CIA ALERT

ઇન્ડીયા Archives - Page 115 of 183 - CIA Live

December 20, 2019
kejriwal.jpg
1min2670

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ યોજના શરૂ કરી હતી અને કહ્યું હતું કે સુધારવામાં આવેલા સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં પ્રદશ૪ન ચાલી રહ્યું હોવાને કારણે વહીવટકર્તાઓ દ્વારા આજના દિવસે જ દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી તે ખરેખર વિરોધાભાસી છે.

કેજરીવાલે કહ્યું હતું કે દેશના ૭૦ ટકા લોકો ભયભીત છે કેમ કે તેમની પાસે તેમની ભારતીય નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજો નથી.

જે દિવસે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી તે જ દિવસે પોલીસે ઈન્ટરનેટ સેવા બંધ કરી એ ખરેખર વિરોધાભાસી બાબત છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે મને આશા છે કે જલદી જ પરિસ્થિતિ સામાન્ય બનશે ને ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું હતું કે સિટીઝનશિપ ઍક્ટમાં સુધારો કરવાની કોઈ જ જરૂર નહોતી અને સરકારે યુવાનોને રોજગાર પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું.

આ કાયદો હાલ અમલમાં ન મૂકવાની હું કેન્દ્ર સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું, એમ કેજરીવાલે કહ્યું હતું.

સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં કરવામાં આવી રહેલા વિરોધપ્રદર્શનને પગલે પોલીસે આપેલી સૂચનાને કારણે ટેલિકોમ કંપનીઓએ દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ગુરુવારે ઈન્ટરનેટ, વૉઈસ કૉલ અને મૅસેજ સેવા બંધ કરી દીધી હતી. માત્ર દિલ્હીમાં જ નહીં દિવસે દિવસે દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવા અંગે કેજરીવાલે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

માત્ર મુસ્લિમો જ નહીં દરેક નાગરિક એ ભયથી ફફડી રહ્યો છે કે તેમણે તેમની નાગરિકતા પુરવાર કરવી પડશે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ૭૦ ટકા લોકો-ખાસ કરીને ગરીબો પાસે તેમની નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજ નથી અને તેમને એ ડર સતાવી રહ્યો છે કે દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે. સિટીઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ-સીએએ કશું જ સિદ્ધ નહીં કરી શકે, એમ તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૫ની વિધનસભાની ચૂંટણીમાં અમારા પક્ષે આપેલા તમામ વચનો આમઆદમી પાર્ટીએ પૂરા કર્યા છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડનાર દિલ્હી વિશ્ર્વનું પહેલું શહેર છે.

December 19, 2019
amit_shah1.jpg
1min2970

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ગુજરાતનો ગુરુવારનો બે દિવસનો કાર્યક્રમ રદ થયો છે. સંસદમાં પસાર કરાયેલા સિટીઝન એક્ટ (સીએએ) તથા દેશમાં લાગુ થનારા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) એક્ટને લઇને દેશભરમાં ઊભા થયેલા વિરોધ અને હિંસક દેખાવો સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે. આ સંજોગોમાં બુધવારે સંસદના શિતકાલીન સત્ર પછી પણ તેઓ આ તમામ સહિત અન્ય રાજકીય બાબતોમાં વ્યસ્ત છે. આ કારણોસર અમિતભાઇએ આગામી ત્રણેક દિવસ માટે તેમના જાહેર કાર્યક્રમો તથા પ્રવાસોને રદ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતના દેશ-વિદેશમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી માતા ઉમિયાના ધામ ઊંઝા-મહેસાાણા ખાતે બુધવારથી લક્ષચંડી મહાયજ્ઞ સમારોહનો આરંભ થયો છે અને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઇ ગુરુવારે આવવાના હતા અને આ સમારોહમાં ઉપસ્થિત રહેશે એવી શક્યતાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.

December 19, 2019
iplauction.jpg
1min2900

આઇપીએલના ખેલાડીઓની ગુરુવારે અહીં થનારી હરરાજીમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટધરો પર મોટી બોલી લગાવવા પર તમામ ફ્રેંચાઇઝીઓનું ધ્યાન હશે. કેટલાક યુવા અને નવા ચહેરા પણ મોટા કરાર હાંસલ કરી શકે છે. વિશ્વની સૌથી મોંઘી ગણાતી આ ક્રિકેટ લીગનું મહત્વ પણ એટલા માટે વધી જાય છે કે આવતા વર્ષે ટી-20નો વર્લ્ડ કપ રમાવાનો છે. ખેલાડીઓ પર મોટી બોલી લગાવતી વખતે ફ્રેંચાઇઝી માલિકોએ ખર્ચ પર પણ લગામ કસવી પડશે.

