CIA ALERT

My World Archives - Page 16 of 28 - CIA Live

June 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min7510

કોરોના પોઝિટિવ પરિવારોને પણ મદદ મળી” લોક ડાઉન ના નિયમો હળવા થાય છે અને શહેરોમાં જન જીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ હજી પણ ગામડાંઓ ને કળ નથી વળી અને ત્યાં પરિસ્થિતિઓ ફરી નિયમિત થતાં થોડો સમય લાગશે.

માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓમાં ફરી ફરીને વાસ્તવિક વંચિતો સુધી રાશન કીટ પહોંચાડી

લગભગ ૨ મહિના ચાલેલા લોક ડાઉન ના સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અનેક રસોડાઓ અને ભોજન વ્યવસ્થાઓ જોવા મળી હતી પરંતુ અંતરિયાળ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં લોકો સુધી મદદ પહોંચાડવા માટે સુરતની શક્તિ ફાઉન્ડેશન સંસ્થા એ આગળ આવીને પહેલ કરી છે.

છેલ્લા નવ વર્ષોથી સુરત અને તાપી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ૫૦૦૦ રાશન ની કીટ મેળવીને તેનું વિતરણ દ. ગુજરાત ના ગામડાઓમાં કરવામાં આવ્યું છે. જેમાં માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓનો સમાવેશ થાય છે.

આ બાબતે વાત કરતા શક્તિ ફાઉન્ડેશન ના સ્થાપક ડૉ સોનલ રોચાની એ જણાવ્યું કે, “અમે ઘણા સમયથી દ. ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાસ્થય, શિક્ષણ અને સ્વરોજગારી માટે કામ કરીએ છીએ. લોક ડાઉન નો તબક્કો ધાર્યા કરતા વધુ ચાલ્યો અને અમને અમારા આદિવાસી પરિવારોની ચિંતા થઈ. અમે એમના માટે અનાજ શાકભાજી સહિતની વ્યવસ્થા કરવાનુ વિચારી રહ્યા હતા તે દરમ્યાન અમને દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ફોન આવ્યો કે તમને આદિવાસી પરિવારો માટે રાશન કીટ ની જરૂર હોય તો અમે મોકલી શકીએ છીએ. અમે ૫૦૦૦ પરિવારો માટે કીટ ની માંગણી કરી અને એક અઠવાડિયામાં અમને ૫૦૦૦ કીટ સુરત મોકલી આપવામાં આવી.

” પહેલા તબક્કા માં ધરમપુર – કપરાડામાં ૨૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ધરમપુર ગામ અને કપરાડાના ચાંદ વેંગણ વેરી ભવાડા, લિખવડ, શરવર તાતી, શિંગાર તાતી, બામન વાડા, વાડી જંગલ, મૂળ ગામ, ચિચ પાડા, પાયરી માળ, ગુંજવેરી, સેલ ટી માળ અને મોહ પાડા ગામોનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માં માંડવીના – દેવગઢ, ખડખુલી, આમલી, કોલ ખડી, આન્દ્રા વાડી ગામોમાં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

ત્રીજા તબક્કામાં ઉચ્છલ અને નિઝર ના નાની ભીલ ભવાલિ, મોટી ભીલ ભવાલિ, સયાજી ગામ, બોર ઠા, સીત પુર અને જામ તળાવ જેવા ગામો માં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ચોથા તબક્કામાં સુરત ના વિવિધ હડપતિવાસ ના હળપતિ ઓ ને ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં અત્યંત ગરીબ, જરૂરતમંદ અને રોજ કમાઈને ખાતા કોટવાળીયા પરિવારોને ખાસ મદદ કરાઈ હતી. જેમાં વિધવા બહેનો, દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજ ટીબી જેવા રોગો થી પીડાતા અને કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા પરિવારો નો પણ સમાવેશ થાય છે. આ કીટ વિતરણમાં ગામના સરપંચો, ગામના આગેવાનો અને કાર્યકર્તા બહેનો મદદરૂપ થઈ હતી.

