CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 12 of 67 - CIA Live

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min446

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min481

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેનેજમેન્ટના ભાગરૂપે ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે આજે સચિન હજીરા હાઇવેથી સુરત અવરજવર કરતા લોકોને કનડતા ટ્રાફિકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું ભગીરથ કાર્ય કરી દેખાડ્યું છે. સચિન હજીરા હાઇવે પર ટ્રાફિક જામનું કારણ બનેલા ગભેણી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, ગ્રામજનો વગેરેનું સંકલન સાધીને આજે તા.23મી નવેમ્બરે દૂર કરાવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામમાં દરરોજ ફસાતા હજારો વાહનચાલકોને આજથી મોટી રાહત મળશે.

છેલ્લા એકાદ મહિનાથી સચિન હજીરા રોડ પર થઇ થઇ રહેલા ભારે ટ્રાફિક જામ માટે કારણભૂત બનેલા ગણેભી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને આખરે આજે દૂર કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી મેનેજમેન્ટે નેશનલ હાઇવે ઓથોરિટી, સુરત ટ્રાફિક પોલીસ, ગામજનો વગેરેનું સંકલન કરીને આખરે અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું હતું.

સચિનથી હજીરા જતા સ્ટેટ હાઇવે પર છેલ્લા એકાદ મહિનાથી સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. કલાકો ફોરવ્હીલ વાહનચાલકો ટ્રાફિક જામમાં સપડાતા હતા અને ટ્રાફિક પોલીસથી લઇને નેશનલ હાઇવે ઓથોરિટી સુધી ફરીયાદો ઉઠી હતી. અધૂરામાં પૂરું સચિન જીઆઇડીસીમાં જવા આવવા માટેના બે મુખ્ય ગેટ પૈકી એક ગેટ વિકાસ કામોને કારણે હંગામી ધોરણે બંધ હોઇ, સચિનથી સુરત આવતા હજારો વાહનોનો વધારાનો ટ્રાફિક પણ જામનું કારણ બન્યો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગભેણી ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એક સાથે 12 નાનાનાના સ્પીડ બ્રેકરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મહેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી નિલેશ કોરાટ વગેરેએ આગેવાની લઇને નેશનલ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક સાધીને ટ્રાફિક જામના નિવારણ માટે ગભેણી સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવા માટેનું કામ ઉપાડ્યું હતું. જેમાં સમજાવટથી તમામ પક્ષો માની જતા આજે આખરે ગભેણી ખાતેના નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકરને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min268

સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો

Jayesh Brahmbhatt (cialive@yahoo.com)

હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.

સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.

સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.

November 20, 2021
surat_loksabha.png
1min286

દેશના સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.જેમાં મધ્યપ્રદેશનુ ઈન્દોર શહેર સતત પાંચમા વર્ષે પહેલા ક્રમે રહ્યુ છે.

જ્યારે ગુજરાતનુ સુરત બીજા ક્રમે અને આંધ્રપ્રદેશનુ વિજયવાડા દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે.મળતી જાણકારી પ્રમાણે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે 4320 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા.સૌથી પહેલા 2016માં થયેલા સર્વેમાં 73 શહેરો સામેલ હતા.આ વખતે સર્વેક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આ વર્ષના સર્વેક્ષણમાં નાગરિકોના ફીડબેકને ગણતરીમાં લેવામાં આવ્યા છે.આ વખતે પાંચ કરોડ નાગરિકોએ આ માટે અભિપ્રાય આપ્યા છે.

સાથે સાથે આ વખતે 342 શહેરોને સ્ટાર રેટિંગ સર્ટિફિકેશન સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.2018માં આવા માત્ર 56 શહેરો હતા.

શહેરોને ત્રણ કેટેગરીમાં સ્ટાર અપાયા છે.જેમાં ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર અને વન સ્ટાર શહેરોનો સમાવેશ થાય છે.નવ શહેરોને ફાઈવ સ્ટાર, 166ને થ્રી સ્ટાર અને 167 શહેરોને વન સ્ટાર અપાયા છે.

