CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 32 of 38 - CIA Live

November 2, 2018
iitmadra.jpg
1min12260

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
No_smoking-1280x1280.png
1min13060
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

October 30, 2018
train_without_engine.jpg
1min8060

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 24, 2018
organic-farming.jpg
1min12350

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 23, 2018
statue-of-unity.jpg
1min10880

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)

October 22, 2018
surat_district_co_bank_logo.jpg
5min4950

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૨૨/૧૦/૨૦૧૮ ના રોજ કેદારેશ્વર મંદિર, બારડોલી ખાતે શાનદાર રીતો યોજાયો હતો. આ આ સમારંભમાં ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇ, મોટીવેશનલ સ્પીકર શ્રી મેહુલ ઠક્કર, બેંકના CA શ્રી મીતિષભાઈ મોદી, ડીરેકટર શ્રી દિલીપભાઈ ભક્ત, શ્રી પ્રભુભાઇ વસાવા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી નારણભાઈ દોનવાળા, મેનેજીંગ ડીરેકટર શ્રી ઈન્દ્રસિહ મહીડા અને જેજીએમ શ્રીઓ, એજીએમ શ્રીઓ, બેંક કામદાર સંઘના પ્રમુખશ્રી તેમજ બેંકના સ્ટાફ હાજર રહ્યો હતો. આજે ઇનામ પામનારા તમામને બેંકના પદાધિકારીઓએ બિરદાવતા અનેક શુભેચ્છાઓ આપી હતી.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની સાથોસાથ “બ્લડ ડોનેશન” કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓં, સ્ટાફએ ભાગ લીધો હતો.

કોને કોને ઇનામો મળ્યા

 

October 20, 2018
socialmedia.png
1min20530

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.19 ઓક્ટોબર 2018ના રોજ સુરત કલેક્ટર પદે ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયા છોડ્યાના રિપોર્ટ પહેલા વહેલા રજૂ કર્યા ત્યારે કહ્યું હતું કે સુરત કલેક્ટરે શરૂ કરેલો આ ટ્રેન્ડ વાઇરલ થશે અને થયું પણ એવું જ. સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલાને ચોમેરથી આવકાર મળ્યો અને અનેક લોકોએ પોતાના કલાકો વેડફી નાંખતા સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે મન બનાવી લીધા હોવાના ફિડબેક મળી રહ્યા છે.

સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા

આજે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલે સુરત કલેક્ટર બેડામાં ફરજ બજાવતા 5 ડેપ્યુટી કલેક્ટર્સ ( પ્રાંત અધિકારીઓ)એ પણ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાના નિર્ણયનો અમલ કર્યો છે. સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા હતા. મિડીયા ગ્રુપ સમેત કર્મચારીઓ, અધિકારીઓ, સોશ્યલ ગ્રુપ તમામમાંથી આ અધિકારીઓ ફટાફટ લેફ્ટ થયા હતા.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનો આ ટ્રેન્ડ સામાન્ય કર્મચારીઓથી લઇને નાયબ મામલતદાર અને મામલતદારોમાં પણ ચર્ચાસ્પદ રહ્યો છે અને આગામી દિવસોમાં સુરત કલેક્ટરેટના વધુ કર્મચારીઓ સોશ્યલ મિડીયાને રામ રામ કરી દે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

October 19, 2018
drdhaval.jpg
1min138550

Jayesh Brahmbhatt 98253 44944

સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે

પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)

સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.

અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

  • ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
  • યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
  • જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
  • ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
  • સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
October 19, 2018
seva4-1.jpg
1min10680

રોટી એ કોઈ પણ મનુષ્યની મુખ્ય જરૂરિયાત હોય છે . મનુષ્ય કોઈ પણ જરૂરિયાત ને ઘટાડી શકે છે પરંતુ શરીર નું પોષણ કરવામાટે જરૂરી રોટી અને પાણીની જરૂરને કોઈ પણ રીતે  ટાળવી શક્ય નથી. વિધિની વક્રતા યાતો પછી નસીબજોગે અગર કોઈ વ્યક્તિને ભોજન વગર રહેવું પડે તો  તેનાથી વધુ દારુણ દુઃખ આ દુનિયામાં બીજું એકેય નથી.આપણા સુરત શહેરમાં ઘણી મોટી સંખ્યામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો એક વર્ગ રહેછે . તેમનામાંથી ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહે છે .તેમને ઘણી વાર વિવિધ કારણોસર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

સેવા ફાઉન્ડેશન તબીબી ક્ષેત્રે અને એમ્બ્યુલન્સની સગવડ કરાવવા ઉપરાંત બીજી અનેક પ્રકારની સેવાઓ  જરૂરિયાતમંદ લોકોને  ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે . સેવા ક્ષેત્રમાં હંમેશા વ્યસ્ત રહેનાર સંસ્થાએ જ્યારે તબીબી સુવિધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાના કાર્ય દરમિયાન જોયું કે અહીં તો ભોજનની સમસ્યા પણ છે એટલે પછી આ દિશામાં પોતાના પ્રયાસો શરુ કરી દીધા.

સુરત શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે .તેમાંની એક છે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે ઓછામાં ઓછી કિંમતે પૌષ્ટિક ભોજન આપવાનું કામ કરેછે . જમણની ગુણવત્તા એટલી સારી હોય છે કે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ ભોજન લેછે .આવી સમાજ ને સમર્પિત સંસ્થાના સહયોગથી આજે અન્નપૂર્ણા સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સેવા ફાઉન્ડેશન માટે ગૌરવની બાબત છે.આ અન્નપૂર્ણા રથ ગરીબ અને પછાત વિસ્તારના  જરૂરિયાતમંદ લોકોને ફક્ત ૧૦ રૂપિયામાં ભોજન આપશે.

તા.17મી ઓક્ટોબર 2018ના રોજ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા.17મી ઓક્ટોબર 2018ના રોજ ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી છે .

આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.

સમારંભમાં જે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા તેમાં મુખ્ય મહેમાબ તરીકે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન, સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ , છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, માનવ સેવા ટ્રસ્ટના જયરામભાઈ શાહ, વિનોદ અગ્રવાલ, કિશોરભાઈ વિન્દલ, શ્રીમતી સુષમા અગ્રવાલ, શ્રીમતી રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

October 16, 2018
treatment-of-skin-.jpg
1min12490

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરનાર છે.

ભારતમાં દર વર્ષે દાઝી જવાના કારણે લગભગ 70 લાખ લોકોને સારવાર લેવાની ફરજ પડે છે અને દાઝી જવાના કારણે માણસનું મૃત્યુ નથી થતું પરંતુ દાઝી જવાના કારણે ચામડી બળી જતા ઇન્ફેકશન થાય છે. પરંતુ દાઝી ગયેલા ભાગ પર તાત્કાલીક સ્કીન કવર કરી આપવામાં આવે તો 80 ટકા લોકોની જીંદગી બચાવી શકાય છે.

સ્કીન ડોનેશન અંગે જાગૃતિ જરૂરી

માણસ મૃત્યુ પછી જેમ આંખ, કીડની, લીવર વગેરે અંગોનું ડોનેશન કરે છે એજ રીતે મૃત્યુ પછી સ્કીન ડોનેશન કરે અને તે સ્કીનને સ્કીન બેંકમાં યોગ્ય રીતે સાચવી રાખવામાં આવે તો ઘણા બધા લોકો માટે જીવનદાનરૂપ સાબીત થાય. આ બાબતની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાને લઇ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરે સ્કીન બેંકની સ્થાપના રાજકોટ ખાતે કરવાનું સાહસ કર્યું છે.