હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. ઉપરાંત અન્ય સિસ્ટમ પહેલેથી જ સાયક્લોનિક સર્ક્યૂલેશન સ્વરૂપમાં સક્રિય છે. આ રીતે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે બધા જીલ્લાઓમાં આવનારા 48 કલાક એટલે કે તા.8 જુલાઇને બુધવારે રાત સુધી ભારે વરસાદની આગાહી હાલ તુરત કરી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. 8 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે. દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. આજે પણ દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ભરૂચમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે.
Latest on CiA Live web
- અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહનો જાહેર આભાર કેમ માન્યો? સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર પર જે કર્યું તેનાથી સદીના મહાનાયક ગદગદીત્ થયા
- કો-ઓપરેટીવ સેક્ટરનું ભારતનું સર્વોચ્ચ સન્માન સુરતના કાનજીભાઇ ભાલાળાને નવી દિલ્હી ખાતે રૂ.11 લાખની ધનરાશિ સાથે ઇફ્કો સહકારીતા એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને એનાયત કરાયો
- કિરણ હોસ્પિટલની વયસ્ક નાગરીકો માટેની મેડીકલ સિક્યુરિટી સ્કીમ સુપર હીટ, સંકટ સમયની સાકળ જેવી યોજના સિનિયર સિટીઝનોને એક કોલથી તમામ પ્રકારની મેડીકલ સુવિધા પૂરી પાડે છે
- SGCCIનો સીટમે એક્ષ્પો 20થી 22 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
- સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇના રાજીનામા બાદ શું કરવું? આજે 21/3/24 સાંજે 6 વાગ્યે ડાયમંડ બુર્સની કોર કમિટીની મિટીંગ મળશે મુંબઇ જ નહીં સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં ખળભળાટ




