November 14, 2021
nirbhayasuprem.png
1min240

સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેલવેની જમીન પર જો સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ દબાણની અનુમતિ આપી હોય તો પુનર્વાસની જવાબદારી પણ તેણે જ ઉઠાવવી પડશે. સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણના મામલે પુનર્વાસની જવાબદારી કોની થાય તે મામલાની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી. આ મામલાની વધુ સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની ધરાવતી બેન્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને જણાવ્યું હતું કે, પહેલાં તો તમે દબાણ થવા દો છો અને પછી કહો છો કે આ માટે રાજ્ય જવાબદાર છે.

કોર્ટે કહ્યું હતું કે, રેલવેની જમીન જરૂર છે પરંતુ વહીવટ તમારા હાથમાં છે અને તમારે એ સુનિશ્ચિત કરવાનું રહે કે કોઈ ગેરકાયદે કબ્જો અથવા દબાણ થાય નહીં.

અદાલતે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, સ્થાનિક વહીવટી તંત્રે જો દબાણની મંજૂરી આપી છે તો પુનર્વાસની જવાબદારી રાજ્યની કઈ રીતે થાય. આ જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લેવી પડશે.

November 10, 2021
sudani-1280x853.jpg
1min465

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત લગ્ન સમારોહમાં આર્ય સમાજ વિધિથી લગ્નગ્રંથીએ જોડાતા નવયુગલના હસ્તે “બચત જાગૃતિ અભિયાન” શરૂ કરાયું

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સંવત વર્ષ 2078ને બચત જાગૃતિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું  છે. આજરોજ ખૂબ જ સાદાઈથી સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ ખાતે આર્ય સમાજ લગ્ન વિધીથી લગ્ન કરી દાખલો બેસાડનાર યુગલ મૌલિક તથા નિધિના હસ્તે દીપ પ્રાગટય વિધિ કરી બચત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

મોટીવેટર અને સતત 75 કલાક પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે તેવા અશ્વિનભાઈ સુદાણીના દીકરા મૌલિક તથા રમેશભાઈ રાજાણીની દીકરી નિધિએ સમજદારીથી લગ્ન નિમિત્તે ખર્ચ ના કરવાનું નક્કી કર્યું હતું. થોડા પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી વરઘોડિયાના માતા પિતાનું અભિવાદન કરાયું હતું તથા નવયુગલનું વિશેષ સન્માન કર્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના મંત્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથિરીયા, વરાછા બેંકના ચેરમેન ભવનભાઈ નવાપરા, જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી દેવચંદભાઈ જે.કાકડીયા, જે.કે.પટેલ, યુવા ટીમના કિરણભાઈ ઠુંમ્મર, સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજીભાઈ માવાણી, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના પ્રમુખ ડો.સી.એમ.વાઘાણી, મનજીભાઈ વાઘાણી, અરવિંદભાઈ કાકડીયા અને અલ્પેશભાઈ કથિરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની એક યાદીમાં જણાવ્યાનુસાર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આર્થિક બચત અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ થશે. આગામી 20મી ફેબ્રુઆરી 2021 સમુહ લગ્ન સમારોહનું બચતની થીમ આધારિત આયોજન થશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સાથે 200થી વધુ સેવા સંગઠનો જોડાયેલા છે. જેમાં સી.એ, વકીલો, તબીબો અને ધંધા-વ્યવસાયના સંગઠનો પણ શામેલ છે. આ તમામ સંસ્થાઓ તરફથી બચત જાગૃતિ અંગે પ્રયાસો કરવામાં આવશે. કુલ 360 જેટલા કાર્યક્રમો કરવાનું આયોજન છે.

કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે બચત અને આયોજન ખૂબ જરૂરી છે. શિક્ષણ અને આરોગ્ય માટે મોટા ખર્ચાની બચત ન હોય તો પરિવાર દેવાના ડુંગર નીચે આવી જાય છે. નાણાકીય જાગૃતતા જ જીવનમાં સુખ અને શાંતિ આપી શકશે. મોટાભાગના લોકોમાં જોઈએ તેવી નાણાકીય જાગૃતતા નથી આથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી જાગૃતિ માટે વ્યાપક પ્રયાસ કરવાનું આયોજન છે.

