CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 39 of 41 - CIA Live

September 15, 2018
bamboo.jpg
1min11640

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ખાણી-પીણીથી લઇને વસવાટમાં ઇનશોર્ટ કહો કે બધેબધ ગ્રીન કન્સેપ્ટની બોલબાલો, વ્યાપ-વિસ્તાર વધી રહ્યો છે તો કાપડ ઉદ્યોગ કેમ આમાથી બાકાત રહે. ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રનું નામ આવે તો સુરતનું નામ કેમ પહેલા ન લેવાય. સાડી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વભરમાં નામના ધરાવતા સુરતમાં કાપડ ઉત્પાદનમાં હવે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સની એન્ટ્રી થઇ ચૂકી છે અને હાલ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, સાથોસાથ શર્ટિંગમાં પણ ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સનું ઉત્પાદન તબક્કાવાર વધી રહ્યું છે.

શું છે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક

ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક એટલે બામ્બુ ફાઇબરમાંથી બનતું યાર્ન અને એ યાર્નમાંથી ઉત્પાદિત કરવામાં આવતા ફેબ્રિકને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહે છે. બામ્બુના ઝાડ જેવા કુદરતિ સ્ત્રોતમાંથી બની રહેલા આ યાર્નમાંથી બનતા કાપડને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી રહી છે. બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતા ફેબ્રિક્સને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કે ઇકો ફ્રેન્ડલી પણ કહેવામાં આવે છે.

Bamboo fibre is a regenerated cellulosic fibre produced from bamboo. Starchy pulp is produced from bamboo stems and leaves through a process of alkaline hydrolysis and multi-phase bleaching. Further chemical processes produce bamboo fibre.

(ઉપરોક્ત પ્રોસેસથી બને છે બામ્બુના વાંસમાંથી કાપડ)

સુરતના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેબ્રિક સ્ટેટસ પરથી ફાઇબર ટુ ફેશન તરફ લઇ જઇ રહ્યા છે. સુરતમાં બનતું કાપડ સીધું જ વસ્ત્ર તરીકે પહેરી શકાય તેવું ફક્ત સાડીના કહી શકાય. સુરતમાં બનતી સાડીઓ મોટે ભાગે સુરતમાં ઓછી પહેરાય ભારતના અન્ય ક્ષેત્રોમાં વધુ પહેરાય છે. પણ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુરતના મહિલાઓ ખાસ કરીને વર્કિંગ વુમન માટે સાડીની પ્રીમિયમ પ્રોડેક્ટ લોંચ કરવાની તૈયારી કરી છે અને આ પ્રીમિયમ સાડીઓ બની રહી છે બામ્બુ ફાઇબરમાંથી.

બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે

બામ્બુ ફાઇબર આમ તો દાયકાઓ જૂનું છે પણ સુરતના કેટલાક સાડી ઉત્પાદકો આને નવા ફોર્મેટમાં, નવા યાર્ન-ફાઇબર, બામ્બુ ફાઇબરની મદદથી પ્રીમિયમ પ્રોડેક્ટસ સાડીઓ બનાવી રહ્યા છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે આથી ગુજરાત અને આસામમાં બામ્બુ ફાઇબરના યાર્નમાંથી બનતી સાડીઓને પ્રીમિયમ રેન્જમાં મૂકીને ઉંચી કિંમતે વેચાઇ રહી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો બામ્બુ ફાઇબર યાર્નની હાઇક્વોલિટીને લીધે કોટન, સિલ્ક અને અન્ય યાર્નની સાથે સમગ્ર બિઝનેસને ડાઇવર્સિફીકેશન મળે તે માટે બામ્બુ યાર્ન ઉમેરીને સાડી બનાવી રહ્યા છે. જાણકારો માને છે કે બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ સમગ્ર સાડી રિલેટેડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ પૂરશે.

