CIA ALERT

બિઝનેસ Archives - Page 40 of 76 - CIA Live

February 1, 2020
budget_team.jpg
1min3370

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો…

ટેક્સ સ્લેબમાં મોટો સુધાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.

જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.

LICનો અમુક ભાગ વેંચશે સરકાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.

બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત
સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.

દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર
કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.

ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.

બજેટ ત્રણ વાતો પર આધારિત
તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો ‘આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.’

રેલવેમાં આ એલાન

1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.

સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

February 1, 2020
banking_strike.jpg
1min2770

વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.

મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.

નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.

વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.

January 31, 2020
strikes.jpg
1min5000

પગારવધારા અંગેની મૅનેજમેન્ટ સાથેની બેઠકમાં સર્વાનુમતી સાધવામાં મળેલી નિષ્ફળતાને પગલે જાહેરક્ષેત્રની બૅંકના યુનિયનોએ આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ને પગલે શુક્રવાર તા.31મી જાન્યુઆરીએ સવારથી જ ભારતના અર્થતંત્ર પર તેની અસર વર્તાવા પામી હતી. અનેક બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. બપોર બાદ અબજો રૂપિયાનું ક્લીયરીંગ નહીં જવાથી મોટી અસર સામે આવશે.

હળતાળને કારણે બૅંકની કામગીરી પર અમુક હદે અસર પડે એમ હોવાની એસબીઆઈ સહિતની અનેક બૅંકોએ ગ્રાહકોને જાણ કરી દીધી હોવા છતાં લાખો ગ્રાહકો સમગ્ર દેશમાં બેંક હડતાળથી અટવાયાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

સંસદના બજેટસત્ર અને વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ સાથે આવતીકાલ તા.1લી ફેબ્રુઆરીએ પણ હડતાળ હોઇ બેંક કર્મચારીઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

ઑલ ઈન્ડિયા બૅંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બૅક ઍમ્પ્લોઈસ અસોસિયેશન (એઆઈબીઈએ) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅંક વર્કર્સ (એનઓબીડબ્લ્યુ) સહિત નવ બૅંકના યુનિયનોની મુખ્ય સંસ્થા યુનાઈટેડ ફૉરમ ઑફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)એ આ હડતાળની હાકલ કરી છે.

અગાઉ આ અઠવાડિયે મુખ્ય શ્રમ કમિશનર સાથેની બેઠક અનિર્ણીત રહી હોવાનું એઆઈબીઓસીના પ્રમુખ સુશીલકુમારે કહ્યું હતું.

જાહેરક્ષેત્રની બૅંકના કર્મચારીઓના પગારમાં સુધારણા કરવાનું નવેમ્બર ૨૦૧૭થી અનિણીર્ર્ત છે.

ઈન્ડિયન બૅંક્સ અસોસિયેશન (આઈબીએ) સાથેની ગુરુવારની બેઠક યુનિયનની માગણીઓને મામલે નિષ્ફળ ગઈ હોવાને કારણે હડતાળની હાકલ કરવામાં આવી હોવાનું એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે કહ્યું હતું.

આઈબીએના જડ વલણે યુનિયનો પાસે હડતાળ સિવાયનો કોઈ જ વિકલ્પ ખુલ્લો રાખ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.

હડતાળને કારણે પડનારી અગવડો બદલ ગ્રાહકો અમને માફ કરે, પરંતુ બૅંક મેનેજમેન્ટ અને આઈબીએએ આ હડતાળ અમારા પર થોપી છે, એમ તેમણે કહ્યું હતું.

January 29, 2020
platinum-and-gold-1280x960.jpg
1min4340

સોના કરતા પ્લેટિનમ 27 ટકા સસ્તું થયું હોવાથી આ લગ્નસરામાં પ્લેટિનમ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત, લગ્ન માટેની ખરીદીમાં પોલ્કી અથવા અનકટ હીરા, અન્ય કીમતી જેમસ્ટોન્સ અને પ્લેટિનમ જ્વેલરીની ભારે માંગ છે.

ભારતમાં હાલ સોનાનો ભાવ બજારભાવ ₹40,000ની આસપાસ સેટલ થઇ ચૂક્યો છે. જ્યારે પ્લેટિનમ પ્રતિ 10 ગ્રામ ₹31240નાં ભાવે વેચાઇ રહ્યું છે. સોનાના ભાવ ઊંચા છે ત્યારે ગ્રાહકોએ પસંદગી બદલી છે એમ અગ્રણી ડાયમંડ જ્વેલરી તેમજ બુલિયન આગેવાનોનું કહેવું છે.

આ વખતની લગ્નની સીઝનમાં ગ્રાહકોની પસંદગી કીમતી અને જેમસ્ટોન જ્વેલરી તથા પોલ્કી હીરા છે.

પ્લેટિનમ જ્વેલરીમાં હકારાત્મક વલણ જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને પુરુષો ટુ ટોન રિંગ, બ્રેસલેટ, કફલિંક અને ચેઇન ખરીદી રહ્યા છે. આ સિવાય ગ્રાહક માંગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, આ રિટેલ માંગ બિનસંગઠિત ઝવેરીઓથી શિફ્ટ થઈને સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓ તરફ વળી છે. હીરા અને પ્લેટિનમ ઝવેરાત તરફ ગ્રાહકોની પસંદગી વળી તેનું કારણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.

તાજેતરનાં મહિનાઓમાં ગોલ્ડ અને પ્લેટિનમ વચ્ચેનો ભાવ તફાવત ઘણો વધ્યો છે. ગ્રાહકો સોના કરતા પ્લેટિનમ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે પણ આ લગ્નસરામાં અમે પ્લેટિનમને પ્રાધાન્ય અપાઇ રહ્યાની અનુભૂતિ થઇ રહી છે.

નવા જમાનાની યુવતીઓને હવે ડિઝાઇન્ડ ડાયમંડ પોલ્કી નેકલેસ અને બંગડીઓ વગર ચાલતું નથી. તેઓ લગ્ન સમયે ડાયમંડ પોલ્કી જ્વેલરીને અનિવાર્ય સમજવા લાગી છે. કેટલીકે તેમાં પ્લેટિનમનો પણ ઉમેરો કર્યો છે જેથી તેનો દેખાવ અલગ જ તરી આવે.

પ્લેટિનમ હજી ખાસ કેટેગરીમાં આવતી બ્રાઇડલ જ્વેલરી હોવાથી વોલ્યુમની રીતે તેની માંગ સોના કે હીરા જેવી નથી. રિટેલ પ્લેટિનમ જ્વેલરી તે વ્યૂહાત્મક રિટેલ નિર્ણય છે અને તેનો આધાર માંગના ટ્રેન્ડ અને કોઈ ખાસ બજારનાં પરિમાણ પર છે.

January 29, 2020
rakeshjhunjhunwala.jpg
1min3730

અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ લાગ્યા છે. સેબી દ્વારા એપ્ટેક લિમિટેડના શેર સંબંધિત ગરબડમાં ઝુનઝુનવાલા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એપ્ટેક એક શૈક્ષણિક એકમ છે અને તેના ઉપર ઝુનઝુનવાલા અને તેના પરિવારની માલિકી છે.

સેબી આમાં ઝુનઝુનવાલા પરિવારના અન્ય સદસ્યોની ભૂમિકા પણ ચકાસી રહ્યું છે. સાથોસાથ રોકાણકાર રમેશ એસ. દામાણી અને કંપનીમાં ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત કેટલાક બોર્ડ સદસ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

આ તપાસ અંગે વાકેફ સૂત્રોના હવાલેથી મળેલા અહેવાલ અનુસાર ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ માટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચેની ઝુનઝુનવાલાની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કયા સમયગાળામાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનો ભંગ થયો હતો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય બેને ફટકારેલી નોટિસમાં તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.

ઝુનઝુનવાલા ઉપરાંત તેની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઝુનઝુનવાલા સેબીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત સેબીનાં મુખ્યાલયે આશરે બે કલાક સુધી તેની પૂછતાછ થઈ હતી.

