CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 92 of 126 - CIA Live

August 8, 2019
weather-forecast.jpg
1min3550

દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું હતું જેથી પૂરના પાણી ઓસરતાં લોકોને રાહત મળી હતી ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર ડીપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ રહી હોઈ બે દિવસમાં એટલે ૮ અને ૯ તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેને પગલે તંત્રને ફરી સજ્જ રહેવાના આદેશો અપાયા હતા.

ગુજરાતમાં ફકત દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૦ ટકા વરસાદ પડ્યો હતો. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જતાં જનજીવન પર ભારે અસર થઈ હતી ત્યારે માડ પૂરના પાણી હજુ ઓસર્યા હતા. ત્યાં જ રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ર્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. તેમજ બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ૮ ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ તા.૯ ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ તા.૯મી ઓગસ્ટ અને તા.૧૦મી ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

August 7, 2019
jammu.jpg
1min6510

તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.

સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.

જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.

August 7, 2019
nirbhayasuprem.png
1min3250

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 7, 2019
rain_forecast.png
1min8590

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા વરસ્યો

ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15670

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10220

તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.

અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.

આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.

નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.

August 6, 2019
narmada_dam.jpg
1min4480

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min3920

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 5, 2019
kashmir-news.jpg
1min10680

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min11720

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે.