CIA ALERT

WE Archives - Page 53 of 57 - CIA Live

August 10, 2018
comando.jpg
1min9900

દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં મહિલા સ્વૉટ કમાન્ડો નામનું એક વિશેષ દળ બનાવવામાં આવ્યું છે જેમાં 36 વુમન કોન્સ્ટેબલને 15 મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી 13, મણિપુરમાંથી 5, અરૂણાચલ પ્રદેશમાંથી 5, સિક્કીમમાંથી 5, મેઘાલયમાંથી 4, નાગાલેન્ડમાંથી 2 અને મિઝોરમ અને ત્રિપુરામાંથે 1-1 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલમાં તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્ટ્રેનિંગ પીટીસી ઝડૌદા કલાં અને માનેસરમાં થઈ છે.

આગામી સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લાની પરથી દેશને સંબોધી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષામાં એસપીજી અને લોકલ પોલિસ સાથે દિલ્હી પોલીસની વુમન સ્વૉટ કમાંડો ટીમ પણ તૈનાત હશે. દિલ્હી પોલીસની આ કમાંડૉ ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહેલી ટીમ છે.

દિલ્હી પોલીસે તૈયાર કરેલી આ મહિલા કમાન્ડોને કમાંડૉ ટ્રેનિંગ 12 મહિનાથી આપવામાં આવી હતી. આ દળ પુરૂષ કમાંડૉ કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. ઉપરાંત તેમને એનએસજીની કમાંડૉ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉ બુલેટપ્રૂફ ગાડીઓમાં તૈનાત હશે. આ ગાડીઓને પણ વુમન કમાંડૉ જ ચલાવશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ દળને દિલ્હીની જનતાને સમર્પિત કર્યું હતું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડૉ ટીમ નથી.

August 10, 2018
isha3.jpg
1min10630

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.

અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.

isha2

isha

અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું

 

August 8, 2018
gujcost.jpg
2min4270

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
ryan_toys-1-1280x720.jpg
1min10010

યુટ્યુબ પર રમકડાંનો રિવ્યુ કરીને આ ૬ વર્ષનો ટાબરિયો રૂ.૭૫ કરોડ રૂપિયા

કમાઈ ચૂક્યો છે હવે વૉલમાર્ટે સાથે બિઝનેસ-ડીલ કરી જંગી આવક રળશે

કહેવાય છે ને કે રૂપિયા કમાવાએ મુખ્ય ધ્યેય ન હોવો જોઇએ, રૂપિયા તો બાયપ્રોડક્ટ છે. આપણી અંદર રહેલી પ્રતિભા ઉજાગર થઇને બહાર આવે એટલે પ્રતિભાની પાછળ પૈસા દોડતા આવે છે. અહીં જે ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ એ ફક્ત એક 6 વર્ષના ટાબરીયા રે્યાનની છે.

આજના જમાનામાં તમારી અંદર કંઇ પણ સેલેબલ વસ્તુ હોય તેને એક્સપોઝર મળતા વાર નથી લાગતી. ફેસબુક, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયા પર એક્સપોઝર મેળવીને આજે લોકો પોતાની પ્રોડક્ટ, સેવાથી લઇને કંઇપણ વેચે છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.

છ વર્ષના ટાબરીયા રે્યાન પણ કંઇક આવું જ કરી રહ્યો છે. એ કોઇ મોટી ધાડ નથી મારી રહ્યો પણ હા, તેને મનગમતા રમકડાનો રિવ્યુ વિડીયો થકી યુટ્યુબ પર શેર કરે છે અને તેના બદલામાં રૂપિયા કમાય છે.

