CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 40 of 67 - CIA Live

August 30, 2019
thennarasan-1280x720.jpg
1min24880

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાઇપ્રોફાઇલ ગણાતા સુરત શહેરના સૌથા નબળા કમિશનર તરીકે સુરતના બુદ્ધિજીવીઓ જેને માની રહ્યા છે એ થેન્નારાસનની આજે રાજ્યના 79 સનદી અધિકારીઓની બદલીની યાદીમાં નામ જોતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓથી લઇને અધિકારીઓ અને કેટલાક ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.

થેન્નારાસનના સમયમાં સ્વચ્છતામાં સુરત દેશમાં 4થા ક્રમેથી 14માં ક્રમે ધકેલાય ગયું

અમાસના દિવસે પનોતી ઉતરતી હોય એમ સુરતની પનોતી ઉતરી હોવાની પોસ્ટસ પણ વાઇરલ થઇ છે. સુરતમાં આમ તો એસ.આર. રાવ, જગદીશન, ગુરુપ્રસાદ મહાપાત્ર, પંકજ જોશી જેવા સ્માર્ટ કમિશનરો આવ્યા પણ વર્તમાન કમિશનર થેન્નારાસને સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે જે દાટ વાળ્યો છે એમાંથી સુરતને બેઠું થતાં વર્ષો નીકળી જશે. રાવ, જગદીશન, મહાપાત્ર, પંકજ જોશી જેવા કમિશનરોને સુરત પ્રત્યે લગાવ હતો, સુરતના વિકાસમાં તેમને રસ હતો, આ કમિશનરની સૌથી મોટી ત્રુટી એ હતી કે એ એક અધિકારી તરીકેની ઔપચારિકતા પૂરી કરતા હોવાનું નરી આંખે જણાઇ આવતું. સંવેદનશીલ સુરતને સંવેદનશીલ અધિકારીઓ ખપે.

અમાસના દિવસે સુરતના મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસનની બદલી

સામાન્ય રીતે સુરતમાંથી કોઇ સનદી અધિકારીની બદલી થાય ત્યારે તેમની ખુશામતો થતી હોય પરંતુ, અમે સી.આઇ.એ. લાઇવ સીધી સટ વાત કરવા માટે ટેવાયેલા છે.

જેમ કમિશનર તરીકે થેન્નારાસનને મળેલી સત્તાઓ અને તેના પ્રભાવમાં ભાજપ શાસકો સાથે મળીને તેમણે સુરતના લોકોના કરોડો રૂપિયા બિનજરૂરી કામોમાં વેડફી નાંખ્યા, એમ અમે પણ માર્કેટમાં તેમણે કરેલા કામો અંગે સામાન્ય લોકોના મોઢેથી સાંભળેલી વાતોને વાચા આપી રહ્યા છે.

વાંચો અહીં : અમે કેમ થેન્નારાસનને સૌથી નબળો કમિશનર કહી રહ્યા છીએ?