January 23, 2020
mumbai_shopping.jpg
1min3300

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા મંજૂરી

મહારાષ્ટ્ર કેબિનેટે આખી રાત રેસ્ટોરાં, મલ્ટિપ્લેકસ અને મૉલ્સ ખુલ્લા રાખવાના નિર્ણયને બુધવારે લીલી ઝંડી આપતા ૨૭ જાન્યુઆરી ને સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. જોકે બાર અને પબ એક્સાઈઝના નિયમો પ્રમાણે જ ચાલશે, આથી તે રાત્રે ૧.૩૦ વાગ્યે બંધ થઈ જશે. આ નિર્ણય અગાઉ વિધાનસભામાં થઈ ગયો હોવાથી સત્તાવાર રીતે કેબિનેટમાં પ્રસ્તાવિત થયો હતો, માત્ર આ મુદ્દે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ કેબિનેટને જાણકારી આપી હતી.

જે બિનરહેવાસી વિસ્તારોમાં એકમો છે અને તેમને પોતાનું કમ્પાઉન્ડ અને ગૅટ છે, તે તમામ એકમો આ નિર્ણયનો લાભ લઈ શકે છે. રેસ્ટોરાં, મોલ્સ, શૉપિંગ સેન્ટર કે પછી થિયેટર કે મલ્ટિપ્લેકસ આ નિર્ણયનો લાભ લઈ શકે. આ નિર્ણયને લીધે જનતાને રાત્રે પણ ખાવા-પીવા કે પિક્ચર જોવાની સવલત મળશે અને પર્યટકો માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય સાબિત થશે, સાથે રાજ્યની મહેસૂલી આવક પણ વધશે.

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધીની જ ખુલ્લા રાખવા મંજૂરી

ઠાકરેના જણાવ્યા અનુસાર આ અંગે તેમણે છેલ્લા બે વર્ષથી અભ્યાસ કર્યો છે અને સતત દોડતા મુંબઈને આ સવલતની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મુંબઈ પોલીસ માટે કામ આસાન થશે. તેમણે અગાઉ દોઢ વાગ્યા બાદ એકમો બંધ છે કે નહીં, તે જોવાનું રહેતું હતું, પરંતુ હવે તેઓ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે.

પર્યટકો અને શહેરના લોકોને ભૂખ લાગે તો દસ વાગ્યા પછી ક્યાં જવું તે સવાલ થતો હતો. લંડન જેવા શહેરોમાં આ વ્યવસ્થા છે અને મહેસૂલી આવક પણ છે. મુંબઈ સુરક્ષિત શહેર છે અને દરેક મોલ્સ કે રેસ્ટોરાંમાં સીસીટીવી કેમેરા હોય છે. જો કોઈને વધારે સુરક્ષા જોઈતી હોય તો તેમણે નાણાં ચૂકવવા પડશે.

January 23, 2020
sgcci-udyog-1280x854.jpg
1min3690

ચેમ્બર ઓફ કોમર્સના 12માં ઉદ્યોગ Expoનું આયોજન 24થી 27 જાન્યુઆરી દરમિયાન

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું ભવ્ય આયોજન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. ર૪ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ અંગે વિદેશી હુંડીયામણને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદન માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પણ ચેમ્બર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજય કક્ષાના માનનીય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ બી. ગુપ્તા (આઇએએસ) અને યસ બેંક મુંબઇના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ચેમ્બરે આ મહિનામાં જ ‘સિટમે’ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. જેમાં કવોલિટી ફેબ્રિકસના ઉત્પાદન માટે પ્રદર્શિત કરવામાં આવેલી એમ્બ્રોઇડરી મશીનરીની ભારે ડિમાન્ડ જોવા મળી હતી. સામાન્યપણે સુરતમાં લૂમ્સના ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે. ટીએફઓના પાંચ મોટા અને સાત જેટલા નાના ઉત્પાદકો છે. જયારે ટેક્ષ્ચ્યુરાઇઝીંગના પાંચ, સ્પીલિટીંગ મશીનના પાંચ અને યાર્ન ડાઈંગ મશીનના પાંચ ઉત્પાદકો છે. આથી નાના મશીનરી ઉત્પાદન ક્ષેત્રને બહોળું કરવા માટે ‘ઉદ્યોગ પ્રદર્શન’ ખૂબ જ મહત્વનું બની રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરીનું ઉત્પાદન લેવા માટે કઈ મુશ્કેલી નડી રહી છે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદના માધ્યમથી જાણી શકાશે.

‘ઉદ્યોગ ર૦ર૦’ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં કુલ ૧,રપ,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયુ છે. જેમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, ટૂરીઝમ, જીઆઇડીસી, ટોરેન્ટ) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

ઉદ્યોગ પ્રદર્શન દરમિયાન ચેમ્બર, સુરત ટેક્ષ્ટાઇલ કલબ અને એનઆઇએફટીના સંયુકત ઉપક્રમે શુક્રવારે,

તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરતમાં બનતા વિવિધ ફેબ્રિકસનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે, તા. ર૬/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે. જેમાં જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે અને ગાયક શ્રી ઘનશ્યામ કળથીયા દ્વારા રમઝટ બોલાવવામાં આવશે.

ચેમ્બરના આ આયોજનમાં રાજય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇ–ગવર્નન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોલ્ડ સ્પોન્સર તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સિલ્વર સ્પોન્સર તરીકે કલર ટેક્ષ, એમએસએમઇ બેન્કીંગ પાર્ટનર તરીકે યસ બેંક જોડાયુ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ., માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સચીન ઈન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. ચેમ્બરની સાથે એસોસિએટ્‌સ તરીકે જોડાયા છે.

January 23, 2020
biggest_diamond-1280x720.jpg
3min6780

લૂઈ વિટોંએ વર્ષ ૧૯૦૫ બાદ શોધાયેલો સૌથી મોટો ડાયમંડ ‘સૅવેલો’ ખરીદી લીધો છે. હીરાના ઈતિહાસમાં સૌથી મોટા કદના બીજા નંબરના હીરાને હવે લૂઈ વિટોંના રૂપમાં નવો માલિક મળ્યો છે. લૂઈ વિટોંના હાથમાં આવેલા સૅવેલો નામના હીરાનું વજન ૧૭૫૮ કૅરેટ્સનું છે. આ ડાયમંડ વર્ષ ૧૯૦૫ પછી શોધાયેલો બીજો મોટા કદનો હીરો છે. એપ્રિલ મહિનામાં ખાસ્સી ધામધૂમ સાથે એકદમ જાણે પ્રગટ થયેલા સૅવેલોનું નામકરણ જુલાઈ મહિનામાં થયું અને પછી એ હીરો પાછો લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો હતો. હવે પાછો નવા માલિક સાથે સૅવેલો લોકોની નજરમાં પ્રગટ્યો છે.

જોકે, એના માલિકના નામને તમે ઝડપથી નહીં જ કલ્પી શક્યા હોય! સૅવેલોનો નવો માલિક જાત જાતની મૂલ્યવાન અને મહત્ત્વની જણસો મેળવવા માટે જાણીતો જેફ બેઝોસ નથી કે નથી શોભા માટે કોઈ જણસ શોધનારું શાહી ખાનદાન. ડાયમંડ માર્કેટનું સર્જક ડી બીયર્સ જૂથ પણ નથી. વળી, ડાયમંડના ખાં ગણાતા ‘ગ્રાફ લેસેડી લા રોના’ નામના હીરાના માલિક ગ્રાફ પણ નવા વિશાળ કદના હીરા સૅવેલોના માલિક નથી, પણ લૂઈ વિટોં માલિક છે. આ લૂઈ વિટોં તેની ચામડાંની હૅન્ડબૅગો માટે ખ્યાતનામ બ્રાન્ડ છે. વળી, તે એક દશક કરતાં વધુ સમયથી જ્વેલરી બજારમાં પણ ખાસ્સા આદરથી લેવાતું નામ છે! લૂઈ વિટોંની વિશાળ કદની પિતૃકંપની એલવીએમએચ દ્વારા લક્ઝરી જ્વેલરીની ગિફ્ટ આઈટમો બનાવતી અને વેચતી ટિફની ઍન્ડ કો ૧૬.૨ અબજ યુરોમાં ગયા નવેમ્બર મહિનામાં ખરીદી લેવાઈ ત્યારે જ લૂઈ વિટોં હાઈ એન્ડ જ્વેલરી બજારમાં ધમાકો કરશે એવા સંકેતો ઝવેરાત બજારમાં પહોંચ્યા હતા. એ પછી આ સૅવેલો હીરો ખરીદીને કંપનીએ જાણે બમણો ધમાકો કર્યો છે.

