CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 49 of 126 - CIA Live

August 22, 2020
Damanganga01.jpg
1min2590

સૌરાષ્ટ્રમાં છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી વધારે જળસંગ્રહ આ ચોમાસામાં થયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ૮૨ ટકા સંગ્રહ છે જે ગત વર્ષે ૫૨ ટકા હતું. ૨૦૧૯માં મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા પાણી હતું, આ વર્ષે માત્ર ૪૨ ટકા છે.

છેલ્લાં ૧૦ વર્ષના ચોમાસાના ૧૮ ઓગસ્ટ સુધીની સ્થિતિએ છેલ્લાં ૧૦ વર્ષના આંકડાઓ મુજબ, ૨૦૧૯માં સૌથી વધારે જળસંગ્રહ ૭૪ ટકા, જ્યારે સૌથી ઓછો જળસંગ્રહ ૨૦૧૩માં ૩૯ ટકા હતો. ૨૦૧૨માં સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ૭ ટકા સ્ટોરેજ જ્યારે ૨૦૧૪માં કચ્છમાં ૯ ટકા સ્ટોરેજ જ હતું. ઉત્તર ગુજરાતમાં ૧૦માંથી ૪ વર્ષ જળસંગ્રહ ૩૦ ટકાથી નીચે રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કચ્છમાં ૧૫૦ ટકા વરસાદ છે, ડેમોમાં ૪૩ ટકા જળસંગ્રહ છે. ૨૦૧૯માં ૧૮ ઓગસ્ટ સુધી ૧૦૨ ટકા વરસાદ હતો અને જળસંગ્રહ ૬૧ ટકા હતો.

રાજ્યના ૧૦૧ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, ૯ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૧૪ ડેમ ૭૦ થી ૮૦ ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. કચ્છ ઝોનમાં ૧૫૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, પૂર્વ-મધ્યમાં ૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૫ ટકા સરેરાશ વરસાદ છે.

August 22, 2020
corona-gujarat.jpg
1min2470

ગુજરાતમાં કોરોના મહામારીના છ મહિનામાં પહેલી વખત એક જ દિવસમાં ૭૨,૮૫૭ ટેસ્ટ કરાયા હતા અને એમાં અત્યાર સુધીના સૌથી વિક્રમી ૧૨૦૬ પોઝિટિવ કેસ મળ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ૧૩૨૪ દર્દી એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૮૪,૪૬૬ સુધી પહોંચ્યો છે જ્યારે સાજા થનારા દર્દીઓનો આંક ૬૭,૨૭૭ થતાં રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા થઇ ગયો છે. અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૪ દર્દીઓના મૃત્યુ સાથે કુલ આંક ૨૮૬૯ સુધી પહોંચ્યો છે.

૮૪૪૬૬ પોઝિટિવ કેસમાંથી ૬૭૨૭૭ સાજા થતાં રિવકરી રેટ ૮૦ ટકા થયો, મૃત્યુ આંક ૨૮૬૯, સુરતમાં ૫, અમદાવાદ ૩, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર, આણંદ અને પંચમહાલમાં એક એક મળી કુલ ૧૪ મૃત્યુ

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૬૯ કેસ અને ગ્રામ્યમાંથી વધુ ૮૨ મળી ૨૫૧ કેસ નોંધાયા છે જ્યારે અનુક્રમે ૩ અને ૨ મળી પાંચ દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે દોઢસોથી વધુ કેસ એટલે કે ૧૫૬ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી નવા ૨૩ કેસ ઉમેરાયા છે. અલબત્ત શહેરમાંથી જ વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૭ કેસ અને ગ્રામ્યમાંથી પણ નવા ૨૩ કેસ મળી ૧૨૦ કેસ નોંધાયા છે. શહેરના વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૨ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે ગ્રામ્યમાંથી નવા ૧૫ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ૬૯ કેસ જામનગર શહેરમાંથી નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાંથી ૮ કેસ નવા નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને ગ્રામ્યમાંથી ૩૭ કેસ મળી ૯૭ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ એક દર્દીનું મૃત્યુ કોવિડથી થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જૂનાગઢમાંથી કુલ ૩૨ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યમાંથી ૧૯ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી કુલ ૨૭  કેસ નોંધાયા છે એમાં પણ ગ્રામ્યમાંથી આવેલા ૧૫ કેસનો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી સતત નવા કેસ મોટી સંખ્યામાં ઉમેરાઇ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૪૪ કેસ નોંધાયા છે એની સાથે કચ્છ જિલ્લામાંથી નવા ૩૮ કેસ, ભરૂચમાંથી ૩૧, અમરેલીમાંથી ૨૯ અને દાહોદ જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. આ તમામ જિલ્લાઓમાં સતત કેસ વધી રહ્યા છે. આની પાછળ સરકારે સઘન ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પધ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ કારણભૂત છે.

અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાંથી નવા ૨૭ કેસ નોંધાયા છે તો બનાસકાંઠમાંથી ૨૩, મોરબીમાંથી ૨૦, ગીરસોમનાથથી ૧૭, પાટણમાંથી ૧૫, આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. નર્મદામાંથી ૧૧ અને ખેડામાંથી ૧૦ કેસ ઉમેરાયા છે. નવસારી અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ આવ્યા છે જ્યારે બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮ નવા કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૬, છોટાઉદેપુરથી ૫, વલસાડમાંથી ૪, અરવલ્લી, સુરેન્દ્રનગરમાંથી ૩-૩ કેસ નવા નોંધાયા છે.

આમ, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૩૨૦ છે જ્યારે ૮૯ દર્દીઓને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૨૩૧ દર્દી સ્ટેબલ છે.

August 22, 2020
corona_india.jpg
1min2450

આજરોજ તા.22મી ઓગસ્ટ 2020ને શનિવારે ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી લેશે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10 લાખ કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, પરંતુ, છેલ્લા મહિનામાં તો ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે.

20,000,00થી 30,000,00 કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.

જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે. શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


August 21, 2020
weather-forecast.jpg
1min2720

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગ મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

August 21, 2020
corona-gujarat.jpg
1min2120

છેલ્લા 20 દિવસોથી ગુજરાતમાં રોજના 1100 ઉપર કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1175 કોવિડના કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 83 હજારને પાર અર્થાત 83262 થયા છે.

ગુજરાતમાં વધુ 16 દર્દીના મૃત્યુ થતાં કુલ કોરોના દર્દીનો આંક 2855 થયો છે. સારી વાત એ છે કે ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 1123 કોરોના દર્દી’ સાજા થતાં કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક 66 હજારની નજીક અર્થાત 65953 થયો છે. ગુજરાતમાં હાલ 14454 એકિટવ કેસ છે. જેમાંથી 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 1175 કેસમાં 10 કેસ અન્ય રાજયનાં છે. જયારે સુરત શહેરમાં 163 અને ગ્રામ્યનાં 74 મળીને 233, અમદાવાદ શહેરમાં 155 અને ગ્રામ્યના 17 મળીને 172, વડોદરા 118, રાજકોટ 98, જામનગર 73, ભાવનગર 55, ગાંધીનગર 25, જૂનાગઢ 27, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, મોરબી 26, અમરેલી 25, મહેસાણા 22, ભરૂચ 20, બનાસકાંઠા 18, પાટણ 15, નવસારી અને પોરબંદર 13-13, ગીર સોમનાથ 11, નર્મદા અને સાબરકાંઠા 10-10, છોટા ઉદેપુર-ખેડા અને વલસાડમાં 9-9, આણંદ અને મહીસાગરમાં 8-8, બોટાદમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 4-4 અને અન્ય રાજ્યના 10 કેસનો સમાવેશ થાય છે. આમ આજે શહેરમાં 594 અને ગ્રામ્યમાં 571 કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે.’

ગુજરાતમાં સુરતમાં 7, અમદાવાદમાં 4, રાજકોટમાં 2 જ્યારે ગાંધીનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’વિતેલા 24 કલાક દરમિયાન 68,581 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. જેને લઈને રાજ્યમાં કુલ ટેસ્ટનો આંક 15 લાખને પાર કરીને 15,47,210 થયો છે.

