CIA ALERT

Uncategorized Archives - Page 7 of 13 - CIA Live

May 12, 2019
modi_rahul_matterphoto.jpg
1min2940

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પક્ષ (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે, પરંતુ હું તેમના પ્રત્યે આવી લાગણી નથી રાખતો. તેમણે જણાવ્યું હતું કે મોદી અવારનવાર મારી, મારા પિતા રાજીવ ગાંધી, દાદી ઇંદિરા ગાંધી અને પરદાદા જવાહરલાલ નહેરુની ટીકા કરે છે, પરંતુ મેં તેમને ઝપ્પી આપી હતી (ગળે મળ્યો હતો).

અગાઉ, મોદીએ જાહેરસભામાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમના ‘ચમચાઓ’ મિસ્ટર ક્લિન ગણાવતા હતા, પરંતુ તેમનું જીવન ‘ભ્રષ્ટાચાર નંબર વન’ તરીકે પૂરું થયું હતું. મોદીએ એવો આક્ષેપ પણ મૂક્યો હતો કે રાજીવ ગાંધી અને તેમના પરિવારે આઇએનએસ વિરાટનો દુરુપયોગ ‘અંગત ટેક્સી’ તરીકે કર્યો હતો અને તેના પર દસ દિવસ રજા માણી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ, આરએસએસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે. મોદીજી મારા પર શાબ્દિકપ્રહારો કરે છે. તેઓ મારા પિતા, મારા દાદી (ઇંદિરા ગાંધી) અને મારા પરદાદા (જવાહરલાલ નહેરુ) અંગે દ્વેષભાવભર્યું વલણ ધરાવે છે. મોદીજી ગુસ્સામાં ગમેતેમ બોલતા હોવા છતાં હું તેમની પાસે જઇને તેમને ઝપ્પી આપું છું.

તેમણે જણાવ્યું હતું કે મોદીજી, તમે વડા પ્રધાન છો. તમારે દ્વેષભાવ ભૂલીને પ્રેમથી કામ કરવું જોઇએ. તેનાથી તમને લાભ થશે. મને મોદી પ્રત્યે દ્વેષભાવ નથી.

May 11, 2019
congress.jpg
1min2850

કૉંગ્રેસ પક્ષે પોતાના નેતા સામ પિત્રોડા દ્વારા 1984ના શીખવિરોધી રમખાણ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનથી પોતાને અલગ રાખ્યો હતો અને પોતાના નેતાઓને ભવિષ્યમાં સંવેદનશીલ બાબતમાં નિવેદન કરતી વખતે સંભાળ રાખવાની તાકીદ કરી હતી.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુર્જેવાલાએ જણાવ્યું હતું કે અમારો પક્ષ જાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ કે અન્ય દરેક પ્રકારના મુદ્દે કરાતી હિંસાનો વિરોધ કરે છે.

તેમણે દાવો કર્યો હતો કે કૉંગ્રેસે 1984ના શીખવિરોધી રમખાણ અને 2002ના ગુજરાતના રમખાણના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા પ્રયાસ કર્યા હતા.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે હિંસા અને રમખાણને માફ કરી ન શકાય. ભારતીય જનતા પક્ષ (ભાજપ) દરેક ચૂંટણી વખતે મત મેળવવા માટે અને મતદારોનું ધ્યાન બીજી તરફ વાળવા આવા મુદ્દા ઉઠાવે છે.

અગાઉ, સામ પિત્રોડાએ પત્રકાર દ્વારા 1984ના શીખવિરોધી રમખાણ અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ‘થઇ ગયું તે થઇ ગયું’ (હુઆ તો હુઆ).

સામ પિત્રોડાના આ નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.

May 11, 2019
nitin-gadkar.jpg
1min3030

કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) માત્ર ‘મોદી-કેન્દ્રિત’ બની ગયો હોવાના આક્ષેપને શુક્રવારે નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપની એક ચોક્કસ વિચારધારા છે અને તે ક્યારેય કોઇ ‘વ્યક્તિ-કેન્દ્રિત’ પક્ષ નહોતો અને અત્યારે પણ નથી.તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની હાલની ચૂંટણીમાં ભાજપને 2014ની સરખામણીમાં વધુ બેઠક મળશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ભાજપ અગાઉ પણ માત્ર ‘અટલ કે અડવાણીજી’નો પક્ષ નહોતો અને અત્યારે પણ તે માત્ર ‘મોદી કે શાહનો પક્ષ’ નથી.

