CIA ALERT

વાયરલ Archives - Page 29 of 67 - CIA Live

April 24, 2021
zydus.jpg
1min244
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.

April 23, 2021
cashless-treatment.jpg
2min416

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 23, 2021
covid-19-vaccine.jpg
1min212

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min236
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

April 22, 2021
vaccine-1.jpg
2min700

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.

કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.

રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.

Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021

કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી

દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.

સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.

એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.

The vaccine prevents you from getting the disease in the form of severe illness

The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.

April 21, 2021
banking.jpg
1min363

આજ 21/4/21 થી બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (MGBEA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ 30/4/21 સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ RBIના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત SLBCના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.

આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, RTGS, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

‘કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે’, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.

વિભાગે બેંકોને ATMમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે.

‘કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે’, તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.

April 21, 2021
jharkhand-lockdown-again_21575293.jpg
1min238

કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દેશનાં વધુ એક રાજ્ય દ્વારા આજે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં વધી રહેલા કેસને ધ્યાને લેતા આજે મુખ્યમંત્રી હેમંત સોરેને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિશે ફેંસલો કર્યો હતો. ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી એક સપ્તાનું લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ છૂટછાટ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 22 એપ્રિલે સવારે 6 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીનાં લોકડાઉનને સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ નામ આપ્યું છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. આ સાથે જ તેમણે રાજ્યની જનતાને નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.’

April 20, 2021
oxygen_express.jpg
1min290

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દરદીઓને આપવા ઑક્સિજનની કમી વરતાઈ રહી હોવાથી રેલવે દ્વારા વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ ઑક્સિજન મહારાષ્ટ્રમાં લાવવા ખાસ ઑક્સિજન એક્સપ્રેસ દોડાવી દોડાવવામાં આવી છે.

ઑક્સિજન એક્સપ્રેસ

લિક્વિડ ઑક્સિજન ભરવાનાં ટૅન્કર ડાયરેક્ટ એ ટ્રેનમાં ચડાવી શકાય એ માટે કળંબોલી યાર્ડમાં માત્ર ચોવીસ જ કલાકમાં જ એના માટે ખાસ રૅમ્પ પણ તૈયાર કરી દેવાયો હતો. આ ટ્રેન ૭ ટૅન્કર સાથે વસઈ, જળગાવ, નાગપુર, રાયપુર જંક્શનથી વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ પહોચશે અને ત્યાંથી એ ટૅન્કરોમાં લિક્વિડ ઑક્સિજન ભરીને પાછી આવશે. ગઈ કાલે રાતે ૮.૦૫ વાગ્યે એ ટ્રેન ટૅન્કરો સાથે રવાના પણ કરી દેવાઈ હતી. 

April 20, 2021
virus.jpg
1min251
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 16, 2021
gujarat_highcourt.jpg
1min282

ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.

તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.

ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.