CIA ALERT

ઇન્ડીયા Archives - Page 149 of 183 - CIA Live

May 26, 2019
jagan.jpeg
1min13290

આંધ્ર પ્રદેશના વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતાપદે જગનમોહન રેડ્ડીની વરણી થયા બાદ રાજ્યમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રવિવારે તેઓ વડા પ્રધાન મોદીને મળશે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવા જે ખાતરી આપશે તેને તેઓ ટેકો આપશે. મોદી સરકારને સમર્થન આપશે એવો નિર્દેશ તેમણે કર્યો હતો. વાયએસઆર કૉંગ્રેસે લોકસભામાં પણ 25 પૈકી 22 બેઠક જીતીને ત્રીજો મોટો પક્ષ બન્યો છે. ભાજપ, કૉંગ્રેસ બાદ ત્રીજા સ્થાને વાયએસઆર કૉંગ્રેસ છે. ગત વર્ષે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજીનામા આપ્યા હતા. હવે વાયએસઆર કૉંગ્રેસ પણ આંધ્રને વિશેષ દરજ્જો આપે તેને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં સત્તાપલટો થયો છે. ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની સરકારની હાર થઈ છે અને વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડીનો જ્વલંત વિજય થયો છે. શનિવારે વાયએસઆર કૉંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોએ નેતા તરીકે જગનમોહન રેડ્ડીને સર્વસંમતિથી ચૂંટી કાઢ્યા હતા. શનિવારે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી, જેમાં વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતા તરીકે નિર્ણય લેવાયો હતો. જગન રેડ્ડીએ તમામ વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. સારી કામગીરીને કારણે જનતાએ આપણા પક્ષમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ રેડ્ડીએ કહ્યું હતું. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી માટે તેમણે વિધાનસભ્યોનો સહકાર માગ્યો છે. જગનમોહન રેડ્ડીને નેતાપદે ચૂંટવાના નિર્ણયની રાજ્યપાલ ઈ. વી. નરસિંહમ્ને જાણ કરવામાં આવી છે. પક્ષ રાજ્યમાં સરકાર રચવા દાવો કરશે. પક્ષના જણાવ્યા પ્રમાણે 30 મેના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં શપથવિધિ યોજાશે. વાયએસઆર કૉંગ્રેસે 175 બેઠકના ગૃહમાં 151 બેઠક જીતી છે.

May 26, 2019
modi_president.jpg
1min7050

એનડીએના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી અને તેમના પ્રધાનમંડળનો અને શપથવિધિની તારીખનો નિર્ણય કરવા જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રકાશસિંહ બાદલ, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી કે પલાની સ્વામી, કોનરાડ સંગમા અને નેઈકિયૂ રિયો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને એનડીએના ઘટકદળોમાં સોંપેલા સમર્થનપત્ર તેમને સોંપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની શનિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના તમામ ચૂંટાયેલા સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે “353 સંસદ સભ્યોએ સર્વાનુમતે મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.

આ અગાઉ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જનતા દળ (યૂ)ના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના ટોચના નેતાઓએ તેમના પક્ષનું મોદીને સમર્થન જાહેર કર્યું હતું. મંચ પર એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા.

અમિત શાહે મોદીના નામની દરખાસ્ત રજૂ કરી હતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

May 25, 2019
women_power.jpg
1min477

તાજેતરમાં ચૂંટાયેલી ભારતની 17મી લોકસભામાં કુલ 542 સંસદસભ્યોમાંથી 78 સાંસદો મહિલા છે. ભારતીય લોકસભાના ઇતિહાસમાં આજ સુધીની સરખામણીમાં સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી છે એટલે હવે ભારતીય સંસદમાં વુમન પાવર જોવા મળશે.

તાજેતરમાં ચૂંટાયેલી કુલ 78 મહિલા સાંસદો પૈકી 30 નેતા એવા છે જેમણે 1 લાખ કરતા વધારે માર્જિનથી વિજય હાંસલ કર્યો છે.

સુલ્તાનપુરથી ભાજપા ઉમેદવાર મેનકા ગાંધી સૌથી ઓછા 14500 વોટોના અંતરથી વિજેતા બન્યા છે જ્યારે, જ્યારે વડોદરાની ભાજપા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સૌથી વધારે 5,89,177 વોટોની અંતરથી જીત મેળવી છે.

મહિલા સાંસદોની અત્યાર સુધીની ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સભ્યોની સંખ્યાના 17 ટકા થઇ જશે. મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં 28 હતી.

આ લોકસભા ચૂંટમીમાં 8049 ઉમેદવારો હતો જેમાંથી 724 મહિલા ઉમેદવારો હતી.

May 25, 2019
modi111.jpg
1min10820

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

May 25, 2019
nota.jpg
1min2780

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2014ની જેમ ફરી 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીઓમાં મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં નોટામાં વધુ મત પડ્યા હતા.

ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3,96,570 મત નોટામાં પડ્યા હતા. ગુજરાતના આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં-22914, છોટાઉદેપુર-32868, દાહોદ-30987 અને વલસાડમાં 19307 મળીને કુલ 106076 મત નોટામાં પડ્યા હતા.

ચાર મુખ્ય શહેર અમદાવાદ પૂર્વમાં-8813, અમદાવાદ પશ્ર્ચિમ- 14719, રાજકોટ-18318, સુરત-10532 અને વડોદરા-16796 મળી કુલ 69178 મત નોટામાં પડ્યા હતા. ચાર મુખ્ય શહેરો અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14,214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8,88,210 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડો. સી. જે. ચાવડાને 3,33,642 મત મળ્યા હતા.

May 24, 2019
congress_mukt.png
1min5200

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
congress_looses.jpg
1min3260

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી છે.

આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીમાં ત્રણેય રાજ્યની જનતાએ કૉંગ્રેસને સદંતર નકારી છે.

જે-જે બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કકર હતી, તે-તે બેઠક ઉપર ભાજપની સરખામણીએ કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી.

પહેલાં મને એવું લાગતું હતું કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને બિહારનાં પરિણામ જોઈએ તો એવું લાગે કે ગઠબંધન પણ કંઈ ન કરી શક્યું.

આ ચૂંટણીનું એક પાસું એ પણ છે કે તેનું કોઈ વિશ્લેષણ કરી શકાય તેમ નથી.

May 24, 2019
modi_vic.jpg
1min4100

અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, ‘ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય’ ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.”

મોદીએ કહ્યું, “આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે. તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો

May 23, 2019
firmodi.jpg
1min10060

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

 

May 22, 2019
voting.jpg
1min10570

સોશિયલ મીડિયા પર ઈવીએમને ખસેડવા અંગેના અને છેડછાડના વીડિયો વાઈરલ થતા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા.

ઈવીએમ સાથે ગડબડ થઈ રહી હોવાના અહેવાલોને ચૂંટણી પંચે ‘પાયાવિહોણા’ અને ‘ક્ષુલ્લક’ ગણાવ્યા હતા. ચંદોલીમાં ઈવીએમને વાહનમાંથી ઉતારી કાઉન્ટિંગ સેન્ટરના કોમ્પલેક્સમાં આવેલા એક રૂમમાં મૂકવામાં આવ્યું હોવાની વીડિયો ક્લીપ વાયરલ થઈ હતી. એક અન્ય વીડિયો દર્શાવે છે કે ગાઝીપુરના સપા-બસપા જોડાણના ઉમેદવાર અફઝલ અંસારી આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર ઈવીએમ બદલવા પ્રયત્ન કરી રહ્યું છે.

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંસારી અને તેમના ટેકેદારો પોલીસ અધિકારી સાથે દલીલ કરી રહ્યા છે. ઈવીએમ ભરેલું એક વાહન લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેવો દાવો કરતા અંસારી અને તેના ટેકેદારોને રસ્તો ખાલી કરવા વિનંતી કરી રહ્યા છે. તેવું વીડિયોમાં દેખાય છે. અંસારીએ માગ કરી હતી કે બીએસપીના ઓછામાં ઓછા બે કાર્યકરોને ઈવીએમ ભરેલા પાંચ સ્ટ્રોન્ગ રૂમમાં નજર રાખવા બેસવા દેવા જોઈએ. વીડિયો વાઈરલ થયા હતા તે પછી ગાઝીપુર, ચંદોલી અને ડુમારિયાગંજમાં રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્ર્વરલુએ રાજકીય પક્ષોના ભયને દૂર કર્યો હતો. ગાઝીપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઉમેદવાર (અંસારી) ઈવીએમ પર નજર રાખવા વધુ લોકોને તહેનાત કરવા માગતો હતો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તેમને સમજાવ્યા હતા જેના પછી આંદોલનકારીઓ પાછા હટ્યા હતા. ચંદોલી બાબતમાં તેમણે સમજાવ્યું કે વણવપરાયેલા ઈવીએમ પાછા લાવવામાં આવ્યા હતા અને વાતચીત પછી ઈવીએમના આ જથ્થાને વપરાયેલા ઈવીએમથી જુદા રાખવામાં આવ્યા હતા.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્ટ્રોન્ગ રૂમમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને ઉમેદવારોના પ્રતિનિધિઓ ઈવીએમ પર નજર રાખવા બેસી શકે છે.

વીડિયો વાયરલ થયા તેના પગલે રાજકીય પક્ષોએ તેમના નેતાઓને, ઉમેદવારોને અને કાર્યકરોને ઈવીએમ પર નજર રાખવા નિર્દેશ આપ્યા હતા. મતગણતરી વખતે હાજર રહેવા વિપક્ષોએ તેમના જિલ્લા એકમોના અને શહેરી એકમોના વડાને સૂચના આપી હતી. સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા જાળવવા તમામ વિપક્ષોએ પોતાના કાર્યકરોને સંદેશ આપ્યો હતો.