Jayesh Brahmbhatt 98253 44944
તા.27મીએ ઇચ્છાપોર ખાતે આવેલા જાણીતા હીરા ઉદ્યોગપતિ હરી ક્રિષ્ણા એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાએ તેમના ત્રણ મેનેજરોને મર્સિડીઝ કાર મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભેંટ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને હીરા ઉદ્યોગમાં એટલે આશ્ચર્ય થયું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ભેંટમાં આપવાના કાર્યક્રમ પૂર્વે ગયા શનિવારે, તા.22મી સપ્ટેમ્બર 2018ની સાંજે આ કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. હરી કૃષ્ણ પરિવારના સેંકડો કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા એ દબદબાભર્યા કાર્યક્રમમાં ત્રણે મેનેજરોને મંચ પર બોલાવીને તેમના પરિવારજનોની હાજરીમાં મર્સિડીઝની ચાવી ભેંટમાં આપવામાં આવી ચૂકી હતી અને પરિવારજનોએ સમારોહ સ્થળે જ મર્સિડીઝ રાઇડ માણી લીધી હતી. એ પછી ફરીથી તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ત્રણેય મેનેજરોને ભેંટમાં આપવાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો ? એ તર્ક વિતર્ક છે.
સવાલો તો એ પણ ઉઠી રહ્યા છે કે શું મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને એ બાબતની જાણકારી આપવામાં આવી હતી કે હરી કૃષ્ણ એક્સપોર્ટસના મેનેજરોને છ દિવસ અગાઉ મર્સિડીઝની ચાવી અપાઈ ચૂકી હતી ? અને ભેંટ પામનાર અધિકારીઓ પરિવાર સમેત તેને સ્વીકારી ચૂક્યા છે.
સવજીભાઇ ધોળકીયા તો પાક્કા વેપારી માણસ છે, તેઓ મર્સિડીઝ જેવી મોંઘીદાટ કાર ભેંટ આપતા હોય તો એ ભેંટ આપવાનો કાર્યક્રમ એકાદ બે વખત શું 15-20 વખત પણ કરી શકે તેમાં કોઇને શું વાંધો હોય. પણ જ્યારે રાજ્યપાલ જેવી વિશિષ્ટ વ્યક્તિને હસ્તે આવો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે તેની ગરિમા જાળવવી પડે છે.
CIA liveએ આજે સવારે હરી કૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાને વ્હોટ્સએપ પર બે સવાલ કર્યા હતા. તેમણે સવાલો વાંચ્યા પછી જવાબ આપવાનું ટાળ્યું હતું. હરી કૃષ્ણ એક્સપોર્ટના અન્ય આધારભૂત સૂત્રએ સીઆઈએ સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 22મી તારીખે મર્સીડીઝ અપાઇ હતી એ વાત સાચી, પણ આનંદીબહેન આવવાના હતા એ વાત પછી ખબર પડી એટલે ફરીથી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો.
હરીકૃષ્ણ એક્સપોર્ટના અન્ય એક વ્યક્તિએ બચાવમાં જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ મૃતક કર્મચારીને રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવાનો હતો. તો સવાલ એ ઉપસ્થિત થાય કે મધ્યપ્રદેશના રાજ્યપાલના હસ્તે ગાડીની ચાવી ફરી વખત કેમ અપાઇ ?
સવજીભાઇ ધોળકીયા એટલા મશહૂર ઉદ્યોગપતિ છે કે મિડીયા માઇલેજ માટે થઇને આવું તો ન જ કરે કે એકનો એક કાર્યક્રમ ફરી વખત યોજે આવી સ્થિતિમાં મુખ્ય સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે એક વખત જે ભેંટ અપાઇ ચૂકી હતી એ જ ફરીથી મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જેવા બંધારણિય વડાના હસ્તે આપવા પાછળનું પ્રયોજન શું ?
તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનું કાઉન્ટ ડાઉન
તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનો વિડીયો
તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટ મળ્યા બાદ પરિવાર સમેત કાર્યક્રમ સ્થળે તેમણે કાર રાઇડ માણી હતી એ વેળાનો વિડીયો
હવે જુઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.27મી સપ્ટેમ્બર 2018ના રોજ ફરી વખત એની એ જ મર્સિડીઝ કાર અને એ જ કર્મચારી પરિવારને અર્પણ કરવામાં આવી તે વેળાનો વિડીયો
હરી કૃષ્ણ એક્સપોર્ટ તરફથી આ અંગે જે પણ કંઇ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સત્તાવાર રીતે અમને જ્યારે પણ સાંપડશે ત્યારે અમે અહીં તેને અક્ષરશઃ પ્રકાશિત કરીશું.
You can find us on Google Play store too





























