CIA ALERT

ઇન્ડીયા Archives - Page 123 of 183 - CIA Live

October 31, 2019
jayeshbhai_jordar.jpg
1min5870

‘જયેશભાઇ જોરદાર’ મૂવીમાં રણવીર સિંહના ગુજ્જુ અવતારનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો

યશરાજ બેનર હેઠળ યુવા ગુજ્જુ ફિલ્મ ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ગુજ્જુ વેપારી પર આધારિત ફિલ્મ જયેશભાઇ જોરદાર માટેની તૈયારીઓ ફિલ્મ સ્ટાર રણવીરસિંહે શરૂ કરી દીધી છે. આજરોજ તા.4 ડિસેમ્બર 2019ને બુધવારે સવારે રણવીર સિંહે પોતાની આ બોલીવુડની ગુજ્જુ ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

દિવ્યાંગ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કેવી રીતે જઇશ’,‘બે યાર’ અને ‘ચાસણી’ જેની હિટ ફિલ્મો આપી રહ્યો છે અને હવે પહેલીવાર ડિરેક્ટર તરીકે બોલીવુડની ફિલ્મ કરી રહ્યો છે અને તે પણ યશ રાજના બેનર હેઠળ. રણવીર સિંહ આ ફિલ્મમાં ગુજરાતી બિઝનસમેનની ભુમિકા ભજવી રહ્યો છે.

તા.4 ડિસેમ્બર 2019ના રોજ રણવીર સિંહએ પોતાની ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

બોલીવુડનો ચોકલેટી બોય રણવીર સિંહ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કરીને ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. રણવીર સિંહએ હાલમાં જ તાજેતરમાં જ 1983ના વર્લ્ડ કપ પર બનેલી એક ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યું છે.

રણવીરસિંહના નજીકના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે તે ગુજ્જુ વેપારી ભૂમિકા સાથે આવી રહ્યો છે. ગુજ્જુ વેપારી જેનું નામ જયેશભાઇ છે એના પરથી જયેશભાઇ જોરદાર ફિલ્મનું નામ છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ગુજ્જુ ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર કરશે. અઢી વર્ષ અગાઉ એ વાત નિશ્ચિત કરી દેવામાં આવી હતી કે જયેશભાઇ જોરદાર મૂવીનું શૂટિંગ રણવીરસિંહે શરૂ કરી દીધું છે.

ખુદ રણવીરસિંહ પણ આ ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ના શુટીંગ શરૂ કરી દીધું છે. હાલમાં તે ગુજ્જુ રહેણી-કહેણી, બોલી વગેરે પર ધ્યાન આપી રહ્યો છે. જયેશભાઇ જોરદાર એક કોમેડી મૂવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.

October 31, 2019
mumbai_city.jpg
1min4080

પર્યાવરણમાં થઇ રહેલા ફેરફાર પર અભ્યાસ કરતી વિજ્ઞાનીઓ અને પત્રકારોની બનેલી અમેરિકી સંસ્થા ‘ક્લાઇમેટ સેન્ટ્રલ’એ તાજેતરમાં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક મુંબઈ દરિયામાં વધતી જળસપાટીને લીધે ૨૦૫૦ સુધીમાં ડૂબી જવાની શક્યતા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૧૧ની વસતિગણતરી મુજબ અંદાજે ૧.૨૫ કરોડ લોકો રહે છે. દક્ષિણ મુંબઈમાં

વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મોટી ભરતીને કારણે ઘણું પાણી ભરાઇ જાય છે અને ભવિષ્યમાં આ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.

દરિયામાં વધતી જળસપાટીથી ભારત, બંગલાદેશ અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશના કાંઠાવિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.

સ્કોટ એ. કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસના સંબંધિત અહેવાલમાં દાવો કરાયો હતો કે દરિયામાં વધતી જળસપાટીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં પાંચથી દસ ગણી વધી જશે.

અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં થઇ રહેલા વધારાથી અસરગ્રસ્ત દુનિયાના ૭૦ ટકા લોકોથી વધુ લોકો એશિયાના આઠ દેશ – ચીન, બંગલાદેશ, ભારત, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનમાં જ છે.

દરિયાની મોટી ભરતીથી અસર પામનારા ભારત, બંગલાદેશ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના લોકોમાં પાંચથી દસ ગણો વધારો થવાની ધારણા છે.

