ભાજપ, સુરત મહાનગરના પ્રમુખ પદે બિરાજ્યા બાદ નિરંજનભાઇ ઝાંઝમેરાએ આજરોજ તા.26મી નવેમ્બર 2020ના રોજ તેમની ટીમ જાહેર કરી હતી. નિરંજનભાઇએ સુરત શહેર ભાજપનું સંચાલન કરવા માટે જાહેર કરેલી પોતાની 19 સભ્યોની ટીમમાં 3 મહામંત્રીઓ, 7 ઉપપ્રમુખો, 8 મંત્રીઓ અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કર્યા છે.
સુરત ભાજપાના 19 હોદ્દેદારોમાં 6 મહિલાઓને સ્થાન
સુરત શહેર ભાજપાની કુલ 19 હોદ્દેદારોની બનાવવામાં આવેલી ટીમમાં કુલ 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં (1) તેજલબેન વિક્રાંતભાઇ કાપડીયાની ઉપપ્રમુખ તરીકે (2) ભાવનાબેન વસંતભાઇ પટેલની ઉપપ્રમુખ તરીકે (3) દેવિકાબેન મુકુંદભાઇ જાદવાણી (4) સુમિત્રાબેન નટવરભાઇ પટેલ (5) રક્ષાબેન નરેશભાઇ સોલંકી અને (6) નલીનીબેન નિલેશભાઇ બારોટ (ચારેય)નો સુરત શહેર ભાજપાના મહામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રણ મહામંત્રીઓમાં બે પૂર્વ મહામંત્રીઓનો સમાવેશ
ત્રણ મહામંત્રીઓમાં સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ (1) મુકેશ દલાલ, પૂર્વ બીજેપી મહામંત્રી રહી ચૂકેલા લલીત વેકરીયા અને (3) કિશોર બિંદલને સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રવીણ માળીને કોષાધ્યક્ષ બનાવાયા
સુરત શહેર ભાજપા માટે દાયકાઓ સુધી કાર્ય કરનાર પ્રવીણભાઇ ટી માળીને આખરે સુરત ભાજપામાં કોષાધ્યક્ષ તરીકેનું પદ મળ્યું છે.
હેમેન્દ્ર બોરસલ્લીવાલા અને વિરલ ગીલીટવાલાનો સમાવેશ
નિરંઝન ઝાંઝમેરાએ પોતાની ટીમ બનાવવામાં સંતુલન જાળવ્યું છે. સિનિયર નેતાઓ ઉપરાંત નવયુવાનોને પણ સમાવવવામાં આવ્યા છે. જેમાં માજી મંત્રી રણજિત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાનો સુરત શહેર ભાજપ મંત્રી તરીકે તેમજ યુવા વકીલ હેમેન્દ્ર બોરસલ્લીવાલાનો પણ ઉપપ્રમુખ તરીકે સમાવેશ તેમની ટીમમાં કરવામાં આવ્યો છે.
સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, નાના બાળકો સાથેના પરિવારજનો કરફ્યુ વેળાએ સુરત પરત ફરવાના હોય તો ચેમ્બર ઓફ કોમર્સને આગોતરી જાણ કરીને વ્યવસ્થા મેળવી શકાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની આગેવાની હેઠળ અત્યાર સુધી ચેમ્બરે જે નથી કર્યું એવા લોકહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે શ્રેણીબદ્ધ પગલાંઓ ભરનાર દિનેશ નાવડીયાની ટીમે હાલ રાત્રિ કરફ્યુની સ્થિતિમાં બહારગામથી સુરત આવતા લોકો ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવાના કારણે રઝળી ના પડે તે માટે વિનામૂલ્યે પરિવહનની સેવા શરૂ કરી છે. પહેલા જ દિવસે આ કામમાં 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
હાલના રાત્રિ કરફ્યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, નાની વયના બાળકો અને એકલી મહિલા મુસાફરો કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ નહિ હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કુલ ૨૫ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ ૧૨૫ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડાયા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે.
આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ આપની કાર અને કાર ચાલક સહિત આપના નામો નોંધાવવા માટે દીપક શેઠવાળા – ૯૮૨૪૧૩૭૭૦૫, બીજલ જરીવાળા – ૯૧૭૩૩૪૨૬૧૦, અનિલ સરાવગી – ૯૮૨૫૦૭૭૬૭૮ નો સંપર્ક કરી શકો છો.
પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર, ડે. કમિશ્નર ઓફ પોલીસ સુશ્રી ભાવનાબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડસેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યાર પછી જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડીયા, ગ્રુપ ચેરમેન શ્રી દીપક શેઠવાળા, ડૉ. અનિલ સરાવગી, શ્રી બીજલ જરીવાલા, શ્રી રાકેશ જૈન, શ્રી પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી લાલજીભાઈ હિરાણી, ઉપસ્થિત રહ્યા હતા.
પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી એક ૪૦ વર્ષની મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ નહોતો શકતો તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવતી ટ્રેઈનમાં ઉતરી હતી. તેઓના વાલીઓનો સંપર્ક નહોતો થઇ શકતો તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા નહોતા તેઓને તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા તેમના આઠ વ્યક્તિઓના પરિવારને સહીસલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નવાગામ ડીંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ આખી વ્યવસ્થામાં જોડાયા હતા.
આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી ૫૦૦ જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામને આધાર આપી રહેલી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત-શારજાહ વચ્ચેની એરઇન્ડિયાની ફ્લાઇટને તા.31મી માર્ચ 2021 સુધી રદ કરી દેવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આજરોજ તા.25મી નવેમ્બરથી કરવામાં આવી છે. સુરત-શારજાહ વચ્ચેની આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાસ્સી લોકપ્રિય બની હતી અને તેના ટિકિટના દર પણ સસ્તા હોવાને કારણે મહારાષ્ટ્ર અને સુરત સિવાયના ગુજરાતના યાત્રીઓ પણ દુબઇથી પરત આવવા માટે આ ફ્લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.
એક વર્ષ બંધ રહેશે ફ્લાઇટ
ગત માર્ચ 2020માં લોકડાઉનને કારણે સુરત શારજાહ વચ્ચેની ફ્લાઇટ બંધ થઇ હતી, હવે નવી ઘોષણા મુજબ તા.31મી માર્ચ 2021 સુધી આ ફ્લાઇટ બંધ રહેવાની હોઇ, હવે કમ્પ્લીટ એક વર્ષ માટે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે.
Kind Attention all passengers: As per information provided by Air India Express @FlyWithIX, Flight IX 172 / IX 171 SHJ-STV-SHJ is canceled till 27 MAR'21.@aairedwr@AAI_Official@MoCA_GoI
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ હતું ત્યારે પણ અને આજે પણ સુરતના ખ્યાતનામ ઓપ્થેલમોલોજિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ ન સિર્ફ ગુજરાત લેવલ પર બલ્કે ઇન્ડીયા લેવલ પર મહત્વની કામગીરીઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોલકાતા ખાતે મળેલી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સેન્ટ્રલ કાઉન્સિલની મિટીંગમાં આઇ.એમ.એ.ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકેની મહત્વની કામગીરી સુરતના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને તેમની આઇ.એમ.એ.માં નિયુક્તિ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. એ વેળાએ વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાતના મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પારદર્શક અને જડબેસલાક સિસ્ટમ સેટ કરવાનું શ્રેય જેના શિરે જાય છે, તેમના કાર્યકાળમાં થયેલી કામગીરીને પગલે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ એજ્યુકેશનની ક્વોલિટીની પ્રશંસા થઇ રહી છે. તેમણે લેવડાવેલા કેટલાક નિર્ણયોનો અમલ રાજ્ય અને ભારતની અનેક યુનિવર્સિટીઓની મેડીકલ ફેકલ્ટીમાં થઇ રહ્યા છે એવા ડો. મહેન્દ્રસિંહને ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.
નિયુક્તિ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ડો.મહેન્દ્રસિંહે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક જે પણ કામગીરી સોંપવામાં આવી છે તે પૂર્ણ કરવા માટે સજ્જ છે.
કોવીડ-19ની બીજી લહેર વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના કેસો પર કાબૂ મેળવવા માટે હાથ ધરાયેલા અનેક પગલાંઓમાં એક પગલું એ પણ છે કે સુરત શહેરમાં દાખલ થનારા દરેકે દરેક પ્રવાસીઓનું બોર્ડર પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે. જેમકે સુરત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન તેમજ દરેક રોડ એન્ટ્રી ગેટ પર રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ પ્રવાસીઓ કે દિવાળી બાદ ફરવા ગયેલા સુરતીઓને સુરતમાં પ્રવેશવા દેવામાં આવશે.
દરમિયાન ગુજરાત સરકારના નિયમાનુસાર આજરોજ તા.21મી નવેમ્બરથી સુરત શહેરમાં દરરોજ રાત્રી કર્ફ્યુ લાગૂ રહેશે. રાત્રે 10થી સવારે 6 સુધી સામાન્ય નાગરીકો પોતાના ઘરની બહારન નીકળી શકશે નહીં.
