CIA ALERT

WE Archives - Page 36 of 57 - CIA Live

June 27, 2019
CIA_Live_Logo_New2.jpg
2min12760
સુરત અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં કેટલી બેઠકો પર સરકાર પ્રવેશ આપી રહી છે, તેમાંથી કેટલી બેઠકો પર પ્રવેશ અપાયા અને કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે.

સુરતની કોલેજો

દક્ષિણ ગુજરાતની કોલેજો

જયેશ બ્રહ્મભટ્ટ 98253  44944

 

ઉપરોક્ત માહિતી એડમિશન કમિટી દ્વારા 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે આપવામાં આવેલા પહેલા રાઉન્ડના પ્રવેશ અંગેની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ માહિતી એટલા માટે ઉપયોગી છે કેમકે સરકારી કોલેજોના બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે. બ્રાન્ચવાઇઝ જો આપને કોલેજ પસંદ હોય તો મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાની કોઇ જ જરૂરીયાત રહેતી નથી. કેમકે સ્ટેટ ક્વોટામાં મેરીટથી આપવામાં આવતી બેઠકો જ જ્યારે ખાલી પડી રહેતી હોય ત્યારે રૂપિયા ખર્ચીને મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવો એ મૂર્ખામી કહેવાય.

આખા રાજ્યની શું સ્થિતિ, વાંચો અહીં

એક સમયે એન્જિનયિરંગ કોલેજોની ઓછી સંખ્યા અને ડીમાન્ડ વધારે હોવાથી 5-5 લાખ રૂપિયાનું ડોનેશન મળતું હોવાની મલાઇ પારખીને 50થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો ધંધો શરૂ કરનારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અનેક સંચાલકોએ હવે ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધો બદલવો (બીજો કોઇક રનિંગ કોર્સ શરૂ કરવો) પડે એવી નોબત આવીને ઉભી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટ સાથે સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી ધંધાદારીઓની કોલેજોમાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બે, પાંચ, દસ, પંદર જેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ ચલાવવી પડે, અધ્યાપકોને પગાર આપવો પડશે, મેઇન્ટેનન્સ વગેરે આવા સંચાલકોને ધંધો બદલવા માટે મજબૂર કરશે.

ગુજરાત સરકારે રચેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ એ સ્ટેટ ક્વોટાની 65,212 માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં કુલ 35,460 બેઠકો ખાલી રહી જવા પામી છે, જેમાં 90 ટકા બેઠકો પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ધંધાદારીઓની કોલેજોની છે.

એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાને રહી.

ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો
34 કોલેજો માત્ર 10% બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો પણ હજુ કન્ફર્મ કેટલા કરશે એ નક્કી નથી
19 કોલેજોમાં માત્ર 10%-25% બેઠકો ભરાઈ
35 કોલેજોની કુલ બેઠકો પૈકી 26%-50% સીટ પર પ્રવેશ અપાયા.
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કુલ 33,271 વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી 31,436એ ચોઈસ ફિલિંગ કર્યું. 29,753 વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. 1683 વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.
આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ 6,164 સીટમાંથી 1,818 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જ્યારે બાકીની ખાલી રહી.
June 24, 2019
gseb.png
1min5620

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 21, 2019
qs.jpg
1min11280

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 15, 2019
medical.jpg
1min14010

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 14, 2019
jeeadv.png
1min5670

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.

 

June 9, 2019
tution.jpg
1min12230

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
fifa_women.jpg
1min13170

7 June 2019 ના રોજ ફ્રાન્સના પેરીસ ખાતે મહિલાઓનો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થયો હતો.

સમયપત્રક મુજબ પ્રથમ મૅચ યજમાન ફ્રાન્સ અને સાઉથ કોરિયા વચ્ચે રમાવાની હતી.

૨૪ દેશોની ટીમો આ સ્પર્ધામાં રમવા ઊતરી છે. ૯ સ્થળે મૅચો રમાશે અને ૭મી જુલાઈએ ફાઇનલ મુકાબલો યોજાશે.