ભાજપના નેતાએ જણાવ્યું હતું કે ભાજપ અને મોદી એકબીજાના પૂરક છે. ભાજપમાં કોઇની ઇજારાશાહી નથી અને તે ચોક્કસ વિચારધારા પર આધારિત પક્ષ છે. પક્ષમાં સંસદીય સમિતિ જ બધા મહત્ત્વના નિર્ણય લે છે.ગડકરીએ જણાવ્યું હતું કે જો પક્ષ મજબૂત હોય અને તેનો નેતા નબળો હોય અથવા પક્ષ નબળો હોય અને તેનો નેતા મજબૂત હોય તો ચૂંટણી જીતી ન શકાય.તેમણે જણાવ્યું હતું કે ભાજપ પોતાના પાંચ વર્ષના શાસનકાળની સિદ્ધિ ગણાવવાને બદલે ‘રાષ્ટ્રવાદ’ને મુદ્દે ચૂંટણી લડી રહ્યો હોવાનો આક્ષેપ ખોટો છે. ભાજપ માટે ‘રાષ્ટ્રવાદ’ કોઇ મુદ્દો નથી, પરંતુ ‘અમારો આત્મા’ છે.ગડકરીએ જણાવ્યું હતું કે અમે સારા વહીવટીતંત્ર અને વિકાસમાં માનીએ છીએ. અમે ગરીબ અને પછાત લોકોને રોટી, કપડાં અને મકાન અપાવીશું.તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે તાજેતરમાં જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

May 9, 2019
congress.jpg
1min3060

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે પરિવર્તનનો સમય આવી ગયો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમય હવે પૂરો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે મોદીએ જનતાનો વિશ્ર્વાસ ગુમાવ્યો છે. વડા પ્રધાન મોદી આપેલા વચન પૂરા કરી નથી શક્યા અને તેથી સત્યનો સામનો કરી નથી શકતા.

કૉંગ્રેસના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે મોદી ક્યારેય સામાન્ય જનતા, ગરીબો અને મહિલાઓ માટે નથી બોલતા.

રાહુલ ગાંધીએ ભિણ્ડમાં જાહેરસભાને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે મોદીએ ફ્રાંસ પાસેથી રાફેલ યુદ્ધવિમાનો ખરીદવા માટે સમાંતર મંત્રણા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મોદીએ ભિણ્ડના યુવાનોના રૂપિયા 30,000 કરોડ છીનવીને તે અનિલ અંબાણીના ખાતામાં જમા કરાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે મોદીજીએ શહીદોનું અપમાન કર્યું હતું. મોદીજી, તમે ચોરી કરી હતી ત્યારે તમારી ભાવના ક્યાં હતી? શું તમે વિચાર્યું હતું કે તમે ભિણ્ડના યુવાનો પાસેથી રોજગાર છીનવી રહ્યા છો? શું તમે વિચાર્યું હતું કે તમે શહીદોનું અપમાન કરી રહ્યા છો? ભિણ્ડના અનેક યુવાનોનો દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદીમાં સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર પણ રાફેલ યુદ્ધવિમાનોના સોદા અંગે કંઇ પણ નહોતા જાણતા.

તેમણે જણાવ્યું હતું કે મેં ‘ચોકીદાર ચોર’નું સૂત્ર નથી આપ્યું, પરંતુ તે દેશના યુવાનો, ખેડૂતો અને મજૂરોએ આપેલું સૂત્ર છે.

May 8, 2019
vvpat.jpg
1min3980

ઈવીએમ સાથે વીવીપેટ સ્લિપ મેચિંગની સંખ્યા વધારીને પ0 ટકા કરવા ઈચ્છતી 21 વિપક્ષ પાર્ટીની રીવ્યૂ અરજી સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે એક ઓર્ડર દ્વારા ચૂંટણી પંચને જણાવ્યું હતું કે ઈવીએમ સાથે વીવીપેટ સ્લિપ મેચિંગનું પ્રમાણ એસેમ્બલી દીઠ એક બુથથી વધારીને પાંચ કરવું. આ ઓર્ડર સામે 21 વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ અરજી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે રીવ્યૂ અરજી નકારી કાઢતાં કહ્યું હતું કે 8 એપ્રિલના ઓર્ડરમાં કોઈ ફેરફાર થશે નહીં.