  • બ્યુટીફિકેશનના નામે ફૂટપાથો અને ફ્લાયઓવર બ્રિજની નીચે સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયા વેડફ્યા, આ કામોની જરૂર જ ન હતી
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથોમાં કરોડો નાંખ્યા, આજે થેન્નારાસનના સમયમાં બનેલી કહેવાતી સ્માર્ટ સિટીની ફૂટપાથની ડિઝાઇન જાણે લારી, ગલ્લાવાળાઓ માટે પ્લેટફોર્મનું એકદમ ફીટ બેસતું સ્ટ્રક્ચર બનાવી આપ્યું હોય એ રીતે લારીગલ્લા, ખાણીપીણાવાળા ફૂથપાથ વાપરી રહ્યા છે.
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથની
  • સ્માર્ટ સિટીમાં સુરતના લોકોના 2000 કરોડ રૂપિયા વાપરી નાંખ્યા, વર્ષે રૂ.500 કરોડનું સંયુક્ત બજેટ વાપરવાનું હતું, આ કમિશનરે સુરતના લોકોના વેરાથી ભરાતી તિજોરીના રૂ.2000 કરોડ ખર્ચી કાઢ્યા, ભાજપ શાસકોએ પણ તેમાં હામી ભરાવી.
  • તેમના રાજમાં સુરત મહાનગરપાલિકાની તિજોરીની એટલી દયનીય હાલત થઇ ગઇ હતી કે એક તબક્કે કર્મચારીઓને પગાર કરવાના ફાંફા પડી ગયા હતા.
  • સુરત મહાનગરપાલિકાએ બોન્ડ બહાર પાડવા પડે તેટલી ફાઇનાન્સીયલ ક્રાઇસીસમાં સુરત મહાનગરપાલિકાને લાવીને મૂકી દીધી. આજે બોન્ડના કેટલા રૂપિયા આવ્યા એ પણ કોઇને ખબર નથી.
  • સ્ટ્રીટ ફર્નિચરમાં એવા કામો કર્યા છે કે તકલાદી હોવા ઉપરાંત અત્યંત મોંઘી કિંમતે ખરીદવામાં આવ્યા હતા.
  • સુરત શહેરનો વિકાસ ઇન્દૌરની કોપી તરીકે કરવાની પોલિસી અપનાવી, સુરત અને ઇન્દૌર બન્ને શહેરની કોઇ કમ્પેરીઝન ન થઇ શકે આમ છતાં તેમની નીતિઓ ઇન્દૌરની જેમ હોવાની છાપ જોવા મળતી હતી.
  • શહેરમાંથી કચરાપેટીઓ દૂર કર્યા બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં રોડ પર થતાં કચરાના ઢગલા ઉપાડવા માટે ટ્રેક્ટરો ભાડે રાખવામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને એમાં સનદી અધિકારી સુધી છાંટા ઉડ્યા, આવું અગાઉ ક્યારેય કોઇ કમિશનર સામે થયું નથી.
  • જીપીએસ ધરાવતી 50 હજાર રૂપિયાની એક એવી અનેક સાઇકલ ખરીદીને લોકો માટે મૂકવાનો બિનજરૂરી પ્રોજેક્ટ હઠાગ્રહ કરીને હાથ ધરાવ્યો, આજે આ સાઇકલો ક્યાં ચાલે છે એ પણ જોવા મળતું નથી.
  • તક્ષશિલા કાંડમાં કાર્યવાહી કરવામાં સાવ વામણા પૂરવાર થયા. ન તો અધિકારીઓને દંડી શક્યા ન તો બચાવી શક્યા. સમ ખાઇ શકાય તેવી કામગીરી ક મને હાથ ધરી. તક્ષશીલા કાંડ પછી હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવી હોવાના સંગીન આક્ષેપો તેમના પર થયા છે.
  • હાઇપ્રોફાઇલ સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ ચાલુ વર્ષે તેમણે જાહેર કર્યું હતું. એકેય નવા પ્રોજેક્ટની વાત તો દૂર રહી પણ જુનાને પણ પૂરા કરી શક્યા નહીં.
  • સૌથી મોટી કાળી ટીલી તો સુરતના લોકોના કરોડો રુપિયાના ખર્ચીને તૈયાર કરવામાં આવેલો પાલ-ઉમરા બ્રિજ 95 ટકા તૈયાર છે, હવે તૈયાર બ્રિજ સડી રહ્યો છે. લોકો ટ્રાફિક જામમાં રોજેરોજ પીસાઇ રહ્યા છે, પણ એક કમિશનર તરીકે એટલી પણ સૂજબૂજથી કામ કરાવીને બ્રિજના એપ્રોચ રોડને નડતર અસરગ્રસ્તો સાથે સમાધાન કરી શકવામાં સાવ જ નિષ્ફળ નિવડ્યા. એક બિલકુલ તૈયાર બ્રિજ આજે વણઉપયોગી બનીને સડી રહ્યો છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સમગ્ર કોકડું ભાજપ શાસકોના માથે નાંખી દઇને પોતે એક કમિશનર, સનદી અધિકારી હોવા છતાં અસમર્થ જાહેર થયા.
  • તાપી નદીના એકેય પ્રોજેક્ટમાં લિડરશીપ લઇને કામ કરવા કે કરાવવામાં બિલકુલ રસ દાખવ્યો નહીં. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે
  • સુરતને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનું શ્રેય લેવા જતા એવો દાટ વાળ્યો કે લોકો દિવસો સુધી તેમની જોહુકમીનો ભોગ બન્યા. સ્વચ્છતા સર્વેક્ષણમાં કન્ટેનર ફ્રી સિટી હોય તો 18 માર્ક મળે એ 18 માર્ક મેળવવા માટે રાતોરાત 1016 પોઇન્ટ પરથી કચરાના કેન્ટેનરો ઉઠાવી લીધા અને પછી જે સુરતમાં કચરાના ઢગલાઓ થયા, અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
  • પોસ્ટ બોક્સ (ટપાલ પેટીઓ) જેવી કચરાપેટીઓ મૂકી લાખો રૂપિયા વેડફ્યા, પ્રોજેક્ટ સાવ જ ફેઇલ ગયો. ટપાલ પેટી જેવી એક કચરાપેટીની કિંમત રૂ.13 હજાર હતી. સુરતના લોકોએ વેરો ભરીને કોર્પોરેશનની તિજોરી છલકાવી હતી, જે આ સાહેબે વેડફી નાંખી. એક ઝોનમાં 200થી 250 જેટલી સંખ્યામાં આવી કચરા પેટીઓ મૂકાઇ હતી, આજે આ કચરાપેટીઓ સાવ ભંગાર અવસ્થામાં આવી ગઇ છે.
  • આ પ્રકારે જો તેમની નિષ્ફળતાઓ, વિવાદીત કામગીરીઓ, સુરતના લોકોના રૂપિયા વેડફવાની વાતો લખવા બેસીએ તો તેમણે જેટલા દિવસ સુરતમાં કામ કર્યું તેટલા સંગીન મામલાઓ લખી શકાય.

August 30, 2019
sda.jpg
1min9900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14720

સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.

ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.

ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર

શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min2588

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.

ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.

પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત

ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.

C.I.A. Live News સાથે વાતચીત કરતા કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.

તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી.

મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા

August 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10410

Jayesh Brahmbhatt 98253 44944

આગામી મહિનાઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સૌપ્રથમ વખત ડાયમંડસની જાહેર હરાજી કરવામાં આવશે. GJEPC ના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું છે કે સુરતમાં અંદાજે 25000 કેરેટસના ડાયમંડનું અવલોકન અને ત્યારબાદ તબક્કાવાર હરાજી યોજવામાં આવશે. પણ આ હરાજીમાં એ લોકો જ ભાગ લઇ શકશે જેઓ GJEPC મેમ્બર હોય. આથી સુરતના ડાયમંડ બિઝનેસકર્તાઓને જણાવાયું છે કે જે તેમણે 25000 કેરેટ ડાયમંડના સુરત ખાતેના પ્રથમ હરાજીમાં ભાગ લેવો હોય તો સત્વરે મેમ્બરશીપ ઔપચારિકતાઓ પૂરી કરી દે.

ફક્ત GJEPC મેમ્બર ભાગ લઇ શકશે, જેઓ મેમ્બર નથી એ સત્વરે મેમ્બર બને : દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન

ઇચ્છાપોર સ્થિત જીજેઇપીસી દ્વારા સૂચિત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને સ્પેશયલ દરજ્જો મળે તે માટે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અધિકારીઓ સાથે એક અગત્યની મિટીંગ કરી રહ્યા છે.

વધુ માહિતી આપતા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોર-સુરત ખાતે તૈયાર કરવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો મળે તે માટેના પ્રોસિડીંગ્સ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની ચકાસણી હેઠળ છે. કસ્ટમ્સ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરનું ફિઝિકલ વેરિફીકેશન પણ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પન્ના માઇન્સના પ્રોડ્યુસર એન.એમ.ડીસી. લિ. દ્વારા પણ સુરત સ્થિત સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરની મુલાકાત લેવામાં આવી ચૂકી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સિલ મેમ્બર હોય તેવા સભ્યો માટે અવલોકન યોજવામાં આવશે અને એ પછી ઓનલાઇન પોર્ટલ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.

જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અવલોકન માટેનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લિ. દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અને ત્યારે કાઉન્સિલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે. તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.

સુરત ખાતે આગામી દિવસોમાં અંદાજે 25000 કેરેટનું પ્રથમ ઓકશન યોજાશે અને ત્યારબાદ પ્રતિ 2-3 માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન અને હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ વ્યવસ્થા થકી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હીરા ઉદ્યોગને મળશે.

August 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5590

દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં કાર્યરત બ્લડ બેંકો હાલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ બ્લડની તંગી અનુભવી રહી છે. સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રએ એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

A પોઝીટીવ અને AB પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

વધુ માહિતી આપતા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના મેનેજર શ્રી સંજયભાઇએ જણાવ્યું હતું કે એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્ત ધરાવતા લોકો આમેય ઓછા હોય છે અને આ વખતે 15મી ઓગસ્ટ કે જે દિવસે સૌથી વધુ રક્તદાન કેમ્પો યોજાતા હોય છે એ યોજી શકાયા ન હતા કેમકે રક્ષાબંધન પર્વ સાથે હતો એટલે એન.જી.ઓ. દ્વારા દર વર્ષે જે કેમ્પો યોજાય છે તેટલી સંખ્યામાં આ વખતે કેમ્પો યોજાય શક્યા ન હતા. એટલે હાલમાં એ અને એ બી પોઝીટીવ રક્તની તંગી વર્તાય રહી છે.

સંજયભાઇએ કહ્યું કે લોકસમપર્ણ રક્તદાન કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત બન્ને રક્ત ગ્રુપ ધરાવતા દાતાઓને ફોન કરીને સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

એવી જ રીતે સુરત રક્તદાન કેન્દ્રના શ્રી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે રક્તદાન કેન્દ્રએ દરેક દાતાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે અને ઇમરજન્સીમાં જે રક્તની જરૂર પડે છે એ અંગેની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.

સુરતમાં એ ગ્રુપ અને એ બી બ્લડ ગ્રુપના રક્તની અછત નિવારવા માટે સનગ્રેસ સ્કુલના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયા પ્રયત્નશીલ છે, ટૂંક સમયમાં તેઓ આ અંગે મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરી રહ્યા છે, રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. ફોન નં. 99251 1009

August 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8730

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદ માટે આજે સુરતના જીવનભારતી સંકુલ ખાતે યોજાયેલી દ્વીપાંખીયા જંગ સમી ચૂંટણીમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો.પારુલ વડગામાનો વિજય થયો હતો. ડો. પારુલ વડગામા (916 મતો) એ તેમના હરીફ ડો.યોગેશ દેસાઇ (696 મતો) ને 220 મતોની સરસાઇથી હરાવ્યા હતા.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદે આજે ડો.પારુલ વડગામા વિજયી નિવડ્યા હતા. વિજય બાદ પોતાના સમર્થકો સાથે ડો.પારુલ વડગામા વિજયી મુદ્રામાં દ્રશ્યમાન છે.

સુરતના તબીબોની આ ચૂંટણીમાં અદ્દલ રાજકારણીઓને પણ શીખવા મળે તેવું રાજકારણ રમાયું હતું એ અંગે સી.આઇ.એ. લાઇવ એ પહેલા જ રિપોર્ટમાં દર્શાવ્યું હતું. આજની ચૂંટણીમાં હકીકતમાં સૌરાષ્ટ્રવાસી તબીબોનો દબદબો જોવાયો હતો. વેડ, કતારગામ, અમરોલી, વરાછા વિસ્તારના તબીબોએ કરેલા અગ્રેસિવ વોટિંગને કારણે ડો.યોગેશ દેસાઇએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઇતિહાસ શું હતો?

થોડા વર્ષો અગાઉ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસીએશન (એસ.એમ.સી.એ.) જે સુરતના તબીબોનું જ એક સંગઠન છે અને એ ક્યાંયે રજિસ્ટર્ડ કે કોઇ સંસ્થા સાથે સંકળાયેલું નથી, પોતાની રીતે કાર્યક્રમો પોતાના ખર્ચે પાર પાડે છે. આ સંગઠનમાં ખર્ચ તેમજ હિસાબો બાબતે એક સૌરાષ્ટ્રવાસી તબીબને સુરતી તબીબો સાથે માથાકૂટ થઇ હતી. અને એ સમયે સૌરાષ્ટ્રવાસી તબીબે એવી ચેલેન્જ કરી હતી કે એક દિવસ તેઓ સુરતી તબીબોને હરાવીને બદલો વાળશે. એ સમયે આજે ચૂંટણી જીતેલા ડો.પારુલ વડગામા કોના તરફે હતા એ તમામ તબીબો જાણે જ છે.

બસ આ ઘટનાને પગલે આજે આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી તબીબોએ સુરતી તબીબો સાથેનો હિસાબ ચૂક્તે કર્યો હતો. મૂળ સૌરાષ્ટ્રવાસી તબીબોએ મૂળ સુરતી ડો. યોગેશ દેસાઇ સામે એગ્રેસીવ વોટિંગ કર્યું હોવાના સગડ મળ્યા હતા.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણી આ ચાર મુદ્દાઓને કારણે ભારે વિવાદિત થઇ હતી.

