તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.
આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. – MSME એમએસએમઈ ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે. – MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે. – 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે. – જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.
– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં
આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય
કર્યો છે.
– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે. – પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.
– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. – આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ
કલરફૂર 4.0 લૉકડાઉન અને 20 લાખ કરોડ રૂપિયાના જંગી સ્ટીમ્લ્યુલસ પેકેજની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.12મી મે એટલે કે ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કરી હતી. હવે આજે તા.13 મી મે ને બુધવારે બપોરે 4 વાગ્યે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિગતવાર જાહેરાત કરશે કે રૂ.20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજમાં શું શું હશે. એવું પણ કહેવાય છે કે પેકેજની જાહેરાતો આજે એક દિવસમાં પૂરી નહીં થાય તા.17મી મે સુધી તબક્કાવાર રીતે જુદા જુદા સેક્ટર માટે જાહેરાતો થાય એ સંભવ છે.
દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આજે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મિડીયા બ્રિફિંગ કરીને પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે.
કોરોનાથી સંકટગ્રસ્ત દેશના અર્થતંત્રને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે બુધવારે અપેક્ષાનુસાર ભારતીય ઈક્વિટી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ખૂલ્યા બાદ વધુ ઉછળ્યો હતો અને 996 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સવારે 9.20 વાગ્યે સાર્વત્રિક લેવાલીથી BSE સેન્સેક્સ 962.06 પોઈન્ટ્સ અથવા 3.07 ટકા ઉછળીને 32,333.18 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 267.10 પોઈન્ટ્સ અથવા 2.90 ટકાની વૃદ્ધિ સાથે 9,463.65 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.92 ટકા અને 2.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે સવારથી જ બુલિશ ચાલ જોવા મળી હતી. આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, પાવર, મેટલ અને ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ICICI બેન્ક 7.27 ટકા, મારુતિ 6.38 ટકા, હિરો મોટોકોર્પ 6.33 ટકા, એક્સિસ બેન્ક 5.84 ટકા, HDFC બેન્ક 5.31 ટકા, બજાજ ફાઈનાન્સ 4.72 ટકા અને M&M 4.58 ટકાનો સમાવેશ થાય છે.
આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં TCS 0.97 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.74 ટકા, HCL ટેકનો 0.37 ટકા અને ભારતી એરટેલ 0.36 ટકાનો સમાવેશ થાય છે.
કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે.
આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.
વિશાખાપટ્ટણમમાં તાજેતરમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસના ગળતરની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશભરના ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને તેના કર્મચારીઓની સલામતી માટેના પગલાં સૂચવવામાં આવ્યા હતા.
grand reopening sticker. grand reopening square isolated sign. grand reopening
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ દેશમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાને ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં અનેક અઠવાડિયાંના લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો લાંબો સમય બંધ રહ્યા હોવાથી મશીનરીના અમુક ઓપરેટર ઘણાં સમય સુધી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસર્યા નહિ હોય અને તેથી કારખાના ફરી શરૂ કરતી વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ગાઇડલાઇન મુજબ ઉત્પાદન કરતા અનેક કારખાનાની બંધ પાઇપલાઇન્સ અને વાલ્વમાં કેટલાક ઝેરી કે જ્વલનશીલ રસાયણના અંશ રહી ગયા હોવાની શક્યતા છે અને તેનાથી જોખમ ઊભું થઇ શકે છે. આ ઉપરાંત, હાનિકારક રસાયણો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહની ટાંકી કે અન્ય ફેસિલિટીમાં પણ સમસ્યા ઊભી થઇ શકે છે.
પ્રથમ સપ્તાહ ટ્રાયલ પિરીયડ તરીકે અનુસરો
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ઔદ્યોગિક એકમોને બધી સલામતીનું ધ્યાન રાખીને તે ફરી શરૂ કરવાના પ્રથમ સપ્તાહને ટ્રાયલ કે ટેસ્ટનો સમય ગણવો.
