिया के वरिष्ठ उपाध्यक्ष और कंट्री हेड अमित अग्रवाल ने कहा कि कंपनी ने जब 2013 में देश में अपना परिचालन शुरू किया था, तब ई-कॉमर्स आमतौर पर शहरों से संबंधित था।

उन्होंने आगे कहा कि कंपनी ने विक्रेताओं को पूरे भारत और विश्व स्तर पर ग्राहकों तक पहुंचने में सक्षम बनाने पर ध्यान केंद्रित किया है, और इसके लिए प्रौद्योगिकी, लॉजिस्टिक्स, वितरण बुनियादी ढांचे और डिजिटल भुगतान में उल्लेखनीय निवेश किया है।

अमेज़न इंडिया पर कुल 8,50,000 विक्रेता मौजूद है, जिनमें से इस ई-कॉमर्स दिग्गज़ ने अकेले जनवरी 2020 से अब तक क़रीब 3,00,000 से अधिक विक्रेताओं को प्लेटफ़ॉर्म पर ऑनबोर्ड किया है। फ़िलहाल Amazon पर अकेले गुजरात से ही 1,00,000 से अधिक विक्रेता जुड़े हुए हैं।

कंपनी ने साफ़ किया है कि सूरत में खुले अपने पहले ‘डिजिटल केंद्र’ (Digital Kendra) पर मिलने वाली प्रतिक्रिया को देखते हुए Amazon India जल्द ही देश के अन्य शहरों में भी इनका विस्तार करती नज़र आएगी।

इस बीच गुजरात के सूरत में इस डिजिटल केंद्र के उद्घाटन के दौरान मुख्यमंत्री विजय रूपानी ने अपने वर्चूअल संबोधन में कहा;

“ये काफ़ी अहम क़दम है क्योंकि इसके ज़रिए MSMEs को हालिया चुनौतियों से निपटनें, अपने व्यवसायों को पुनर्जीवित करने और उनके पुनर्निर्माण को लेकर मदद मिलेगी। इस तरह की पहल का के ज़रिए देश का MSME क्षेत्र भारत को $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने के लक्ष्य में अहम योगदान दे सकता है।”

इस मौक़े पर Amazon India के कंट्री हेड अमित अग्रवाल ने बताया कि कंपनी पहले से ही देश में क़रीब 25 लाख MSMEs यूनिट को डिजिटाइज़ कर चुकी है और अब तक भारत में लगभग 10 लाख रोजगार के अवसर पैदा करने में सहयोग प्रदान कर चुकी है।

July 6, 2021
supreme.jpg
1min257

ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 2015માં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ આખા દેશની પોલીસ આ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ તા.5મી જુલાઇ 2021ના રોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન અચરજ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રદ થઇ ચૂકેલા આઇ.ટી. કાયદા હેઠળ હજુ પણ કેસો દર્જ કરવાની બાબત ચોંકાવનારી, પરેશાન કરનારી, ભયાનક અને આશ્ચર્યજનક છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 2015માં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.

તા.5મી જુલાઇ 2021ના રોજ આ કેસની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 2015માં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.

સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાની જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.

ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.

July 3, 2021
msme.jpg
1min307

કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી’ લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.

ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.

July 2, 2021
cia_windo-1280x793.jpg
2min785

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલ ચાલી રહેલી ધો.11ની પ્રવેશ કાર્યવાહી અન્વયે શાળાના આચાર્યોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં આવેલા વેલીડ માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની યાદી જાહેર કરી છે. અગાઉ 62 બોર્ડ ભારતમાં વેલીડ એટલેકે માન્યતા પ્રાપ્ત હતા હવે માન્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સંખ્યા 65ની થઇ છે. જેની નામાવલી અત્રે પ્રસ્તુત છે આ સિવાય બાકીના તમામ બોર્ડ બોગસ ગણાશે અને તેમાંથી ધો.10 પાસ કર્યાની માર્કશીટ રજૂ કરનારને કોઇ શાળા કે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં.

ભારતમાં વેલીડ (માન્ય) માધ્યમિક શિક્ષણ બોર્ડની નામાવલી

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ ધો.11માં ગુજરાતમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઇકવેલન્સી સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અગર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર સંપર્ક કરવાનો રહે છે.

July 1, 2021
pm_modi1.jpg
1min973

Jayesh Brahmbhatt 98253 44944

ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?

PM મોદી પણ ટ્વીટર રિપ્લાયમાં જોડાયા

વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી

આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.