  • ડો.પારુલ વડગામાના પતિ અને શહેરના એક અનેસ્થેટીસ્ટ ડો.હીરલ વચ્ચે આઇ.એમ.એ. ઇલેક્શન બાબતે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ઇરાદાપૂર્વક વાઇરલ કરાયો
  • તા.5મી ઓગસ્ટ 2019થી અચોક્કસ મુદતની સીક લિવ મૂકીને ડો.પારુલ વડગામા ઇલેકશન લડ્યા, મતદાનના બે દિવસ અગાઉ ઇ.એલ. મૂકી
  • ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓના લોકલ અધિકારીઓ કર્મચારીઓએ સેલ્સ પ્રમોશનની આડમાં કેટલીક ચોક્કસ પ્રકારની ફેસેલિટીઝ પૂરી પાડી
  • કોઇપણ ચોક્કસ પ્રકારની આચારસંહિતા વગર આઇ.એમ.એ.ની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણી બાદ આઇ.એમ.એ.ની ચૂંટણીમાં કેટલીક આચારસંહિતાની જોગવાઇઓ ઉમેરાશે એ બાબત ચોક્કસ છે.

August 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6810

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરતના પ્રેસિડેન્ટની આજરોજ તા.25મી ઓગસ્ટ 2019ના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.

જીવનભારતી રોટરી હોલ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને એ પછી મતગણતરી યોજાશે. મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3500 તબીબ મતદારો પૈકી 1650 તબીબોએ મતદાન કર્યું હોવાની માહિતી મળી છે.

સુરતના તબીબોની આજની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચૂંટણીને હેમખેમ આટોપવા માટે બાઉન્સર્સ (પ્રાઇવેટ ભપકાદાર સિક્યુરીટી)નો સહારો લેવો પડ્યો છે. આમેય બાઉન્સર્સ કલ્ચર ભારત જેવા દેશોમાં સિક્યુરિટી કરતા વધુ શૉમેનશીપ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આજે સવારે જ્યારે ચૂંટણી શરૂ થઇ ત્યારે મતદાન કરવા આવેલા ખુદ તબીબોને પણ આશ્ચર્ય થયું હતું કે તબીબો એટલા માથાભારે છે કે તેમની ચૂંટણી યોજવા માટે બાઉન્સર્સને રાખવા પડે. પહેલા તો બન્ને ઉમેદવારોના કેમ્પમાં એકબીજાએ બાઉન્સર રાખ્યા હોવાની ગેરસમજ થઇ હતી પછી જાણવા મળ્યું કે ચૂંટણી કરાવનારાઓએ બાઉન્સર્સને રાખ્યા છે.

જીવનભારતી ખાતે આજે સવારથી યોજાયેલા મતદાનને શહેરના તબીબો, મતદારો એક ફેસ્ટિવલની જેમ માણી રહ્યા હતા. ક્યાંયે કોઇ હો-હલ્લો થયો ન હતો કે ક્યાંય કોઇ ચકમક ઝરી ન હતી. આવી સ્થિતિમાં બાઉન્સર રાખવાનું ચૂંટણી અધિકારીઓનું લોજિક તબીબોને પણ ગળે ઉતરતું ન હતું. આજની ચૂંટણીમાં તબીબોએ મતદાન કરવા સાથે ટેસ્ટી લંચ પણ એન્જોય કર્યું હતું.

ડો.પારુલ વડગામાના નામે અનેક વિવાદોએ ચૂંટણીને ટોક ઓફ ધ ટાઉન બનાવી

નવી સિવિલ હોસ્પિટલના એક ઇન્ચાર્જ વિભાગીય વડા ડો.પારુલ વડગામા જેઓ ગઇ તા.5મી ઓગસ્ટ 2019થી ગરીબ દર્દીઓની સેવા કરવાની પ્રાથમિક ફરજ છોડીને, પહેલા માંદગીની રજા અને ગઇ તા.23મી ઓગસ્ટથી ઇ.એલ. રજા પર છે. ચૂંટણી લડવા અને જીતવા માટે તેઓ એટલી હદે ડેસ્પરેટ છે. તેમની સામે નિવડેલા તબીબ, બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહેતા ડો. યોગેશ દેસાઇ છે.

ડો. યોગેશ દેસાઇની ઉંમરને ચૂંટણીનો મુદ્દો બનાવાયો

ડો. યોગેશ દેસાઇ માટે હરીફ ડોક્ટરો પાસે કોઇ મુદ્દો હતો નહીં એટલે તેમની ઉંમરનો મુદ્દો બનાવ્યો. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એનેસ્થેટીસ્ટ ડો.હિરલ અને ડો.પારુલ વડગામાના પતિ વચ્ચેની વાઇરલ થયેલી ટેલિફોનિક વાતચીતોમાં તો ડો.હિરલએ ડો.યોગેશ દેસાઇ માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ દર્શાવે છે કે સૌથી બુદ્ધિશાળી અને પૃથ્વી પર જેને ભગવાન માનવામાં આવ્યા છે, એ લોકો સુરતમાં ચૂંટણી જીતવા માટે કેટલી હદે નીચલી પાયરીએ જઇ શકે છે. ડો. હિરલ ક્યારેય વૃદ્ધ થવાના ન હોય એ રીતે ઓડિયો ક્લીપમાં તેમણે ડો. યોગેશ દેસાઇને હ્યુમિલીએટ કર્યા.