એન્ટવર્પ ડાયમંડ એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક સ્ટે્રટેજી એડવાઈઝરી ફર્મના મૅનેજિંગ ડાયરેક્ટર માર્સેલ પ્રુવરે કહ્યું હતું કે, “જગતમાં ૧૦ કરતાં પણ ઓછી વ્યક્તિ છે જે જાણે છે કે આવા મૂલ્યવાન રત્નું શું કરવું અને તેને કેવી રીતે કટ કરવો કે એનું મૂલ્ય બમણું થઈ જાય અને એ લોકો જ એવા સ્ટોનની ખરીદી કરવા માટે ટેબલ પર નાણાં મૂકી શકે છે. આટલેથી માર્સેલ પ્રુવર અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે,”એવો સ્ટોન ખરીદવો અને પછી એને પાંચ કરોડ યુરોના સ્ટોન તરીકે વેચવા માટે તમારી પાસે ટૅક્નિકલ યોગ્યતા-લાયકાત હોવી જોઈએ અને એ ઉપરાંત મોટી રકમનો ચેક લખવાની અને એ મોટું જોખમ લેવાની હામ હોવી જોઈએ. આવા જોખમ લેનારાઓમાં આ એક કંપની છે, લૂઈ વિટોં એમ માર્સેલ પ્રવરનું કહેવું હતું.

જોકે, લૂઈ વિટોંના ચીફ એક્ઝિક્યૂટિવ માઈકલ બર્કે કંપનીએ આ ખરીદી માટે કેટલો ખર્ચ કર્યો છે એ અંગે કશું કહ્યું નથી, પણ એમણે એટલું કબૂલ કર્યું હતું કે, “આ ખર્ચ ‘મિલિયન્સ’માં છે.

કેનેડાના ખાણમાલિક લુકારા ડાયમંડ કૉર્પની માલિકીની બોટ્સવાના ખાતે કેરોવે ખાણમાંથી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બૅઝબૉલ કદનો જગતનો બીજા ક્રમનો વિશાળ કાચો-રફ હીરો મળ્યો હતો. સૌથી મોટા કદનો હીરો ૩,૧૦૬ કૅરેટનો કુલીનાન નામનો હીરો હતો. જે વર્ષ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. જે હવે બ્રિટિશ તાજમાં છે. વળી, સૅવેલો બોટ્સવાનામાં મળેલા હીરામાંનો સૌથી વિશાળ કદનો કાચો હીરો છે અને કેરોવે ખાણમાંથી મળેલો મોટા કદનો ત્રીજા નંબરનો હીરો છે. લુકારા કંપનીએ આ હીરાનું નામ પાડવાની રાખેલી સ્પર્ધામાં બોટ્સવાનાના ૨૨૦૦૦ લોકોએ ‘સૅવેલો’ નામની હિમાયત કરી હતી. સેટ્સવાના ભાષામાં ‘સૅવેલો’ એટલે ‘વિરલ શોધ’ એવો અર્થ છે. મોટા કદના કોઈપણ મૂલ્યવાન સ્ટોનમાંથી કેટલા કિંમતી અને ચમકદાર સ્ટોન-રત્નો મળે છે તેના પર તેની સફળતાનો આધાર છે અને એ ‘બહુ મોટું જોખમ’ છે, કારણ કે એની ચમકદમક અને મૂલ્યવાનપણા પર જ નફાનો આધાર છે. કટ થયા પછી અને શ્રેષ્ઠ પ્રકારે કટ્સ પડ્યા પછી તેના તેજમાં વધારો થાય તે રીતે તેનું ઉત્પાદન થાય તો જ ખરીદકર્તાનું જોખમ લેખે લાગે નહીં તો તમામ મહેનત અને ખર્ચ કરેલાં નાણાં પરત મેળવવા માટે અન્ય કિંમતી શોધ સુધી રાહ જોવી પડે!