આરોગ્ય ટીમો દ્વારા શહેરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ એક્ટિવિટીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉધરસ, તાવ અને શરદીથી પીડિત વ્યક્તિઓને ઝડપી એન્ટિજેન પરીક્ષણ માટે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ધનવંતરી રથની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વકરે નહીં તે માટે સામાન્ય લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે જે લોકો ફેમિલી ટૂર નીકળ્યા છે તેઓને શહેરમાં એન્ટ્રી પોઇન્ટ પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. તેમણે જણાવ્યું કે, ‘દિવાળી વેકેશન દરમિયાન ઘણા રહેવાસીઓ બહાર નીકળ્યા છે, અમે ખાતરી કરીશું કે શહેરમાં પ્રવેશતા દરેક વ્યકિતનો કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવશે.’
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની દક્ષિણ ગુજરાત વીજકંપની તેમજ ટોરન્ટ પાવર કંપનીને લગતા કામકાજ માટેની કમિટીના ચેરમેન તરીકે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના યુવા ઉદ્યોગપતિ મયુરભાઇ ગોળવાલાની વરણી કરવામાં આવી છે.
સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલમાં ખાસ કરીને પ્રોડકશન સેક્ટરમાં વીજ કંપનીઓને લગતા અને પ્રશ્નો છાશવારે ઉપસ્થિત થાય છે. નવા જોડાણો, મીટર, મીટર રિડિંગ, ફોલ્ટ રિપેરિંગ વગેરે પ્રશ્નોથી સુરતના વિવર્સ, પ્રોસેસર્સ સમેતના ઉદ્યોગકારો વાજ આવી ગયા છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રીસિટીના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા વર્ષોથી સતત સંઘર્ષ કરતા આવેલા મયુરભાઇ ગોળવાલાની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સે પોતાની વીજકંપનીઓ માટેની ખાસ કમિટીના ચેરમેન તરીકે કરી છે.
સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાર્યરત મયુરભાઇ ગોળવાલાની સિદ્ધિ એ છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિશાળ વિસ્તારમાં વીજ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગના પ્રોજેક્ટમાં રૂ.47 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ પૈકી રૂ.25 કરોડની માતબર રકમની ગ્રાન્ટ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી માટે મંજૂર કરાવી લાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમના આ પ્રયાસોને કારણે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઝીરો ટ્રીપિંગ પાવર ઉપલબ્ધ બની શકશે.
આ ઉપરાંત સુરતના ટેકસ્ટાઇલ ઉદ્યોગકારોને વીજળીના પોષણક્ષમ રેટ મળે તે માટે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ વગેરે રાજ્યોના વીજદરોનો ઘનિષ્ઠ સરવે પણ તેમણે કરીને સરકારમાં ધારદાર રજૂઆતો કરી છે.
સુરતના પૂર્વ મેયર નિરંજનભાઇ ઝાંઝમેરાની નિમણૂંક ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રમુખ તરીકે કરવામાં આવી છે. ભાજપાના પ્રદેશ મોવડીમંડળ દ્વારા તા.9મી નવેમ્બર 2020ની સાંજે ગુજરાત ભાજપાના જુદા જુદા 39 સંગઠન ઘટકોના પ્રમુખોની નિયુક્તિ જાહેર કરવામાં આવતા ગુજરાત ભાજપામાં જબરદસ્ત હલચલ મચી ગઇ છે.
નિરંજનભાઇ ઝાંઝમેરા સુરતના મેયર રહી ચૂક્યા છે અને તેમને સુરતના વહીવટ અંગે બહોળો અનુભવ પણ ધરાવતા હોઇ, ભાજપા પ્રદેશ મોવડીમંડળે સુરત ભાજપાના પ્રમુખનો કળશ તેમના શિરે ઢોળ્યો છે.
રાષ્ટ્રીય અને પ્રદેશ મોવડીઓના વિશ્વાસને સાર્થક કરી બતાવીશ નિરંઝનભાઇ
સુરત ભાજપાના નવા પ્રમુખ તરીકેની ઘોષણા બાદ પત્રકારો સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા વ્યક્ત કરતા શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મોવડીમંડળ, વડાપ્રધાન શ્રી મોદી, શ્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, શ્રી ભીખુભાઇ વગેરેએ તેમને જે જવાબદારી સોંપી છે એ સુપેરે પાર પડશે એની હું ખાતરી આપું છું. તેમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક કરી દેખાડીશ.
ગુજરાતના જુદા જુદા જિલ્લા અને શહેરોના ભાજપ સંગઠન પ્રમુખોની વરણી
એકના એક સમાચારો આપતા મિડીયાથી વિપરીત સી.આઇ.એ. લાઇવ આપને એવા સમાચાર આપે છે જે ખરેખર આપની જાણમાં હોવા જરૂરી છે. આપને ઉપયોગી સમાચાર, માહિતી કે ઘટનાઓની જાણકારી માટે www.cialive.in સતત જોતા રહો.