Latest on this web

April 13, 2020
punjab.jpg
1min5160

પંજાબના પટિયાલા જિલ્લામાં શાકમાર્કેટમાં કર્ફ્યૂ પાસ માગતા તલવારથી એક પોલીસ અધિકારીનો હાથ કાપ્યો અને અન્ય બેને ઘાયલ કરીને ગુરુદ્વારામાં સંતાયેલા સાત જણની ધરપકડ કરી હોવાની વાત પોલીસે જણાવી હતી.

પોલીસે આ મામલે પાંચ હુમલાખોર સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી. હુમલો કર્યા બાદ તેઓ ગુરુદ્વારામાં છુપાયા હતા અને ત્યાંથી એમણે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો.

આ મામલે પોલીસ સાથે થયેલી અથડામણમાં પકડાયેલો એક આરોપી પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો.

આ કિસ્સાના વહેતા થયેલા વીડિયોમાં એએસઆઇ હરજીતસિંહ મદદ માગતો, એક વ્યક્તિ એનો કપાયેલો હાથ ઉંચકતો અને ઘાયલ હરજીતને મોટરસાઇકલ પર લઇ જવાતો દેખાયા હતા.

એએસઆઇને પહેલા રાજેન્દ્ર હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોરોના વાઇરસને લીધે સવર્ત્ર લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી જથ્થાબંધ શાકમાર્કેટની બહાર કોઇ પ્રવેશી ન શકે એ માટે આડશો લગાવવામાં આવી હતી.

એક વાહનમાં આવેલા નિહંગો (હથિયારધારી શીખ)ના વાહનને અટકાવીને પાસ માગવામાં આવ્યો ત્યારે એમણે વાહનને માર્કેટના દરવાજા અને આડશ સાથે અથડાવ્યું હતું. ત્યાર બાદ એમણે પોલીસો પર હુમલો કર્યો હતો અને ગુરુદ્વારા ખિચડી સાહિબમાં ઘૂસી ગયા હતા.

પોલીસે ત્યાંથી ત્રણ પિસ્તોલ, પેટ્રોલ બૉમ્બ, તલવારો, એલપીજી સિલિંડર અને ગાંજાનો કોથળો જપ્ત કર્યો હતો. પોલીસ અને ગામના સરપંચ સહિત અનેક લોકોએ એમને બહાર આવવા સમજાવ્યા હતા, પણ એમણે સિલિંડર સળગાવીને ગુરુદ્વારામાં આગ લગાવવાની ધમકી આપી હતી અને ગોળીબાર કર્યો હતો.

March 31, 2020
Gujarat-Police.jpg
1min3610

સાબરકાંઠા પોલીસે ‘હું કોરોના કિલર’ કોમ્પિટીશન યોજીને લોકો પાસે ક્રિએટિવ વિડીયો મંગાવ્યા, ઇનામો પણ આપશે

લૉકડાઉનમાં પોલીસ દ્વારા હજારો વાહનો જપ્ત કરવામાં આવ્યા હોવા છતાં લોકો પોતાના ઘરોમાં રહેતા નથી અને નાના નાના કારણોસર બહાર ફર્યા કરે છે. આવી સ્થિતિમાં સાબરકાંઠા પોલીસે એક ડિજિટલ નુસખો શોધી કાઢ્યો છે જેનાથી લોકો પોતાના ઘરોમાં રહે અને ઇનામો પણ જીતી શકે. સાબરકાંઠા પોલીસે એક ડિજિટલ કોમ્પિટીશન યોજી છે. જેનું નામ હું કોરોના કિલર રાખવામાં આવ્યું છે. આ એપ લોકોનું મનોરંજન પણ કરી રહી છે. પોલીસે આ ડિજિટલ કોમ્પિટીશન માટે એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેના પર લોકોને પોતાના ક્રિએટિવ વિડીયા તેમજ પોતાની ક્રિએટિવીટી દર્શાવતા વિડીયો બનાવીને અપલોડ કરવા જણાવ્યું છે. જેના બદલામાં પોલીસ બેસ્ટ ક્રિએટિવીટીને ઇનામો પણ આપી રહી છે. સાબરકાંઠા જિલ્લાના લોકોમાં આ એપની સારી અસર જોવા મળી રહી છે.