એવું કહેવાની કોઇ જરૂરીયાત નથી કે આ વિડીયો કયા કેમ્પમાંથી વાઇરલ થયો. પણ શહેરના તબીબોએ સમગ્ર ડર્ટી પોલિટિક્સની અનુભૂતિ જરૂર કરી લીધી છે.

આજે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસિડેન્ટની ચૂંટણીની સાથે એ વાત પણ નક્કી થશે કે શહેરના ભદ્ર સમાજના ગણાતા તબીબો કેવા પ્રકારની માનસિકતાના ટેકેદારો છે.

C.I.A. Live ન્યુઝ એલર્ટસ માટે 98253 44944 નંબર આપના મોબાઇલમાં સેવ કરી લેશો તો આપને ઓટોમેટિકલી ક્વોલિટી ન્યુઝ મળવાના શરૂ થશે, ગુજરાતના તમામ તબીબોના નંબરનો ડેટાબેઝ અમારી પાસે છે, આપે ફક્ત આપના મોબાઇલમાં અમારો નંબર સેવ કરવાનો રહેશે. આભાર

August 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min3750

Jayesh Brahmbhatt 98253 44944

સોશ્યલ મિડીયા ખાસ કરીને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય યુઝર્સ કંઇ પોસ્ટ કરે અને પછી શરૂ થાય કાઉન્ટિંગનો સિલસિલો, વારેઘડિયે ચેક કરતા રહે કે કેટલી લાઇક મળી, કેટલી કોમેન્ટ થઇ, કોણે કોણે શેર કે રીટ્વીટ કરી પોસ્ટ. કેટલાક અપવાદોને બાદ કરતા પુરુષ હોય તો 500 લાઇક્સ અને કોઇ સ્ત્રીએ પોસ્ટ કર્યું હોય તો 1000 લાઇક એટલે ભયોભયો. સોશ્યલ મિડીયાના આવા કાઉન્ટિંગમાં સુરતના 60 લાખ લોકોની વસતિમાં જો કોઇએ હાઇએસ્ટ એટેન્શન મેળવ્યું હોય તો એ જે.આઇ. એટલે કે જગદીશ ઇટાલિયા છે. જી હા. જગદીશ ઇટાલિયાએ ત્રણેક વર્ષ અગાઉ મેરેજ એનિવર્સરીએ પત્નીને સરપ્રાઇઝ આપવા માટે પોતાના કંઠે ગાયેલું સુમધુર સંગીત મઢેલી ગુજરાતી ગઝલ તારી આંખનો અફિણી એ યુ ટ્યુબ પર 50 લાખથી વધુ વ્યુઅર્સની સરવાણી પાસ કરી ત્યારે સોશ્યલ મિડીયા મેનેજર્સની આંખો પણ પહોળી થઇ ગઇ, કે એક સુરતીએ ગાયેલા ગીતને 5 મિલિયન વ્યુઝ મળી શકે..યસ આ જ છે ટેલેન્ટનો કમાલ.

કેમ યુ You Tube સેન્સેસન કહેવાય ?

યુ ટ્યુબ આજે દુનિયાભરમાંથી લોકો દરેક સેકન્ડે જોતા હોય છે. અબજો નહીં પણ ખર્વો વિડીયોનો ખજાનો છે. જાતજાતના વિડીયોઝ યુ ટ્યુબ પર રોજેરોજ અપલોડ થતા હોય છે. આવી સ્થિતિમાં એક સુરતી જગદીશ ઇટાલિયાએ તા.1લી જુન 2015ના રોજ પોતાના કંઠે ગવાયેલી ગઝલ તારી આંખનો અફિણી પોસ્ટ કરી હતી. ત્યારથી તા.15મી ઓગસ્ટ 2019 સુધીનો સમય ગણીએ તો કુલ 1536 દિવસથી તેમની આ પોસ્ટ યુ ટ્યુબ પર છે અને અત્યાર સુધીમાં વિશ્વના ખૂણેખૂણેથી મળીને 50 લાખ 40 હજાર કરતા વધુ લોકો સુરતી જગદીશ ઇટાલિયાને જોઇ, સાંભળી ચૂક્યા છે. એટલે જ તો સોશ્યલ મિડીયા સેન્સેસન નહીં પણ યુ ટ્યુબ સેન્સેસન સુરતના સિંગર જગદીશ ઇટાલિયાને કહેવાય છે.