August 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min2940

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા.19મી ઓગસ્ટને બુધવારે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જમીન સુધારણા અંગે કરાયેલા અનેક નિર્ણયોમાં એક નિર્ણય રાજ્યના શિક્ષણ ક્ષેત્રને સ્પર્શતો મહત્વનો નિર્ણય છે અને એ એ છે કે રાજ્યમાં હવે ગમે ત્યાં શિક્ષણના હેતુ માટેની ખેતી વિષયક જમીન ખરીદવા માટે જે તે જિલ્લાના કલેક્ટરની પૂર્વમંજૂરીની આવશ્યક્તા રહેતી નથી.

ગુજરાત કેબિનેટના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી નહિ લેવી પડે. શૈક્ષણિક હેતુ માટે જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

અત્યાર સુધી શૈક્ષણિક હેતુ માટેની જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી વ્યવસ્થામાં અંત આવશે.

રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં GDCRની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે.

આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે. ડેટ રીકવરી-દેવા વસુલી, NCLT, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસ માં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.

August 20, 2020
swachh.jpg
3min3410
POSITIONSTATE NAMEULB NAMESCORE
#1Madhya PradeshIndore5647.56
#2GujaratSurat5519.59
#3MaharashtraNavi Mumbai5467.89
#4ChhattisgarhAmbikapur5428.31
#5KarnatakaMysore5298.61
#6Andhra PradeshVijayawada5270.32
#7GujaratAhmedabad5207.13
#8DelhiNew Delhi (NDMC)5193.27
#9MaharashtraChandrapur_M5178.93
#10Madhya PradeshKhargone5158.36
#11GujaratRajkot5157.36
#12Andhra PradeshTirupati5142.76
#13JharkhandJamshedpur5133.2
#14Madhya PradeshBhopal5066.31
#15GujaratGandhinagar5056.72
#16ChandigarhChandigarh4970.07
#17Andhra PradeshGVMC Visakhapatnam4918.44
#18MaharashtraDhule4896.99
#19ChhattisgarhRajnandgaon4887.5
#20ChhattisgarhBilaspur4875.74
#21GujaratVadodara4870.34
#22Madhya PradeshUjjain4826.53
#23ChhattisgarhRaigarh4808.37
#24Madhya PradeshBurhanpur4791.18
#25MaharashtraNashik4729.46
August 20, 2020
corona_india.jpg
1min10250

દેશમાં બુધવારે કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, દેશમાં પહેલીવાર 70,000 કરતા વધારે કેસ એક જ દિવસમાં નોંધાયા છે. વધુ 70,101 કેસ સાથે કુલ કેસનો આંકડો 28 લાખને પાર કરીને 28,33015 થયો છે. આ સાથે 979 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુઆંક 53,929 થયો છે.

દેશમાં તાજા કેસનો નવો રેકોર્ડ નોંધાયો છે ત્યારે સૌથી વધારે 13,000 કરતા વધુ 13,165 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય અન્ય 7 રાજ્યો છે જ્યાં નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં 8 ઓગસ્ટના રો 12,822 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 6,88,162 થઈ ગઈ છે. જ્યારે કુલ 20,90,924 દર્દીઓ વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે- આ સાથે રિકવરી રેટ 73.8% પર પહોંચ્યો છે.

ઓગસ્ટના પાછલા 19 દિવસમાં મહારાષ્ટ્રમાં 2.07 લાખ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જેમાંથી માત્ર 9.3% એટલે કે 19,331 કેસ મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા 30 દિવસથી 1.5 લાખ એક્ટિવ કેસ રહ્યા બાદ આંકડો 1.6 લાખ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 346 મૃત્યુઆંક નોંધાયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 21,000ને પાર કરીને 21,033 થયો છે. જ્યારે મુંબઈ 346માંથી 46 મૃત્યુઆંક બુધવારે નોંધાયો હતો.

મહારાષ્ટ્રા પછી કર્ણાટકમાં સૌથી વધારે 126 મૃત્યુ નોંધાયા, જ્યારે તામિલનાડુમાં 116 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં 2333, યુપીમાં 5156, ઝારખંડમાં 1266, પંજાબમાં 1693, હરિયાણામાં 994, છત્તીસગઢમાં 759 અને જમ્મુ-કાશ્મીરમાં 708 કેસ નોંધાયા છે.