સાબરકાંઠા પોલીસે 3 મિનિટના વિડીયો અપલોડ કરી લોકોને પોતાની ક્રિએટીવિટી પોસ્ટ કરવા કહ્યું છે

  • યુઝર્સ કેવા વિડીયો અપલોડ કરી શકે
  • યોગા
  • હેન્ડીક્રાફ્ટ
  • હેલ્પિંગ હેન્ડ
  • કુકિંગ
  • ડાન્સ
  • વોકલ
  • ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેઇંગ
  • સિંગીંગ
  • કોઇપણ આર્ટ
  • જાદુ
  • ક્રિએટિવ ચીજ જે અન્ય લોકોને પ્રેરણા આપી શકે

સ્માર્ટ ફોન અને ડિજિટલ યુગના જમાનામાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે તે હેતુથી મનોરંજન અને ફિટનેસ પ્રતિયોગીતા બનાવી છે ૨૧ દિવસ દરમિયાન ઘરની બહાર ન નીકળે તે માટે બાળકો તેમજ યુવાનો મહિલાઓ માટે ’હું કોરોના કિલર છું’ નામની પ્રતિયોગિતા બનાવી છે જેમાં સ્માર્ટ ફોન યુઝર્સ સ્પર્ધામાં ભાગ લઈ ઈનામો જીતી શકે છે

હું કોરોના કિલર સ્પર્ધા અંગે એ.એસ.પી ર્ડો.લવીના સિંહના જણાવ્યા અનુસાર જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિક સર ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

હું કોરોના કિલર સ્પર્ધા ૨૧ દિવસ દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ઘરે બેઠા મનોરંજન મેળવે સાથે સુરક્ષિત રહે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રતિયોગિતામાં દરેક ઉંમરના લોકો બાળકો યુવા અને વડીલ તમામ પોતાનામાં રહેલી આવડત હોશિયારી નો બે-ત્રણ મિનિટ નો વિડીયો બનાવી વોટસએપ નંબર ૬૩૫૯૬૨૬૮૯૧ પર મોકલી આપવાનો છે. હેન્ડીક્રાફ્ટ હેન્ડ, હેલ્પીંગ હેન્ડ , કિંગ અને ક્વીન કુકિંગ, નૃત્ય ,ગાયકી જેવી સ્પર્ધાઓ બાળકો માટે કોરોના જાગૃતિ માટેની ચિત્રસ્પર્ધા સાથે યોગ ચેલેન્જ અને ફિટનેસ ચેલેંજના રોજ ના વિડીયો બનાવી પોતાના વોટસએપ પરથી નામ સરનામાં સાથે મુકવાનો રહેશે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ઉત્કૃષ્ટ વિડીયો મોકલનાર ત્રણ પુરૂષ તથા ત્રણ મહિલા વિજેતા અને પુરસ્કાર આપવામાં આવશે.

March 27, 2020
who1-1.jpg
1min9150

એક એવો વિડીયો જેના શબ્દે શબ્દનો ભાવાર્થ જીવનની નવી રાહ ચિંધે છે : Must Watch

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લૉકડાઉનના સમયમાં આપણે 2 જ દિવસમાં કંટાળી ગયા. ભારતે 21 દિવસનું લૉકડાઉન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ 2 મહિનાના લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. જ્યાં સુધી કોરોના વિરુદ્ધ ઇફેક્ટીવ દવા નહીં શોધાય ત્યાં સુધી લૉકડાઉનને જીવન બનાવી દેવું પડશે. આ સમય ગાળા દરમિયાન સામાન્ય રીતે લોકોના જીવન ધોરણ પણ મોટી અસરો થાય છે. શારીરીક, માનસિક રીતે લૉકડાઉનમાં આપણે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ એ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા WHO director-general Tedros Adhanom Ghebreyesus એ બહુ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. જેમને અંગ્રેજીમાં સમજ પડે છે તેમના માટે આ અત્યંત ઉપયોગી વિડીયો છે અને જેમને સમજ નથી પડતી અંગ્રેજીમાં તેમણે તેમના મિત્રો, પરિવારના સભ્યો, કર્મચારીઓ વગેરે પાસેથી આ વિડીયાના એક એક શબ્દનું અર્થઘટન કરવું જોઇએ.

