CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 15 of 19 - CIA Live

October 11, 2018
a_k_chauhn.jpg
1min5990

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 10, 2018
workingwomen.jpg
1min4240

ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો એરુ વૈશ્વિક સ્તરે આભડી જતાં ૧૮ કરોડ મહિલાની રોજગારી સામે જોખમ ઊભું થયું છે, તા.9મી ઓક્ટોબર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)એ એવી ચેતવણી ઉચ્ચારી છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વના નેતૃત્વને આવશ્યક કૌશલ્યથી સંપન્ન કરવી, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મીટાવવા, ડિજિટલ ભેદરેખા મીટાવવી તેમ જ કર્મચારીઓ માટે નવી ચીજો સરળતાથી શીખાય તેવી જોગવાઈ કરી આપવાનું જણાવ્યું છે.

(Symbolic Photo)

બાલીમાં વિશ્ર્વ બેન્કની અને વાર્ષિક આઇએમએફની મીટિંગ દરમિયાન બહાર પાડેલી નોંધમાં આઇએમએફે કહ્યું હતું કે ૩૦ દેશના અંદાજને આધારે મહિલાઓ નોકરી ખોઈ બેસે એવી શક્યતાઓ છે. આ ૩૦ દેશમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશો, સાયપ્રસ તેમ જ સિંગાપોરનો સમાવેશ થાય છે.

નવી ટેક્નોલોજીને લીધે મહિલાઓ દ્વારા સામાન્ય પણે કરાતી કામગીરીની માગ ઘટે તેમ જ શ્રમ બજારની સહભાગીતા ઘટે તેવી શક્યતા છે. મહિલા કાર્યકારી દળનો મોટો હિસ્સો નોકરી ખોવાનું જોખમ પુરુષો કરતાં વધારે ધરાવે છે. (૧૧ ટકા વિરુદ્ધ ૯ ટકા). ઉક્ત દેશોમાં ૨.૬ કરોડ મહિલાઓની નોકરી સામે ભારે જોખમ ઊભું થયું છે.

October 9, 2018
surat_police.jpg
1min20300

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6

 

September 26, 2018
womenpilot.jpg
1min9910

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ ઉડ્ડનય ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષમાં મહિલા પાઇલોટની સંખ્યા ડબલ થઇ ગઇ છે, આ સમાચાર સાંભળીને વિશ્વમાં સૌથી મોટું સિવિલ એવીએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકોના દાંત ખાટા થઇ ગયા છે. 2014માં ભારતમાં કુલ 5050 પાઇલોટ હતા જેઓ વિમાન ઉડાતતા હતા, તેમાં 11.6 ટકા પાઇલોટ એટલે કે કુલ 586 પાઇલટ મહિલાઓ હતી. ભારતમાં મહિલા પાઇલોટની સંખ્યા ચાલુ વર્ષ 2018માં વધીને 1092 થઇ જવા પામી છે. ચાર જ વર્ષમાં મહિલા પાઇલોટની 586ની સંખ્યા વધીને ડબલ 1092 થઇ જવા પામી છે.

  • ભારતમાં કુલ પાઇલોટ્સની સંખ્યા 8797
  • ભારતમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 1092 (12.4 ટકા)
  • વિશ્વમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 7409
  • અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 5 ટકાથી નીચે
  • ભારતમાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 12.4 ટકા

ભારતની મહિલાઓને પછાત અને અબળા ગણાવતા વિકસિત દેશો માટે આ આંકડો કપાળની કરચલીઓ વધારનારો બની રહ્યો છે. કેમકે સમગ્ર વિશ્વમાં હાલમાં કુલ મહિલા પાઇલોટની સંખ્યા 7409 છે, વિશ્વમાં મહિલાઓ પાઇલોટનું ટકાવારી પ્રમાણ ફક્ત 5.2 ટકા છે. વિશ્વભરમાં 7,409 મહિલા પાઇલોટ્સમાં 1092 તો ભારતીય મહિલાઓ છે.