રે્યાન ટૉય્ઝ રિવ્યુ નામની ફેમસ યુટ્યુબ ચૅનલ દ્વારા કરોડો રૂપિયા કમાતો છ વર્ષનો રે્યાન એટલો સુપરહિટ થઈ ગયો છે કે રીટેલ કંપની વૉલમાર્ટે તેની સાથે ડીલ સાઇન કરી છે. વૉલમાર્ટના ૨૫૦૦ સ્ટોર્સમાં રાયનના નામે રમકડાં વેચાશે. કંપનીએ આ બાળકના નામે બનાવેલી બ્રાન્ડનું નામ છે રે્યાન વર્લ્ડ. ગયા વર્ષે રે્યાન યુટ્યુબની તેની ચૅનલ દ્વારા ૧૧ મિલિયન ડૉલર એટલે કે ૭૫ કરોડ રૂપિયા કમાયો હતો. એને કારણે ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાતા યુટ્યુબર્સની યાદીમાં રાયનનો આઠમો નંબર હતો. રાયન નાનો હોવાથી તેના પેરન્ટ્સે બાળકનું નામ અને રાષ્ટ્રીયતા છુપાવી છે. રે્યાનનો પહેલો વીડિયો ૨૦૧૫માં આવેલો અને એ વખતે તે માત્ર ત્રણ વર્ષનો હતો. એમાં તે માટીના રમકડાંથી રમતો હતો. હાલમાં રે્યાનની યુટ્યુબ ચૅનલના એક કરોડ સબસ્ક્રાઇબર્સ છે.

August 7, 2018
7.jpg
1min4210

સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન શ્રીમતી હેમાલી બોઘાવાલાએ આજે આનંદ મહલ રોડ થી પાલ આર.ટી.ઓ સુધીના #BRTS રૂટ પર બસમાં મુસાફરી કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

તેમણે વિઝીટ દરમિયાન બસ ટર્મિનલ ઉપરની સુવિધાઓ ચકાસી સાથે મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન તરીકે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બસ સેવાઓને વધુ સુદ્રઢ તેમજ વધુ લોકાભિમુખ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. તેમના અા અભિગમને મુસાફરોએ વધાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સુરતીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકા સંકલ્પિત છે.

 

 

 

August 6, 2018
abhay.jpg
2min10770

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.

Image may contain: 3 people, people standing

Image may contain: 4 people, people standing and indoor
Image may contain: 11 people, people standing and indoor
Image may contain: 1 person, sitting, table and indoor
August 6, 2018
rakhi1.jpg
1min14980

ભારત દેશ પોતાની સંસ્કૃતિ તેમ જ અહીં ઊજવવામાં આવતા તહેવારો માટે જગતભરમાં પ્રખ્યાત છે.

rakhi

જોકે ભારતના બધા તહેવારોને આખી દુનિયાના લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે જેઓ આ તહેવાર ઊજવવા પાછળનાં રહસ્યો અથવા એની અંદર છુપાયેલા ગુહ્ય જ્ઞાન વિશે જાણતા હોય. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એવો જ એક વિશિક્ટ તહેવાર છે જે યુગોથી ઊજવાય તો છે, પરંતુ એની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યને કોઈ નથી જાણતું. એ પહેલાં કે આપણે રક્ષાના આ મહાપવર્માં છુપાયેલા રહસ્ય વિશે સમજીએ, આપણા માટે એ જાણવું અતિઆવશ્યક છે કે મનુષ્યનું બધા પ્રકારે રક્ષણ કઈ રીતે અને કોના દ્વારા થઈ શકે છે અને બહેનો પોતાના ભાઈઓ તરફથી કયા પ્રકારનું રક્ષણ ઇચ્છે છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોવા જઈએ તો હાલમાં દરેક મનુષ્ય પાંચ પ્રકારની રક્ષા ઇચ્છે છે – તનની રક્ષા, ધર્મની રક્ષા, સતીત્વ અથવા પવિત્રતાની રક્ષા, કાલથી રક્ષા અને સાંસારિક આપત્તિઓ તેમ જ માયાનાં વિઘ્નોથી રક્ષા. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યોની આ પાંચ પ્રકારે રક્ષા કરવા માટે સક્ષમ છે?