June 7, 2019
pramila.jpg
1min9360

ઓડિશાથી બે લાખથી વધુ મતોની સરસાઇથી ચૂંટાયેલા પ્રમિલા બિસોઇ નામના મહિલા સાંસદની જીવન કથની કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી છે. ઓડિશાનાં પ્રમિલા બિસોઈ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી રહ્યા હતા એ હવે 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં છે.

સાડી, માથા પર ચાંદલો, સ્પષ્ટ દેખાતું સિંદૂર અને નાકમાં પારંપરિક દાણો પહેરેલાં 70 વર્ષીય મહિલા પ્રમિલા બિસોઈ બીજૂ જનતા દળ (બીજેડી)ની ટિકિટ પર ઓડિશાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

સ્થાનિક લોકો તેમને પ્રેમથી ‘પરી મા’ કહે છે. સ્વયં સહાયતા સમૂહનાં એક સામાન્ય મહિલાથી સાંસદ સુધીનો તેમનો પ્રવાસ એક ફિલ્મી કહાણી જેવો છે.

માત્ર પાંચ વર્ષની વયે પ્રમિલાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ માટે તેઓ આગળ શિક્ષણ મેળવી શક્યાં ન હતાં.

ત્યારબાદ પ્રમિલાએ ગામમાં જ આંગણવાડીમાં રસોઈનું કામ શરૂ કરી દીધું.

પછી તેમણે ગામમાં જ એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી. તેમને જલદી સફળતા મળી અને તેઓ ઓડિશાનાં પહેલા સ્વયં સહાયતા સમૂહ ‘મિશન શક્તિ’નાં પ્રતિનિધિ બની ગયાં.

બીજેડી સરકારે પ્રમિલા બિસોઈને પોતાની મહત્ત્વકાંક્ષી યોજના મિશન શક્તિનો ચહેરો બનાવ્યો છે. દાવો છે કે આ યોજનાથી 70 લાખ મહિલાઓને ફાયદો મળ્યો.

માર્ચમાં પ્રમિલા બિસોઈની ઉમેદવારીની જાહેરાત કરતા પ્રદેશના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું, “આ મિશન શક્તિ સાથે જોડાયેલી લાખો મહિલાઓ માટે એક ભેટ છે.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રમિલાના પતિ ક્લાસ 4ના સરકારી કર્મચારી હતા.

તેમનાં મોટા દીકરા દિલીપ ચાની દુકાન ચલાવે છે અને નાના દીકરા રંજનની ગાડીઓની રિપેરીંગની દુકાન છે.

આ પરિવાર એક પતરાની છત ધરાવતા નાના એવા ઘરમાં રહે છે.

તેમના પાડોશી જગન્નાથ ગૌડા તેમને નાનપણથી ઓળખે છે. સ્થાનિક પત્રકાર સુબ્રત કુમારને તેઓ કહે છે, “તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે પણ તેમણે નજીકના ગામમાં રહેતી ગરીબ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ 15 વર્ષથી સક્રિય રીતે સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગામમાં તેમનાં પ્રયાસથી એક ઇકો પાર્ક બન્યું છે.”

તેમની નેતૃત્વ ક્ષમતા પર જગન્નાથ જણાવે છે કે ખૂબ ઓછું શિક્ષણ મેળવ્યાં છતાં પ્રમિલા સામયિક ઘટનાઓ પર તુરંત ગીત રચવાનું હૂનર ધરાવે છે અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ગીત ગાય પણ છે.

જગન્નાથ કહે છે કે પ્રમિલા પાસે એક એકરથી ઓછી જમીન છે, જેમાં કામ કરવા તેઓ પોતે પણ ઘણી વાર જાય છે.

પ્રમિલા સાથે સ્વયં સહાયતા સમૂહમાં કામ કરી ચૂકેલાં શકુંતલાએ જણાવ્યું કે તેમનાં સમૂહની મહિલાઓ પ્રમિલાને મા સમાન માને છે.

દસ વર્ષ પહેલા પ્રમિલાનાં કહેવા પર જ શકુંતલા અને ગામની 14 મહિલાઓએ મળીને એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી હતી.

સમૂહની મહિલાઓએ ચર્ચા કરીને મકાઈ, મગફળી અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનાથી આવકમાં પણ વધારો થયો.