બગડી રહી છે સુરતની હવા (વાતાવરણ)ની ગુણવત્તા
હવાની ગુણવત્તાના માપદંડને અંગ્રેજીમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પેરામિટર્સથી હવા કેટલી પ્રદુષિત થાય છે તે અંગે સતત મોનિટરીંગ કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની હવાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમારા ધ્યાન પર આ દરમિયાન એ વાત આવી છે કે આજરોજ તા.5મી નવેમ્બર 2020ની સવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિંબાયત અને વરાછા ખાતે લગાડવામાં આવેલા એર ક્વોલિટી મેઝર મશીન પર સુરતની હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 372 પ્લસ નોંધાયો હતો. વાતાવરણના પેરામિટર્સમાં આટલો ઉંચો એક્યુઆઇ અત્યંત દુષિત હવાની પ્રતીતિ કરાવે છે.
તા.5મી નવેમ્બરે સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલો એક્યુઆઇ
એવું નથી કે આજે તા.5મી નવેમ્બરે જ આ રીતે હવા પ્રદુષિત નોંધાઇ છે. છેલ્લા ઘણા દિવસોથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ.
ગઇ તા.3જી નવેમ્બર 2020ના રોજ સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ 318 જેટલો થઇ ગયો છે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ની ઉપર પહોંચે તો એ હેઝાર્ડસ ગણાય એટલે કે હવા પ્રદુષિત બની ગઇ હોવાનું તેના પરથી કહી શકાય.
નિષ્ણાંતો કહે છે કે 300 પ્લસ AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચે એટલે માસ્ક પહેરીને જ જાહેર માર્ગો પર જવું જોઇએ. સુરતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પહોંચ્યો છે એ બાબત સૂચક છે કે સુરતમાં કોરોનાથી બચવા ઉપરાંત માસ્ક પહેરવાનું બીજું કારણ હવે પ્રદુષિત હવા પણ બની ચૂકી છે.
તા.3 નવેમ્બરે વરાછા અને લિંબાયતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પર પહોંચી ચૂક્યો છે
માસ્ક પહેરવા માટે બીજું અનિવાર્ય કારણ સુરતની પ્રદુષિત હવા
જે રીતે સુરતમાં અનલૉક બાદ સામાજિક, વ્યાપારીક ગતિવિધિઓ તેજ બની ચૂકી છે એ ઉપરાંત આગામી દિવસોમાં દિવાળીના પર્વને અનુલક્ષીને સુરતનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ વધુ કથળે તો નવાઇ નહીં.
5મી નવેમ્બરે સવારે અમે આ સ્ટોરી રજૂ કરી હતી, બપોરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કર્યુ
Surat gets 15th Finance Commission grant of 65 Crore for Clean Air Action Plan of Surat City
કેતનભાઈની સિવિલમાં સારવાર દરમિયાન ૧૦૦ થી પણ વધુ જુદા જુદા રિપોર્ટ કરાયા હતા: ડો. અમિત ગામિત : ટોસિલીઝુમાબના બે ડોઝ અપાયા હતા
Information Department, Surat
સુરત:શનિવાર: છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઉમરા ગામના ૪૧ વર્ષિય કેતનભાઈ ઉમરીગરને ૯૭ દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં સફળતા મળી છે. કેતનભાઈનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. તેમના મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોનાને શિકસ્ત આપી ઘરે પરત ફર્યા છે. પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી ઉમરીગર પરિવાર કરતા નવી સિવિલના તબીબી સ્ટાફને વધુ હતી.
નવી સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે જણાવ્યું કે, કેતનભાઈ ૨૭ જુલાઈએ તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એચઆરસિટીમાં ૫૦થી ૬૦ ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટીને ૪૮ ટકા જેટલું થઈ જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર ૧૦૦ ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. તા.૧૧ ઓગસ્ટે શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા કેતનભાઈને નળી દ્વારા ઓક્સિજન એટલે કે ઈન્વાઝિવ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. કુલ મળીને પહેલા ૩૨ દિવસ આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બે ડોઝ ટોસિલીઝુમાબ અને પ્લાઝમા પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા.
ડો. ગામિતે વધુમાં કહ્યું કે, કેતનભાઈની સારવાર દરમ્યાન ફેફસામાં બેકટેરીયાનું ઈન્ફેક્શન થતા કોવિડની સાથે ઇન્ફેક્શનની સારવાર શરૂ કરી. સામાન્ય રીતે ઈન્ફેક્શનની સારવાર માટે ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે. તેમનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ ૧૦ લીટર ઓક્સિજન પર શિફ્ટ કર્યા. ૫૦ દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા.