લૉકડાઉનમાં જીવનની નવી રાહ ચિંધે છે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રૉ

સી.આઇ.એ. લાઇવ એક ડિજીટલ ન્યુઝ પ્લેટફોર્મ છે અને એ સંપૂર્ણ પણે વર્ક ફ્રોમ હોમથી કાર્યરત છે. આ કટોકટીના પળમાં સી.આઇ.એ. લાઇવ ગુજરાતી વાચકો માટે એક ઓથેન્ટિક ન્યુઝ સોર્સ બન્યું છે. હાલમાં દૈનિક 5,00,000થી વધુ વ્યુઅર્સ સી.આઇ.એ લાઇવ પર આવી રહ્યા છે. અમારા માટે આ ઉત્સાહવર્ધક આંકડો છે. એ વાતની પ્રતીતિ છે કે અમે કટોકટીની પળમાં અમારી ભૂમિકા સુપેરે અદા કરી રહ્યા છે. ડિજીટલ મિડીયા હોવાને નાતે અમે બહાર ફરીને સમાચાર એકત્રિત કરી શકીએ. પરંતુ, અમે ઇલેક્ટ્રોનિક માધ્યમો, ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, ઇમેલ, સોશ્યલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરીને આપની સમક્ષ શ્રેષ્ઠ વાંચન, માહિતી, ન્યુઝ પીરસી રહ્યા છે.

March 14, 2020
bni_logo.png
2min4400

સુરતની અગ્રણી બિઝનેશ એન્ટરપ્રિન્યોરની સંસ્થા બીએનઆઇ ફાલ્કન દ્વારા બુધવારની મીટીંગમાં વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમગ્ર મીટીંગનો કાર્યભાર ચેપ્ટરની લેડી એન્ટ્રપ્રિન્યોર દ્વારા સંભાળવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ખાસ વુમન્સ એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહિત કરવા વિશેષ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

આ સાથે શહેરની નામાંકિત બિઝનેશ એન્ટરપ્રિન્યોરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

February 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4740

સુરત:22.02.20-  ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે સમગ્ર વિશ્વમાં અલગ અલગ જાતિ, ધર્મ, પરંપરા, આર્થિક અને સામાજિક સ્થિતિ , અને રાષ્ટ્રીયતા ના લોકોને જોડ્યાં છે. 156 દેશોમાં ફેલાયેલા આ સમુદાયને એક પરિવાર તરીકે જોડીને વસુધૈવ કુટુંમ્બક્મ ના સિદ્ધાંતને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

ગુરુદેવનો સંદેશ એકદમ સરળ છે: “પ્રેમ અને શાંતિ દ્વારા નફરત અને હિંસાને જીતી શકાય છે.” આ સંદેશ ફક્ત એક સૂત્ર નથી, પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા એના સતત કાર્યો થી પુરવાર કરવામાં આવ્યું છે.

આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઘણા અને ખુબ અસરકારક શૈક્ષણિક અને આત્મવિકાસ ના કાર્યક્રમો ચલાવવામાં આવે છે કે જે તણાવ દૂર કરવામાં સહાયરૂપ થાય છે.  આ કાર્યક્રમો અને સાધનો દ્વારા ઊંડા અને ગહન આંતરિક શાંતિ, સુખ, અને સુખાકારી ને દરેક વ્યક્તિ હાંસલ કરી શકે છે. 

આ કાર્યક્રમો, કે જેમાં શ્વાસ તકનિક, ધ્યાન, યોગ, અને રોજબરોજના જીવનમાં વ્યવહારુ અનુભવ અને જ્ઞાન નો સમાવેશ થાય છે, ની મદદથી વિશ્વ્ભરમાં લખો લોકો પોતાના જીવન ને સંપૂર્ણપણે પરિવર્તિત કરી ચુક્યા છે. 