અભ્યાસમાં કરાયેલી ધારણા મુજબ દરિયાની વધી રહેલી જળસપાટીની અસર ૨૦૫૦ સુધીમાં અંદાજે ૩૪ કરોડ લોકોને થશે અને આ આંકડો સદીના અંત સુધીમાં વધીને આશરે ૬૩ કરોડ થઇ જશે.

વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં ગ્રીનહાઉસ ગૅસના વધી રહેલા પ્રમાણ સામે ચેતવણી આપી હતી અને તેનાથી રાજકીય સ્થિરતા સામે ગંભીર પડકાર ઊભો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

October 29, 2019
pmmodi_riyadh.jpg
1min4740

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીથી સાઉદી અરબ જવા માટે નીકળ્યા હતા. ભારતમાં ભાઇબીજની વહેલી સવારે તેઓ સાઉદીની રાજધાની રિયાધ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. સ્થાનિક સમય મુજબ ત્યાં મધરાત હતી આમ છતાં તેમનું ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર રિયાદની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે તેમાં ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરિષદની શરૂઆત કરવી, રૂપે કાર્ડ શરૂ કરવું તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલી વચ્ચે સમન્વય લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂપે કાર્ડ લોન્ચ કરશે. સાથે જ તે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)ના ત્રીજા સત્રમાં શામેલ થશે. તે મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે.

October 28, 2019
pm_tweet.jpg
1min3140

આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’

October 28, 2019
modi_diwali.jpg
1min3480

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.

October 27, 2019
housefull.jpg
1min3800

બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’

October 27, 2019
1min2990

ચંદીગઢમાં કેન્દ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ચૌટાલા આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર આજરોજ તા.27મી ઓક્ટોબર 2019ને દિવાળીના પર્વે બીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી બનશે. આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

બાદમાં ખટ્ટરે કહ્યું હતું કે, આજે રવિવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ થશે. જ્યારે બાકી મંત્રીમંડળના સભ્યો ક્યારે શપથ લેશે તે અંગેની માહિતી આવતીકાલે આપવામાં આવશે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સાથે ડીલ થઈ ગયા બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવા કોઈ વિચાર ઉપર કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.’

ભાજપ હાઇકમાન્ડના કહેવા મુજબ તા.26મીની બપોરે બપોરે’ ચંદીગઢના યુપી ગેસ્ટહાઉસમાં બેઠક મળી હતી જેમાં ખટ્ટરને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ અને ભાજપના મહાસચિવ અરુણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણામાં 90 સીટોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 સીટો મળી છે. જે બહુમતથી છ સીટો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપે 10 ધારાસભ્યો ધરાવનાર દુષ્યંત ચૌટાલાની જેજેપી અને આઠ અપક્ષોનાં સમર્થન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગીતિકા આપઘાત કેસમાં આરોપી ગોપાલ કાંડાનું સમર્થન લીધું નથી. મંત્રીઓના શપથને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. ગઇકાલે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઈ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી. કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઈ ગયા હતા. અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા હતા. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહપુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઈ ગયા હતા.’ આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ ગયો હતો.

October 27, 2019
gjepc_logo.jpg
1min3080

વૈશ્ર્વિક આર્થિક મંદી અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં પાંચથી સાત ટકા ઘટે તેવી શક્યતા છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાસ કરીને વિકસીત દેશોની માગમાં ઘટાડો થતાં નિકાસ ૫.૩૨ ટકાથી ઘટીને ૩૦.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત સાલ કુલ (ગ્રોસ) નિકાસ અંદાજે ૪૦ અબજ ડૉલરની રહી હતી, પરંતુ આ વર્ષે નિકાસમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કાઉન્સિલના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલે સરકારને સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવી રાખવા માટે ફિનિશ્ડ જ્વેલરીને આરસીઈપી (રિજિનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ) હેઠળની પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવાનો અનુરોધ કર્યો છે. વધુમાં કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ અત્રે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફેસિલિટેશનના ઉદ્ઘાટન પશ્ર્ચાત્ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કાઉન્સિલે ફિનિશ્ડ ડાયમંડ અને રંગીન રત્નો પરની આયાત જકાત જે હાલ ૭.૫ ટકા છે તે ઘટાડીને ૨.૫ ટકા કરવાની માગણી કરી છે, જ્યારે અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર ઉત્તર ભારત તરફથી નિકાસ વૃદ્ધિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય કાઉન્સિલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી નવાં કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવાનું શરૂ કર્યુ છે અને આગામી સેન્ટરો દિલ્હી, જયપુર, કોઈમ્બતુર અને કોલકાતા ખાતે ખોલવામાં આવશે.

