CIA ALERT

ઇન્ડીયા Archives - Page 182 of 183 - CIA Live

May 24, 2018
fraud.jpg
1min10970

નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

nirav1

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.

CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.

એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

nirav2

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

nirav

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.

May 23, 2018
taj_monkey.jpg
1min12380

યુપીના આગરા સ્થિત દુનિયાની અજાયબીઓ પૈકીની એક એવા તાજ મહેલમાં વાંદરાઓના જૂથે આતંક ફેલાવતા પર્યટકો ડઘાઈ ગયા છે. જોકે તાજ મહેલ ખાતે આવતા પ્રવાસીઓ પર વાંદરાનો આતંકની આ વાત નવી નથી. મંગળવારે સવારે તાજ મહેલ ખાતે એક ફ્રેન્ચ મૂળના પ્રવાસી તેમજ અન્ય એક વ્યક્તિને વાંદરાએ પગના ભાગે ઈજા પહોંચાડી હતી. બન્ને વિદેશી નાગરિકોના પગે ઉઝરડા પડી ગયા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંદરાએ આ પૈકી એક પ્રવાસીને પગે બચકું પણ ભરી લીધું હતું. બન્ને પ્રવાસીઓને તાત્કાલિક મેડિકલ સારવાર પુરી પાડવામાં આવી હતી.

તાજ મહેલની અંદર પરિસરમાં વાંદરાઓના આતંકને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ તાજ મહેલમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. આગરામાં વાંદરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજ મહેલ પરિસરમાં હવે વાંદરાઓની અવર જવર સત્તાધીશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.

May 22, 2018
dollor.jpg
1min12060

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min12510
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
May 22, 2018
tirupati-1280x720.jpg
1min10980

જો અગમ શાસ્ત્ર પરવાનગી આપે તો જેની સુરક્ષાની શંકા સેવાઈ રહી છે તેવા તમામ સુવર્ણ અલંકારો જાહેર પ્રદર્શનમાં મૂકવા મંદિરની સંચાલક સંસ્થા તૈયાર હોવાની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલકુમાર સિંઘલે કરેલી જાહેરાતને પગલે હાલ ટીટીડી અને ભૂતપૂર્વ મુખ્ય ધર્માધિકારી એવી રામન્ના દીક્ષિતુલુ વચ્ચે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે.

છેલ્ લાં બાવીસ વર્ષ દરમિયાન મૂલ્યવાન રત્નો અને હીરા-મોતી માણેક સહિત અલંકારો અને દાગીનાઓ

ગુમ થયા હોવાને મામલે દીક્ષિતુલુએ સીબીઆઈ તપાસ યોજવાની માગણી કરી હોવા છતાં ઍક્ઝિક્યુટિવ ઑફિસર (ઈઓ)એ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

પ્રસારમાધ્યમને અઆપેલી મુલાકાતમાં સિંઘલે કહ્યું હતું કે જો અગમ શાસ્ત્ર મંદિરના અલંકારોનું જાહેર પ્રદશ૪ન કરવાની પરવાનગી ન આપતું હોય તો ટીટીડીએ થ્રીડી ફૉર્મેટમાં તેનું ડિજીટલાઈઝેશન કરી તેની તસવીરો જાહેર જનતા માયે મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.

આ મારો અંગત અભિપ્રાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારણા કરવી જોઈએ.

ટીટીડીના અલંકારોના રજિસ્ટરમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ગુમ થયેલું મૂલ્યવાન રત્ન જીનિવામાં યોજવામાં આવેલા લિલામમાં જોવા મળ્યું હોવાના થોેડો દિવસ અગાઉ દીક્ષિતુલુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા સિંઘલે કહ્યું હતું કે ટીટીડીના કર્મચારીઓ દરેક વસ્તુની સુરક્ષા માટે સખત તકેદારી રાખે છે અને આ પ્રકારના આક્ષેપો ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.

May 22, 2018
bramos.jpeg
1min11790

ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.

બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.

૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)

May 22, 2018
shirdi.jpg
1min12250

મુંબઈ-શિરડી એરલાઈન્સ ઍર ફ્લાઈટ શિરડીના રનવે પર લૅન્ડિંગ કરતી વખતે ૫૦ મીટર સુધી બહાર નીકળી ગઈ હતી. આ ફ્લાઈટમાં ૭૦ પ્રવાસીઓ હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. સોમવારે સાંજે ૫.૨૯ કલાકે મુંબઈથી આવેલી એરલાઈન્સ ઈન્ડિયાની ફ્લાઈટ શિરડી રનવે પર લૅન્ડિંગ વખતે ઓવરશૂટ થઈને ૫૦ મીટર આગળ નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેેશન (ડીજીસીએ) આ અંગે અલગથી તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મે, ૨૦૧૦માં ઍર ઈન્ડિયા ઍક્સ્પ્રેસના પાઇલટે દુબઈથી આવેલી ફ્લાઈટને મેંગ્લોર ખાતે લૅન્ડ કરતી વખતે ઓવરશૂટ કરી હતી, જેમાં ૧૫૨ પ્રવાસીના મૃત્યુ થયા હતા.

May 21, 2018
neet.jpg
1min10540

ડૉક્ટર બનવા ઇચ્છતા દીકરાની NEETની પરીક્ષા માટે તેની સાથે કેરળ ગયેલા તામિલનાડુના ૪૬ વર્ષના ગૃહસ્થને હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા હતા.

કેરળના એર્નાકુલમમાં દીકરો અને તેના પપ્પા એક લૉજમાં ઊતર્યા હતા. સવારે પરીક્ષાના સેન્ટર પર જવા માટે દીકરો લૉજમાંથી રવાના થયો ત્યારે પપ્પાએ તેને વિદાય આપી હતી, પરંતુ થોડા વખત પછી દીકરો કસ્તુરી મહાલિંગમ પરીક્ષાનું પેપર લખતો હતો ત્યારે તેના પપ્પા ક્રિષ્નાસામી હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા હતા.

તામિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ ક્રિષ્નાસામીના મૃત્યુ બાબતે શોક વ્યક્ત કરતાં તેમના પરિવારને મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત સ્ટુડન્ટની મમ્મીની વિનંતીને માન આપીને  કસ્તુરી મહાલિંગમના ઉચ્ચ શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવાની પણ જાહેરાત કરી હતી.

May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min8720

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.