આઇપીએલના ઓકશનમાં આ વખતે 332 ખેલાડી શોર્ટલિસ્ટ કરાયા છે. જેમાંથી 73 ખેલાડીઓ પસંદ થશે. જે માટે તમામ આઠ ટીમ વચ્ચે લાવલાવ થશે. જોકે વિદેશી ખેલાડી ફરીએકવાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વખતી હરરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 42.70 કરોડ રૂપિયાની રકમ બચી છે. જ્યારે સૌથી ઓછી રકમ મુંબઇ ઇન્ડિયન્સ પાસે 13.0પ કરોડ છે.
આઇપીએલના આ વખતના ઓકશનમાં સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનનો નૂર અહમદ છે. તેની વય 14 વર્ષ 3પ0 દિવસ છે. આ ચાઇનામેન બોલરની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા છે. ભારતના યુવા ખેલાડીઓમાં મુંબઇનો ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલ’ અને ભારતની અન્ડર-19 ટીમનો સુકાની પ્રિયમ ગર્ગ, તામિલનાડુનો સ્પિનર સાઇ કિશોર તથા બંગાળનો ઇશાન પોરેલને મોટા કરાર મળી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેસ્ટ ઇન્ડિઝના 22 વર્ષના બિગહિટર હેટમાયરને રીલિઝ કરી દીધો હતો. હવે હેટમાયર પર બધી ટીમો મોટી બોલી લગાવી શકે છે. તેણે ભારત સામે ટી-20 અને વન ડે શ્રેણીમાં આક્રમક બેટિંગ કરીને સહુનું ધ્યાન ખેંચ્યું છે. આરસીબીએ ગયા વખતે હેટમાયરને 4.2 કરોડમાં ખરીદ્યો હતો પણ તે ચાર મેચમાં 90 રન જ કરી શકયો હતો

હરાજીમાં ઓસ્ટ્રેલિયાના પાંચ ખેલાડી પેટ કમિન્સ, જોસ હેઝલવૂડ, ક્રિસ લેન, ગ્લેન મેકસવેલ અને ક્રિસ લિન આ વખતે મોટી કિંમત મેળવી શકે છે.’ અનુભવી આફ્રિકી બોલર ડેલ સ્ટેન અને શ્રીલંકાના પૂર્વ સુકાની એન્જલો મેથ્યૂસને બે કરોડની ટોચની બેઝ પ્રાઇસ મળી છે, પણ તેમના કોઇ ફ્રેંચાઇઝી બોલી લગાવશે નહીં તેવું માનવામાં આવે છે.

ભારતીય ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, પીયૂષ ચાવલા વગેરે નામ બોલીમાં ઉપર રહેશે. યુસુફ પઠાણનો આ વખતે બહુ ભાવ પૂછાશે નહીં. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. ટેસ્ટ સ્ટાર હનુમા વિહારી અને ચેતેશ્વર પુજારાને પણ ખરીદાર મળવા મુશ્કેલ છે.

December 19, 2019
nirbhayasuprem.png
1min2860

નાગરિકત્વ સુધારા ધારા (સીએએ), 2019ની બંધારણીય કાયદેસરતાને પડકારતી પ9 લોકહિત અરજીઓ પરથી સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પરંતુ ધારાનું અમલીકરણ સ્થગિત રાખવાનો ઈનકાર કર્યો હતે. અદાલતે કેન્દ્રને જાન્યુઆરી ’20ના બીજા સપ્તાહ સુધીમાં જવાબ રજૂ કરવા દોરવણી આપી છે.

અરજી કરનારાઓમાં મુખ્યત્વે કોંગ્રેસી નેતા જયરામ રમેશ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા, રાજદ, જમિયત ઉલેમાએ હિન્દ, આઈયુએમએલ, આસુનો સમાવેશ થાય છે.

અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બનેલી બેન્ચે અરજીઓ સાંભળી હતી અને આગામી સુનાવણી 22મી જાન્યુ. ’20ના રોજ થવા આદેશ આપ્યો હતો. સરકાર વતી ઉપસ્થિત એટર્ની જનરલ (એજી) વેણુગોપાલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચાર ચુકાદાઓ છે કે ધારાને (તેના અમલને) સ્થગિત કરી ન શકાય. અદાલતે એજીને સરકારને એવી તાકીદ કરવાની સૂચના આપી હતી કે તે ધારા અંગે મીડિયામાં વિગતો પ્રકાશિત કરે, જેથી લોકોમાં તે અંગે સ્પષ્ટતા ઉભી થાય.વિધેયક અંગે લોકોમાં ગૂંચવાડો પ્રવર્તે છે તેમ જણાવી ધારાશાત્રી અશ્વનીકુમાર ઉપાધ્યાયે કરેલી વિનંતીને પગલે અદાલતે આ નિરીક્ષણ કર્યું હતું.

કાયદાને પડકારતાં અરજદારોએ એવી દલીલ કરી છે કે ધારો,’ નિરાશ્રિતોને ધર્મના આધારે વર્ગીકૃત કરતો હોઈ તે ગેરબંધારણીય છે. કાયદાને સ્થગિત રાખવા માગતા અરજદારોની દલીલ એવી છે કે કાયદો રાષ્ટ્રના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંતને અસર કરે છે.

વિધેયક રાજ્યસભામાં પસાર થયા બાદ આસામ અને પ.બંગાળમાં વ્યાપક વિરોધ થયો છે. રાષ્ટ્રપતિએ ખરડાને મંજૂરી આપી દીધા બાદ ઈશાન ભારતમાંના વિરોધ હિંસક થયા હતા-આસામ અને મેઘાલયના અમુક ભાગોમાં કર્ફયુ લદાયો હતો. આસામમાંની હિંસામાં પાચ મૃત્યુ થયા હતા. તે પછી વિરોધો દિલ્હીમાં ફેલાયા અને જામિયા મિલિયાના કેમ્પસમાં પોલીસે અશ્રુવાયુ છોડયા બાદ તનાવ વધ્યો હતો. સોનિયા ગાંધીની આગેવાનીમાં બાર વિપક્ષોએ ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી આમાં દરમિયાનગીરી કરવા અને આ ધારો તત્કાળ રદ કરવા સરકારને સલાહ આપે તેવી વિનંતી કરી હતી.

December 19, 2019
GST.jpg
1min2910

જીએસટી કાઉન્સીલની આજે મળેલી 38મી બેઠકમાં પહેલીવાર કોઈ નિર્ણય કરવા માટે મતદાનનો આશરો લેવો પડયો હતો. લોટરી ઉપર જીએસટીનો એક જ દર રાખવા માટે સમિતિમાં મતદાન કરાવવું પડયું હતું કારણ કે આ મુદ્દે રાજ્યો એકમત થઈ રહ્યા નહોતાં. આખરે બહુમતથી લોટરી ઉપર એકસમાન 28 ટકા ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય થયો હતો.

18 December નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. અત્યાર સુધી મળેલી 37 બેઠકોમાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા રહ્યા છે પણ લોટરીનાં કિસ્સામાં મતદાન કરાવવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી ઉપર અત્યારે 12 ટકા જીએટી લાગે છે. જ્યારે તેમનાં દ્વારા અધિકૃત અને રાજ્ય બહાર વેચાતી લોટરી ઉપર 28 ટકા ટેક્સ લાગે છે. તેનાં સ્થાને હવે બહુમતીથી તમામ લોટરી ઉપર 28 ટકા જીએસટી લાગુ થશે.

આ ઉપરાંત આજની બેઠકમાં વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી રિટર્ન ફાઈલિંગની મુદ્દત 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 જાન્યુઆરી 2020 કરવામાં આવી છે. આ સિવાય ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે ઔદ્યોગિક પ્લોટની લાંબાગાળાની લીઝને પણ જીએસટી સમિતિએ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જમીન લીઝનાં જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.

કાઉન્સીલ સમક્ષ કર વસૂલાત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમાં કરવેરાનાં દર વધારવા સંબંધિત કોઈ નિર્ણય લેવાયો નથી. જીએસટીઆર-1 ફાઈલ નહીં કરવાનાં દંડમાં રાહત અપાઈ છે. હાથ વણાટનાં અને નોનવૂવન થેલા ઉપર એકસમાન 18 ટકા જીએસટી લાગુ થશે. ઈનવોઈસ અપલોડ ન કર્યુ હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉનાં 20 ટકાનાં સ્થાને 10 ટકા સુધી સીમિત રાખવામાં આવશે.

