CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 72 of 126 - CIA Live

March 2, 2020
coronavirus.jpg
1min3190

વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.

ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

કોરોના વાઇરસ અપડેટ્સ

  • કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
  • કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
  • કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
  • કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049

Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus

February 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5440

સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા

ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

February 28, 2020
CORO.jpg
4min3360

રદ થયેલી ટુર્નામેન્ટો

(૧) ૪-૧૦ મેનો શાંઘાઈ ખાતેનો આર્ચરી (તીરંદાજીનો) વર્લ્ડ કપ.

(૨) ૯ ફેબ્રુઆરીની હૉંગ કૉંગ ખાતેની મૅરેથોન.

(૩) ૧૨-૧૩ ફેબ્રુઆરીની હૅન્ગઝોઉ ખાતેની એશિયન ઇન્ડોર ચૅમ્પિયનશિપ.

(૪) ૧૨ એપ્રિલની નૉર્થ કોરિયા ખાતેની મૅરેથોન.

(૫) ૨૧ માર્ચની સૅન્યા ખાતેની ફૉર્મ્યુલા ઇ-પ્રિ ઇવેન્ટ.

(૬) ૩-૮ માર્ચની મુલ્હીમ ખાતેની જર્મન ઓપન બૅડ્મિન્ટન.

(૭) ૧૪-૨૫ માર્ચનો ચીન ખાતેનો ભારતીય મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૮) માર્ચ-એપ્રિલનો મલયેશિયાનો આયર્લેન્ડની મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૯) ૨૦-૨૩ ફેબ્રુઆરીની થાઇલૅન્ડ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૫-૮ માર્ચની હૈનન ટાપુ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૭ ફેબ્રુઆરીની સિંગાપોર ખાતેની મહિલા ગૉલ્ફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ.

(૧૨) ૨૭ માર્ચની જાપાન-સાઉથ આફ્રિકા વચ્ચેની ફ્રેન્ડ્લી ફૂટબૉલ મૅચ.

(૧૩) ૧૨-૧૬ ફેબ્રુઆરીની કઝાખસ્તાન ખાતેની એશિયન વૉટર પોલો ચૅમ્પિયનશિપ નામની સ્વિમિંગ સ્પર્ધા.

(૧૪) ૭-૯ માર્ચની બીજિંગ ખાતેની ડાઇવિંગ (સ્વિમિંગ) વર્લ્ડ સિરીઝ ઇવેન્ટ.

(૧૫) ૧૩-૧૯ એપ્રિલની ક્સિઆન ખાતેની ટેનિસ સ્પર્ધા.

(૧૬) ૩૦ માર્ચ-૫ એપ્રિલની ચાઇના ઓપન સ્નૂકર સ્પર્ધા.

મુલતવી રખાયેલી ટુર્નામેન્ટો

(૧) ૨૨-૨૮ ફેબ્રુઆરીની બંગલાદેશ ખાતેની તીરંદાજીની સ્પર્ધા.

(૨) ૧૩-૧૫ માર્ચની ચીન ખાતેની વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ સ્પર્ધા.

(૩) ૨૯ માર્ચની હૉંગ કૉંગ ખાતેની એશિયન ક્રોસ-ક્ધટ્રી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ.

(૪) ૧૯ એપ્રિલની શાંઘાઈ ખાતેની ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ.

(૫) ૨૫ ફેબ્રુઆરી-૧ માર્ચની હૈનન ખાતેની ચાઇના બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૬) ૨૬-૨૯ માર્ચની ક્રૅકોઉ ખાતેની પૉલીશ ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૭) ૨૪-૨૯ માર્ચની હેનોઇ ખાતેની વિયેટનામ બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૮) ૮-૯ ફેબ્રુઆરીની ચીન ખાતેની ફીલ્ડ હૉકી સ્પર્ધાની મૅચો.

(૯) ૧૬-૧૯ એપ્રિલની મલયેશિયા ખાતેની યુરોપિયન ટૂર ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૨૩ એપ્રિલની ચીનમાં શેન્ઝેન ખાતેની ચાઇન ઓપન ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૨ ફેબ્રુઆરીની ઇટલી ખાતેની સેરી-એ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૨) ૨૫ ફેબ્રુઆરી-૧૫ માર્ચની જાપાનમાંની જે-લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૩) ૨૬ ફેબ્રુઆરીની તુર્કમેનિસ્તાન ખાતેની એશિયન ફૂટસલ ચૅમ્પિયનશિપ.

(૧૪) એપ્રિલ-મેની ચીન ખાતેની એશિયન ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૫) ૨-૩ માર્ચની ઇરાનની ક્લબોની ફૂટબૉલ મૅચો.

(૧૬) મે-જૂનની સાઉથ કોરિયા ખાતેની વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ.

(૧૭) ૧૬-૨૧ જૂનની બુસૅન ખાતેની સાઉથ કોરિયા ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૮) ૨૩-૨૮ જૂનની ગીલૉન્ગ ખાતેની ઑસ્ટ્રેલિયન ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૯) ૧૦ મેનો ચીન ખાતેનો ટ્રાયથ્લોન વર્લ્ડ કપ.

