CIA ALERT

ઇન્ડીયા Archives - Page 160 of 183 - CIA Live

March 8, 2019
parliament-election.jpg
1min4010

સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માદે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. શુક્રવારે પાર્ટીએ 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું, જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવર જાહેર કરાયા છે.

સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.

યુપીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) સાથે લોકસભા ચૂંટણીના જંગમાં ઉતરેલી સપાએ ગઠબંધન કર્યા બાદ 37 બેઠકો મેળવી છે તેમજ 38 બેઠકો પરથી બીએસપીના ઉમેદવાર લડશે અને 3 બેઠક પરથી આરએલડીના ઉમેદવાર ઉતરશે. ગત લોકસભા ચૂંટણીમાં પણ મુલાયમ સિંહ યાદવે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર વિજયી થતા આઝમગઢ બેઠક તેમણે પોતાની પાસે રાખી હતી. મૈનપુરી બેઠક પર પેટાચૂંટણીમાં મુલાયમના પરિવારના જ તેજ પ્રતાપ યાદવ વિજયી થયા હતા.

કૉંગ્રેસ

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે.

કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

March 8, 2019
ayodhya.jpg
1min4320

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

March 8, 2019
modi_in_kashi.jpg
1min4110

વડાપ્રધાન મોદી ફરી એક વાર તેમના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે, તેમણે કાશી વિશ્વનાથ કૉરિડોરની આધારશીલા સ્થાપી

કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજે મારું સૌભાગ્ય છે કે જે સપનું વર્ષોથી જોયું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામમાં આજે ભોળાનાથની મુક્તિનું પર્વ છે. ચારે તરફ દીવાલોથી ઘેરાયેલા ભોલેબાબાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમને વિશાળતાનો અનુભવ થશે. હું આ કૉરિડોર બનાવવા માટે જે લોકોએ તેમની જમીન આપી છે તેમનો પણ આભાર માનું છું. સાથે જ યોગી આદિત્યનાથની સરકારનો પણ આભાર માનું છું. જેમણે ઘણા ઓછા સમયમાં આ કાર્યને પૂર્ણ કર્યું.

March 7, 2019
she1-1280x720.jpg
1min5040

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

और अंत में उन मर्दो के लिए जिसकी हंमेशा पत्नी से फाइट होती रहेती है..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….

अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

March 6, 2019
rafale-fighter-1.jpg
1min4210

રાફેલ વિમાન મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં લંચ બાદ ફરી સુનાવણી શરૂ થઈ. સંજય સિંહની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. રાફેલ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લડાયક વિમાન સંબંધી કોઈ પણ વધારાના દસ્તાવેજ લેવાનો ઈન્કાર કરી દીધો. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજો એક કર્મચારીએ ચોર્યા હતા. તેમણે કહ્યું કે અમે રક્ષા ખરીદ જેમાં રાજ્યની સુરક્ષા પણ સામેલ છે, તેના પર અમે કામ કરી રહ્યા છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.

લંચ બ્રેક બાદ ફરીથી સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે રિવ્યૂ પિટિશન પર સુનાવણી શરૂ થઈ. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આમ નેતા સંજય સિંહે આપેલું નિવેદન અપમાનજનક છે. રાફેલ રિવ્યૂ પિટિશનની સુનાવણી બાદ અને સિંહને સમજાવવાનો મોકો આપ્યા બાદ અપમાનજનક ટિપ્પણીઓ માટે સંજય સિંહ સામે કાર્રવાઈ કરવામાં આવશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલ રાવે કહ્યું કે અખબાર, અરજીકર્તા ભૂષણ અને અન્ય લોકો ચોરીના દસ્તાવેજો પર ભરોસા કરી રહ્યા છે, જેના માટે તેમને આધિકારીક ગુપ્તતાના અધિનિયમ અંતર્ગત અભિયોજનનો સામનો કરવો પડશે. જે કરવામાં આવ્યું છે, તે અપરાધ છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવી શકાય. રિવ્યૂને ફગાવવામાં આવે.