કેરળમાં પહેલીવાર નવા કેસનો આંકડો 2000ને પાર ગયો છે. આ સાથે કુલ કેસનોં આંકડો 50,000ને પાર કરીને 50,231 પર પહોંચી ગયો છે. તો આંધ્રપ્રદેશમાં નવા 9,742 કેસ નોંધાયા છે.

August 20, 2020
corona-gujarat.jpg
1min2600

૨૪ કલાકમાં ૬૩ હજારથી વધુ ટેસ્ટ, ૧૧૪૫ નવા કેસ, ૧૭ મૃત્યુ, ૧૧૨૦ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોને શોધી કાઢવા માટે અત્યાર સુધીના સૌથી વિક્રમી ટેસ્ટ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ૬૩,૦૮૭ ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવ્યા એમાંથી ૧૧૪૫ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળના વધુ ૧૭ દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે ૨૩૮ કેસ સુરતમાં નોંધાયા છે એમાં મહાનગરના ૧૬૬ કેસનો સમાવેશ થાય છે. શહેરના ત્રણ મળી કુલ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૬ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના મૃત્યુ થયા છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૩ કેસ અને જિલ્લામાંથી ૨૨ મળી ૧૧૫ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ અને ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં એક દર્દીનું કોવિડના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટ મહાનગરમાંથી નવા ૬૨ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય મહાનગર જામનગરમાંથી સતત રોજેરોજ નવા કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૯ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના જામખંભાળીયા, ધ્રોળ, લાલપુર જેવા વિસ્તારમાંથી નવા ૬ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૫ કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જિલ્લામાંથી નવા ૨૫ કેસ પણ નોંધાયા છે. જૂનાગઢમાંથી કુલ વીસ કેસ નોંધાયા છે એમાં મહાનગરના ૧૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ પંચમહાલ જિલ્લામાંથી નોંધાયા છે. પંચમહાલના હાલોલ, કાલોલ, ગોધરા સહિતના તાલુકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૪૪ કેસ મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટ સાથે નજીકનો નાતો ધરાવતા અને સિરામિક સહિતની ઔદ્યોગિક પ્રવૃત્તિના હબ ગણાતા મોરબીમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભૂજ, અબડાસા, અંજારમાંથી નવા ૩૦ કેસ આવ્યા છે.

અમરેલીમાં લાઠી, લીલીયા, ધારી સહિતના વિસ્તારોમાંથી નવા ૨૭ કેસ, ભરૂચમાં ભરૂચ શહેર ઉપરાંત વાગરા, અંકેલશ્વર, ઝગડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોના કારણે કેસ સતત વધી રહ્યા છે અહીં વધુ ૨૨ કેસ નોંધાયા છે. મહેસાણામાં કડી, વિજાપુર, બેચરાજી, વીસનગર અને ઊંઝા સંક્રમિત થયા છે એમાંથી નવા ૨૦ કેસ નોંધાયા છે. બનાસકાંઠમાં પાલનપુર, ડીસા, ધાનેરા જેવા વિસ્તારોમાંથી વધુ ૧૯ કેસ અને પાટણમાંથી ૧૮ નવા કેસ નોંધાયા છે. પાટણમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

રાજ્યના આણંદ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, બોટાદ અને નવસારામંથી ૧૧, પોરબંદરમાંથી ૧૦, નર્મદામાંથી ૯, સાબરકાંઠામાંથી ૭ કેસ નવા નોંધાયા છે. ખેડા, સુરેન્દ્રનગર, તાપીમાંથી ૬-૬ કેસ, મહીસાગરમાંથી ૫, અરવલ્લીમાંથી ૪, દ્વારકા ૩, છોટાઉદેપુર તથા અન્ય રાજ્યના એક એક કેસ નોંધાયા છે.