એથી વિશેષ નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ માળખાગત સુવિધા ધરાવતા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ મહિલા પાઇલોટનું પ્રમાણ ફક્ત 5 ટકા છે, જ્યારે ભારત વિશ્વમાં તેમજ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોના મહિલા પાઇલોટના પ્રમાણ કરતા ડબલ 12.4 ટકા મહિલા પાઇલોટ ધરાવે છે.

ભારતની મહિલા પાઇલોટ એવું નથી કે ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં જ વિમાનો ઉડાડે છે. એરઇન્ડિયાએ તો અમેરીકા જતી અને અમેરીકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ મુખ્ય પાઇલોટ તરીકે મહિલા પાઇલોટને ડેપ્યુટ કરી છે. ભારતમાંથી લગભગ દરેક દેશોમાં જતી ફ્લાઇટ્સમાં હવે મહિલા પાઇલોટ્સને મુખ્ય પાઇલોટ અગર તો કો પાઇલોટ તરીકે ડ્યૂટી આપવામાં આવી રહી છે.

 

September 19, 2018
talaq-talaq.jpg
1min12080

તા.19મી સપ્ટેમ્બર 2018ના દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટએ ટ્રિપલ તલાકનાં વટહુકમ પર મંજૂરીની મહોર મારી દીધી છે. પહેલેથી જ નરેન્દ્ર મોદીની સરકાર ત્રિપલ તલાકને ગુનો ગણવાના મૂડમાં હતી અને આખરે તે થઇને રહ્યું. અગાઉ મોદી સરકારે રજૂ કરેલા ત્રિપલ તલાકના મૂળ મુસદ્દા સામે કોંગ્રેસ સહિતનાં અન્ય વિપક્ષી દળોની માંગણીઓને પગલે મૂળ મુસદ્દામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સંશોધન બાદ પણ વટહુકમ રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું. જો કે, લોકસભામાં આ બિલ પહેલેથી જ પાસ થઈ ગયું હતું. ટ્રિપલ તલાક વટહુકમ આ પહેલા બજેટ સત્ર અને ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં પાસ ન થઈ શક્યું.

આ મુદ્દાઓ મુખ્ય રહ્યા

– ટ્રાયલ પહેલા પીડિતાની વાત સાંભળીને મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.

– પીડિતા, પરિવાર અને લોહીનાં સંબધી જ એફઆઈઆર દાખલ કરાવી શકે છે.

– મેજિસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતિ કરાવીને લગ્નજીવન ટકાવી રાખવાનો અધિકાર હશે.

અગાઉ સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલ હોબાળા અને રાજનૈતિક સંમતિ નહીં મળવાનાં કારણે ટ્રિપલ તલાકનું બિલ છ મહિના સુધી પાસ નહતું થઈ શક્યું. મોદી કેબિનેટે આ બિલમાં ત્રણ સંશોધન કર્યા છે. જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની સંમતિથી સમજૂતીની જોગવાઈ પણ કરવામાં આવશે. હવે આ વટહુકમને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવાયું છે.

September 14, 2018
adarsh.jpg
1min10450

Jayesh Brahmbhatt   98253 44944

આપણા સામાજિક ઢાંચાનું એટલું અધઃપતન થઇ રહ્યું છે કે હવે આદિકાળથી ચાલી આવતી આપણી સામાજિક ભૂમિકાઓનું પણ જ્ઞાન શૈક્ષણિક સંસ્થાઓ આપવા માંડી છે. મા-બાપ તરીકે બાળ ઉછેર કેવી રીતે કરવો, દાદા-દાદી તરીકે ઘરમાં કેવી રીતે વર્તવું જેવા મુદ્દાઓ પર અઢળક સાહિત્યો માથે પડ્યા છે ત્યાં હવે ભોપાલની જાણીતી બરકતુલ્લાહ યુનિવર્સિટી આદર્શ વહુ કેવી રીતે બની શકાય તે માટે લગ્નની ઉંમરલાયક યુવતિઓ માટે એક અભ્યાસક્રમ શરૂ કરી રહી છે. આદર્શ વહુ અભ્યાસક્રમમાં યુવતિઓને લગ્ન પછી સાસરીમાં કેવી રીતે રહેવાનું, ચાલ-ચલન, વર્તણૂંક, વાણી, પહેરવેશ, આદરભાવથી લઇને રસોઇ અંગેની ટીપ્સ આપીને નવ વધુઓને લગ્ન પહેલા તૈયાર કરશે.