દરમિયાન આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુની અધ્યક્ષતામાં 22 પક્ષના પ્રતિનિધિએ મંગળવારે ચૂંટણી પંચ સમક્ષ વિનંતી કરી હતી કે જો કોઇપણ પાંચ વિવિપેટ મશીનમાં ખરાબી નીકળે તો ચૂંટણીપંચે બધા મશીનો ચેક કરવા જોઇએ.

પચાસ ટકા ઇવીએમ અને વીવીપેટ મશીનોની ચકાસણી કરવાની વિરોધ પક્ષની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવ્યાના તુરંત બાદ વિરોધ પક્ષનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળવા ગયું હતું.

મતદારોનો વિશ્ર્વાસ, પારદર્શિતા વધારવા અને સંસ્થાની મતગણતરીની પ્રક્રિયા સક્ષમ બનાવવા માટે વીવીપેટ સ્લીપની ઇવીએમ મશીન સાથે ગણતરી વધારવાની માગણી પણ એમણે કરી હતી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને દરેક મતદાર સંઘમાં કોઇપણ પાંચ વીવીપેટ મશીનની સ્લીપને ઇવીએમ સાથે સરખાવવાનો આદેશ આપ્યો હતો.

આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં ર1 વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજકર્તા તરફથી સિનિયર એડવોકેટ એ એમ સિંઘવીએ બેન્ચમાં દલીલ કરી હતી કે ઈવીએમ સાથે વીવીપેટ સ્લિપની ગણતરી દરેક એસેમ્બલીમાં વધારીને પ0 ટકા કરવી જોઈએ. તેને કોર્ટે તુરંત નકારી કાઢ્યા બાદ રપ ટકાની માગણી કરી હતી. હાલ કોર્ટ 2 ટકાની મંજૂરી આપેલી છે જે પૂરતી નથી એમ વિપક્ષએ જણાવ્યું હતું. ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણીનો તબક્કો ચાલુ થઈ ગયો છે અને ઈવીએમ સાથે વીવીપેટ સ્લિપ મેચિંગનું પ્રમાણ વધારવાની તૈયારીમાં ચૂંટણીનું પરિણામ વિલંબમાં આવી શકે.

May 8, 2019
bjp-vs-congress-620x413.jpg
1min3080

કૉંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે ઈતિહાસમાં વડા પ્રધાન મોદી ‘સ્ટેસમેન’ (રાજપુરુષ) તરીકે નહીં, પણ ‘સ્ટન્ટમેન’ તરીકે ઓળખાશે. કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે બેરોજગારી, કાળું નાણું, અર્થતંત્ર અને નાના મધ્યમ કદના ઉદ્યોગમાં નિરાશાના વાતાવરણ બાબતમાં પૂછાતા પ્રશ્ર્નોના જવાબ આપતા નથી. 2014માં તેમને મળેલા જનાદેશનો આદર કર્યો ન હોવાને કારણે તે સંબંધિત ન હોય તેવા મુદ્દાઓ પર બોલી રહ્યા છે.

આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિનું અપમાન કરી અને રાજકીય હરીફો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વડા પ્રધાનપદના ગૌરવને ઘટાડવાનો આક્ષેપ કૉંગ્રેસે વડા પ્રધાન મોદી સામે કર્યો છે.

સિંઘવીએ કહ્યું કે ‘વડા પ્રધાન જે રીતે મુદ્દાઓ બદલતા રહે છે અને એક મુદ્દાથી બીજા મુદ્દા પર ખસતા રહે છે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે.’ સિંઘવીએ કહ્યું કે ર014ની ચૂંટણી મોદીએ વાયદાઓ આપી લડી હતી. બે કરોડ નોકરી, બૅન્ક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાના, 100 સ્માર્ટસિટીની રચના કરવાનો અને પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડો વિગેરે વાયદાઓ આપ્યા હતા. આ મુદ્દાઓ પર અમે બાકીના બેઠકો પર ચૂંટણી લડીશું, આ દેશના લોકોએ તમને ઐતિહાસિક તક આપી હતી, પણ ઈતિહાસમાં વિચક્ષણ રાજપુરુષ તરીકે નહીં, પણ સ્ટન્ટમેન તરીકે તમારી નોંધ થશે.