November 1, 2021
Cia_business_news-1280x936.jpg
1min263

જયેશ બ્રહ્મભટ્ટ – 98253 44944

હાલ ગુરુપુષ્ય નક્ષત્ર, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ઘરાકીમાંથી છૂટા થયા બાદ સુરતના મોટા ભાગના જ્વેલરી મેન્યુફેકચરર્સ (ઝવેરીઓ) મોટા કામમાં જોતરાઇ જશે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સુરતમાં જ્વેલરીના બે મેગા એક્ષ્પો યોજાઇ રહ્યા છે.

ઝવેરાત ઉદ્યોગ માટે એક પછી એક એમ બે મોટી ઇવેન્ટ સુરતમાં પહેલી વખત યોજાઇ રહી છે. બિઝનેસ એક્સપર્ટસ કહી રહ્યા છે કે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કયા લેવલનું કામ કરી રહ્યા છે તેનો પરચો આ બે એક્ષ્પોથી સમગ્ર વિશ્વને થશે. સમગ્ર ઝવેરાત ઉદ્યોગને આ બન્ને એક્ષ્પો ટોપ ગીયરમાં મૂકીને વેગ આપશે.

GJM Show = 27 to 29 November 2021 @ SIECC

મળતી માહિતી મુજબ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા આગામી તા.27થી 29મી નવેમ્બરના રોજ સુરતના સરસાણા સ્થિત કન્વેન્સન સેન્ટર ખાતે Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show)નું આયોજન હાથ ધર્યું છે. સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના બાયર્સ એન્ડ સેલર્સ આ એસજેએમ શૉમાં આવશે. Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show) બીટુ બી કક્ષાનો છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કક્ષાનો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉના આયોજક જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે અત્યારથી જ તમામ સ્ટોલ્સનું બુકિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, હજુ અનેક જ્વેલર કંપનીઓ સ્ટોલ રાખવા માગે છે પરંતુ, હવે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ નથી. આ એક્ષ્પોમાં રિટેલ કે સેલિંગને અવકાશ નથી.  સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (એસજેએમએસ) આ શૉમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિશાળ રેન્જમાં પોતાની જ્વેલરી, ડિઝાઇન, કન્સેપ્ટ વગેરેનું ડિસ્પ્લે તેમજ એક્ઝિબિશન કરીને ભવિષ્યના ઓર્ડર્સ મેળવશે.

Signature Sparkle = 25 to 27 December 2021 @ SIECC

એવી જ રીતે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.25થી 27 ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જ સિગ્નેચર સ્પાર્કલથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો બીટુ સી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર્સ મોડમાં આ એક્ષ્પોમાં પણ સ્થાનિકથી લઇને આંતર રાષ્ટ્રીય સ્તરના જ્વેલર્સે સ્ટોલ બુક કરાવ્યા છે. ચાર વર્ષ બાદ એવું બની રહ્યું છે સ્પાર્કલમાં રિટેલ ખરીદારોને પણ આમંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સ્પાર્કલ બીટુબીમાં જ યોજાતું હતું.

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min454

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes. 

October 26, 2021
piyushgoyal.jpg
1min262

ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સામૂહિક પ્રયાાસો થકી ટૅક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટની આયાતનિર્ભરતા દૂર કરવા દેશના ૧૦૦ ટૅક્સ્ટાઈલ મશિનરી ક્ષેત્રના માંધાતાઓને કેન્દ્રીય ટૅક્સ્ટાઈલ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે આહ્વાન કર્યું છે. 

ટૅક્સ્ટાઈલ ક્ષેત્રને વાઈબ્રન્ટ બનાવવા માટે ગોયલે ગત રવિવારે Dt.24/10/21 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ટૅક્સ્ટાઈલ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ ટૅક્સ્ટાઈલ તેમ જ ટૅક્સ્ટાઈલ મશીનરી ઉત્પાદકો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મશીનરી ઉત્પાદકોને આદેશ અને નિયંત્રણોની માનસિકતામાંથી બહાર આવીને પ્લગ ઍન્ડ પ્લે દ્વારા કામ કરવા જણાવ્યું હતું.  