કોર્ટે આ મામલે સવાલ કરતા કહ્યું કે જો કાગળો ચોરી થયા છે તો આ મામલે તમે શું કરી રહ્યા છો? લંચ બાદ કેન્દ્ર જણાવે કે આ મુદ્દા પર તમે શું કરી રહ્યા છો? તમે કહી રહ્યા છો કે કાર્રવાઈ કરવામાં આવી રહી છે તો શું કાર્રવાઈ છે?

આ પહેલા પ્રશાંત ભૂષણે કહ્યું હતુંકે રાફેલના નિર્ણયમાં અનેક ગરબડ છે, જે તથ્યો પર ભરોસો કરવામાં આવ્યો છે. સરકારની સીલબંધ નોટમાં ગરબડ હોવાની પણ વાત કરી. કોર્ટનો નિર્ણય સરકારે આપેલી ખોટી માહિતી પર આધારિત હતો.

મહત્વનું છે કે કોર્ટે ગયા વર્ષે 14 ડિસેમ્બરે પોતાના આદેશમાં રાફેલ ડીલની તપાસ વાળી અરજીઓને ફગાવી દીધી હતી. જે બાદ નિર્ણયની સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલને લઈને 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણય સામે દાખલ થયેલી રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરી રહ્યું છે.

March 5, 2019
JET.jpg
1min8500
  • જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
  • જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
  • ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
  • મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
  • કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.

રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.

March 5, 2019
mudra-yojana-hh_opt.jpg
1min5760

ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે

નરેન્દ્ર મોદીએ 2015માં યુવાનોને સ્વરોજગારી માટે સરળતાથી ધિરાણ મળે તે હેતુથી શરૂ કરેલી મુદ્રા લોન યોજના બેશક સારામાં સારી યોજના છે, શુદ્ધ હેતુથી મોદી સરકારે શરૂ કરેલી આ યોજના આજે બેંકોની એન.પી.એ વધારી રહી છે. આજે એ હાલત છે કે લોકોએ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.10-10 લાખનું ધિરાણ લઇને તેની પરત ચૂકવણીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બેેંકો મુદ્રા યોજનામાં રિકવરી માટે મોટું અભિયાન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. મોટા ભાગના લોનધારકોએ બેંકોનું કરી નાંખવાના ઇરાદે જ મુદ્રા યોજનામાં લોન લઇ લીધી હોવાનું જણાય આવે છે.

મુદ્રા લોનની રકમ નાની હોય છે. તેની ફાળવણી SME કેટેગરી હેઠળ વ્યક્તિ કે એન્ટિટીને કરવામાં આવે છે. લોનનો હેતુ કાર્યકારી મૂડીની સ્થિતિ સુધારવાનો તેમજ બેન્કિંગનો ઓછો વ્યાપ ધરાવતા SMEને ઔપચારિક ક્રેડિટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાનો છે.

આ લોન અનસિક્યોર્ડ અને ઓછી રકમની હોય છે અને તેઓ મહદ્ અંશે પહેલી વખત લોન લેતા હોય છે. તેમની કોઈ ક્રેડિટ હિસ્ટરી હોતી નથી. રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર મુદ્દા યોજના માટે અપાયેલી લોનના મુદ્દે ખાનગી બેન્કોની તુલનામાં PSU બેન્કોમાં NPAનું પ્રમાણ વધુ છે. કારણ કે PSU બેન્કોએ અગ્રિમતા ધરાવતાં સેક્ટર્સને ધિરાણના લક્ષ્યાંક પૂરા કરવા આ કેટેગરીમાં વધુ લોન આપવી પડે છે.

બેન્કર્સ અને રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોનનું NPAમાં રૂપાંતર થઈ રહ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં એક્સ્પોઝર અંગે બેન્કોની ચિંતા વધી છે. રેટિંગ એજન્સીઝ ઇન્ડિયા રેટિંગ્સ અને ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે.

ઇન્ડિયા રેટિંગ્સના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના ડિરેક્ટર અને વડા પ્રકાશ અગરવાલે જણાવ્યું હતું કે, “લગભગ તમામ લોનમાં NPA ઊંચા છે, પણ ખાનગી બેન્કો આ પ્રકારના ધિરાણમાં વધુ સાવચેત રહી છે.”