ભારતમાં કોઇ યુનિવર્સિટી દ્વારા નવ વધુઓ માટે જ ખાસ કોર્સ શરૂ કરાયો હોય તેવો આ પહેલો વહેલો પ્રસંગ છે. ભોપાલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ડી.સી. ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે આદર્શ વહુ અભ્યાસક્રમ 3 મહિનાનો છે અને દિવાળી પછી શરૂ થતી નવી ટર્મથી આ કોર્સ લગ્નની ઉંમર ધરાવતી એજ્યુકેટેડ યુવતિઓ માટે શરૂ કરવામાં આવશે.

ડો.ગુપ્તાએ કહ્યું કે એક યુનિવર્સિટી તરીકે અમારું પણ સામાજિક ઉત્તરદાયિત્વ છે અને હાલમાં આપણી લગ્ન પ્રથા અને લગ્ન બાદ નવયુગલ વચ્ચે થઇ રહેલી સમસ્યાઓ ઓછી થાય એના પ્રયાસ રૂપે અમે આદર્શ વહુ કોર્સ શરૂ કરી રહ્યા છે. ભોપાલ સ્થિત બરકતુલ્લાહ યુનિવર્સિટીના ડિપાટમેન્ટ ઓફ સોશ્યોલોજી, સાઇકોલોજી અને વુમન્સ સ્ટડીઝમાં આ કોર્સ શરૂ થશે. પહેલા બેચમાં 30 યુવતિઓને પ્રવેશ આપવામાં આવશે અને તેમની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ એ નિયમ ઘડાય રહ્યો છે.

જોકે, શિક્ષણશાસ્ત્રીઓમાં આદર્શ વહુ અંગેના સૂચિત કોર્સ અંગે તીવ્ર મતભેદો જોવા મળી રહ્યા છે.

વહુ એ દરેક પરિવારની જુદી જુદી વ્યાખ્યામાં આવતી હોય છે ત્યારે ભોપાલની આ યુનિવર્સિટીના કોર્સની વ્યાખ્યા સમગ્ર દેશમાં સમાન જ હશે એ હરગીઝ માની શકાય નહીં. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ વહુઓને માથે ઓઢવાનું કહેવામાં આવે છે, વેસ્ટર્ન કપડા તો દૂર પેન્ટ-ટીશર્ટ પણ વહુઓ પહેરી શકતી નથી, શહેરોમાં સાડી કે ડ્રેસને વહુઓ અડકવાનું નામ લેતી નથી. આ પ્રકારનો તફાવત હોય ત્યારે ભોપાલની યુનિવર્સિટી આદર્શ વહુને શું શીખવાડીને આદર્શ બનાવશે એ જોવું રહ્યું.

મોટા ભાગના શિક્ષણશાસ્ત્રીઓએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ફક્ત યુવતિઓ માટે જ કેમ આદર્શ વહુ કોર્સ શરૂ કરાઇ રહ્યો છે, શું યુવકો પહેલેથી જ આદર્શ પતિ હોય છે, યુનિવર્સિટીઓ જેના માટે બની છે એ ઉચ્ચ શિક્ષણ, સંશોધન વગેરે બાબત તો દૂર પણ પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ જેવી પોતાની આંતરિક બાબતો તો સુધારી શકતી નથી એવી સ્થિતિમાં આદર્શ વહુનો કોર્સ સમય બગાડનારો બની રહે તેમ છે.

 

 

You can Find Us at Google Play Store too

 

September 5, 2018
Drrupal.jpg
1min5030

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.