આ ખૂજબ સુંદર કાર્યક્રમને ખુદ ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને આર્ટ ઓફ લિવિંગ નાં વરિષ્ઠ અને ખુબજ અનુભવી ફેકલ્ટી રાજેશભાઈ સિંઘલ દ્વારા મનીબા પાર્ક, વીઆઈ પી રોડ, વેસુ, સુરત ખાતે પ્રસ્તુત કરવામાં આવશે. અમે સુરતના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આહવાન કરીયે છે.

તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૯ ઍમ બે બૅચ રહેશે. તા.૧ માચૅ સવારે ૬ થી ૧૨ બન્ને બેચ સાથે રહેશે. આમંત્રિતો પોતાને અનુકૂળ હોય તે બૅચમા ભાગ લઇ શકશે. આમંત્રિતોએ ચારેય દિવસ ફરજીયાત હાજર રહેવું પડશે.

February 19, 2020
himanshu_joshi-1280x1028.jpg
1min4690

વ્યક્તિના જીવનમાં જીવન વીમો કેટલો જરૂરી ? હિમાંશુ જાષી 
ઇન્શ્યોરેન્સ વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમીનેશન કરાવ્યું : ૧૦ હજારથી વધુ એજન્ટોને તાલીમ આપવાનો અનુભવ

જીવન વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. વીમો એટલે જોખમ સામે રક્ષણ. આપણને ખબર નથી કે કાલે શું થશે? તેથી, આપણે વીમા પોલિસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકશાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરીએ છીએ. વીમો મહત્વપૂર્ણ છે, પરંતુ વ્યક્તિએ કેટલો વીમો લેવો જોઈએ? આ નકકી કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, વીમા એજન્ટને સંપૂર્ણ તાલીમ આપવી ફરજિયાત છે. આ ઉદ્દેશ્ય સાથે, ઇનોવેટીવ થોટ પ્રોસેસ સંસ્થાના સંચાલક અને ટ્રેનર હિમાંશુ જાષીએ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી દેશભરમાં ‘સફળ ભારત પ્રવાસ’નું આયોજન કર્યું.

તેમણે સતત ૧૩૧ દિવસ, ૧૩૧ શહેરોમાં ૧૩૧ તાલીમ કાર્યક્રમો કરીને વીમા એજન્ટોને તાલીમ આપી. તેમણે જાતે ૨૨ હજાર કિમી વાહન ચલાવ્યું અને વીમા એજન્ટોને ઉત્સાહિત કરીને લોકોને યોગ્ય રકમનો જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

સુરતમાં માહિતી આપતા હિમાંશુ જાષીએ જણાવ્યું હતું કે, જીવન વીમા સલાહકારોને ગૌરવ, સન્માન અને માન અપાપવું તે મારા જીવનનો ઉદ્દેશ્ય છે. તેઓ દેશભરમાં તાલીમ અને પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે કાશ્મીરમાં પુલવામામાં આતંકવાદી ઘટનામાં જાણવા મળ્યું કે ૪૪માંથી ૨૨ શહીદોનો તો જીવન વીમો હતો જ નહીં. જેમનો વીમો લેવામાં આવ્યો હતો તેઓને તેમના પાર્થિવ દેહ ઘરે પહોંચે તે પહેલા જ વીમો ચુકવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જીવન વીમા ચુકવણીની રકમ સાંભળી ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો. મોટાભાગના શહીદોનો વીમો માત્ર ૧-૨ લાખનો હતો. આટલી રકમની ચુકવણીથી પરિવારનું શું થશે? જ્યારે મેં વીમા એજન્ટોને પૂછ્યું કે તેમણે આટલો ઓછો જીવન વીમો કેમ આપ્યો? કોઈ વાર કોઈ વિધવા પૂછે કે આખી જિંદગી આટલી ઓછી રકમ લઈને કેવી રીતે ચલાવાશે, તો તમે શું જવાબ આપશો? તેમણે કહ્યું કે અમે તો વધુ રકમના વીમાની વાત કરીએ છીએ પરંતુ લોકો સાંભળતા નથી. આ સવાલે મને કંઈક કરવા પ્રેરણા આપી. તે જ સમયે નક્કી કર્યું કે, હું અભિયાન શરૂ કરીને જીવન વીમા એજન્ટને એવી રીતે તાલીમ આપીશ કે લોકો ફક્ત તેમને સાંભળે જ નહીં પરંતુ તેમની વાતનું પાલન પણ કરે. 