આમ, રાજ્યમાં ૧૪,૭૮,૬૨૯ ટેસ્ટ સાથે કુલ કેસનો આંક વધીને ૮૨,૦૮૭ સુધી પહોંચ્યો છે જ્યારે નવા ૧૧૨૦ ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૬૪૮૩૦ થયો છે આને પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૮.૯૮ ટકા થયો છે. અલબત્ત, કુલ મૃત્યુ આંક પણ ૨૮૩૯ સુધી પહોંચ્યો છે. જે સરેરાશ ચાર ટકા કરતાં નીચો છે. આમ, હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૪૪૧૫ થયો છે એમાંથી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૩૩૭ સ્ટેબલ છે.

August 19, 2020
ausi-flood6.jpg
2min4270

રાજકોટ અને ભાવનગર સિંચાઇ વર્તૂળ સુત્રોના જણાવ્યા મુજબ’ સૌરાષ્ટ્રના 140 ડેમમાંથી રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી, ન્યારી સહિત કુલ 89 ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ તથા નદીના પટમાં અવર – જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમની સપાટી 31.90 ફૂટે પહોંચી જતાં ઓવરફલો થવામાં 2.10 ફૂટ દૂર છે.

રાજકોટના ડેમોની સ્થિતિ

રાજકોટ જિલ્લાનો આજી-1, આજી-2, ભાદર-1, વેરી, મોતીસર, છાપરવાડી-1, ફોફળ, છાપરવાડી-2, કરમલ, વાછપરી, ડોંડી, ન્યારી-1, ન્યારી-2, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2, સોડવદર, ઘેલોસોમનાથ અને માલગઢી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

જામનગરના ડેમોની સ્થિતિ

જામનગર જિલ્લાનો ઉંડ-2, ડાઇમીણસર, ઉમીયા સાગર, ફુલઝર (કે.બી.), ઉંડ-1, રંગમતી, વાડીસંગ, સપડા, આજી-4, ફુલઝર-1, ફોફળ-2, ઉંડ-3, સસોઇ, પના, ફુલઝર-2, રૂપાવટી, સસોઇ-2 સહિતનાં ડેમ ઓવરફલો થયા છે.

દ્વારકાના ડેમોની સ્થિતિ

દેવભૂમી દ્વારકા : દેવભૂમી જિલ્લાનો સંકરોલી, વર્તુ-1, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, કળરણ, વેરાડી-2, મીણસર (વાનાવાડ), સાની, એસ ભાડથરી, સીંઘવી, ઘી અને ગઢકી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

મોરબીના ડેમોની સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લાનો ડેમી-3, મચ્છુ-3, ઘોડાધરોઇ, બંગાવડી અને ડેમી-2, સહિતના ડેમ ઓવરફલો થયા છે.

સુરેન્દ્રનગરના ડેમોની સ્થિતિ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનો મોરસલ, ધારી અને ત્રિવેણીઠાંગા સહિતના ડેમ ઓવરફલો થયા છે.

પોરબંદરના ડેમોની સ્થિતિ

પોરબંદર : પોરબંદર જિલ્લાનો સોરઠી, ફોદારનેસ, ખંભાલા, કાલીન્દ્રી, અડવાણ, સારણ અને રાણાખીરસરા સહિતના ડેમો ઓવરફલો થયા છે.

અમરેલીના ડેમોની સ્થિતિ

અમરેલી : અમરેલી જિલ્લાનો ખોડીયાર, ધાતરવડી-1, રાયડી, વડિયા, સુરજવડી, ઘેલોઇતરીયા, સેલદેદુમલ અને ધાતરવાડી-2 સહિતના ડેમો ઓવરફલો થયા છે.

બોટાદ, જૂનાગઢ, સોમનાથની સ્થિતિ

બોટાદ : બોટાદ જિલ્લાનો ખાંભળા અને કાળુભા ડેમ ઓવરફલો થયા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો મધુવંતી, હસનાપુર, ઓઝત-2, આંબાજળ, બાંટવાખારો, મોટાગુજરીયા, સાબલી અને વ્રજમી સહિતના ડેમો ઓવરફલો થયા છે.
ગીરસોમનાથ : ગીરસોમનાથ જિલ્લાનો સિંગોડા, હિરણ-2, રાવળ, મચ્છુન્દ્રી અને હિરણ-1 સહિતના ડેમો ઓવરફલો થયા છે.