જોકે આગામી ચારથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની નિકાસ ૭૫ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની અને હાલમાં રોજગારોની સંખ્યા જે ૫૫ લાખની છે તેમાં ૧૫થી ૨૦ લાખનો ઉમેરો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિ માટે કાઉન્સિલ દેશભરના ક્લસ્ટર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું

October 26, 2019
aditya_cm_posters.jpeg
1min5670

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર રચાવા તખ્તો તૈયાર થઈ ચૂકયો છે ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (29)ને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવાય તેવી બૂમરાણ મચાવીને સરકારની આસાન દેખાતી રચનાને કઠીન બનાવી દીધી છે. પક્ષનેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો હિસ્સો આવી માગણી કરી રહ્યો હોવાના અહેવાલ છે. જો શિવસેનાની અસંભવ લાગતી આ માગણી સંતોષવામાં આવે તો આદિત્ય, રાજ્યના સૌથી યુવા સીએમ બની શકે છે. જોકે, વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે નાયબ સીએમનું પદ આદિત્યને ઓફર કરવાને પોતે રાજી છે. આમ બન્ને પક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાય તેવી શક્યતા છે.
શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ જણાવ્યું હતું કે આદિત્ય આપણા નવા સીએમ બને તેમ અમે ઈચ્છીએ છીએ. આ અમારી પ્રથમ અને પ્રમુખ માગણી છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અમારો પક્ષ, ફિફટી-ફિફટીની સત્તાવહેંચણીની ફોર્મ્યુલા બાબત સહમત થયો હતો, તેનો શબ્દાર્થ અને ભાવાર્થમાં અમલ અમે ઈચ્છીએ છીએ. ભાજપી મોવડીમંડળ સાથેની વાટાઘાટમાં પક્ષવડા ઉદ્ધવજી તે માગણીને વળગી રહેશે તેવો અમને આત્મવિશ્વાસ છે. પક્ષપ્રમુખ આ બારામાં જે પણ નિર્ણય લેશે તેને અમે માન્ય રાખશું એમ પક્ષના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.

આદિત્યને સીએમ બનાવવા જોઈએ એમ જણાવી પક્ષના સીનિયર નેતા સંજય રાઉતે’ ઉમેર્યું’ હતું કે શિવસેના મહારાષ્ટ્ર માટે જરૂરી છે. અમે આદિત્યને સીએમ પદે જોવા ઈચ્છીએ છીએ. પક્ષના અન્ય નેતા સંજય ગુપ્તાએ ય આવી જ’ લાગણીનો પડઘો પાડયો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના ‘જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 10પ અને શિવસેનાને પ6 બેઠકો મળવા સાથે તેમના જોડાણને સ્પષ્ટ બહુમતિ મળી છે.

October 25, 2019
hariyana_election.jpg
1min3500

હરિયાણામાં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારે ભાજપને મળેલા મતની ટકાવારી ૫૮ ટકા હતી. વિધાનસભાની ચૂંટણીમાં તે ૨૨ ટકા ઘટી છે. લોકસભામાં ભાજપે તમામ ૧૦ બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નથી. મનોહરલાલ ખટ્ટર સરકારના અનેક પ્રધાનો હારી ગયા છે. “અબકી બાર ૭૫ પાર નારો ભાજપે જાહેર કર્યો હતો, પરંતુ ૪૫ બેઠક પાર કરી શકી નથી. ભાજપની મતની ટકાવારી ઘટીને ૩૬.૩ ટકા રહી છે.

કૉંગ્રેસની મત ટકાવારી લોકસભા ચૂંટણીમાં હતી જ એટલી રહી છે જોકે બેઠકની દૃષ્ટિએ દેખાવ સુધર્યો છે. લોકસભામાં કૉંગ્રેસની મત ટકાવારી ૨૮.૪૨ ટકા હતી. વિધાનસભામાં ૨૮ ટકા આસપાસ જળવાઈ રહી છે.