સાઇક્લિંગને ઍરોબિક એક્સરસાઇઝ પણ કહે છે. રિસર્ચ કહે છે કે સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે, જેના કારણે સ્ટૅમિના વધે છે. માત્ર શારીરિક ક્ષમતા માટે જ નહીં, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ સાઇક્લિંગ સહાયરૂપ થાય છે. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિ જો સાઇકલ ચલાવે તો વજન ઝડપથી ઘટે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ સાઇક્લિંગ જ બેસ્ટ વિકલ્પ છે એવો મત ફિટનેસ-એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે. બીજી બાજુ અમેરિકા અને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મïળ્યું છે કે સાઇકલ ચલાવતા પુરુષોમાં સેક્સ્યુઅલ અને યુરિનરી સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસમાં ૪૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા; જેમાં ઝડપથી સાઇકલ ચલાવતા ૨૩ ટકા, મધ્યમ ઝડપે સાઇકલ ચલાવતા ૪૭ ટકા અને ૩૦ ટકા નૉન-સાઇક્લિસ્ટ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરના કારણે પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે.
પૃથ્વી પર વધી રહેલાં ધ્વનિ-પ્રદૂષણ અને ગ્લોબલ-વૉર્મિંગ વિશે લોકોમાં જોવા મળતી જાગ્રતતા તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવાની ભલામણના કારણે વર્તમાન સમયમાં વધુ ને વધુ લોકો સાઇકલ વાપરતા થયા છે. છેલ્લા દસકામાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટી તરફ લોકોનો ઝુકાવ વધતાં સાઇકલ વાપરવાનું ચલણ વધ્યું છે. ફિટનેસના સંદર્ભમાં જોઈએ તો સાઇક્લિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે ખાસ ટ્રૅક બનાવવામાં આવ્યા છે. વિદેશમાં તો કંપનીના સામાન્ય કર્મચારીઓ જ નહીં; મોટા-મોટા બિઝનેસમેન, રાજકારણીઓ અને મહાનુભાવો કામના સ્થળે સાઇકલ લઈને જાય છે. તેઓ સાઇકલને ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. અગાઉ આપણા દેશમાં સાઇકલનો વપરાશ માત્ર સ્કૂલમાં જતાં બાળકો સુધી સીમિત હતો. હવે ભારતમાં પણ સાઇકલને પ્રમોટ કરવાની પહેલ શરૂ થઈ છે. આજે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, દરિયાકિનારે અને બગીચાની આસપાસ સાઇકલ ચલાવતા લોકો નવાઈની વાત નથી રહી.
ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.
માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.
લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.
આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’
કરીના કપૂર ખાનનું કહેવું છે કે છોકરીઓને શિક્ષણ આપવું એ તેમને સશક્ત બનાવવા તરફનું પહેલું સ્ટેપ છે.

રવિવારે મધર્સ ડે હોવાથી દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રર્ન્સ ફન્ડ દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કરીનાએ કહ્યું હતું કે ‘સશક્તીકરણ અને છોકરીઓના શિક્ષણ વચ્ચે એક ડાયરેક્ટ લિન્ક છે. છોકરીઓને શિક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાલ્યાવસ્થા અને પુખ્ત વય વચ્ચે જો પ્રેગ્નન્સી આવી તો એનાથી મમ્મી અને બાળક બન્નેને પ્રૉબ્લેમ થઈ શકે છે. આ માટે પણ બાળકોને એ વિશે એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. એક દિવસ તેઓ પણ મમ્મી બનશે અને એ માટે તેમને પૂરતી સમજ હોવી જરૂરી છે. તેમને સશક્ત બનાવવા માટે છોકરીઓને એજ્યુકેશન આપવું એ પહેલું સ્ટેપ છે.’
દેશભરમાં GSTનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક સમયે ટૅક્સચોરીમાં સૌથી બદનામ ગણાતા મોરબી સિરૅમિક ફેડરેશને GSTની ચોરી કરનારને પકડાવનારાઓને ઇનામ આપવાની અને કરચોરોને દંડ કરવાની જાહેરાત કરીને સૌની સામે દાખલો બેસાડ્યો

નર્મદા યોજના પેટે નીકળતી આ રકમની વસૂલી માટે ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વિનંતી કરતા પત્રો લખ્યા હોવા છતાં દાળ નથી ગળી