અંધારામાં એક નાનકડી ‘વિન્ડો’ દ્વારા લેસર અને સ્કેનિંગ વગેરેથી ચકાસણી કરનારી ખાણ આવા સ્ટોનને ક્યારેક હાઈ-ક્વોલિટી વ્હાઈટ જૅમના ક્ષેત્રનો ‘નીઅર જૅમ’ ક્વોલિટીનો ગણાવે છે એટલે કે આ સ્ટોન રત્ન કહેવાવાની નજીક છે એમ કહેવાય! ડાયમંડમાં હજારો ગ્રેડેશન છે. જેમાં ‘ડી’થી માંડીને ‘ડી-ફ્લોલેસ’ (અતિ વિરલ જણસ) અને ઔદ્યોગિક સ્ટોન્સ સુધીના ગ્રેડ હોય છે. આ ઈન્ડસ્ટ્રિયલ પથ્થરો કટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં વપરાશમાં લેવામાં આવે છે. આ ખરીદી અંગે બર્ક કહે છે કે, આ હીરો ‘ડી’ છે છે કે ‘ડી-ફ્લોલેસ’ છે એની મને ખબર નથી, પણ એની ખરીદીમાં થોડી હિંમત અને અમારા નિષ્ણાતોમાં ભરોસો હોવો જરૂરી છે. જોકે, જાણકારો કહે છેકે, “સાચું કહીએ તો, એલવીએમએચને આ ખરીદી પરવડી શકે એમ છે. વર્ષ ૨૦૧૮ની એની આવક ૪૬.૮ અબજ યુરોની અથવા બાવન અબજ યુરોની હતી.

This is what the second largest diamond in the world looks like

Introducing the world’s second ever biggest rough diamond, which comes in at an impressive 1,758 carats.

To put things into perspective, it is roughly the size of a tennis ball. The diamond was revealed as part of a partnership between Louis Vuitton and Lucara Diamond Corporation and the HB Company of Antwerp, to transform the diamond specimen.

It was discovered in April 2019 (it has since been named Sewelô, meaning Rare Find in the Setswana language) at the Karowe mine, Botswana. Weighing 352 grams, the Sewelô is the second largest rough gem diamond in recorded history, eclipsed only by the Cullinan, at 3,106 carats, discovered in South Africa in 1905, and fashioned into historic diamonds that are now in the British Crown Jewels and royal collection.

Now the next step is to assess the quality of the diamond, and then comes the fun bit: making jewellery. At the moment, the rough crystal is covered in a very thin layer of black carbon, and Louis Vuitton is working with master diamond cutters, HB Company, from Antwerp, to study it by opening a window onto the stone to gain visibility, and plot various permutations of size, colour and shape.

January 22, 2020
cars.jpeg
1min3110

મોટર વીમા ઉદ્યોગમાં ટૂંક સમયમાં વપરાશ આધારિત પ્રીમિયમ લાગુ થવાની શક્યતા છે. વીમા કંપનીઓ એકથી વધારે કાર ધરાવતા સિંગલ માલિકને પ્રત્યેક કારના અપેક્ષિત વપરાશ આધારિત કવર આપવાના પ્લાન લોન્ચ કરી રહી છે. આમ, પહેલીવાર ગ્રાહકને મલ્ટિપલ વ્હિકલ્સ માટે સિંગલ પોલિસી ખરીદવાનો વિકલ્પ મળશે, જેમાં પ્રત્યેક કારની સબ-લિમિટ અલગ-અલગ હશે.

ICICI લોમ્બાર્ડ દ્વારા ‘ફ્લોટર’ પોલિસી વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો જ્યાં સુધી એકસાથે બે વાહનો નહીં ચલાવે ત્યાં સુધી તેમની સમ ઇન્સ્યોર્ડનો ઉપયોગ કરી શકશે. ICICI લોમ્બાર્ડની ‘સિંગલ ઓનર, મલ્ટિપલ વ્હિકલ’ ફ્લોટર પોલિસી એપ્લિકેશન આધારિત ઇન્ટરફેસ છે, જેનાથી મલ્ટિપલ વાહનોને એકસાથે લિન્ક કરવામાં મદદ મળશે. આ ‘ફ્લોટર’ વિકલ્પ અત્યારે ફેમિલી હેલ્થ પોલિસીમાં ઉપલબ્ધ છે, જેમાં પરિવારનો એક સભ્ય સિંગલ સમ ઇન્શ્યોર્ડ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લે છે.