ઉંચો લક્ષ્યાંક આરંભથી નહીં
કંપનીઓએ શરૂઆતમાં ઉત્પાદનનો ઊંચો લક્ષ્યાંક ન રાખવો. ફેક્ટરીના પરિસરમાં ૨૪ કલાક સેનિટાઇઝેશનની સુવિધા રાખવી. દરેક બેથી ત્રણ કલાકે કારખાનામાં, ખાસ કરીને લંચરૂમ, કોમન ટેબલ્સ વગેરે સાફ તેમ જ સેનિટાઇઝ કરતા રહેવા. આ ઉપરાંત, દરેક વખતના વપરાશ બાદ સરખી સફાઇ કરવી.
કર્મચારીઓની સલામતિની જોગવાઇ
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓની સલામતી માટે અને રોગચાળો ફેલાતો રોકવા માટે નિયમિત સેનિટાઇઝેશન કરતા રહેવું. ખાસ મશીન પર કામ કરતા કર્મચારીઓને જો મશીનમાંથી અલગ પ્રકારના (વિચિત્ર) અવાજ કે ગંધ આવે તો ગળતર, આગ કે અન્ય દુર્ઘટના ટાળવા તાત્કાલિક ખામીવાળા મશીન બંધ કરી દેવા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દેશભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન દરમિયાન લાંબો સમય બંધ રહેલા ઔદ્યોગિક એકમો ફરી શરૂ કરવા સલામતીને લગતી વિવિધ જરૂરી સૂચના આપી હતી.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમમાં ૭મેએ એક ફેક્ટરીમાં ઝેરી ગેસનું ગળતર થતાં ઓછામાં ઓછા ૧૧ જણ માર્યા ગયા હતા અને સેંકડો જણ બીમાર પડ્યા હતા. અનેક અઠવાડિયાંના લોકડાઉન બાદ આ ફેક્ટરી ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ઝેરી ગેસનું ગળતર વાલ્વમાંની ખામીને લીધે થયું હોવાનું કહેવાય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે લાંબા સમય સુધી બંધ પડેલી ફેક્ટરી ફરી શરૂ કરાય ત્યારે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કેમિકલ ઇક્વિપમેન્ટ્સનું કામ સંભાળનારાઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા રહે છે.
હેવી મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ (ભારે યંત્રસામગ્રી)ની નિયમિત દેખરેખ રાખવામાં ન આવી હોય તો તેના ઓપરેટર્સ અને એન્જિનિયર્સ માટે જોખમ ઊભું થઇ શકે છે. જ્વલનશીલ પદાર્થો, ખુલ્લા વાયર્સ, ઓટોમેટેડ વેહિકલ્સને લીધે ફેક્ટરીમાં દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે. ફેક્ટરી ફરી શરૂ કરતા પહેલાં સલામતીની ચકાસણી સરખી રીતે કરવી જરૂરી છે. જ્વલનશીલ કે ઝેરી પદાર્થોના ગળતરથી કારખાનામાં કામ કરતા લોકોના જાન જોખમમાં મુકાઇ શકે છે અને દુર્ઘટનામાં જાનહાનિ ઉપરાંત મોટું આર્થિક નુકસાન પણ થઇ શકે છે. વાલ્વ કે ટાંકીમાંથી ગળતર છે કે નહિ, તે જોવા પ્રવાહી સાબુનો ઉપયોગ કરી શકાય છે અથવા નરી આંખે જરૂરી નિરીક્ષણ પણ થઇ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ દેશમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાને ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.વિશાખાપટ્ટણમમાં તાજેતરમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસના ગળતરની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશભરના ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને તેના કર્મચારીઓની સલામતી માટેના પગલાં સૂચવવામાં આવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં અનેક અઠવાડિયાંના લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો લાંબો સમય બંધ રહ્યા હોવાથી મશીનરીના અમુક ઓપરેટર ઘણાં સમય સુધી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસર્યા નહિ હોય અને તેથી કારખાના ફરી શરૂ કરતી વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદન કરતા અનેક કારખાનાની બંધ પાઇપલાઇન્સ અને વાલ્વમાં કેટલાક ઝેરી કે જ્વલનશીલ રસાયણના અંશ રહી ગયા હોવાની શક્યતા છે અને તેનાથી જોખમ ઊભું થઇ શકે છે. આ ઉપરાંત, હાનિકારક રસાયણો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહની ટાંકી કે અન્ય ફેસિલિટીમાં પણ સમસ્યા ઊભી થઇ શકે છે.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ઔદ્યોગિક એકમોને બધી સલામતીનું ધ્યાન રાખીને તે ફરી શરૂ કરવાના પ્રથમ સપ્તાહને ટ્રાયલ કે ટેસ્ટનો સમય ગણવો.