પ્રમિલા સારી રીતે હિંદી બોલી શકતાં નથી. પરંતુ અંગ્રેજી સમાચારપત્ર ‘ધ હિંદુ’ સાથે વાતચીતમાં તેમણે એ દલીલને ફગાવી દીધી કે રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર હિંદી કે અંગ્રેજી બોલતા લોકો જ સફળ થઈ શકે છે.

તેમણે કહ્યું, “હું ગર્વથી સંસદમાં મારી માતૃભાષા ઉડિયામાં જ બોલીશ.”

 

June 4, 2019
neet.jpeg
2min4520

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે કે મે 2019માં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવેલી મેડીકલ અને ડેન્ટલ માટેની ફરજિયાત એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) નું પરીણામ તા.5મી જુન 2019ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ક્વોલિફિકેશન ઉપરાંત એ.આઇ.આર. (ઓલ ઇન્ડિયા રેન્ક) પણ જાહેર કરશે. નેશનલ મેરિટ્સ રેન્કથી જ દરેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એ.આઇ.આર. કેટેગરીવાઇઝ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાને લગભગ એક મહિનો પૂરો થઇ રહ્યો છે ત્યારે બાયોલોજી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થાય એ પૂર્વે નીટ સ્કોરની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તેમની આતૂરતાનો અંત આવતીકાલ બુધવાર તા.5મી જુને આવી જશે.

5મી મે 2019ના રોજ ભારતમાં લેવામાં આવી હતી નીટ પરીક્ષા

13 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી નીટ પ્રવેશ પરીક્ષા

મેડીકલ, ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં (ગુજરાતમાં હોમિયોપેથી અને આયુર્વેદિક સમેત) પ્રવેશાર્થીઓ તા.5મી જુન 2019ના રોજ પોતાનું પરીણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ NTA- ntaneet.nic.in પરથી જાણી શકશે.

National Testing Agency (NTA) is going to release the National Eligibility Cum Entrance Test (UG) 2019 results tomorrow, i.e., June 5, 2019, on its official website. Once results are released, the candidates who have appeared for the NEET 2019 examination can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the
results.

NTA had conducted NEET examination on May 5, 2019, at various centres across the country. This year, around 13 lakh candidates had written NEET exam. The NEET 2019 was held at 154 centres from 2.00 pm to 5.00 pm in
pen and paper mode. The total duration of the NEET examination was three hours.

Candidates should note that NEET result and other NEET related information would be available only on the official website of NEET- ntaneet.nic.in.

As per the information bulletin, “Merely appearing and qualifying in NEET (UG) – 2019 does not confer any right to the candidate for admission to MBBS/BDS Courses. The selection and admission to MBBS/BDS seats in any Medical Institution recognized for offering MBBS/BDS Courses is subject to fulfilling the admission criteria, eligibility, rank in merit list, medical fitness and such other criteria as may be prescribed by the Government of India, respective States, Universities, Institutions and Medical/Dental Colleges.”

May 31, 2019
women_ministers.jpg
1min4240

૨૦૧૯માં ચૂંટાયેલા મહિલા સાંસદોની સંખ્યા અત્યારસુધીમાં સૌથી વધુ છે. નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં છ મહિલા સાંસદોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલ અને નિર્મલા સીતારામને પણ કેન્દ્રીય મંત્રીઓ તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ચૂંટણીમાં પરાજય આપીને સ્મૃતિ આ વખતે ‘જાયન્ટ સ્લેયર’ બન્યા છે. તેમણે ૫૭ મંત્રીઓની સાથે શપથ લીધા હતા.

સીતારામન (૫૯)એ પણ પદ અને ગુપ્તતના શપથ લીધા હતા. ફતેહપુરના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ (૫૨)એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત છત્તીસગઢના સાંસદ રેણુકા સિંહ સરુતા (૫૫) અને પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. આ તમામનો પોર્ટફોલિયો ટૂંકમાં જ જાહેર કરાશે. અગાઉના સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી જેવા મંત્રીઓને ફરી સ્થાન અપાયુ નથી. એ જ રીતે મેનકા ગાંધીને પણ બાકાત રખાયાં છે.