“એક ફ્લોટર પોલિસી હેઠળ જ ત્રણથી ચાર કારનો વીમો લઈ શકાશે, જેનો અર્થ એ થયો કે, એક જ પોલિસી દ્વારા ત્રણ કારનું કવર મળશે. આ પ્રોટોટાઇપ છ મહિના માટે માન્ય રહેશે અને આ સમયગાળામાં તે કારગત નીવડશે તો કંપનીઓ તેને લોન્ચ કરી શકશે. કંપનીઓ વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ લોન્ચ કરશે, જેથી ગ્રાહકને તેની ડ્રાઇવિંગ પસંદગીના આધારે તેમના પ્રીમિયમની ચુકવણી કરવાનો વિકલ્પ મળશે.

મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અત્યારે ગ્રાહકો પાસેથી ‘ઓન ડેમેજ પ્રીમિયમ’ ચાર્જ કરે છે, જેનો આધાર વાહનોના મોડલ, બનાવટના વર્ષ, સ્થળ પર રહેલો છે અને આ પોલિસી પર નો-ક્લેમ બોનસ લાગુ પડે છે. નવી પોલિસીમાં વાહન માલિકની ડ્રાઇવિંગ આદતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગ્રાહક કેટલી ઝડપથી વાહન ચલાવે છે, કેટલું ટ્રાવેલ કરે છે અને કેટલીવાર સખત બ્રેક મારે છે જેવી બાબતોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. ડ્રાઇવિંગની આદતનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થશે અને જો ગ્રાહક સલામત સવારી કરતો હશે તો તેને રિવોર્ડ પણ મળશે. રિન્યુઅલ વખતે ગ્રાહકના ‘ઓન ડેમેજ પ્રીમિયમ’માં ગ્રાહકો તેમનો સ્કોર જોઈ શકશે. ગ્રાહકો એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ વિકલ્પ પસંદ કરી શકશે.

January 17, 2020
vodaidea.jpg
1min3060

આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવાર વોડાફોન-આઇડીયા કંપનીના શેરધારકો માટે બ્લેક ફ્રાઇડે પુરવાર થયો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિન્યૂ પીટીશન ફગાવી દીધા બાદ આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવારે બપોરે બાર વાગ્યા બાદ અપેક્ષાનુસાર વોડાફોન આઈડિયાના શેરમાં 39 ટકા સુધીની ધોવાણ જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવી દેતા ટેલી કંપનીઓએ 1.47 લાખ કરોડની ચૂકવણી કરવી પડે તેમ હોવાથી કંપનીના શેરના ભાવ ગગડ્યા હતા. આ શેરમાં રોકાણ કરનારાઓ રાડ પાડી ઉઠ્યા હતા.

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર આજે શુક્રવારે બપોરે વોડાફોન આઈડિયાના શેર 39.30 ટકાના તોતિંગ ઘટાડા સાથે ₹3.66ના ભાવે ટ્રેડ થયો હતો. NSE પર પણ કંપનીના શેરનું 39.16 ટકાના ઘટાડા સાથે ₹3.65ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એજીઆર (એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) મુદ્દે વોડાફોન ઇન્ડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસની અરજી ફગાવી દીધી છે. ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમને 24 ઓક્ટોબરના ચુકાદાની સમીક્ષા કરવા અરજી કરી હતી જેમાં એજીઆરની વ્યાખ્યા વિસ્તારવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓએ વધારાની લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ (એસયુસી), પેનલ્ટી અને વ્યાજ તરીકે ₹1.02 લાખ કરોડની ચુકવણી કરવાની છે.

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ એ અબ્દુલ નઝીર અને એમ આર શાહે ગુરુવારે ઈન-ચેમ્બર સુનાવણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે, “રિવ્યૂ પિટિશનની સમીક્ષા બાદ અમને તેમને માન્ય રાખવા માટે કોઈ કારણ જણાતું નથી. તેથી રિવ્યૂ પિટિશન કાઢી નાખવામાં આવે છે.”