September 1, 2018
womenhockey.jpg
1min3510

જાપાન સામે ૧-૨થી પરાજય : ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ મેળવી ન શકી : ૬૫ મેડલ સાથે આઠમા ક્રમાંકે

જેમાં ગોલ્ડ મેડલ મળે એવી આશા હતી એવી મહિલા હૉકી-ટીમનો ફાઇનલમાં જપાન સામે ૧-૨થી પરાજય થતાં ૨૦ વર્ષ ૧૯૯૮ બાદ સિલ્વર મેડલ મેળવ્યો હતો, પણ ગોલ્ડ મેડલ મેળવવાનું અને ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં સીધો પ્રવેશ મેળવવાનું સપનું અધૂરું રહ્યું હતું. ભારત તરફથી ફક્ત એક ગોલ પચીસમી મિનિટે નેહા ગોયલે કર્યો હતો. મૅચમાં કુલ ત્રણ પેનલ્ટી કૉર્નર મળ્યા હતા જેમાં જપાનની ટીમે બન્ને ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યા, જ્યારે ભારતની ટીમને એક પેનલ્ટી કૉર્નર મળ્યો જેમાં ટીમ ગોલ કરી ન શકી. આ સાથે ભારતની ટીમ ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધી ક્વૉલિફાય થઈ શકી નથી.

hockey

જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સના ૧૩મા દિવસે ભારતે તા.30મી ઓગસ્ટ 2018ના રોજ બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતને મહિલા હૉકી અને નૌકાયનમાં સિલ્વર મેડલ અને નોકાયન તથા બૉક્સિંગમાં બ્રૉન્ઝ મેડલ મળ્યા હતા. ભારતને ૨૦૧૦ની એશિયાડ ગેમ્સમાં ૬૫ મેડલ મળ્યા હતા અને ગઈ કાલે ૧૩ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૨૯ બ્રૉન્ઝ મેડલ સાથે ભારતના હવે ૬૫ મેડલ થયા છે અને હજી ભારતને બૉક્સિંગ, પુરુષોની હૉકી, સ્ક્વૉશ સહિત બીજી રમતોમાં મેડલની આશા છે. આમ ૨૦૧૦ કરતાં ભારતને વધારે મેડલ મળશે એ નક્કી છે.

August 31, 2018
Toy-babies-woman-gave-baby_01A.jpg
1min9860

ડૉક્ટરે કહેલું કે આ બહેન કદી મા નહીં બની શકે, ૫૪ લાખ રૂપિયાની ઢીંગલીઓ ખરીદ્યા પછી અચાનક ઘરે પારણું બંધાયું

baby doll

બ્રિટનમાં રહેતાં વિક્ટોરિયા એન્ડ્રૂઝ નામનાં બહેનને ડૉક્ટરે કહી દીધેલું કે તમે કદી મા નહીં બની શકો. પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમને કારણે તેનું વજન પણ વધી ગયેલું. વિક્ટોરિયા પોતે મા નહીં બની શકે એ વાત કોઈ કાળે પચાવી શકે એમ નહોતી એટલે તેણે નવજાત શિશુ જેવી જ ઢીંગલીઓ વસાવવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પરથી રિયલ બાળક જેવો જ લુક ધરાવતી ઢીંગલીઓ તે ખરીદવા લાગી. આ ઢીંગલીઓને તે રોજ નવાં કપડાં પહેરાવીને સજાવતી. એને બહાર ફરવા લઈ જતી. આવી લગભગ ૪૦ ઢીંગલીઓ માટે તેણે અલગ રૂમ પણ તૈયાર કર્યો હતો, જ્યાં આ ઢીંગલીઓ રમી શકે એવાં રમકડાં પણ તેણે વસાવ્યા હતા. બાળક માટેનું વિક્ટોરિયાનું ઘેલપણ એટલી હદે હતું કે તેણે એમાં ૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૪ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું. વિક્ટોરિયા આ ઢીંગલીઓમય થઈ જતાં આખરે તેનું બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. જોકે બૉયફ્રેન્ડ તેનાથી જુદો થયો એ પછી તરત જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો. ડૉક્ટર પાસે ગઈ તો ખબર પડી કે તે આઠ વીકની પ્રેગ્નન્ટ છે. તેને માન્યામાં નહોતું આવતું એટલે તેણે બીજા ક્લિનિકમાં તપાસ કરાવી. બાળક પોતાના હાથમાં આવી ન જાય ત્યાં સુધી તે આ હકીકતને સ્વીકારવા તૈયાર નહોતી. હવે તો વિક્ટોરિયાનો દીકરો ટૉબી આ દુનિયામાં આવી ગયો છે અને તેણે ટૉબી જેવો જ લુક ધરાવતો ઢીંગલો પણ વસાવી લીધો છે.