RBIની 90 દિવસની લોન રિસ્ટ્રક્ચરિંગ જોગવાઈ ₹25 કરોડથી ઓછી રકમની લોનનું NPA તરીકે વર્ગીકરણ નહીં કરવાની છૂટ આપે છે. જોકે, માર્ચ 2020માં આ જોગવાઈ પૂરી થશે ત્યારે બેન્કોની NPAમાં ઉછાળો નોંધાશે. બેન્કોની ₹10 લાખથી ઓછી રકમની SME લોનને મુદ્રા સ્કીમ હેઠળ ઋણની રકમના આધારે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ કેટેગરીમાં રિફાઇનાન્સ કરી શકાય.

SBIના એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે, “આવી લોન જોખમી હોવાના કારણે તેમની એસેટની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લોનધારકોને અપાતું 70 ટકાથી વધુ ધિરાણ PSU બેન્કો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટો હિસ્સો મુદ્રા પોર્ટફોલિયોનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવી લોન ઉત્પાદન નહીં, વપરાશના હેતુથી લેવાય છે અને એટલે તે જોખમી હોય છે. જોકે, PSU બેન્કોએ આવી લોન માટે વધુ સારી રિકવરી પ્રક્રિયા વિકસાવવી જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2015માં મુદ્રા સ્કીમ લોન્ચ કરી ત્યારથી આ યોજના હેઠળ ₹6 લાખ કરોડની લોન આપવામાં આવી છે. MSMEના કુલ બાકી ઋણમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. સરકાર 2017-’18માં મંજૂરી કરાયેલી ₹2.5 લાખ કરોડની લોન સામે 2018-’19માં ₹3 લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તાજેતરના આંકડા મુજબ બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ₹2.2 લાખ કરોડની લોન ફાળવી છે.

March 5, 2019
parliament-election.jpg
1min4910

8 કે 9 માર્ચે ચૂંટણીની તારીખોની ઘોષણા સંભવ

આગામી મે 2019માં નવી કેન્દ્ર સરકારની રચના કરવી હોય તો દેશના ચૂંટણી પંચે હવે પછી ગમે ત્યારે, આજે, કાલે કે ચાલુ સપ્તાહ દરમિયાન મોડામાં મોડું લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવું પડે તેમ છે. ભારત વિશાળ દેશ છે અને અહીં ચૂંટણી ત્રણ-ચાર નહીં પરંતુ 6થી7 તબક્કામાં યોજવી પડે તેમ છે, એક જ દિવસે સમગ્ર ભારતમાં ચૂંટણી કરાવવી શક્ય નથી, પરીણામે કેન્દ્રીય ચૂંટણી પંચે માર્ચના પ્રથમ કે મોડામાં મોડું દ્વિતીય સપ્તાહમાં તો લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી જ દેવી પડે છે.

લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.

થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.

વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજકીય પંડિતો એવું ગણિત માંડી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન એકાદ બે દિવસમાં કેટલીક મહત્વની અને ટેકનિકલ જાહેરાતો કરી દીધા બાદ ચૂંટણી પંચ ગમે તે દિવસે લોકસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા સાથે સમગ્ર દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગૂ કરી દેશે. આ જોઇને જ ગુજરાત સમેત અને રાજ્યોની સરકારોએ પોતાના અધિકારીઓની બદલીઓના ઓર્ડર જારી કરી દીધા છે, ખાસ કરીને પોલીસ તેમજ મહેસૂલી અધિકારીઓ કે જે ચૂંટણીઓ કરાવવા માટે તૈનાત કરવામાં આવશે તેમની બદલીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ એકાદ બે દિવસમાં કેટલીક બદલીઓ થાય તેમજ કેટલીક નીતિ વિષયક ઘોષણાઓ કે જે સમાજના વિશાળ વર્ગને સ્પર્શતી હોય તેવી જાહેરાતો સંભવ મનાય રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગૂ થઇ ગયા બાદ મે મહિનાના અંત સુધી કોઇ નીતિ વિષયક ઘોષણાં, નવું કામ કે તેની જાહેરાત થઇ શક્શે નહીં.