કેતનભાઈના જુદા જુદા ૧૦૦ થી પણ વધારે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા દરરોજ બે ABGના રિપોર્ટ કરવામાં આવતા. આ સમયે કેતનભાઈ બ્લડ પ્રેશરની બિમારી જણાઈ આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. છેલ્લા ૭ દિવસ નોર્મલ રૂમ એર પર રખાયા અંતે આજે ૯૭ દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે.
તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’. અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કેતનભાઈ એક એવા દર્દી છે કે જેમની અમે કોવિડની સૌથી લાંબી સારવાર કરી છે. મારા મતે ગુજરાતના પહેલા એવા દર્દી હશે કે જેમની સૌથી લાંબી સારવાર ચાલી હોય. રાજ્યના આરોગ્ય વિભાગના સહકારથી સુરતના આરોગ્ય તંત્રએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે. ઉમરાના નવસાર મહોલ્લામાં રહેતાં કેતનભાઈના પત્ની મિથિલાબેન ઉમરીગર પતિને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. તેમણે ભાવસભર લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘તા.૨૭ જુલાઈનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો.
ઓક્સિજન ખૂબ ઓછું થઈ જતા મારા પતિની સ્થિતિ ગંભીર થઈ હતી. આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા. પતિની તબિયત વિષે તબીબો મને દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી. ૯૭ દિવસની સારવારનો એક એક દિવસ અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ પતિ કોરોનામુક્ત થયા એનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે , એમના જીવનભર ઋણી રહીશું.
કોરોનામુક્ત કેતનભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલમા વિતાવેલા ૯૭ દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઇશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી. પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું એમ તેઓ ઉમેરે છે.
કોરોના ઇન્ફેકશનના સૌથી જૂજ લક્ષણોનો શિકાર બનેલા સુરતના યુવા ડોક્ટર સંકેત મહેતા બિલકુલ સ્વસ્થ થઇને ચેન્નઇ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થયા છે. ડો.સંકેત મહેતા જયારે કોરોનાગ્રસ્ત હતા અને ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ પેશન્ટને ઓક્સિજન સપોર્ટ આપવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 28 જુલાઈના રોજ પહેલીવાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરતના BAPS હોસ્પિટલમાં દાખલ ડો. મહેતાની તબિયત વધુ ખરાબ થતા તેમને ચેન્નઇની MGM હોસ્પિટલ બાય એર એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવ્યા હતા.
તબીબોના જણાવ્યા અનુસાર ડો. સંકેત મહેતાને એવા પ્રકારનું ઇન્ફેકશન થયું હતું જેના કેસો વિશ્વમાં કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હશે. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ડો.સંકેત મહેતાને વધુ સારવાર માટે ચેન્નઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચેન્નઇ ખાતે ડો. સંકેત મહેતાના ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવ્યા હતા.
ડો. મહેતા 96 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ગુજરાતમાં કોઈપણ કોવિડ 19ના દર્દી માટે હોસ્પિટલમાં રહેવાનો આ સૌથી વધુ સમય છે.
ડો. મહેતાના પત્ની પિનલના જણાવ્યા મુજબ હાલમાં ડો.સંકેત મહેતાનું સ્વાસ્થય નોર્મલ સ્થિતિ ધરાવે છે, બોલવામાં હજુ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ સાઇન લેંગવેજમાં વાત કરે છે. પરંતુ તેઓ નોર્મલ રીતે શ્વાસોશ્વાસ લેવામાં સક્ષમ છે. તેમણે પોતાની સાઇન લેંગવેજથી જણાવ્યું કે વૃદ્ધ દર્દીને ઓક્સિજન સપ્લાયની મદદ કરીને તેઓ ખૂબ જ ખુશ છે.’
ચેન્નઇની MGM હોસ્પિટલ જ્યાં ડો. સંકેત મહેતાની ટ્રીટમેન્ટ થઇ એ હોસ્પિટલના કાર્ડિયાક સાયન્સના ડિરેક્ટર અને ચેરમેન ડો. કે.આર. બાલાક્રિશ્નને કહ્યું કે ‘આગામી એક મહિનાના સમયગાળામાં ડો. સંકેત મહેતા ફરી તેમનો તબીબી વ્યવસાય કરી શકશે. તેઓ હવે ફૂલ રિકવર થઈ ગયા છે અને હવે તેમને ફક્ત સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની જરુર છે.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.