May 7, 2019
modiinguj.jpg
1min2660

વાવાઝોડું ‘ફોની’ ઓડિશામાં નુકસાન વેરીને કોલકાતાથી પસાર થયું હતું. વાવાઝોડા મુદ્દે વડા પ્રધાન મોદીએ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઈક સાથે વાત કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરીને આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથે વાવાઝોડા વિશે ચર્ચા કરવા બે વાર ફોન કર્યો હતો, પરંતુ તેણે વાત કરી નહોતી. આવા કેસમાં મમતાદીદી રાજકારણ રમતા હોવાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ઓડિશાની વાવાઝોડા બાદની સ્થિતિનો સર્વે કર્યા બાદ પ. બંગાળની સ્થિતિ જાણવા મમતા બેનરજીને બે વાર ફોન કર્યો હતો, પરંતુ ઉપાડ્યો નહોતો અને બાદમાં જવાબ પણ આપ્યો નહોતો. રીટર્ન કોલની રાહ જોઈ હતી, પરંતુ ઉપેક્ષા દર્શાવાઈ હતી. સ્પીડબ્રેકર દીદી રાજકારણ રમવામાં વ્યસ્ત હતી. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળતા મળતાં ગવર્નર સાથે વાત કરી હતી.

મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રસંઘે વૈશ્ર્વિક આતંકી ઘોષિત કર્યો છે છતાં મમતાદીદી વૉટ બૅંકની રાજનીતિ કરી રહ્યા છે, તેથી સારા કાર્યની પ્રશંસા કરતા ડરે છે. પશ્ર્ચિમ બંગાળની સ્થિતિ એવી છે કે જયશ્રી રામ બોલનારને જેલમાં પૂરી દેવાની ધમકી અપાઈ છે.

May 5, 2019
modi.jpg
1min4550

વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં સવારે 11-30 કલાકે દોઢ વાગે બસ્તીમાં અને બિહારના વાલ્મીકિ નગરમાં સાડા ત્રણ વાગે રેલીઓનો દોર કર્યો હતો. મોદીએ પ્રતાપગઢમાં કવિનો અંદાજ અપાનાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ન મેં ગીરા ઔર ન મેરી ઉમ્મીદો કે મિનાર ગિરે પર કુછ લોગ મુઝે ગિરાને મેં કઈ બાર ગીરે.

બસપાનાં માયાવતી સાથે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ ‘ગેઈમ’ રમી રહ્યા હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો. પ્રતાપગઢ અને બસ્તીમાં રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે સપા-બસપા જોડાણના ભાગીદારો ર3મીએ ચૂંટણીપરિણામ જાહેર થશે પછી એકબીજાની વિરુદ્ધ થઈ જશે. તેમણે કહ્યું હતું કે એક બાજુ બસપાનાં વડાં માયાવતી કૉંગ્રેસની ટીકા કરે છે જ્યારે બીજી બાજુ બસપાના જોડાણ ભાગીદાર સમાજવાદી પક્ષ કૉંગ્રેસનાં નેતા સાથે ભેગા થાય છે. ગુરુવારે

રાયબરેલીમાં સમાજવાદી પક્ષની બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભેગા થયાં હતાં તેના તરફ તેમનો ઈશારો હતો. પ્રતાપગઢમાં મોદીએ કહ્યું કે ‘સપા કૉંગ્રેસ સાથે નરમાશથી વર્તી રહી છે, જ્યારે માયાવતી કૉંગ્રેસની આકરી ટીકા કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ‘તમને (માયાવતી) વડા પ્રધાન બનાવવામાં આવશે તેવું કહેવામાં આવતું હતું પણ હવે બહેનજી સમજી ગયાં છે કે સપા અને કૉંગ્રેસ તેમની સાથે ‘ગેઈમ’ રમી રહ્યા છે.

બસ્તીમાં મોદીએ કહ્યું કે ‘સત્તા માટે સિદ્ધાંતો ભૂલી જવાનું સૌથી મોટું ઉદાહરણ સપા, બસપા અને કૉંગ્રેસ છે. તેમની વૉટ બૅન્કનું ગણિત ગણવામાં તેઓ એવા વ્યસ્ત બની જાય છે કે મતદારોને ફક્ત આંકડા ગણે છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘એમડીએની કાર્યસંસ્કૃતિ’ મહામિલાવટી જોડાણથી જુદું છે અને સરકારનું વિકેન્દ્રીકરણ કરવા માગીએે છે, પણ મહામિલાવટીઓ સત્તાની લાલચમાં દિલ્હી આવવા આતુર છે.