કંપનીઓએ શરૂઆતમાં ઉત્પાદનનો ઊંચો લક્ષ્યાંક ન રાખવો. ફેક્ટરીના પરિસરમાં ૨૪ કલાક સેનિટાઇઝેશનની સુવિધા રાખવી. દરેક બેથી ત્રણ કલાકે કારખાનામાં, ખાસ કરીને લંચરૂમ, કોમન ટેબલ્સ વગેરે સાફ તેમ જ સેનિટાઇઝ કરતા રહેવા. આ ઉપરાંત, દરેક વખતના વપરાશ બાદ સરખી સફાઇ કરવી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓની સલામતી માટે અને રોગચાળો ફેલાતો રોકવા માટે નિયમિત સેનિટાઇઝેશન કરતા રહેવું. ખાસ મશીન પર કામ કરતા કર્મચારીઓને જો મશીનમાંથી અલગ પ્રકારના (વિચિત્ર) અવાજ કે ગંધ આવે તો ગળતર, આગ કે અન્ય દુર્ઘટના ટાળવા તાત્કાલિક ખામીવાળા મશીન બંધ કરી દેવા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દેશભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન દરમિયાન લાંબો સમય બંધ રહેલા ઔદ્યોગિક એકમો ફરી શરૂ કરવા સલામતીને લગતી વિવિધ જરૂરી સૂચના આપી હતી.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમમાં ૭મેએ એક ફેક્ટરીમાં ઝેરી ગેસનું ગળતર થતાં ઓછામાં ઓછા ૧૧ જણ માર્યા ગયા હતા અને સેંકડો જણ બીમાર પડ્યા હતા. અનેક અઠવાડિયાંના લોકડાઉન બાદ આ ફેક્ટરી ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ઝેરી ગેસનું ગળતર વાલ્વમાંની ખામીને લીધે થયું હોવાનું કહેવાય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે લાંબા સમય સુધી બંધ પડેલી ફેક્ટરી ફરી શરૂ કરાય ત્યારે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કેમિકલ ઇક્વિપમેન્ટ્સનું કામ સંભાળનારાઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. હેવી મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ (ભારે યંત્રસામગ્રી)ની નિયમિત દેખરેખ રાખવામાં ન આવી હોય તો તેના ઓપરેટર્સ અને એન્જિનિયર્સ માટે જોખમ ઊભું થઇ શકે છે. જ્વલનશીલ પદાર્થો, ખુલ્લા વાયર્સ, ઓટોમેટેડ વેહિકલ્સને લીધે ફેક્ટરીમાં દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે. ફેક્ટરી ફરી શરૂ કરતા પહેલાં સલામતીની ચકાસણી સરખી રીતે કરવી જરૂરી છે. જ્વલનશીલ કે ઝેરી પદાર્થોના ગળતરથી કારખાનામાં કામ કરતા લોકોના જાન જોખમમાં મુકાઇ શકે છે અને દુર્ઘટનામાં જાનહાનિ ઉપરાંત મોટું આર્થિક નુકસાન પણ થઇ શકે છે. વાલ્વ કે ટાંકીમાંથી ગળતર છે કે નહિ, તે જોવા પ્રવાહી સાબુનો ઉપયોગ કરી શકાય છે અથવા નરી આંખે જરૂરી નિરીક્ષણ પણ થઇ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પૂરા સ્ટાફ સાથે કારખાનાને સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ કરતા પહેલાં ટ્રાયલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના લક્ષણ ધરાવતા કર્મચારીઓને કામ પર નહિ આવવાની સૂચના આપવી. કંપનીએ બધા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવા. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મેનેજરિયલ અને વહીવટી સ્ટાફ એક પાળી (શિફ્ટ)માં ૩૩ ટકા જ રાખવો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પૂરા સ્ટાફ સાથે કારખાનાને સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ કરતા પહેલાં ટ્રાયલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના લક્ષણ ધરાવતા કર્મચારીઓને કામ પર નહિ આવવાની સૂચના આપવી. કંપનીએ બધા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવા. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મેનેજરિયલ અને વહીવટી સ્ટાફ એક પાળી (શિફ્ટ)માં ૩૩ ટકા જ રાખવો.