તેમણે કહ્યું કે કોઈ પણ અભિયાન એમ જ સફળ નથી થતા. જ્યારે ગૌતમ બુદ્ધને સત્યની અનુભૂતિ થઈ, ત્યારે તે એક જગ્યાએ જ બેઠા નહીં, તેમણે વિહાર કરીને પોતાની વાત સમજાવવા માટે પ્રયાસ કર્યાં. ભગવાન મહાવીર, ગુરૂ નાનક, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજીએ પણ ­વાસ કરી લોકોને પોતાની વાત સમજાવી. રામ રથ યાત્રાનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સુધી પહોંચીને પોતાનો જુદો પ્રભાવ સ્થાપિત કર્યોં. આટલા સફળ અભિયાનોએ મને તે જ કરવા પેરણા આપી.

તે જ સમયે, ‘સફળ ભારત પ્રવાસ’નો વિચાર આવ્યો અને મેં તેને અમલમાં મૂક્યો. યોજના બનાવીને ૧ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ તેની જાહેરાત કરી. મૂળરૂપે આ યોજના ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર એને ૧૦૦ ટ્રેનિંગ પ્રોગ્રામની હતી. પરંતુ એ સારી રીતે જાણીતું છે કે જો તમે મોટું વિચારો છો તો લોકો તમારી સાથે જોડાવાનું પસંદ કરે છે અને એવું જ થયું. ઘણા લોકોના ફોન આવ્યાં, તેમણે કહ્યું કે, તમે અમારા શહેરમાં પણ આવો. અને આ રીતે ૧૩૧ દિવસ, ૧૩૧ શહેર અને ૧૩૧ તાલીમ પ્રોગ્રામ યોજાઈ ગયા. તેમના જીવનમાં ૧૦,૦૦૦ થી વધુ જીવન વીમા સલાહકારો સુધી પહોંચીને તાલીમ આપવાનો અનુભવ અભૂતપૂર્વ હતો.

હિમાંશુ જાષીએ જણાવ્યું હતું કે તેમના પરિવારના સંપૂર્ણ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો છે. તેઓ એ તમામ લોકોના આભારી છે કે જેઓ આ ઉમદા કાર્યમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહભાગી રહ્યા. તેમણે આ તાલીમ કાર્યક્રમ માટે ઇન્શ્યોરેન્સ વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમિનેશન પણ દાખલ કર્યુ છે. કાર્યક્રમ સિંગાપુર સ્થિત સાઉથ એશિયન ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ લીગ અને મેરાટ્રેનર ડોટ કોમના સહયોગથી પૂર્ણ થયો. તેમણે કહ્યું કે, આવનાર ત્રણ વર્ષોંમાં દેશના ખૂણેખૂણે પ્રવાસ કરીને વધુમાં વધુ લોકોને જીવન વીમા તેમજ વીમા ક્ષેત્રમાં કારર્કિદી નિર્માણ માટે તેઓ જાગૃતિ અભિયાન ચલાવશે. 

February 19, 2020
america_got_talent.jpg
1min4050

મુંબઈના ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’ એ અમેરિકા ગોટ ટેલેન્ટ શો : ધ ચેમ્પિયન સિઝન-2 જીતી લીધો છે. વી અનબીટેબલ ડાન્સ ગ્રુપમાં નાના-મોટા 29 ડાન્સરો છે. જેમણે ધ અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો.