December 19, 2019
kuldeep.jpg
1min3580

રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત હૅટ-ટ્રિક લેનારો પ્રથમ ભારતીય બન્યો છે. તેણે ગઈ કાલે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન-ડેમાં ઉપરાઉપરી ત્રણ બૉલમાં શાઇ હોપ, જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફની વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશના કુલદીપે પ્રથમ હૅટ-ટ્રિક ૨૦૧૭ની સાલમાં કોલકતામાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં લીધી હતી.

પાકિસ્તાનના વસીમ અકરમ, સક્લેન મુશ્તાક તેમ જ શ્રીલંકાના ચામિન્ડા વાસ અને ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ એવા ચાર બોલરો છે જેમના નામે અગાઉ બે ઇન્ટરનેશનલ હૅટ-ટ્રિક નોંધાઈ હતી. ભારતના અન્ય (એક-એકવાર) હૅટ-ટ્રિક લેનારા બોલરોમાં ચેતન શર્મા, કપિલ દેવ અને મોહંમદ શમીનો સમાવેશ છે. 

December 19, 2019
ekbharat.jpg
1min9510

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને મુસાફરી પાછળના ખર્ચમાં રાહત આપવાના હેતુથી રેલવે તંત્ર તેમને મુસાફરીના મૂળ ભાડાંમાં ૫૦ ટકા કન્શેસન આપશે. સેકન્ડ/સ્લીપર ક્લાસ સંબંધિત આ કન્શેસન એવા યુવા વર્ગને આપવામાં આવશે જેમની માસિક કમાણી અથવા પગાર ૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોય.

રેલવે મંત્રાલયના નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ કન્શેસન માત્ર સામાન્ય ટ્રેન સેવા માટે ખાસ સવલત તરીકે આપવામાં આવી રહ્યું છે. આ સુવિધા સ્પેશિયલ ટ્રેન કે સ્પેશિયલ કોચને લાગુ નહીં પડે.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ઉત્સવના સ્થળ સુધીના ૩૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કરનારા યુવા વર્ગને રિટર્ન પ્રવાસ માટે પણ આ ક્ધસેશન આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું હતું કે ‘આ ક્ધસેશન વિવિધ રાજ્યોના માનવ સંશાધન વિકાસ ખાતાના સચિવ દ્વારા બહાર પાડવામાં આવતું રેલવે ફૉર્મેટવાળું સર્ટિફિકેટ રજૂ કરનારને આ ક્ધસેશન અપાશે.

કન્શેસન માટે અરજી કરનારે રેલવેના સત્તાધારી અધિકારીઓ જેમ કે ચીફ કમર્શિયલ મૅનેજર, ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર વગેરેને સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે અને એ તપાસીને આ અધિકારી કનસેશન ઑર્ડર બહાર પાડશે જે રજૂ કરવાથી અરજી કરનારને સ્ટેશન માસ્તર કન્શેસન આપશે.’

જે અરજી કરનારનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારી સંસ્થા કે નગરપાલિકા કે સરકારી એકમ કે યુનિવર્સિટી ઉપાડતી હોય તેમને આ સર્ટિફિકેટ નહીં મળે.

December 19, 2019
rawat.jpg
1min3030

એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ વણસવાની શક્યતા સેનાધ્યક્ષ બીપીન રાવતે દર્શાવતા જણાવ્યું હતું કે દેશે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે અને ભારતીય સેના ગમે તેવી વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી વધેલા ગોળીબાર અને તોપમારાને ધ્યાનમાં લઇને એમણે આ વાત કહી હતી.

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભાને ગયા મહિને જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે પાકિસ્તાને ૯૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પર પાકિસ્તાનની બેટની ટુકડી વારંવાર ભારતીય સેનાને નિશાન બનાવીન હુમલા કરતી રહે છે. બેટમાં પાકિસ્તાની કમાન્ડો તથા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન, ઉત્તરી કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ રણબીરસિંહે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લઇને યુદ્ધની તૈયારીની સમિક્ષા કરી હતી.

આ પ્રસંગે અગ્રિમ ચોકીઓ પર તહેનાત જવાનો સાથે એમણે વાતચીત કરી હતી અને એમની કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. એમણે જવાનોને કાયમ સતર્ક અને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી.

કારાકોલમ પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા સિયાચિન ગ્લેશિયરમાં વિશ્ર્વના સૌથી ઊંચી લશ્કરી છાવણી સ્થિત છે.

અહીં દેશની સરહદની રક્ષા કરતા ભારતીય જવાનોને દુશ્મનો સિવાય બરફના તોફાનો, ભૂસ્ખલન અને ભારે ઠંડીનો સામનો પણ કરવો પડે છે. અહીંનું તાપમાન ક્યારેક માઇનસ ૬૦ ઔંસ સુધી નીચું જતું હોય છે.