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યા પછી હવે ઈંધણના રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ટેક્સનો હોય છે. સરકારે ઓઇલ કંપનીઓના વિક્રમ સ્તરે પહોંચેલા માર્કેટિંગ માર્જિનમાં પણ લગભગ ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે.
રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક એકદમ ઘટી ગઈ છે. પરિણામે ઈંધણ પર ટેક્સ વધારીને આવક ઊભી કરવામાં આવી છે. માર્ચથી વૈશ્ર્વિક બજારમાં ઓઇલના કડાકાના કારણે સરકાર મહત્તમ લાભ લેવા માંગે છે જેમાં ગ્રાહકોને કોઈ ફાયદો મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝમાં લિટરે ૧૦ રૂપિયા અને ડીઝલમાં લિટરે ૧૩ રૂપિયાનો વધારો કર્યો છે. તેની સાથે દિલ્હી સરકારે પણ વેટમાં વધારો કર્યો છે તેથી દિલ્હીમાં રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા જેટલો ટેક્સનો હિસ્સો થયો છે. અન્ય રાજ્યોમાં આ ટકાવારી અલગ-અલગ હશે.
કેન્દ્ર દ્વારા મંગળવારે વધારે ડ્યૂટી લાદવામાં આવી તેનાથી દેશમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો કારણ કે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓએ તેને પોતાના માર્જિન સામે એડ્જસ્ટ કરી લીધું હતું. તાજેતરમાં ઓઇલ કંપનીઓના માર્જિન વિક્રમ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.
માર્ચમાં લિટરે ત્રણ રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી તેનાથી પણ રિટેલ ભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો. કેન્દ્ર સરકાર સૌથી પહેલાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેના માર્કેટિંગ માર્જિનમાં તીવ્ર વધારો કરવા દે છે. ત્યાર બાદ ડ્યૂટી વધારીને આંચકો સહનકરવા જણાવે છે જેથી રિટેલ ભાવમાં ફરક પડતો નથી.
ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, આ રાજકીય બાબત છે. તેનાથી સરકાર ઊંચા ભાવ બદલ દોષ ઉઠાવવામાંથી બચી જાય છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય દરમાં ૪૫ ટકા ઘટાડો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૭.૫ ટકા વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૩૭ ટકા સસ્તું થયું છે પરંતુ દિલ્હીમાં તેમાં માત્ર એક ટકાનો ઘટાડો થયો છે. સમાન ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ૪૧ ટકાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય દરને ધ્યાનમાં લઈને દરરોજ સ્થાનિક ઈંધણના ભાવમાં ફેરફાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડ્યૂટીનો વધારો શોષી લેવાના કારણે તેનું નેટ ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન રૂ. ૧૪.૫-૧૬.૫થી ઘટીને બુધવારે લિટર દીઠ માત્ર રૂ. ૨.૩-૪.૪ થયું હતું. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ કંપનીઓના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને બાયના બદલે હોલ્ડ રેટિંગ આપ્યું હતું. ઓઇલ કંપનીઓનું માર્કેટિંગ માર્જિન તેના ઓપરેટિંગ નફામાં બે તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. માર્કેટિંગ માર્જિનમાં દર ૫૦ પૈસાના ફેરફારથી પ્રોજેક્ટ અર્નિંગને ૧૧થી ૨૧ ટકા સુધી અસર થઈ શકે.
કોરોના લૉકડાઉનથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે શ્રમિકો વ્યાપક પ્રમાણમાં હિજરત કરીને પોતાના વતન પરત જઇ રહ્યાં છે, એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ પરપ્રાંતિય મજૂરો છેલ્લાં ૪૦ દિવસમાં ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં હિજરત કરી ગયાં છે. બીજી બાજુ લોકડાઉન ૦૩માં સરકારે રેડઝોન સિવાયના વિસ્તારોમાં કારખાનાં અને વેપાર ધંધાને શરતી પરમીશન સાથે શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ મજૂરો વગર આવાં મોટા ભાગના કારખાના ઠપ થઇ ગયાં છે.
હવે ગુજરાતના ઉદ્યોગોને પાટે ચડતા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના વીતી જશે એવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પાર પાડી છે, એવું જણાવીને રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીનીકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.
ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમિયાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તર પ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લા તંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
ધોળકા તાલુકાના ત્રાસદ ગામની હદમાં આવેલા કેડિલા કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા 21 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. કેડીલા ફાર્મા હાલ કોરોના પોઝીટીવ વેક્શીન વિકસાવવાના ન્યુઝમાં ટ્રેન્ડ કરી રહી છે ત્યારે હવે આ જ કંપનીના એક બે નહીં પણ 21 કર્મચારીઓ ઇન્ફેક્ટેડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
કેડીલા કંપનાના ધોળકા પ્લાન્ટ ખાતે 21 કર્મચારીઓમાં કોરોના ઇન્ફેકશન હોવાનું કન્ફર્મ થતાં પ્લાન્ટને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો છે. જે ગામમાં આ પ્લાન્ટ આવેલો છે તેને પણ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવાની તૈયારી શરુ કરાઈ છે.
કેડિલાના ત્રણ કર્મચારીઓનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતાં તેઓ અન્ય કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું આમ, 30 જેટલા કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો, જેમાં 21નો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.
ગઇ તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિને પગલે ભારતના બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરતમાં ધંધા રોજગારને પારાવાર નુકસાન પહોંચ્યું છે. અનેક ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. બિઝનેસ સિટીમાં હવે લોકો પાસે નવેસરથી કામકાજ શરૂ કરવા માટેની કાર્યશીલ મૂડી પણ રહી નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના પેકેજ જાહેર થઇ રહ્યા છે. પરંતુ, સાથોસાથ સુરતની પોતિકી બેંક વરાછા કો.ઓ. બેંક લિ. દ્વારા ખાસ કોરોના લૉકડાઉનમાં આર્થિક રીતે ભીંસમાં આવેલા ધંધા-રોજગાર કરતા લોકો માટે ફાસ્ટ લોન તેમજ બિઝનેસ લોનની બે હેસલ ફ્રી પેકેજ અમલમાં મૂકવામાં આવ્યા છે.
કોરોના ફાસ્ટ લોનમાં ઝીરો પ્રોસેસિંગ સાથે શક્ય એટલી ઝડપથી લોન પાસ કરાવવાનું આયોજન વરાછા બેંકનું છે.
સૌથી મહત્વની વાત એ છે કે બિલકુલ નાના માણસોને પણ રૂ.50હજાર સુધીનું ધિરાણ ઝડપભેર આપવામાં આવશે. આ લોન સ્કીમમાં પરત ચૂકવણીની મુદત 36 હપ્તા છે અને વ્યાજનો દર 9 ટકા રાખવામાં આવ્યો છે.
વરાછા બેંક ફાસ્ટ લોન યોજનાની વિગત વાંચો અહીં
વરાછા બેંકની બિઝનેસ લોન સ્કીમની વિગત વાંચો અહીં
વેપારીઓને રૂ.5 લાખ સુધીનું ત્વરીત ધિરાણ વ્યાજનો દર 11 ટકા લોનની મુદત 60 મહિના
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ નોંધાયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળામાં ચોખ્ખો નફો ૧૦,૩૬૨ કરોડનો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક ૧૫ શેરે એક શેરના ધોરણે (૧૫:૧ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ૧,૨૫૭ રહેશે.
કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ૨.૫ ટકા ઘટીને ૧૫૧,૨૦૯ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૫૫,૧૫૧ કરોડ હતી.
કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૧૦.૬ ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ ૭.૬ ટકા વધીને ૨૫,૮૮૬ કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો ૨.૭ ટકા ઘટીને ૧૩,૪૯૦ કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો ૧૨.૮ ટકા વધીને ૧૮,૮૧૩ કરોડનો થયો હતો.
કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો ૦.૧ ટકા વધીને ૩૯,૮૮૦ કરોડનો થયો હતો જે આગલા વર્ષે ૩૯,૮૩૭ કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ ૫.૪ ટકા વધીને ૬૫૯,૨૦૫ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬૨૫,૨૦૫ કરોડ હતી.
વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ ૧૦.૪ ટકા વધીને ૧૦૨,૨૮૦ કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ૯૨,૬૫૬ કરોડ હતી. કંપનીએ માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ૬.૫૦ ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે ક્ધઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.
કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ ૭૨.૭ ટકા વધીને રૂ. ૨,૩૩૧ કરોડ થયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.