આમ તો સુરતના લોકો અલ્ટ્રા સાઇકલિસ્ટ કે સંસ્કારભારતીના એડમિનિસ્ટ્રેટર તરીકે જેને ઓળખે છે એને દુનિયાના લાખો લોકો સુરતી સિંગર તરીકે પણ ઓળખે છે, આવું અમે નથી કહેતા પણ યુ ટ્યુબ કહે છે. સુરતના જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલા ગુજરાતી ગીત તારી આંખનો અફિણી…ને યુ ટ્યુબ ઉપર 5 મિલિનય એટલે કે 50 લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી સાંભળી ચૂક્યા છે.

2015માં જ્યારે જગદીશ ઇટાલિયાએ આ સોંગ કમ્પોઝ કરીને યુ ટ્યુબ પર મૂક્યું હતું ત્યારે તેમને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમના કંઠે ગવાયેલું આ ગીત 50 લાખ પ્લસ શ્રોતાઓ સુધીની મજલ કાપશે. સોશ્યલ મિડીયા તેમજ યુ ટ્યુબ પર ઉપલબ્ધ ડેટા ચકાસીએ તો તારી આંખનો અફિણી ગુજરાતી સોંગ અત્યંત લોકપ્રિય છે અને અત્યાર સુધી જગદીશ ઇટાલિયાની જેમ અનેક લોકોના કંઠે આ ગવાઇ ચૂક્યું છે, અનેક લોકોએ તેને યુ ટ્યુબ તેમજ અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યું છે પરંતુ, આ ગીત ગાનારા સૌ તમામ સિંગરોમાં સૌથી વધુ લિસનર્સ સુરતના જગદીશ ઇટાલિયાને મળ્યા છે એ પણ એક સિદ્ધી છે.

એક સુરતીનો મ્યુઝિકલ માઇલસ્ટોન જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું ગીત 50 લાખથી વધુ લોકો સાંભળી ચૂક્યા

જ્યારે અમે જગદીશ ઇટાલિયાને પ્રતિભાવ જાણવાની કોશીસ કરી ત્યારે સાહજિક રીતે તેમણે કહ્યું કે જેમ ધોધમાર વરસાદ વરસે છે એમ લોકોના વ્યુઝ આ ગીતને જ્યારથી પોસ્ટ કર્યું ત્યારથી મળતા હતા, પણ મને કલ્પના ન હતી કે મારા ગાયેલા આ ગીતને 5 મિલિયન વ્યુઝ મળશે. સોંગ્સ માટેની કમેન્ટસ તેમજ કમ્પ્લીમેન્ટસમાં દેશ-દુનિયાના અનેક ઠેકાણેથી લિસનર્સ કહેતા કે એક વખત સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એ રીતે ગવાયેલું છે આ ગીત.

જગદીશ ઇટાલિયાએ કહ્યું કે જીવનસંગીની અજીતાને કંઇક હટ કે…ડેડીકેટ કરવાની તમન્નાથી આ ગીત ગાયું હતું, જે મુસાફરી કરીને આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચી ચૂક્યું છે તેનો આનંદ અદ્વિતીય છે. તારી આંખનો અફિણી….ઐતિહાસિક તવારીખ તમને એ પણ જણાવી દઇએ કે તારી આંખનો અફિણી..ઓરિજનલ સોંગ આજથી 69 વર્ષ પહેલા 1950માં તૈયાર થયું હતું. ગીતના શબ્દો વેણીભાઇ પુરોહિતના હતા અને તેને અજીતભાઇ મરચન્ટે સંગીતથી મઢ્યું હતું. આ ગીતને ઓરિજિનલી દિલીપભાઇ ધોળકીયાએ ગાયું હતું.

August 23, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14730

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સરકારી નોકરીમાં કેટલી સરસ અનુકૂળતાઓ હોય છે તેની પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સુરતની ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ચૂંટણીના વિવાદમાંથી સપાટી પર આવ્યો છે. સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ વિભાગીય વડા તરીકે નોકરી કરતા ડો.પારુલ વડગામા કે જેઓ સરકારી ચોપડે હાલ બિમાર છે અને બિમારીની બેમુદતી રજા પર છે અને બીજી તરફ તેઓ જોરશોરથી IMA સુરતના પ્રમુખ પદ માટેની ચૂંટણી લડી રહ્યા છે.