December 19, 2019
cyrus.jpg
1min3220

ધ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)એ બુધવારે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. એન. ચંદ્રશેખરની ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી તેને એનસીએલટીએ ગેરકાયદેસર ગણાવી

હતી. આ ચુકાદા સામે તાતા સન્સ અપીલમાં જઈ શકે તે માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી મિસ્ત્રીને ચેરમેનપદે પુન:સ્થાપિત કરવાનો અમલ મુલતવી રહેશે.

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ ટ્રિબ્યૂનલના જજમેન્ટને પોતાનો અંગત વિજય નહીં પણ માઇનોરિટી શેરહોલ્ડર્સના વિજય તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટાટા ગ્રુપની લાંબાગાળાની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનો આ સમય છે.

તાતા જૂથને સંસ્થા તરીકે સમૃદ્ધ કરવા અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, તાતા જૂથના કર્મચારીઓ સહિતના તમામ હિતધારકોના હક્કોનું રક્ષણ થઇ શકે તેવી રીતે કંપનીઓના મેનેજમેન્ટ, બોર્ડ, તાતા સન્સનું મેનેજમેન્ટ, તાતા સન્સનું બોર્ડ તાતા સન્સના શેરહોલ્ડર્સ મજબૂત ગવર્નન્સ ફ્રેમવર્ક ધરાવી સુમેળપૂર્વક ખભેખભા મિલાવીને કામ કરવાની આવશ્યકતા છે તેવું તેમણે કહ્યું હતું.

પબ્લિક ફર્મમાંથી ટાટા સન્સને ખાનગી કંપનીમાં બદલવાના પગલાંને પણ એનસીએલએટીએ રદ કર્યું હતું. મિસ્ત્રી સામે કોઈ પગલા ન ભરવા ટાટા સન્સને એનસીએલએટીએ નિર્દેશ આપ્યા હતા. સાયરસ મિસ્ત્રી ડિસેમ્બર, ૨૦૧૨માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રતન તાતાના અનુગામી બન્યા હતા. ઑક્ટોબર, ૨૦૧૬માં તેમને અચાનક જ ચેરમેનપદેથી હટાવાયા હતા. મિસ્ત્રીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની મુંબઈ બેંચ સમક્ષ તેમને પદ પરથી હટાવવાના પગલાંને પડકારી હતી. તેમાં સફળતા ન મળતા તેમણે એનસીએલએટીમાં અપીલ કરી હતી.

December 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min3870

નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓ પૈકીના એક આરોપી અક્ષય ઠાકુરે ફાંસની સજા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી પુર્નવિચાર અરજી પર આજે સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. આ સાથે જ હરામખોર રેપિસ્ટોને ફાંસીની સજા મળે એ વચ્ચેનો વધુ એક અંતરાય દૂર થવા પામ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્લીયર કટ સૂચના આપી હતી કે દિલ્હી હાઇકોર્ટ તેમજ એપેક્ષ કોર્ટે આપેલા ચૂકાદામાં એક નાની અમથી પણ ક્ષતિ નથી. આ ગુનેગારની અરજી પર ફરીથી દલીલો શક્ય નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણય આરોપીઓ આ અંગેની અરજી કરી ચૂક્યા છે તેમને પણ ફગાવી દેવામાં આવી હતી.

જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચ આ અરજી પર ચુકાદો આપશે. દોષીત પક્ષના વકીલે કોર્ટમાં એકપછી એક તર્ક રજૂ કર્યા હતા. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનું કારણ આપતા ફાંસીની સજા નહીં આપવા અપીલ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણઆવ્યું કે કોઈપણ કાળે આ ગુનાને માફ કરી શકાય નહીં.

જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બપોરે એક વાગ્યો ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. કોર્ટરૂમમાં ચર્ચા દરમિયાન દોષી અક્ષયના વકીલ એપી સિંહે પોતાના અસીલને ફાંસીની સજા નહીં કરવા માંગ કરી હતી.

સરકાર પક્ષના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે તમામ દલીલો અને પુરાવાને ચકાસીને ફાંસીની સજા ફટકારી છે, જે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. આ ગુનો એટલો ગંભીર છે કે ભગવાન પણ માફ કરી શકે તેમ નથી. આવા ગંભીર ગુના બદલ ફાંસી જ થવી જોઈએ.