બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર
દાયકાઓ અગાઉ એટલે કે જૂના જમાનામાં જેની બોલબાલા હતી અને જે સ્કીમ અન્વયે બાતમીદારોએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કાળુ નાણું હોવાની બાતમી આપીને લાખો રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું એ બાતમીદાર સ્કીમને ફરીથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અપનાવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેનામી ટ્રાન્ઝેકશન કે બેનામી પ્રોપર્ટી વિશેની ‘ગુપ્ત બાતમી’ આપનારને ₹ એક કરોડ સુધીનો રિવોર્ડ મળશે. એ જ રીતે વિદેશમાં નાણાં ગોઠવનારાની ‘ગુપ્ત બાતમી’ આપનારને પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલી અજય દેવગણની ફિલ્મ રેઇડ માં પણ બાતમીદારે આપેલી માહિતીને આધારે જ સર્ચ ઓપરેશ હાથ ધરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ કરોડોની બ્લેક મનીનો દલ્લો ઝડપી પાડ્યો હતો.

સાથો સાથ ‘ઈન્કમ ટેક્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ’ માં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧ હેઠળ પગલાં લઈ શકાય એવા ભારતમાં આવક કે એસેટોમાં મોટાપાયે કરચોરી થઈ હોય એવા કેસોની ‘ચોક્કસ બાતમી’ આપનારને રૂા. ૫૦ લાખ સુધીનું ઈનામ મળશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તા.1લી જુન 2018ના રોજ બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ કોઈપણ પ્રકારની બેનામી ટ્રાન્ઝેકશનો અને પ્રોપર્ટીઓ વિશે વિદેશીઓ સહિત કોઈપણ વ્યક્તિ જોઈન્ટ કે એડિશનલ કમિશનરોને ગુપ્ત માહિતી આપી શકે છે. આવા ટ્રાન્ઝેકશનો કરનારાઓ સામે બેનામી ટ્રાન્ઝેકશન્સ (પ્રોહિબિશન) એેમેન્ડેડ એક્ટ – ૨૦૧૬ હેઠળ કામ ચલાવી શકાશે.
CBDTએ જણાવ્યું હતું કે છુપા રોકાણકારો અને લાભ ખાટનારા પ્રોપર્ટી માલિકોએ કરેલી કમાણી તેમ જ બેનામી ટ્રાન્ઝેકશનો તેમ જ પ્રોપર્ટીઓની છુપી માહિતી આપવા માટે લોકોને પ્રોત્સાહન કરવાના આશયથી આ રિવોર્ડ સ્કીમ બનાવાઈ છે.
૨૦૧૮ની બેનામી ટ્રાન્ઝેકશન્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ હેઠળ બેનામી ટ્રાન્ઝેકશનો તથા પ્રોપર્ટીઓ વિશેની ચોક્કસ માહિતી છે એમાંથી કરવામાં આવેલી કમાણી વિશેની સ્પષ્ટ ચોક્કસ માહિતી જોઈન્ટ અથવા એડિશનલ કમિશનરો (બેનામી પ્રોહિબિશન યુનિટ્સ-બીપીયુ)ને આપનારી વ્યક્તિ રૂા. એક કરોડ સુધીનું ઈનામ મેળવી શકશે. આ તમામ ઈનામી સ્કીમ માટે માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.
માગણી કરતાં ઓછી રકમના પગાર વધારાના વિરોધમાં અંદાજે દસ લાખ બૅંક કર્મચારીઓ આજરોજ તા.૩૦ મે, 2018 બુધવારથી બે દિવસની હડતાળ પર ઉતરશે. કેન્દ્ર સરકાર અને બૅંક યુનિયનો વચ્ચે સમાધાન ન થતાં આખરે કર્મચારી યુનિયનોએ આ નિર્ણય જાહેર કર્યો હતો. આને કારણે દેશભરમાં માત્ર બૅંકોની કામગીરી જ નહીં પણ એટીએમની કામગીરી પર પણ અસર થવાની સંભાવના છે.

અતિરિક્ત ચીફ લેબર કમિશનર (સીએલસી) રાજન વર્મા, યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)ના બેનર હેઠળ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને બૅંક મેનેજમેન્ટ ઈન્ડિયન બૅંકેસ એસોસિએશન (આઈબીએ)ના પ્રતિનિધિઓને મળ્યા હતા પરંતુ હડતાળ નિવારી શકાઈ નહોતી.
લેબર કમિશનરે હડતાળ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળ ગયા હતા. જોકે, બૅંકર્સ આઈબીએ દ્વારા કહેવડાવ્યું હતું કે, તેઓ પ્રસ્તાવિત પગાર વધારા અંગે પુનર્વિચાર કરવા તૈયાર છે, પરંતુ અસરકારક પ્રસ્તાવ નથી. ઓલ ઈન્ડિયા બૅંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએમ વૅંકટચલમે કહ્યું હતું કે, હડતાળ થશે.
ઓલ ઈન્ડિયા બૅંક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી ડી. ટી. ફ્રાન્કોએ કહ્યું હતું કે, અંદાજે દસ લાખ બૅંક અધિકારીઓ આ બે દિવસની હડતાળમાં જોડાશે. તેમણે કહ્યું હતું કે સમાધાનની પ્રક્રિયા વખતે બૅંક યુનિયનોએ સીએલસીને જણાવ્યું હતું કે પાંચમી મેના રોજ મળેલી બેઠકમાં બે ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મુકાયો હતો, એ એમને કોઈ રીતે મંજૂર નહોતો, કારણ કે જીવનધોરણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે.
આઈબીએના અધિકારીઓએ કહ્યું હતું કે અમે એકથી વધારે વખત પગાર વધારા અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા અને બૅંકોમાં થયેલા એનપીએ કે બેડલોન્સમાં વધારાના કારણે બે ટકાથી વધારે પગાર વધારો કરી શકાય તેમ નથી તેવું યુનિયનના નેતાઓને સમજાવ્યું હતું.
બૅંક યુનિયનોનો એવો દાવો હતો કે બૅંકોની બેડલોન્સને પગાર વધારાની બાબત સાથે જોડી શકાય નહીં. ૨૦૧૨માં થયેલા વેજ રિવિઝનની મુદત ૩૧ ઓકટોબર, ૨૦૧૭ સુધી હતી, તે વખતે બૅંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી આ વખતે સારા પગાર વધારાની અપેક્ષા હતી.
સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગામી વર્ષના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ગઇ તા.27મી મે 2018ના રોજ સરસાણા સ્થિત ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ શ્રી હેતલ મહેતાએ પ્રમુખ તરીકે તેમજ શ્રી કલ્લુ દેસાઇએ ઉપપ્રમુખ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ગીરીરાજ કિશોરના સાનિધ્યમાં હોદ્દાઓ ગ્રહણ કર્યા હતા. આ સમારોહની તસવીરી ઝલક આ મુજબ છે.

અત્યાર સુધી ઘણાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણા રોકવાનો રસ દાખવ્યો નથી. કેટલાક રોકાણકારો હવે ફિજિકલ સેવિંગ્સથી ફાઈનાન્શિયલ સેવિંગ્સ તરફ આગળ વધી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો જાણો કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે અને તમારે કઈ સ્કિમ્સની પસંદગી કરવી જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે કેવાયસી (નો યોર કસ્ટમર) પૂરી કરવી પડશે. આ માટે તમે કેવાયસી ફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ ફોર્મ ભરી, તમે ફોટો, પેન કાર્ડની ઝેરોક્સ, આધાર, પાસપોર્ટ, વીજળીનું બિલ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો. તમારે પહેલું ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ રજિસ્ટ્રાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સની ઓફિસે જમા કરાવવું પડશે. કેટલાંક મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સ રોકાણ પહેલા તેમના પ્લેટફોર્મ પર ઈ-કેવાયસી પણ કરે છે.
પહેલી વાર રોકાણ કરી રહેલા રોકાણકારે તેમના લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણની મુદતના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરવી જોઈએ. રોકાણકારો આ માટે કોઈ ફાઈનાન્શિયલ પ્લાનર્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સની મદદ પણ લઈ શકે છે. રોકાણકાર પોતાની રીતે જ એક એસેટ એલોકેશન કરી શકે છે. જેના દ્વારા રોકાણકાર પોતે ઈક્વિટી, ડેટ અથવા સોના જેવી એસેટ્સમાં કેટલા નાણાં રોકવા માગે છે તે સ્પષ્ટ કરી શકે છે.
જો તમે ત્રણ વર્ષથી ઓછી મુદત માટે રોકાણ કરવા માગતા હો તો ડેટ આધારિત અથવા આર્બિટેજ ફંડ્સની પસંદગી કરવી જોઈએ. ત્રણથી પાંચ વર્ષ માટે હાઈબ્રિડ ફંડ્સ સારા છે જેમાં ડેટ અને ઈક્વિટીનું મિક્સ હોય છે. જો તમે 5-7 વર્ષના ગાળા માટે મૂડીરોકાણ કરવા ઈચ્છતા હો તો ઈક્વિટી ફંડ્સ જેવા વધુ જોખમ ધરાવતી પ્રોડક્ટ્સનો વિચાર કરવો જોઈએ.