May 5, 2019
rahul_gandhi-1.jpg
1min2850

ભારતનું સૈન્ય એ કંઈ મોદીની અંગત મિલકત નથી એમ જણાવી રાષ્ટ્રવાદને મામલે ભાજપને આડેહાથ લેતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એનડીએ સરકારે જૈશે મોહમ્મદના વડા અઝહર મસૂદને છોડી મૂક્યો હોવાની ઘટનાને ટાંકીને આતંકવાદ સાથે કામ પાર પાડવાને મામલે ભગવા પક્ષે સમાધાન કર્યું હોવાનો શનિવારે આક્ષેપ કર્યો હતો.

આતંકવાદ મોટો મુદ્દો હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ આતંકવાદ વિરુદ્ધ મોદી સરકાર કરતાં વધુ કડક કાર્યવાહી કરશે. ભાજપ ભારતીય સૈન્યનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પક્ષના વડામથકે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલે કહ્યું હતું કે યુપીએ સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને વીડિયો ગૅમ લેખાવી મોદીએ ભારતીય સૈન્યનું અપમાન કર્યું છે.

કૉંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઈક માત્ર પેપર પર હતી અને વિપક્ષના નેતાઓ તેની વીડિયો ગૅમ સમજે છે એ પ્રકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનના એક દિવસ બાદ રાહુલ ગાંધીનું ઉપરોક્ત નિવેદન આવી પડ્યું હતું. અઝહર મસૂદને છોડી મૂકનાર અને તેને પાકિસ્તાન મોકલનાર ભાજપની સરકાર જ હતી, એમ રાહુલે કહ્યું હતું.

વર્ષ 1999માં એનડીએના શાસનકાળ દરમિયાન કંદહાર વિમાન અપહરણ કેસમાં અઝહરને મુક્ત કરવા કોણ તૈયાર થયું હતું એવો સવાલ કરતા રાહુલે કહ્યું હતું કે કોણે અઝહરને પાકિસ્તાન મોકલ્યો હતો? કઈ રીતે તે પાકિસ્તાન પહોંચ્યો હતો? કઈ સરકાર આતંકવાદ સામે ઝૂકી ગઈ હતી અને સમાધાન કરી લીધું હતું?

કૉંગ્રેસે અઝહરને પાકિસ્તાન નહોતો મોકલ્યો. વાસ્તવિકતા એ છે કે ભાજપે જ આતંકવાદ સાથે સમાધાન કરી તેને પાકિસ્તાન મોકલ્યો હતો. કૉંગ્રેસે આવી રીતે ક્યારેય આતંકવાદીને પાકિસ્તાન નથી મોકલ્યો અને એવું ક્યારેય નહીં કરે, એમ રાહુલે કહ્યું હતું.

અટલ બિહારી વાજપેયી સરકારે ઈન્ડિયન ઍરલાઈન્સના આઈસી-814 વિમાનનાં બાનમાં લેવાયેલા પ્રવાસીઓના બદલામાં અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદી મુસ્તાક અહમદ ઝારગર અને અહમદ ઓમર સઈદ શેખને છોડી મૂક્યા હતા.

May 3, 2019
omar-abdullah.jpg
1min11030

જમ્મુ અને કાશ્મીરમાં કૉંગ્રેસે નબળો ચૂંટણી પ્રચાર કર્યો હોવાનો અને એ રીતે ભાજપને આડકતરી રીતે આગળ વધવાનો મોકો આપ્યો હોવાનો આક્ષેપ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કર્યો હતો. ઓમરે જણાવ્યું હતું કે રાજ્યની છમાંથી ચાર બેઠક પર કૉંગ્રેસને લડવાનો અને એમાંથી ત્રણ પર મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપનો ઉમેદવાર હતો છતાં કૉંગ્રેસના ચૂંટણી પ્રચારનો સવાલ છે તો ભાજપને કઇ રીતે સરળતાથી આગળ વધવા દેવાયો એ ન સમજાય એવી બાબત છે.

રાજ્યની ચૂંટણી સભાઓમાં કૉંગ્રેસના પ્રમુખ સહિતના મોટા નેતાઓની ગેરહાજરી કૉંગ્રેસ પક્ષનું જમ્મુ અને કાશ્મીર પ્રત્યેનું વલણ જાહેર થાય છે. રાજ્યમાં રાહુલે એકેય ચૂંટણી સભા સંબોધી નહોતી. એથી વિપરીત મોદીજી અને અમિત શાહે અનેક સભાઓ સંબોધી હતી. તેઓ કદાચ કાશ્મીર ખીણમાં આવ્યા નથી તોય એમણે રાજ્યને અવગણ્યું નથી.