CIA ALERT

બિઝનેસ Archives - Page 76 of 76 - CIA Live

May 22, 2018
mukesh-ambani.jpg
1min9660

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
bitcoin_1.jpg
1min10810

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.

May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min8720

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.