આપણે સૌ પોતાના તનની રક્ષા માટે આખી જિંદગી કંઈકેટલાય પ્રયત્નો કર્યા કરીએ છીએ, પરંતુ એમ છતાં અંતમાં આપણામાંથી કોઈ પણ મૃત્યુને હાથતાળી નથી આપી શકતો. એવી જ રીતે ઇતિહાસકારો મુજબ પ્રાચીનકાળમાં બહેનો તેમના ભાઈઓને એટલા માટે રાખડી બાંધતી હતી કે જો ક્યારેય સામા પક્ષનો દુશ્મન તેમના સતીત્વ પર આક્રમણ કરે તો ભાઈ તેમની રક્ષા કરે, પરંતુ આપણે સૌ એ જાણીએ છીએ કે મનુષ્ય કંઈ સવર્સતમર્થ તો છે નહીં અને આપણે સૌ આ હકીકતને પણ જાણીએ છીએ કે કેટલીયે બહેનો-માતાઓની લાજ ભૂતકાળમાં લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં લૂંટાઈ હશે માટે જ આપણે એ જાણવું અને સમજવું પડશે કે દુક્ટોથી પોતાની લાજની રક્ષા વાસ્તવમાં એકમાત્ર સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા જ કરી શકે છે, ન કે કોઈ દેહધારી. માટે જ તો આ કથા ખૂબ જાણીતી છે કે કૌરવસભામાં જ્યારે દ્રૌપદીનું વjાહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ પરમાત્માને જ તો મદદ માટે પોકાર્યા હતા, કારણ કે એ ઘડીએ તેના સતીત્વનું  રક્ષણ કોઈ પણ મિત્ર કે સંબંધી કરી નહોતા શક્યા. એટલા માટે જ તો આવી આપત્તિના સમયે લોકો પરમાત્માને પોકારીને કહેતા હોય છે કે ‘હે પ્રભુ, મારી લાજ રાખો. અમારા ધર્મની રક્ષા કરો ભગવાન.’

આ એક જાણીતી હકીકત છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. અર્થાત મનુષ્ય કાલને આધીન છે. એ સમજવા માટે સિકંદરનું ઉદાહરણ સવર્શ્રેતષ્ઠ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેણે અનેક સૈનિકોને માર્યા હતા, પરંતુ તે પોતાની જાતને કાળથી બચાવી નહોતો શક્યો. માટે એક વાત તો નિશ્ચિત છે કે કાળના પંજામાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ એકમાત્ર પરમાત્મા જ છે જેમને કાલોં કા કાલ મહાકાલ, અમરનાથ, મહાકાલેશ્વર અથવા તો પ્રાણનાથ પણ કહેવામાં આવે છે. એટલા માટે તો મનુષ્યો મહામૃત્યુંજયનો પાઠ કરે છે. અર્થાત પરમાત્માના શરણમાં જવાની કામના કરે છે. એવી જ રીતે માયાનાં વિઘ્નો તેમ જ સાંસારિક આપત્તિઓથી પણ એક પરમાત્મા જ આપણને છોડાવે છે, ત્યારે જ તો તેમને સંકટમોચન, દુખભંજન અને સુખદાતા કહેવામાં આવે છે. હવે જો પરમાત્મા જ બધાની પાંચ પ્રકારે રક્ષા કરે છે તો પછી બહેનો ભાઈઓને રાખડી શા માટે બાંધે છે? અથવા બ્રાહ્મણ પણ રક્ષાસૂત્ર શા માટે બાંધે છે? આને સમજવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આ તહેવારને વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે. આ નામો થકી એ સિદ્ધ થાય છે કે આ બંધન વિષય-વિકારને છોડીને પુણ્ય આત્મા બનવા માટેનું બંધન છે. અત: રક્ષાબંધન પવિત્રતા અથવા ધર્મની રક્ષા કરવા માટેનું બંધન છે. આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. બહેનો દ્વારા ભાઈઓને બંધન બાંધવાનો અર્થ પણ એ જ હોય છે કે ભાઈઓ પ્રતિજ્ઞા કરે કે તે પવિત્રતાને ધારણ કરશે અને પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિને પવિત્ર બનાવશે. બ્રાહ્મણો દ્વારા બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પાછળનો હેતુ પણ એ જ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પરંતુ યુગપરિવર્તનની સાથે આપણી માન્યતાઓ અને પરંપરાઓ પણ બદલાઈ છે જેના પરિણામસ્વરૂપે આજે ન તો બહેન એ માનસ સાથે રાખડી બાંધે છે અને ન બ્રાહ્મણ. કમનસીબે આજે મનુષ્ય આ અધ્યાત્મિક રહસ્યોને ભૂલી ગયો છે અને માટે તે આ મહાન પવર્ને  એક રીતિરિવાજ તરીકે માને છે અને ઔપચારિકતા ખાતર એને ઊજવે છે અને માટે જ આજે આ પર્વ વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ નથી રહ્યો અને વ્યક્તિ તેમ જ સમાજને પણ આની ઉજવણી દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ નથી થઈ રહી. વાચકમિત્રો, વર્તમાન સમયની માગ એ જ છે કે આપણે સૌ રક્ષાબંધનના આ મહાપવર્નેણ મૂલ્યઆધારિત બનાવીને એને નવું ગૌરવ પ્રદાન કરીએ જેથી આપણા ભવિષ્યની પેઢીઓ આ તહેવાર દ્વારા કંઈક નવું શીખે અને પોતાના જીવનને મૂલ્યવાન બનાવે.