ઉક્ત કોન્ફરન્સમાં ૧૫ વિદેશી ટૅક્સ્ટાઈલ મશીન ઉત્પાદકો, ૨૦ સ્થાનિક ઉત્પાદકો અને સાત ટૅક્સ્ટાઈલ મશીનરી અને સંલગ્નિત ઔદ્યોગિક સંગઠનોએ ભાગ લીધો હતો તેમ જ તેનાં મંતવ્યો આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પરિસંવાદનો મુખ્ય આશય મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગની વૃદ્ધિ માટે અસરકારક ઈકોસિસ્ટમ વિકસાવવાનો અને વ્યૂહ ઘડવાનો હતો. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં મૂડીગત્ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નેશનલ કેપિટલ ગૂડ્સ પૉલિસી અમલી બનાવી છે. આ નીતિ હેઠળ દેશમાં મૂડીગત્ માલનું ઉત્પાદન જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૧ અબજ ડૉલરનું હતું તે વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને ૧૦૧ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

October 23, 2021
textilemarket.jpg
1min733

તા.15મી નવેમ્બરથી ટેક્ષટાઇલ મિલ માલિકો જોબ ચાર્જિસમાં વધુ 15 ટકા ભાવ વધારો અમલી કરશે, ભાવ વધારા અંગે ટ્રેડર્સને કરાયેલી આગોતરી જાણ

Jayesh Brahmbhatt 98253 44944

કોલસો, ડાઇઝ, કેમિકલ વગેરે રો મટિરિયલમાં થઇ રહેલા ભાવ વધારાના વિરોધમાં આગામી તા.1લી નવેમ્બરથી એક મહિનો ટેક્ષટાઇલ મિલો બંધ રાખવી કે નહીં તે અંગે સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે તા.23મી ઓક્ટોબર 2021ની સાંજે યોજાયેલા બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સભામાં પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા, પાંડેસરા એસોસીએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન તેમજ એસજીટીપીએના વાઇસ પ્રેસિડેન્ટ વિપુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મીટીંગમાં નક્કી થયા મુજબ આગામી નવેમ્બર માસમાં સંપૂર્ણ યુનિટો બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ હતું પરંતુ, હાલ વાતાવરણમાં સુધારો થઇ રહ્યો હોઇ, તેમજ ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટકોના હિતને ધ્યાનમાં રાખીને મિલો બંધ કરવાના નિર્ણયમાં આજરોજ ફેર વિચારણા કરવામાં આવી હતી. જેમાં પ્રોસેસર્સ એસોસીએશનના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે તેમના ગ્રાહકો મિલ બંધ નહીં રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે, જેને પ્રતિસાદ આપતા એક મહિનો ટેક્ષટાઇલ મિલો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજની મિટીંગમાં મિલો બંધ રાખવી કે કામકાજ ચાલુ રાખવું એ સંદર્ભે તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કુલ 195 જેટલા મિલ માલિકો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પ્રોસેસર્સ એસોસીએશનની ભરચક સભામાં કેટલાક પરિપકવ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોટા ભાગે પ્રોસેસર્સ દ્વારા પોતાના ગ્રાહકોના હિતમાં મિલ બંધ નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.

તા.15મી નવેમ્બરથી અમલમાં આવે એ રીતે જોબ ચાર્જિસમાં વધુ 15 ટકાનો વધારો

ટેક્ષટાઇલ મિલ માલિકોની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયમાં આગામી તા. ૧૫-૧૧-૨૦૨૧થી અમલમાં આવે એ રીતે હયાત જોબ ચાર્જ ઉપર ૧૫% નો વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે, ઉપરાંત તા. ૧૫-૧૧-૨૧ નાં રોજ સામાન્ય સભા બોલાવી નક્કી કરવામાં આવશે.