એવું નથી કે સુરતમાં ફક્ત સાડીઓ બનાવવામાં જ બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડીઓ જ બની રહી છે, કેટલાક ઉદ્યોગકારો ડ્રેસ મટિરિયલ્સમાં પણ બામ્બુ ફિલામેન્ટ-યાર્નનો વપરાશ ઉપયોગ કરી રહ્યા છે. બામ્બુ યાર્ન શાઇનિંગ આપતું યાર્ન હોવાથી ડ્રેસ મટિરિયલ ઉત્પાદકો તેના તરફ વળી રહ્યા છે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતી સાડીઓની કોસ્ટ રૂ.1400થી શરૂ કરીને રૂ.12000 જેટલી થવા જાય છે. બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ ઉપરાંત બામ્બુ સિલ્કની પણ સાડીઓ બની રહી છે. જાણકારો કહે છે કે બામ્બુ યાર્નમાંથી બનતા ફેબ્રિક્સની ફેશન ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં એ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં જોવા મળશે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ કે શર્ટ્સ આગામી દિવસોમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન સિમ્બોલ તરીકે જોવા મળે તેટલો ગ્રોથ આ સેગમેન્ટમાં હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

 

રસપ્રદ સમાચારો સતત મેળવવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર Google Play Store પરથી પણ અમારી એપ ડાઉનલોડ કરી શકો

 

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min9480

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 9, 2018
callcenter.jpg
1min7050
અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી

અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.

અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.

અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.

 

September 5, 2018
funds.jpg
1min3540

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min7190

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from

 

September 4, 2018
SS_Logo_Blue-1280x986.png
1min12310

 

અત્યાર સુધી એવું નોંધવામાં આવ્યું છે કે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ સારી રીતે પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીનો નિર્ણય લેવામાં ભારે મૂંઝવણ અનુભવતા હોય કેમકે તેમની પાસે કોલેજમાં કેવી રીતે, કયા કોર્સમાં અભ્યાસ કરવો તેની કોઇ જ જાણકારી હોતી નથી. પરીણામે છેલ્લી ઘડીએ જ્યાં મળે ત્યાં ઉતાવળે નિર્ણય લઈને સચોટ નિર્ણય લઇ શકાતો નથી.

બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કઇ કઇ મૂંઝવણો અનુભવે છે એના પર નજર કરીએ તો…

તેમની પાસે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની કોઇ જ માહિતી ઉપલબ્ધ હોતી નથી. જે હોય તે પ્રાથમિક અને આઉટ ડેટેડ હોય છે.

તેમની પાસે પ્રવેશ પરીક્ષાઓ અંગેની 90 ટકા માહિતી હોતી જ નથી.

તેમને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પહેલા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેવી ખબર હોતી નથી.

તેઓ હાઇલી વોકેશનલ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં નોંધણીની મુદતથી વાકેફ હોતા નથી.

તેમને કેવા પ્રકારના દસ્તાવેજો ક્યાંથી મેળવવા તે અંગેની જાણકારી હોતી નથી.

મેરીટ પ્રીપેરેશન કેવી રીતે થાય તે અંગે તેમની પાસે કોઇ જ જાણકારી હોતી નથી.

તેમને ખબર હોતી નથી કે ક્વોલિફાઇંગ માર્કસ અને મેરીટ વચ્ચે શું તફાવત હોય.

તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે પરીણામ પહેલા અને પરીણામ પછી કયા અને કેટલા ફોર્મ ભરવાના હોય.

તેમને જાણકારી હોતી નથી કે સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકાય, અગર તો પોતાને મળવાપાત્ર છે કે નહીં.

આવી અસંખ્યા બાબતોથી વાકેફ નહીં હોય તેવા વાલીઓ માટે શિક્ષણ સર્વદાએ મોબાઇલ એલર્ટ સિસ્ટમ લોંચ કરી છે. જેમાં પ્રતિ દિન રૂ.1ની નજીવા દરે બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને મહત્વની જાણકારીઓ પરીણામ આવે એ દિવસ સુધી મળતી રહેશે.

વહેલો તે પહેલાના ધોરણે આ યોજનામાં સમાવેશ કરાશે.

યોજનાનો ચાર્જ પ્રતિ મોબાઇલ નંબર રૂ.200 છે જે બોર્ડના પરીણામની ઘોષણા સુધીની મુદત માટેનો રહેશે.

આ યોજનામાં જોડાવા માટે 98253 44944 પર મેસેજ કરો. અગર તો નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો.

Paytm પેટીએમથી ચૂકવણી માટેનો નંબર 98253 44944

https://chat.whatsapp.com/1m37dIlbbVS1aauncRfaNP

 

 

September 3, 2018
mundan.jpg
1min5330

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

August 26, 2018
rudraksh-1280x854.jpg
3min20370
દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી  થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે.  બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે. 
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
–  તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
August 13, 2018
major1.jpg
1min4770

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 7, 2018
cruise-holiday.jpg
1min4090

સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.

ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ 

માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.

ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.