ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.
ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.
FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.
ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.
સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.
અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.
દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.
GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.
GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.
તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.
કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ કેન્દ્રીય નાણા મંત્રી
નિર્મલા સિતારામન અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર મોકલીને દેશમાં ચેક
રિટર્નના કેસની સંખ્યામાં રહેલા વિલંબ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. નાણા મંત્રી
અને વાણિજ્ય મંત્રીને મોકલેલ પત્રમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલ તથા
પ્રદેશ અધ્યક્ષ સુધાકર પંડાએ વિધિ આયોગના 213માં રિપોર્ટનો
હવાલો આપતા કહ્યું કે,
દેશમાં લગભગ 40 લાખ ચેક બાઉન્સના કેસ વિવિધ કોર્ટમાં વિલંબમાં પડ્યા છે. જેનાથી એ
સ્પષ્ટ થાય છે કે કોર્ટમાં લંબિત કેસમાં ચેક બાઉન્સના કેસ એક મોટો હિસ્સો છે.
કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા
નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1981ની કલમ 138 પર ધ્યાન આપવાની તાત્કાલિક જરૂર છે અને ચેક આપવાની વિશ્વસનીયતાને
પુન: સ્થાપિત કરવા સરકાર દ્વારા અસરકારક પગલા ભરવાની જરૂર છે. ઉપરોક્ત કેસોમાં કડક
જોગવાઈઓ રાખવા કાયદામાં સુધારા લાવવા ઉપરાંત સૂચન કરવામાં આવ્યું હતું કે
તાત્કાલિક પગલા રૂપે સરકારે દરેક જિલ્લા કક્ષાએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી
જોઈએ જેથી ચેક બાઉન્સના કેસોનો સમયસર નિકાલ થઈ શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ધ્યાન આપવાની વાત
છે કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસોનો નિકાલ કરવામાં સૌથી વધુ સમય આશરે 3,608 દિવસ (10
વર્ષથી થોડો ઓછો) લાગે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો સરેરાશ 967 દિવસ (લગભગ બે વર્ષ અને નવ મહિના) લાગે છે.), જે ન્યાયિક કહેવત “ન્યાયમાં વિલંબ-ન્યાયનું ખંડન” નું
જીવંત ઉદાહરણ છે,
જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના
દ્રષ્ટીકોણ વિરુદ્ધ છે.
આ કેસોના નિકાલમાં વિલંબ એ અદાલતોની અસમર્થતા અને સમયસર મુકદ્દમાના
સમાધાનના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આને કારણે દેશમાં રોકડ વ્યવહાર, ભ્રષ્ટાચાર,
નકલી નોટો જેવા વલણોને પ્રોત્સાહન મળે
છે. ભરતીયા અને ખંડેલવાલે એમ પણ કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયતંત્ર
અને ધારાસભ્ય બંનેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણાં પ્રસંગો પર કલમ 138 હેઠળ આવતા કેસોના ઝડપી નિકાલ માટે તંત્રને લાગુ કરવાની આવશ્યકતા
દોહરાવી છે. આ કેસોની વ્યવસાયિક પ્રકૃતિને જોતા ચેક બાઉન્સના કેસોના સમાધાનમાં
વિલંબથી વ્યવસાયને ખરાબ અસર થાય છે અને વ્યવસાયમાં અવિશ્વસનીયતાની ભાવના પ્રવર્તે
છે.
સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ. ૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર કરવામાં આવેલી આંકડાઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું.
કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે. સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું.
વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.
આ ઓછું હોય તેમ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છેે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.
ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.
‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.
જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.
જીએસટીની આવકમાં વધારો કરવાના પગલાં સૂચવવા સરકારે અધિકારીઓની કમિટી બનાવી છે. જીએસટીમાં તબક્કાવાર ફેરફારો સૂચવવાનું કામ પેનલને સોંપવામાં આવ્યું છે. કર માળખાના વિસ્તરણ માટે ઇનપૂટ્સ આપવા પણ તેમને જણાવવામાં આવ્યું છે.
૧૮ ડિસેમ્બરના રોજ કમિટીએ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી અને સંસાધનો વધારવા મુક્તિની સૂચિ ઘટાડવાનું સૂચન કર્યું હતું.
આજે તા.4 ફેબ્રુઆરીને મંગળવારે એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ધૂમ લેવાલીથી BSE સેન્સેક્સ સવારે 11.35 વાગ્યે 492.74 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતના શેરબજાર એક દિવસ અપ અને એક દિવસ ડાઉન ટ્રેડ કરી રહ્યા છે. રોકાણકારો હવે એટલા ફ્રસ્ટ્રેટ છે કે શું કરવું શું ન કરવું ખબર પડતી નથી કેમકે શેરબજારનું કશું ઠેકાણું નથી.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 200 પ્લસ પોઈન્ટ્સ અથવા 2 ટકાના હાઈજમ્પ સાથે 12 હજાર નજીક ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા અનુક્રમે અને 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે BSEમાં રિયલ્ટી અને ટેલીકોમને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
> Printed Circuit Board Assembly (PCBA) of cellular mobile phones, display panel and touch assembly, fingerprint readers for use in cellular mobile phones
The government has proposed to hike the Excise duty on cigarettes, Hookah, Chewing tobacco, Jarda scented tobacco and Tobacco extracts and essence.
What becomes cheaper?
The government has proposed to reduce the custom duty on the import of the following items
બજેટની દરખાસ્તોથી નારાજ રોકાણકારોએ રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને બેન્ક શેરોમાં આક્રમક વેચવાલી કરતાં BSE સેન્સેક્સ આજે 988 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
બજેટમાં આવકવેરામાં શરતી રાહત અને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરવા સહિતની જાહેરાત છતાં શેરબજારમાં નિરાશાના માહોલ જોવા મળ્યો હતો. રાજકોષીય ખાધનો અંદાજ વધવાને કારણે બજાર વધુ ગગડ્યું હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 40,905.78 અને નીચામાં 39,631.24 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 987.96 પોઈન્ટ્સ અથવા 2.43 ટકા ગગડીને 39,735.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 12,017.35 અને નીચામાં 11,633.30 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 318.30 પોઈન્ટ્સ અથવા 2.66 ટકા તૂટીને 11,643.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.21 ટકા અને 2.20 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે IT અને ટેકનો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં ITC 6.97 ટકા, LT 5.98 ટકા, HDFC 5.87 ટકા, SBI 4.83 ટકા, ONGC 4.18 ટકા, ICICI બેન્ક 4.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.81 ટકા, M&M 3.50 ટકાનો સમાવેશ થાય છે.
આજે વધેલા મુખ્ય શેરોમાં TCS 4.13 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 1.94 ટકા, નેસ્સે ઈન્ડિયા 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, ઈન્ફોસિસ 0.50 ટકા અને ભારતી એરટેલ 0.13 ટકાનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.