August 27, 2018
hug-woman.jpg
1min3470
દરેકની જિંદગી વ્યસ્ત છે. દરેકને ટેન્શન છે. સૌ કોઈને હૂંફ અને પ્રેમ જોઈએ, પણ મળતો નથી. એટલે વર્તમાન વિશ્વમાં આલિંગન આપનાર મહિલાઓની ડિમાન્ડ વધી રહી છે. આવી જ એક મહિલાની સ્ટોરી વાયરલ થઈ છે. આ અજનબી લોકોને આલિંગન આપે છે અને આલિંગન આપવું એ જ આ મહિલાનું પ્રોફેશન છે. આલિંગન આપીને આ મહિલા ૪૫ હજાર પાઉંડ એટલે ૪૦ લાખ રૂપિયા કમાઈ લે છે.
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેનાર જેસિકા ઓ નીલ નામની મહિલાએ આ પ્રોફેશનની શરુઆત ૬ મહિના પહેલા કરી હતી અને સપ્તાહમાં ૮૬૦ પાઉન્ડ કમાતી હતી. જેસિકા ઓ નીલ ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટમાં ૧૦ વર્ષથી મસાજ સેન્ટર ચલાવતી હતી. આ સેન્ટરમાં એણે આલિંગન આપવાની સુવિધાને જોડી દીધી. મીડિયા રિપોર્ટ અનુસાર જેસિકાનું કહેવું છે કે, એક કલાક સુધી આલિંગન આપવાનો ચાર્જ ૪૫ પાઉન્ડ છે.
જેસિકા ઓ નીલના જણાવ્યા અનુસાર આલિંગનની થેરાપીના કારણે અકેલાપન અનુભવનાર લોકો અને ડિપ્રેશનની પીડાતા લોકોને ખૂબ ફાયદો પહોંચ્યો છે. એમને અનુભવાય છે કે કોઈ એમને પ્રેમ-હૂંફ આપી રહ્યું છે અને સન્માન આપી રહ્યું છે. જેસિકાનું કહેવું છે કે હું લાગણીશીલ ઈન્સાન છું અને મને લોકોને આલિંગન આપવું ગમે છે.
મારી મા મને આલિંગન આપતી ત્યારે અનુભવાતું કે બધું જ સારું છે,તેમ જેસિકાએ જણાવ્યું હતું. આ કારણે જ જેસિકા અજનબી લોકોને આલિંગન આપતા અચકાતી નથી. જેસિકાએ વધુમાં કહ્યું કે, હમણાં સુધી લોકોને આલિંગન આપવાનો અનુભવ સારો રહ્યો. લોકો ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. જેસિકાના પતિને પણ આ વ્યવસાયથી કોઈ પ્રોબ્લેમ નથી.
અહીંયા એ નોંધવું રહ્યું કે, જેસિકાને ત્રણ સંતાન છે. જેસિકાના મોટા ભાગના ગ્રાહક પુરુષ હોય છે. ફક્ત આલિંગન માટે જેસિકાને ૪૬ પાઉન્ડ, આલિંગન આપવાની સાથે કાઉન્સેલિંગ માટે ૬૩ પાઉન્ડ અને ફ્રેન્ડશીપ સ્ટાઈલમાં કોફી અને આલિંગન આપવા માટે ૮૬ પાઉન્ડનો ચાર્જ લે છે.