(૨૦) ૮ મેની તાઇવાન ખાતેની એશિયન કપ ટ્રાયથ્લોન સ્પર્ધા.

(૨૧) ૨૨-૨૬ એપ્રિલની ચીન ખાતેની વૉલીબૉલ વિશ્ર્વકપ સ્પર્ધા.

(૨૨) ફેબ્રુઆરી-મેની જાપાન ખાતેની ટોક્યો ઑલિમ્પિક્સ ટ્રેઇનિંગ ઇવેન્ટ.

(૨૩) ૨૧-૨૩ ફેબ્રુઆરીની ચીન ખાતેની વિન્ટર એક્સ ગેમ્સ,

(૨૪) ૨૦ માર્ચની ફિલિપાઇન્સ ખાતેની સાઉથ એશિયન પૅરા ગેમ્સ.

February 28, 2020
Gandhinagar-Gujarat.jpg
1min2930

ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.

રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. 

February 28, 2020
trains.jpg
1min4190

કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવારનવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે.

કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે આઠ ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. છતાંય સામખિયાળીથી લાકડિયા સુધીના ૧૫ કિ.મી.ના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે.

અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે, તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

કચ્છના સામખિયાળીથી લાકડિયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે.

  • ૨૯ ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે.
  • તા. ૨૯મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે.
  • તા. ૨૮ ફેબ્રુઆરી અને તા. ૨૯ ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મિનસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે.
  • તા. ૨૮મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં.
  • ૨૯મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
  • ૧ માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે.
  • ૨૮ અને ૨૯મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલવેની સત્તાવાર યાદી જણાવે છે.
February 23, 2020
coronavirus.jpg
1min3590

જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.

હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત

વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

February 21, 2020
Womens-T20WC.jpg
1min4270

કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.

ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.

ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.

ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.

બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.

ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.

ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.

પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે.

February 20, 2020
russia.jpg
1min3430

ચીનમાં જીવલેણ કોરોના વાઈરસે ૨૦૦૦થી વધુનો ભોગ લીધો છે. ૭૩૦૦૦થી વધુ વ્યક્તિને વાઈરસથી અસર થઈ છે. ૨૬ દેશોને પણ અસર થઈ છે તે ધ્યાનમાં લઈને રશિયાએ ચીનના નાગરિકોના પ્રવેશ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે, જે ગુરુવાર રાતથી અમલમાં આવશે. આ મુજબના નિર્ણય પર રશિયન વડા પ્રધાન મિખાઈલ મિસુટીને સહી કરી હતી.

ચીનમાં વાઈરસના કારણે સ્થિતિ કથળી છે. ચીન અને મોંગોલિયા સાથેની લાંબી સરહદને રશિયાએ બંધ કરી છે તે ઉપરાંત અન્ય પ્રવાસ પ્રતિબંધ મૂક્યા છે.

રશિયામાં અત્યાર સુધીમાં કોવિદ-૧૯ના ત્રણ કેસ નોંધાયા છે બે ચાઈનીઝ નાગરિકને સારવાર બાદ મુક્ત કરાયો છે. એક રશિયન નાગરિકને જાપાનની ક્રૂઝ શિપમાં ચેપ લાગ્યો હતો. રશિયન ઍરપોર્ટ ખાતે ફલાઈટ ટ્રાન્સફર કરનારાને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. વાઈરસને ફેલાતો અટકાવવા સત્તાવાળાઓ અનેક પગલાં સાવચેતીરૂપે લઈ રહ્યા છે.

ચીન બાજુનો એરટ્રાફિક બંધ કર્યો છે. ચીન, ઉત્તર કોરિયા બાજુની ટ્રેન રદ કરી છે. ચાઈનીઝ નાગરિકને વર્કવિઝા બંધ કર્યા છે. રશિયામાં ભણતા ચીનના વિદ્યાર્થીઓને ૧ માર્ચ સુધી ત્યાં જ રોકાવા કહ્યું છે.

જર્મનીએ મેડિકલ સહાયનું બીજું શિપમેન્ટ ચીન મોકલ્યું છે, અન્ય રીતે પણ મદદ કરી રહ્યું છે. યુરોપમાં વાઈરસથી અસરગ્રસ્તના ૪૭ કેસ નોંધાયા છે તે પૈકી એકનું મોત થયું છે. ઈટાલીના ૨૫ નાગરિક જાપાનના ક્રૂઝ શિપમાં છે તે પૈકી ૧૧ને શિપમાં જ રહેવું પડશે. બાકીના ૧૪ને ઈટાલીનું ઍરફોર્સ પ્લેન સ્વદેશ લઈ આવશે.

February 19, 2020
looplapeta.png
1min6050

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 19, 2020
NPR_logo.jpg
1min3220

આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.

રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.

નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે.
એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.