ડો. પારુલ વડગામા જેઓ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગના ઇન્ચાર્જ વડા છે અને માંદગીની બેમુદતી રજા પર છે, રજાઓમાં તેઓ IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે.

તબીબોના ક્લિનીકે ક્લિનિકે, હોસ્પિટલે હોસ્પિટલે ફરી ફરીને કેન્વાસિંગ એવી રીતે કરી રહ્યા છે કે પ્રથમદર્શી નજરે જણાય જ આવે કે તેઓ બિમાર નથી. પણ સરકારી નોકરી છે એટલે બધું ચાલ્યા કરે.

આગામી રવિવારે યોજાઇ રહેલી ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એક તરફ સિનિયર મોસ્ટ ડો.યોગેશ દેસાઇ લડી રહ્યા છે અને તેમની સામે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચેસ્ટ-ટીબી વિભાગના ઇન્ચાર્જ વડા ડો.પારુલ વડગામાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

તા.5મી ઓગસ્ટ 2019થી ડૉ.પારુલ વડગામા અચોક્કસ મુદતની માંદગીની રજા મૂકીને હાલ આઇ.એમ.એ. સુરતના પ્રમુખપદની ચૂંટણી જોરશોરથી લડી રહ્યા છે

સી.આઇ.એ. લાઇવની તપાસમાં એવી વિગતો મળી છે કે ગઇ તા.5મી ઓગસ્ટ 2019ના રોજ ડો. પારુલ વડગામાએ નવી સિવિલ હોસ્પિટલની સરકારી નોકરીમાં અચોક્કસ મુદતની સિક લીવ (માંદગીની રજા) મૂકી છે. માંદગીની રજા મૂક્યા પછી તરત જ ડો.પારુલ વડગામાએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની ચૂંટણી લડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિઓ જોતા ડો.પારુલ વડગામા સરકારી નોકરીના ચોપડે બેમુદતી રજા પર છે અને આ રજાઓ દરમિયાન અને હાલમાં IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મિટીંગો, સિટીંગો કરી રહ્યા છે. જુદી જુદી હોસ્પિટલો અને દવાખાનાઓના સીસી ટીવી કેમેરાઓના ફૂટેજ જોઇએ તો તેઓ બિલકુલ સ્વસ્થતાથી ચૂંટણી કેન્વાસિંગ કરી રહ્યા છે.

કમનસીબી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની છે કેમકે તેમની માંદગીમાં નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગીય વડાની ટ્રીટમેન્ટ મળી નથી રહી તો બીજી તરફ રજા પર ઉતરેલા ડો.પારુલ વડગામા પોતાનો સમય IMA સુરતના પ્રમુખ પદની ચૂંટણીમાં વ્યતિત કરી રહ્યા છે

એક તરફ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ કહે છે કે હાલ વરસાદ બાદ બિમારીઓ ફાટી નીકળી છે અને આરોગ્ય કર્મચારીઓ રજાઓ કેન્સલ કરીને લોકોને સેવામાં મંડી પડે, ત્યારે સુરતમાં માંદગીની રજાનો ઉપયોગ કરીને IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી લડાઇ રહી છે, આનું નામ સરકારી નોકરી.

રાજ્યમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલએ હેલ્થ વિભાગના તમામને એલર્ટ પર રહેવા સૂચના આપી છે

એ ખાસ નોંધનીય છે કે જ્યારે પારુલ વડગામાએ સરકારી નોકરીમાંથી માંદગીની રજા મૂકી ત્યારે ગુજરાતમાં અતિવૃષ્ઠિ હતી અને એ પછી બિમારીઓના દૌર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલએ એવા આદેશો કર્યા હતા કે સરકારી તબીબોની તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવે. નીતિન પટેલએ ત્યાં સુધી કહ્યું કે બિમારીઓ દૂર કરવામાં જે કર્મચારીઓ સારુ કામ કરશે તેમને શિરપાવ અપાશે અને જેઓ કસૂરવાર ઠરશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

સ્પષ્ટતા

વાચકોને ખાસ સ્પષ્ટતા એ કરવાની કે IMA સુરતની ચૂંટણી અંગે અમે ડો. પારુલ વડગામા પાસેથી કેટલાક તથ્યો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે અમારા સવાલો વાંચ્યા બાદ, હું તમને પછી ફોન કરીશ એવો રિપ્લાય કર્યો હતો અને એ પછી તેમણે અમારો નંબર જ બ્લોક કરી દીધો હતો. આથી અમે તેમનો પ્રતિભાવ લઇ શક્તા નથી.