August 5, 2018
st.jpg
1min20350
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.

August 4, 2018
c8.jpg
2min6260

સરકારના ઓરી રૂબેલા વિરોધી અભિયાનમાં એક વાલી તરીકે હું મારા બાળકોને રસી મૂકાવી સહભાગી બન્યો છું: જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ

બાળકોના આરોગ્યને સુરક્ષા કવચ પૂરૂ પાડતાં ઓરી રૂબેલાનું રસીકરણ કરાવવા કલેક્ટરની વાલીઓને અપીલ

બંને પુત્રોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવી શહેરના નાગરિકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડતાં કલેકટરશ્રી

સુરત શહેરમાં ૬.૭૨ લાખ અને જિલ્લામાં ૩.૧૩ લાખ બાળકોને ઓરી-રૂબેલાનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું
——————

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલે અડાજણની વી.ડી.દેસાઈ વાડીવાલા સ્કુલમાં પહોંચી પોતાના બંને પુત્રોને ઓરી-રૂબેલા રસીકરણ કરાવીને શહેરના નાગરિકોને રસીકરણ અંગે જાગૃત્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો.

અડાજણ સ્થિત ભૂલકા ભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી.દેસાઈ વાડીવાલા શાળામાં કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલનો ૮ વર્ષીય પુત્ર ધૃષત ધો.૦૨ માં અને ૫ વર્ષીય પુત્ર સુગત સિનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. શાળામાં પ્રારંભ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ આજે સવારે વાડીવાલા સ્કુલમાં પહોંચ્યા હતા, અને બંને બાળકોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવ્યું હતું. તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી આરોગ્ય વિભાગની ટીમના સભ્યોની રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

 

કલેક્ટર ડો. ધવલ પટેલે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬,૭૨,૫૬૫ અને અને જિલ્લામાં ૩,૧૩,૨૪૩ બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કહ્યું કે, સુરત જિલ્લો રાજ્યમાં એમ.આર.રસીકરણ ઝુંબેશમાં મોખરે છે. આપણા સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ પૂરું પાડતી વિવિધ પ્રકારની રસીઓ મૂકાવવી ખૂબ જ જરૂરી છે, રાજ્ય સરકારે ઓરી રૂબેલાને પોલિયોની માફક હટાવવાનું આ અભિયાન ઉપાડ્યું છે, તેમાં હું પણ એક વાલી તરીકે મારા બંને બાળકોને આજે રસી મૂકાવી સહભાગી બન્યો છું.

ડો.પટેલે કહ્યું કે, દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આજ સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૫,૮૦૯ બાળકોને સફળતાપૂર્વક રસી મૂકવામાં આવી છે. જેમાં એક પણ બાળકને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, ઓરીના રોગ સામે તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો જરૂરી છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે, એ જ રસી રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને આપવામાં આવે છે, જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઈ શંકા નથી. તમામ વાલીઓએ પોતાના બાળકોના આરોગ્યમય અને સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવી જ જોઈએ એવી અપીલ પણ તેમણે આ વેળાએ કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બદલ કલેકટરશ્રીના બંને પુત્રોનું અંગુઠા પર માર્કિંગ કરી, તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકોએ શાળામાં ઓરી રૂબેલા વિષય પર વિવિધ આકર્ષક રંગોળીઓ, પોસ્ટરો અને બેનરો બનાવી તેનું પ્રદર્શન ગોઠવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રાખી તેમને પ્રોજેક્ટર પર કાર્ટૂન ફિલ્મો દેખાડવામાં આવી હતી.

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min3840

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.