દરમિયાન કોંગ્રેસના નેતા અહેમદ પટેલએ શિવરાત્રીના દિવસે કેટલીક ટ્વીટ કરી હતી એ સૂચક છે કે ચૂંટણીની તારીખોનું એલાન નજીક આવી રહ્યું છે.

ભાજપા તરફથી નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં રેલી કરી રહ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસ રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમેત અનેક રેલીઓ કરીને ચૂંટણીનો પ્રચાર તો ક્યારનો શરૂ કરી દીધો છે. બન્ને મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ લોકસભાની ચૂંટણી માટે લગભગ તૈયાર થઇ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી 2019નો મહાસંગ્રામ ભારત માટે નિર્ણાયક બની રહે તો નવાઇ નહીં.

March 2, 2019
atf1.jpg
1min12270

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

March 2, 2019
abhinandan.jpg
1min3840

દુશ્મન દેશ પાકિસ્તાનના કબજામાંથી છૂટીને ભારત પાછા ફરેલા હવાઇદળના પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું શુક્રવારે મોડી રાતે સરહદ પરની અટ્ટારી – વાઘા સીમા પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વદેશ પાછા ફરેલા અભિનંદનના ચહેરા પર ખુમારી અને શૌર્ય છલકતાં હતાં. પાઇલટ અભિનંદન ભારતીય હવાઇદળના ગણવેશમાં નહિ, પરંતુ સ્યૂટમાં સજ્જ હતો. સરહદ પરની ઇમિગ્રૅશનની કાર્યવાહી પૂરી થયા બાદ તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઇ જવાયો હતો. અગાઉ, પાકિસ્તાને ભારતને અભિનંદન આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. સરહદ સહિત દેશભરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને ઢોલનગારાં વગાડવાની સાથે દેશભક્તિના નારા પોકારવામાં આવ્યા હતા. પાઇલટ અભિનંદનને સરહદ પર આવકારવા ભારતીય હવાઇદળ સહિત સુરક્ષા દળના અનેક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાઇલટ અભિનંદન ભારતને શુક્રવારે બપોરના જ મળવાનો હતો, પરંતુ પાકિસ્તાને અજાણ્યા કારણસર તેની સોંપણીમાં વિલંબ કર્યો હતો.

સરહદ પર પાઇલટ અભિનંદનને આવકારવા 20,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. અનેકના હાથમાં

ત્રિરંગો ધ્વજ હતો. અહીં પ્રસારમાધ્યમના લોકો મોટી સંખ્યામાં મીટ માંડીને બેઠા હતા.

અગાઉ, અભિનંદને સરહદ પરની ઇમિગ્રૅશન ઑફિસ ખાતે સલામતીની કડક તપાસમાંથી પસાર થવું પડ્યું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની તબીબી ચકાસણી પણ કરાઇ હતી.

પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ભારતીય હવાઇસીમાથી દૂર રાખવાના પ્રયાસમાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં સપડાઇ ગયો હતો, પરંતુ જીનિવા કરારને કારણે ભારતીય પાઇલટની સોંપણી કરવા પાકિસ્તાનને ફરજ પડી હતી.

દેશમાં માત્ર સરહદ પરના જ નહિ, પરંતુ અંતરિયાળ વિસ્તારમાંના લોકો પણ પાઇલટ અભિનંદન વર્ધમાન પાછો ફરતા આનંદિત થઇ ગયા હતા.

ઘણી જગ્યાએ લોકો મોડી રાત સુધી અભિનંદનના ફૉટા અને બૅનર લઇને ભેગા થયા હતા. અનેક સ્થળે ફટાકડા ફોડાયા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને નાચગાન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળે ગરબા ગવાયા હતા, બેંગલોરમાં ડાન્સ કરાયો હતો, પુરીમાં રેતશિલ્પ તૈયાર કરાયું હતું અને ઘણી જગ્યાએ યજ્ઞ અને પૂજા-અર્ચના કરાઇ હતી.

અટ્ટારી સીમાથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા અમૃતસર સુધીના માર્ગ પર લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી.