CIA ALERT

બિઝનેસ Archives - Page 68 of 76 - CIA Live

August 29, 2018
paytm_warren-buffet.gif
1min10990

અબજપતિ ઉદ્યોગપતિ વૉરન બફેટની બર્કશાયર હૅથવેે કંપનીએ પૅટીએમમાં હિસ્સો મેળવ્યો છે અને હવે તેને બૉર્ડમાં પણ સ્થાન મળશે, એમ ભારતમાં ડિજિટલ પૅમેન્ટની સૌથી મોટી કંપનીએ મંગળવારે કહ્યું હતું.

જોકે કંપનીએ અમેરિકાસ્થિત બર્કશાયરે પૅટીએમમાં કેટલું રોકાણ કર્યું છે અને કેટલો હિસ્સો હસ્તગત કર્યો છે એ સહિતની વિગતો આપવાનું ટાળ્યું હતું.

જોકે પૅટીઍમના સ્થાપક વિજય શંકરે જણાવ્યું હતું કે, આ હિસ્સો સૉફ્ટબૅંક કરતા ઘણો વધારે છે અને બર્કશાયર હૅથવેને બૉર્ડમાં સ્થાન મળશે.

સૂત્રોના જણાવ્યાનુસાર બર્કશાયરે ભારતસ્થિત આ કંપનીનું મૂલ્ય 10 અબજ ડૉલર કરતા પણ વધુ આંક્યું છે અને બર્કશાયરે પૅટીએમમાં રૂ.2500 કરોડનું રોકાણ કરશે.

આ સોદા સાથે જ બફેટની ઇન્વેસ્ટમેન્ટ કંપની ગયા વરસે પૅટીએમમાં 20 ટકા એટલે કે રૂ.9000 કરોડ કરતા પણ વધુનું રોકાણ કરનાર જાપાનની સૉફ્ટબૅંક સાથે જોડાઈ છે.

પૅટીએમની માલિક વન-97 કમ્યુનિકેશન, ઍન્ટ ફાઇનાન્શિયલ અને અલીબાબાને પૅટીએમના અન્ય ચાવીરૂપ રોકાણકાર ગણે છે.

બર્કશાયરના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ટૉડ કૉમ્બ્સ પૅટીએમના ડિરેક્ટર તરીકે જોડાયા હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હું પૅટીએમથી પ્રભાવિત થયો છું અને તેની વિકાસયાત્રાનો હિસ્સો બનવા ખૂબ જ ઉત્સાહિત છું, એમ કૉમ્બ્સે કહ્યું હતું.

પૅટીએમના સ્થાપક વિજયશેખર શર્માએ કહ્યું હતું કે નાણાંકીય સેવા ક્ષેત્રે બર્કશાયરનો અનુભવ અને લાંબા સમયનું રોકાણ જોતા પચાસ કરોડ ભારતીયોને ડિજિટલ પૅમેન્ટના માધ્યમ થકી જોડવાના કંપનીના લક્ષ્યને પાર પાડવામાં તે ખૂબ જ લાભદાયી પુરવાર થશે.

August 28, 2018
money-laundering-1280x1024.jpg
1min5200

Jayesh Brahmbhatt   98253 44944

સુરત સહિત મુંબઇના કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ દુબઇ અને હોંગકોંગ જેવા કેટલાક અન્ય દેશોમાંથી અત્યંત ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરીને ભારતીય નાણું મોટા પ્રમાણમાં વિદેશ ભેગું કર્યું હોવાની મળેલી વિગતોના આધાર પર ડીઆરઆઇ તેમજ અન્ય ભારતીય એજન્સીઓએ આ પ્રકારે મની લોન્ડરીંગ કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે મિશન હાથ ધર્યું હોવાની વિગતો જાણવા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે 5,000 કરોડથી વધારે નાણાંનું લોન્ડરિંગ કરાયું હોવાની માહિતીથી ખુદ નાણાં મંત્રાલય પણ ચોંકી ઉઠ્યું છે. ભારતીય ચલણના આંતર રાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા અવમૂલ્યન પાછળ રહેલા કારણો પૈકી આ પ્રકારે થતું મની લોન્ડરીંગ પણ એક મજબૂત કારણ બનીને સામે આવ્યું છે.

એન્ટિ સ્મગલિંગ એજન્સી ડીઆરઆઇએ 10 જુલાઈ 2018 ના રોજ બીડીબીના 14 કન્સાઇનમેન્ટ પકડ્યાં હતાં. છૂપી બાતમીના આધારે પકડાયેલા આ કન્સાઇનમેન્ટને મુંબઈ અને સુરત સ્થિત ટ્રેડર્સે હોંગકોંગથી આયાત કર્યા હતા. તેના વાસ્તવિક મૂલ્ય કરતાં 100થી 150 ગણું વધારે મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું. તેનું વાસ્તવિક મૂલ્ય ₹એક કરોડ હતું જ્યારે દર્શાવવામાં આવેલું મૂલ્ય ₹156.28 કરોડ હતું. ત્રણ વેલ્યુઅર્સને હાલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને સેસન્સ કોર્ટે તેની જામીન અરજી પણ તાજેતરમાં ફગાવી દીધી હતી. 14 કન્સાઇનમેન્ટ પકડાયા પછી ડીઆરઆઇએ અન્ય શકમંદ ઇમ્પોર્ટેડ કન્સાઇનમેન્ટ અંગે પણ તપાસ શરૂ કરી છે. આયાત કરનારી કંપનીઓના વડાઓને કથિત હવાલા પાર પાડવા માટે ચાર ટકા સુધી કમિશન ચૂકવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

તાજેતરમાં મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)ને લગતા એક મની લોન્ડરિંગ કૌભાંડની તપાસ દરમિયાન ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને રફ ડાયમંડની આયાતમાં મોટા કૌભાંડના પુરાવા મળ્યા છે. સાતથી આઠ કંપનીઓ સાથે સંકળાયેલાં બેથી ત્રણ જૂથ આ કૌભાંડમાં સામેલ છે તેવું પ્રથમદર્શી રીતે જણાય આવે છે.

સુરત સમેત મુંબઇની કેટલીક કંપનીઓએ અત્યંત ઊંચા ભાવ દર્શાવીને રફ હીરાની ખરીદી કરી હતી અને આ રીતે વિદેશમાં કાળું નાણું મોકલ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ આયાત મુખ્યત્વે હોંગકોંગ અને દુબઈથી કરવામાં આવી હતી.

જાણકારોના મત મુજબ ડીઆરઆઇના કહેવાથી કસ્ટમ્સે એક રફ હીરાનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જેમાં જાણવા મળ્યું કે ત્રણથી ચાર કરોડના અસલ મૂલ્યના હીરાને કેટલાક જૂથ 100 કરોડની ડિક્લેર્ડ વેલ્યૂ પર આયાત કરતા હતા. ડીઆરઆઇએ આ જૂથની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તે કોઈનું મહોરું હોય તેમ લાગે છે. જૂથના બીજા સભ્યો ફરાર છે.

ડીઆરઆઇએ તેની તપાસ વિસ્તારી છે અને કથિત મની લોન્ડરિંગમાં સંકળાયેલા ભેજાબાજ ઉદ્યોગપતિઓના ચહેરા પરનો નકાબ ચિરવાના પ્રયાસો હાથ ધર્યા છે. બહુ આસાનીથી ડીઆરઆઇ ટૂંક જ સમયમાં આવા ઉદ્યોગપતિઓને ઓળખી કાઢશે કેમકે બેન્ક સ્ટેટમેન્ટ અને ફરાર પાર્ટીઓ વચ્ચે થયેલા બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે આસાનીથી કૌભાંડકારી ઉદ્યોગપતિઓ ઓળખાય જશે.0 શકશે. તેના મતે આ કૌભાંડમાં મોટા પાયે ફંડ લેયરિંગ થયું છે અને ગેરકાયદે મેળવાયેલાં નાણાંને સગેવગે કરવાનો પ્રયાસ છે.

ડાયમંડમાં કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં થાય છે. જ્યારે રફ ડાયમંડની આયાત અને પોલિશ્ડ સ્ટોનની નિકાસ ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)થી થાય છે.

August 27, 2018
Rough-Diamonds.png
1min6030

નાના કદના રફ હીરાની કિંમતમાં પાછલા એક પખવાડિયા દરમિયાન ચાર ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. રફ હીરાના અગ્રણી ખરીદદારો પૈકી એક ભારત તેની રફ હીરાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હીરાના વેપારમાં અત્યારના ટ્રેન્ડનો હેતુ ઇન્વેન્ટરી ઊભી ન થાય તે જોવાનો છે. માંગ ઊભી થાય ત્યારે રફ હીરાની ખરીદી કરવાની નીતિ છે.

આ વ્યાપાર માટે બેન્કધિરાણ મેળવવું અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે તે હીરા ઉદ્યોગની નફાકારકતામાં વધારો કરવામાં પણ મદદ કરે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના માજી ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મહત્ત્વના ગ્રાહક ચીને તેની રફ હીરાની ખરીદી ધીમી કરી દેતાં બજાર ધીમેધીમે આગળ વધી રહ્યું છે.

દૂર પૂર્વના દેશો તરફથી આવતી માંગ પણ ધીમી છે. હીરાના વેપારીઓ હાલમાં સ્ટોકિંગ પણ નથી કરતા કેમ કે નીરવ મોદી કૌભાંડ બાદ બેન્ક ધિરાણ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.

હીરાના અગ્રણી નિકાસકાર વિપુલ શાહે જણાવ્યું હતું કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમો નાની કેટેગરીના હીરાના ઉત્પાદનની કામગીરીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો કરી રહ્યા છે કેમ કે હીરાના વેપારીઓ હાલની પરિસ્થિતિમાં ઇન્વેન્ટરી ઊભી કરવા માંગતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે લોકો નાના હીરામાં ડીલ કરે છે તેમાં ઘણી બધી ગૂંચવણ છે. ડી બીયર્સે લાઇટબોક્સ નામે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલાં હીરાનાં આભૂષણો લોંચ કર્યા બાદ બજારમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. તમામ લોકો હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે તથા નાના હીરાની ખરીદી કરતા નથી. રફ હીરાની કિંમત પર તેની અસર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે પાછલા મે મહિનામાં ડી બીયર્સે લાઇટબોક્સ જ્વેલરી નામની નવી કંપની લોંચ કરવાની જાહેરાત કરી હતી જે આગામી સપ્ટેમ્બરમાં લાઇટબોક્સ નામ હેઠળ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલાં હીરાનાં આભૂષણોનું માર્કેટિંગ શરૂ કરશે, તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે હાલમાં અસ્તિત્વ ધરાવતા લેબ હીરાની સરખામણીએ નીચી કિંમત પર ફેશન જ્વેલરી ડિઝાઇન ઓફર કરી રહી છે.

હીરા ઉદ્યોગ માટે બેન્ક ફાઇનાન્સ એક મોટા પ્રશ્ન તરીકે યથાવત્ જળવાઈ રહ્યો છે જેથી થોડા સમય પૂરતું ઉત્પાદન પણ ઘટાડવામાં આવી રહ્યું છે. નીરવ મોદી-પીએનબી કૌભાંડ ગયા ફેબ્રુઆરીમાં સપાટી પર આવ્યું હતું તે પછી બેન્કોએ હીરાના વેપાર માટેના ધિરાણમાં કાપ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે.

બેન્કોએ લોનના વિતરણ માટે વધારે ઊંચા સુરક્ષા કવચની માંગણી શરૂ કરી છે જે ઘણીવાર લોનની રકમના 120 ટકાથી લઈને 150 ટકા જેવી હોય છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે અગાઉ બેન્કો આ વ્યાપાર પાસેથી વિતરીત લોનના 40 ટકાથી લઈને 60 ટકા સુધીની ગેરેન્ટીની માંગણી કરતી હતી.

August 25, 2018
naik.jpg
5min10230

cialive@yahoo.com

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેમને બહુમુખી પ્રતિભા ગણાવીને વ્યાવસાયિક પ્રગતિ કરતા સામાજિક ઉત્થાન તેમજ વ્યક્તિગત પ્રતિભાને ધ્યાનમાં રાખીને જેમને પી.એચડી.ની માનદ ઉપાધી એનાયત કરી છે એવા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના નોનએક્ઝિક્યુટિવ ચેરમેન ડો.અે.એમ. નાયક એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં તેમની સામે પૂછાયેલા સવાલોથી એટલા અકળાઇ ઉઠ્યા કે તેમણે કંપનીને જેમને માલિક કહેવાયા છે એવા શેરહોલ્ડરને જ હડધૂત કરીને સભા બહાર કરવાના આદેશ સિક્યુરિટી ગાર્ડસને આપવા પડ્યા હતા.

 

છેલ્લા કેટલાય વર્ષોથી એલ.એન્ડ.ટી. કંપનીમાં અંદરોઅંદર એટલા વિખવાદ ચાલી રહ્યા છે તે હવે સપાટી પર આવી રહ્યા છે. વય મર્યાદાને કારણે નિવૃત થઇ ચૂકેલા ડો.એ.એમ. નાયક 75 વર્ષની વયે પણ નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ખુરશી છોડી શક્તા નથી, ખુરશી ન છોડે એ વાત તો માની શકાય પરંતુ, હવે તેઓ તેમના પર્સનલ પ્રોજેક્ટ સાકાર કરવા માટે એલ.એન્ડ.ટી. કંપનીની મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે અને આ બાબત જ્યારે એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં પૂછવામાં આવી ત્યારે તેઓ એટલા છંછેડાઇ ગયા કે તેમણે સવાલનો જવાબ આપવાની જગ્યાએ સવાલ પૂછનારાઓને જ સભા બહાર કરી દેવાનો આદેશ આપવો પડ્યો.

એલ.એન્ડ.ટી. કંપનીના શેર બાયબેક કરવાની વાત અને બીજો મુદ્દો તેમની પૌત્રી નિરાલીના નામે હોસ્પિટલ માટે કંપનીની જમીન આપવાની બાબત પર સવાલો પૂછવામાં આવતા એલ.એન્ડ ટી.ના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન ડો.એ.એન. નાયક ભારે છંછેડાઇ ગયા હતા.

 

 

For readers in English

 

L&T AGM: AM Naik asks marshals to throw out shareholders for questioning his cancer hospital project on company land

The 73rd AGM of engineering giant Larsen & Tubro (L&T) today witnessed some unpleasant scenes with an irate group non-executive chairman AM Naik summoning security marshals to evict shareholders who questioned him for getting the company’s land to set up a cancer hospital in his granddaughter’s memory.

The drama began when Uday Dixit, a shareholder and an ex-employee of L&T, which is the only large company majority-owned by employees, questioned the rationale for the board to allow Naik to set up a super specialty cancer hospital at the Powai campus in memory of Nirali, Naik’s granddaughter who died of the dreaded disease as a child.

It may be noted that while announcing the hospital Naik had said it was “his monument and legacy to L&T”. Dixit and a few other shareholders said the land allotted for the proposed hospital was supposed to be a manufacturing facility of the company till 2019.

“The land belongs to the collector who has given the licence to the company for manufacturing till 2019. How can you demolish it? We are not fools. How can the structure be demolished before 2019 and build a hospital and residential units? Let shareholders know,” Dixit said.

To this Naik said L&T had paid the money for the land and so it belongs to the company.

To calm down the tempo, Managing Director and Chief Executive SN Subramanyan intervened saying, “we have done it as per the rules and regulations of the company as well as per the government norms. The hospital is not only for employees but also for the general public. “We have taken all the necessary permissions and so there is nothing illegal. Moreover, the land will continue to belong to L&T. We have all the documents and I am answering you with all responsibility,” Subramanyan said.

As the shareholders continued to interfere during the replies, Naik lost his cool and asked Dixit and others to shut up, angering the shareholders who demanded to be heard.

Marshals called in

Following this Naik called security marshals, saying “this is a shareholders’ meeting and not a forum for your individual grievances. Where is the security? Let others talk and if anyone interrupts unnecessarily, throw them out.”

Another shareholder wondered why Naik, who retired last September should continue to call the shots. “At 75, tell me Mr Naik, why can’t you sit at home and play with the kids.” This forced Subramanyan to intervene again and told the shareholders that “Naik has been with this company from nowhere to whatever he is today. And I hope all of you benefited during his tenure including four bonus issues and now a buyback and dividend. Now at 75, he has retired and is only a non-executive chairman.”

Some shareholders also did not like the 9,000-crore share buyback announced saying they will not wish to give up their shares and suggested that the company go for a rights issue.

One shareholder said he stands to lose if he gives up his shares for the money. “I would want to keep the shares for my future generation as I have been possessing L&T shares which originally belonged to my parents. If I retain them, I may earn higher returns in future.”

August 24, 2018
wea1.jpg
1min5770

ગુજરાતમાં ટેક્સટાઇલ પોલીસી સુધારવા બાબતે આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી અશોક જીરાવાળા તેમજ અન્ય મિત્રોએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરી હતી.

શ્રી અશોક જીરાવાળા તેમજ પ્રતિનિધિમંડળની રજૂઆતો હતી કે સુરતમાં અંદાજે 35થી વધુ તો વિવર્સ એસોસીએશ છે, જ્યાં સાડા છ લાખથી વધુ લૂમ્સ કાર્યરત છે અને તેના પર જ સુરતનો કાપડ ઉદ્યોગનો દારોમદાર રહેલો છે, પરંતુ, છેલ્લા કેટલાક વખતથી સરકારની નીતિઓને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને આ ઉદ્યોગ પ્રોત્સાહનના અભાવે અન્ય રાજ્યમાં ઢસડાય જાય તેવી ભીંતી છે.

ફેડરેશન ઓફ વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને અપાયેલા આવેદનપત્રમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો ખાસ કરીને વિવર્સને કનડતા ત્રણ ઇશ્યુઓ પર રજૂઆત કરવામાં આવી હતી. પહેલો મુદ્દો વીજળીના દરોને અનુલક્ષીને હતો. ગુજરાતમાં પ્રતિ યુનિટ રુ.7.50નો દર છે જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતિ યુનિટ રૂ.3ના દરે વીજળી મળે છે, વિવર્સને સસ્તી વિજળી મળવી જોઇએ એવી રજૂઆત હતી.

બીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે અગર જો મહિલાનું એકમ હોય તો તેને પ્રતિ યુનિટ રૂ.1ના દરે વિજળી પૂરી પાડવામાં આવે છે, ગુજરાતમાં પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે આવી યોજના દાખલ કરવી જોઇએ.

ત્રીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 35 ટકા સબસિડી મળે છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ફક્ત 10 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ફક્ત 15 ટકા સબસિડી આપવામાં આવે છે. તદુપરાંત કેપ યુનિટ જે રૂ.25 લાખ છે તેને પણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

 

August 24, 2018
china-1.jpg
1min2750

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં હવે વધુ સંઘર્ષ ન થાય એ માટેની વાટાઘાટો ચાલુ છે ત્યારે અમેરિકાએ ચીન દ્વારા પોતાની ટૅક્નોલોજીની બેફામ ચોરી થઈ રહી હોવાનું જણાવીને ચાઇનીઝ માલ પર બીજા ૧૬ અબજ ડૉલરની આયાત ડ્યૂટી લાદી છે.

ચીને એવું જણાવ્યું છે કે અમેરિકાએ હાર્લી મોટર સાઇકલો, બૉનબોન તથા ઑરેન્જ જ્યૂસ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટોને ટાર્ગેટ કરીને તોતિંગ ડ્યૂટી લાદી છે. અમે એટલી જ સંખ્યાની અમેરિકી પ્રોડક્ટો પર ડ્યૂટી લાદીને તાત્કાલિક વળતો જવાબ આપીશું. વિશ્ર્વના આ બે મોટા રાષ્ટ્રો વ્યાપક અસર પાડનારી ટ્રેડ-વૉર અંગે પહેલીવાર મંત્રણા યોજી રહ્યા છે ત્યારે અમેરિકાએ આ ધડાકો કર્યો છે. ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા આક્રમક વ્યાપારી પગલાં લીધા છે, પરંતુ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનરો આક્રમકતાપૂર્વક તેનો વિરોધ દર્શાવીને પ્રત્યારોપ કર્યા છે. તેમના મત મુજબ આ પગલું અમેરિકી ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને માટે નુકસાનકર્તા છે. અમેરિકાના બિઝનેસ હાઉસો ઉત્પાદકો માટે ભાવ વધારનારી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ટેરિફ વિશે ખૂબ ચિંતિત છે. હજી બીજા ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ માલ-સામાન પર નવી ડ્યૂટીની સંભાવના છે જે વિશે આ અઠવાડિયે જાહેર સુનાવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે તમામ ઑટો આયાત પર ૨૫ ટકાના ટૅક્સનું સૂચન કર્યું છે.

August 23, 2018
bandhan.jpg
1min10630

લિસ્ટિંગના પાંચ મહિનામાં બંધન બેન્કનો શેર ₹375ના ઓફર ભાવથી 87 ટકા ઊછળ્યો છે. તેનું માર્કેટ-કેપ યસ બેન્કની નજીક આવ્યું છે. બંધન બેન્ક કરતાં યસ બેન્કની લોન બૂક છ ગણી મોટી અને કુલ આવક સાડા ચાર ગણી વધુ છે. શેરમાં તીવ્ર ઉછાળાથી પ્રાઇસ ટુ બૂક (P/B)ના સંદર્ભમાં ટોચની 10 બેન્કોમાં બંધન બેન્ક સૌથી મોંઘો બેન્ક શેર બન્યો છે.

તા.17મી ઓગસ્ટે બંધન બેંકનો શેર ₹703.20એ બંધ આવ્યો હતો અને માર્કેટ-કેપ ₹83,878 કરોડ હતું, જેનાથી તે દેશની આઠમા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. સાતમા ક્રમની સૌથી મોટી બેન્ક યસ બેન્કનું માર્કેટ-કેપ ₹90,628 કરોડ હતું. બંધન બેન્કનો શેર 8.9ના P/B રેશિયોએ ટ્રેડ થાય છે. ટોચની દસ ખાનગી બેન્કોનો P/B રેશિયો 2.5થી 5.1ની રેન્જમાં છે, જ્યારે સરકારી બેન્કનો 0.9થી 1.4 છે. માર્કેટ-કેપના સંદર્ભમાં HDFC બેન્કનો P/B રેશિયો 5.1 છે.

બંધનનું પ્રીમિયમ વેલ્યુએશન તેના ઊંચા રિટર્ન રેશિયો અને વધુ સારી એસેટ ક્વોલિટીનું પ્રતિબિંબ પાડે છે. FY18માં તેનું રિટર્ન ઓન એસેટ (RoA) 4 ટકાના સ્તરે સૌથી ઊંચું હતું. ટોચની દસ બેન્કોનું RoA બે ટકાથી નીચું છે. બંધનની કુલ એનપીએ 1.25 ટકા હતી, જે સૌથી નીચી છે.

FY18માં બંધનની કુલ આવક ₹5,508 કરોડ અને કુલ ધિરાણ ₹32,339 કરોડ હતું. આ બંને માપદંડમાં તે આ યાદીની સૌથી નાની બેન્ક છે. એનાલિસ્ટ્સ બંધનના શેર માટે હકારાત્મક વલણ ધરાવે છે. બ્લૂમબર્ગનું સરેરાશ રેટિંગ દર્શાવે છે કે છમાંથી પાંચ એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપેલું છે અને એકે હોલ્ડ રેટિંગ આપેલું છે.

August 21, 2018
bangladesh.jpg
1min15880

Jayesh Brahmbhatt  98253 44944

એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)

ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય

ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.

છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.

ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.

ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.

જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.

August 21, 2018
gita.jpg
1min3490

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર 10 સપ્ટેમ્બરથી ગીતાંજલિ જેમ્સ સહિતની નવ કંપનીઓમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.  નિરવ મોદી અને તેના મામાના બહાર આવેલા કૌભાંડથી અત્યાર સુધી આ કંપનીઓને સ્ટોક માર્કેટમાં કામ કરવા દેવાયું એ પણ તપાસ માગી લે તેવો વિષય બન્યો છે.

ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોક્સીની કંપની છે.

સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોક્કસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ નહીં થાય. બીએસઇના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જ્યારે એનએસઇના કિસ્સામાં પાંચમી સપ્ટેમ્બર છે. આમ, વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં એમ્ટેક ઓટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવર્સિલ એ ચાર કંપનીમાં BSE-NSE બન્નેમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો પેસિફિક પ્રોજેક્ટ્સ, હરિયાણા ફાઇનાન્શિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્ધિ રિયલ્ટી પર બીએસઇમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે.

રેગ્યુલેશન 33 નાણાકીય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઇના કહેવા પ્રમાણે આ નવ કંપનીઓ પૈકી સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકીય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો. વળી, આ બન્ને કંપનીઓમાં પ્રમોટરોનું સંપૂર્ણ હોલ્ડિંગ 17 ઓગસ્ટથી સ્થગિત કરી દેવાયું છે.

એનએસઇએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો કંપનીઓ LODR નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પાંચમી સપ્ટેમ્બરથી તેમના ઇક્વિટી શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દેવાશે. જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. વળી, સસ્પેન્શનના 15 દિવસ પછીથી શેરનું ટ્રેડિંગ ઝેડ ગ્રૂપમાં જ થઈ શકશે. મતલબ કે છ મહિના સુધી દર સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ થશે.

ઝેડ ગ્રૂપમાં એવી કંપનીઓ સામેલ છે, જેઓ લિસ્ટિંગના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને/અથવા રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરવામાં નિષ્ફ‌ળ ગઈ છે અને/અથવા તેમની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન કરવા ડિપોઝિટરીઝ CDSL and NSDL સાથે જરૂરી વ્યવસ્થા નથી કરી.

August 19, 2018
Hyundai-Electric-rear.jpg
1min4730
દક્ષિણ કોરિયાની મહાકાય ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર ભારતમાં ઇલેક્ટ્રિક

વ્હિકલ્સની તેની ફુલ રેન્જ રજૂ કરવાની યોજના ધરાવે છે. ભારતની નં.-1 કાર કંપની મારુતિ સુઝુકી સામે સ્પર્ધા કરવા માટે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં વધારો કરીને બજારહિસ્સો વધારવાના પ્રયાસના ભાગરૂપે તે હવે ઇલેક્ટ્રિક કારનો કાફલો પણ રસ્તા પર ઉતારશે.

મારુતિએ 2020 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાની યોજના જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં જ હ્યુન્ડાઈએ ભારતમાં આવા વાહનોના મેન્યુફેક્ચરિંગની દિશામાં અભ્યાસ શરૂ કર્યો હતો અને કંપની વૈશ્વિક સ્તરે સફળ ગયેલી કોના SUVને 2019 સુધીમાં ભારતમાં રજૂ કરશે.

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા જણાવે છે કે, “અમારો હેતુ ભારતમાં ઇલેક્ટ્રિક કારની રેન્જ મૂકવાનો અને વિવિધ કિંમતના ખરીદદારોને આકર્ષવાનો છે. કંપની અત્યારે બેટરી મેન્યુફેક્ચરિંગ અને લોકલ માર્કેટમાંથી પાર્ટ્સનું સોર્સિંગ કરવા સહિતના વિવિધ વિકલ્પોનો અભ્યાસ કરી રહી છે. અમે ભારમતાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટે ‘ટોપડાઉન સ્ટ્રેટેજી’ અપનાવીશું. કોના ઇલેક્ટ્રિક વ્હિકલના એસેમ્બલિંગ બાદ અમે ભારતમાં કોમ્પેક્ટ SUVs અને સેડાન ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ કે નહીં તેની ચકાસણી કરીશું.”

ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કરવાના પગલાંથી હ્યુન્ડાઈને ભારતમાં મારુતિ સુઝુકીને સીધી સ્પર્ધા આપવામાં મદદ મળે તે જરૂરી નથી પરંતુ કંપનીને ભવિષ્યમાં સરકારની એનર્જી એફિશિયન્ટ સર્વિસિસ લિ. (EESL)ના કોન્ટ્રાક્ટમાં ભાગ લેવાના વિકલ્પો જરૂર મળશે.