એક રોકાણકાર તરીકે તમે ફંડ હાઉસ પર ભરોસો મૂકો છો કે, તે તમારી મહેનતની કમાણીને યોગ્ય રીતે મેનેજ કરે. આ સ્થિતિમાં ફંડ હાઉસ તેમજ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની પસંદગીમાં સાવચેતી રાખવી જરૂરી છે. ફંડ હાઉસ કે ફંડ મેનેજરોના નિર્ણયો સ્કીમની કામગીરીને મોટા પાયે પ્રભાવિત કરી શકે છે. ફાઈનાન્શિયલ પ્લાનર્સનું ખાસ સૂચન છે કે રોકાણકારોએ પોતે જ જે તે સ્કીમની પાછલી કામગીરીની માહિતી મેળવવી જોઈએ. તેમણે ફંડ મેનેજરના ભૂતકાળ, મેનેજમેન્ટ ટ્રેડ રેકોર્ડ અને કામગીરી પર નજર રાખવી જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડનો પાછલો દેખાવ ભવિષ્યની કામગીરીના રિટર્નનો સંકેત નથી હોતો પણ વેલ્થ મેનેજર્સ કહે છે કે રોકાણકારોએ કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા અગાઉ સ્કીમના 3, 5 અને 10 વર્ષના લાંબા ગાળાના દેખાવ પર એક નજર અચૂક કરવી જોઈએ. રોકાણકારઓ લગાતાર બેન્ચમાર્કની સરખામણીમાં સારો દેખાવ કરનારા ફંડની પંસદગી કરવી જોઈએ. જો કોઈ સ્કીમ લગાતાર તેના બેન્ચમાર્કને પછાડતી હોય તો તે ફંડ હાઉસમાં સારા અને કાર્યક્ષમ ફંડ મેનેજર્સ હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.
ભારતના બેન્કિંગ ઉદ્યોગ પર બેડ લોનનો બોજ તોતિંગ સ્વરૂપ હાંસલ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં SBI સહિતની 26 બેન્કોએ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જેના આધારે માર્ચ’18 ક્વાર્ટરમાં 26 બેન્કોની કુલ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) ₹7,31,076 કરોડ થઈ છે, જે માર્ચ’17 ક્વાર્ટરમાં ₹4,81,909 કરોડ હતી. આમ, વાર્ષિક ધોરણે આ 26 બેન્કોની NPAમાં 50 ટકા જેટલો (₹2.50 લાખ કરોડ જેટલો) વધારો થયો છે.
આમાં પણ PSU બેન્કોની મુશ્કેલીમાં જબરજસ્ત વધારો થયો છે કારણ કે, ડિસેમ્બર’17 ક્વાર્ટરની સરખામણીએ તેમણે માર્ચ 2018 ક્વાર્ટરમાં ₹1 લાખ કરોડ જેટલી બેડ એસેટ્સનો ઉમેરો કર્યો હતો જ્યારે માર્ચ’17 ક્વાર્ટરની સામે તેમણે ₹1.11 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો એમ CARE રેટિંગ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કુલ બેડ લોનના હિસ્સામાં PSU બેન્કોનો હિસ્સો જ ₹6.16 લાખ કરોડ જેટલો છે.
જૂન’17માં ગ્રોસ NPAsનો રેશિયો 9.04 ટકાથી ઘટીને સપ્ટેમ્બર’17 ક્વાર્ટરમાં 8.93 ટકા થયો હતો. બાદમાં આ રેશિયો વધીને માર્ચ’18 ક્વાર્ટરમાં 10.14 ટકાની ટોચે પહોંચ્યો હતો. માર્ચ’18 ક્વાર્ટરમાં PSU બેન્કોનો GNPA રેશિયો કુલ એડ્વાન્સિસના 13.41 ટકા હતો. PSU બેન્કોનો બેડ લોનનો રેશિયો નાણાકીય વર્ષ 2017-18ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં 11 ટકાથી 12 ટકાની રેન્જમાં સ્થિર રહ્યો હતો પરંતુ ચોથા માર્ચ’18 ક્વાર્ટરમાં 163 બેઝિસ પોઇન્ટ્સ વધીને 13.41 ટકા થયો હતો.
ખાનગી સેક્ટરની બેન્કોની વાત કરીએ તો, તેમનો NPA રેશિયો પણ માર્ચ’18 ક્વાર્ટરમાં 4.40 ટકા થયો હતો, જે ડિસેમ્બર’17 ક્વાર્ટરમાં 3.95 ટકા હતો. ખાનગી સેક્ટરની બેન્કોએ ડિસેમ્બર’17 ક્વાર્ટરના અંતે બેડ એસેટ્સમાં લગભગ ₹1,200 કરોડનો વધારો નોંધાવ્યો હતો જ્યારે માર્ચ’18 ક્વાર્ટરમાં તો ₹18,000 કરોડનો વધારો થયો હતો.
સમગ્ર વર્ષ દરમિયાન 26 બેન્કોનું કુલ પ્રોવિઝન્સ ₹43,611 કરોડથી વધીને ₹1,05,150 કરોડ થયું હતું, જે 141 ટકાનો વધારો દર્શાવે છે. 12 PSU બેન્કોનો ગ્રોસ NPA રેશિયો 10 ટકાની ઉપર હતો જ્યારે પાંચ ખાનગી સેક્ટર બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પણ નીચો હતો. અન્ય પાંચ ખાનગી બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પાંચ ટકાની વચ્ચે હતો.
| નેહલ મોદી અને તેની પત્ની |
ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.
1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.
રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.
તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.
રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.
એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.
સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.
એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.
નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, 2019 અને 2020માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.
રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે 400 ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો 2017માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન 50 ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.
ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં 5,780 રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે 2017ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.
એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ 3.5 કરોડ યુનિટનું છે.
સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા 25 ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.
2017માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ 25 ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ 1.2 કરોડ યુનિટ્સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.