સન્ની લિયોનીનું નામ આવે એટલે સ્વાભાવિક છે કે પુખ્તવયના પુરુષોના ભવાં ચઢી જાય. સન્ની લિયોનીનું નામ જ્યારે પણ જાહેરમાં સભળાય કે વાંચવામાં આવે એટલે તરત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરે એવા લાખો નહીં કરોડો ચાહકો ભારતમાં છે. આવા સન્ની લિયોનીના ચાહકોએ આજરોજ તા.26મી નવેમ્બરે ટ્વીટર પર સન્ની લિયોનીને ફરીથી ટ્રોલ કરી છે.
નવાઇની વાત એ છે કે સન્ની લિયોનીનું નામ પડે એટલે કોઇ ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો, અંગ પ્રદર્શન, હોટ સીન વગેરે લઇને આવી રહી હશે અગર તો આઇટમ શોંગ કર્યું હશે, પણ આનાથી વિપરીત સન્ની લિયોની તા.26મી નવેમ્બર 2018ના રોજ ટ્વીટર પર ગંજીફા (પ્લેઇંગ કાર્ડસ)ની રમી રમતની એપ્લિકેશન માટે ટ્રોલ થઇ છે.
#RummyWithSunny ટ્વીટર પર આ ટેગલાઇન એટલી બધી ટ્રોલ થઇ રહી છે, જેમાં સન્ની લિયોની દ્વારા રમી રમતની મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. એપ્લિકેશન લોંચ કરનારાઓનો દાવો છે કે આ વિશ્વની સૌથી મોટી રમતની એપ છે. બિલકુલ ફ્રી ડાઉનલોડમાં ઉપલબ્ધ #RummyWithSunny રમતમાં કહેવાય છે કે રમનારાઓને રોજેરોજ બોનસ પોઇન્ટસ પણ આપવામાં આવે છે. અન્ય ગેમ્સમાં મળતા બોનસ કરતા વધું બોનસ આપીને #RummyWithSunny એપને વધુ ચાહક પ્રિય બનાવવામાં આવી છે.

સન્ની લિયોની હાલમાં આ #RummyWithSunny ગેમ એપનું પ્રમોશન કરી રહી હોઇ, તેના ચાહકોએ તેને રમીની રમત માટે ટ્રોલ કરી છે.

