2019માં પણ આ ગ્રુપે અમેરિકાના ઉપરોક્ત શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેમનો ચોથો નંબર હતો. આ વખતે તેઓ ટ્રોફીના દાવેદાર હતા અને આખરે ગ્રાન્ડ ફીનાલેમાં વિજેતા બન્યા હતાં. ફાઈનલમાં તેમણે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગલીઓ કી રાસલીલા-રામલીલા’ના એક ગીત ‘તતડ તતડ’ પર ડાન્સ રજૂ કર્યો હતો. એક્ટર રણવીરસિંહે પણ મુંબઈના આ વિજેતા ડાન્સ ગ્રુપને અભિનંદન આપ્યા છે. અમેરિકા ગોટ ટેલેન્ટ શોનો એવોર્ડ જીતનાર વી અનબીટેબલને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું હતું.

February 5, 2020
Housing-Society-Management-.jpg
2min3890

વ્યાવસાયિક અને પ્રમાણિત વિક્રેતાઓ હોય તેની ફરજિયાત આવશ્યકતા

હાઉસિંગ સોસાયટી મેનેજમેન્ટ શો 2020 વિવાદના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે

ભારતનો પહેલો અને એકમાત્ર ‘હાઉસિંગ સોસાયટીઝ મેનેજમેન્ટ શો 2020’ (HSMS 2020) 7, 8 અને 9  ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ મુંબઈના વરલી ખાતે નહેરુ સેન્ટરમાં તેની ત્રીજી આવૃત્તિ શરૂ કરશે.

સહકારી નિવાસી/કચેરી/ઔદ્યોગિક અને પ્રીમાઇસિસ સોસાયટીઓના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા વિવિધ અદાલતોમાં 33,000થી વધુ સક્રિય મુકદ્દમા લડવામાં આવી રહ્યા છે. એકલા મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ દર વર્ષે કાનૂની ફીના કારણે રૂ.160 લાખનો ખર્ચ કરે છે. જાળવણી ખર્ચ ચૂકવતા સભ્યોને સેવા આપવા માટે પદાધિકારીઓ દ્વારા મંજૂર કરાયેલા અને ફાળવાયેલા વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓમાં ઉણપ રહેતા રોષના કારણે મોટાભાગના વિવાદો ઉદભવે છે.

પદાધિકારીઓ ઘણીવાર સમયની અછત અને માનદ્ પ્રકારની નોકરીનું બહાનું આગળ ધરીને યોગ્ય રીતે છટકી જાય છે. એવા વિક્રેતાઓ કે જેઓ દેખરેખ વિના કડક સ્વ-નિયમનના પાલન સાથે કામ કરે છે, એક સાથે સૌને સંતોષ થાય તે માટે સમયસર કાર્ય પૂર્ણ કરે છે, તેમની અછત એક અન્ય કારણ છે. “અન-રજિસ્ટર્ડ અને અન-સર્ટિફાઇડ કુશળ વિક્રેતાઓ સાથે વ્યવહાર કરવાનું સોસાયટીઓમાંથી બંધ કરી દેવું આવશ્યક છે.

અમારી પાસે એવા દાખલા છે કે હાઉસિંગ સોસાયટી તેના અધિકૃત વિક્રેતા તરીકે એક નોંધણી વગરની માલિકીની કંપની પાસેથી સુરક્ષા અને બગીચાનું કામ, પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ, ગટર તથા પાણીની ટાંકીની સફાઈ સહિતની સેવાઓનો લઈ રહી છે.

કોઈપણ કાર્યક્ષેત્રમાં યોગ્યતાના પ્રમાણપત્રો નહિ ધરાવતી આ એન્ટરપ્રાઇઝ સૌથી ઓછા ખર્ચે કામ કરવાનો દાવો કરે છે. સોસાયટીનું મેનેજમેન્ટ ખર્ચો બચાવવા માટે તેમનું સમર્થન કરે છે. સભ્યોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો. ટીડીએસ ટાળવા માટે વ્યક્તિગત નામો અને રખડતા કામદારોને બેરર ચેકોથી ચુકવણી કરવામાં આવે છે. પદાધિકારીઓ વિરુદ્ધ સભ્યો દ્વારા કરેલા કેસો કરવા માટેનું આ એક ઉચિત કારણ છે,” એમ મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેઅર્સ એસોસિએશન (MSWA)ના સ્થાપક અધ્યક્ષ રમેશ પ્રભુ (9820106766)એ જણાવ્યું હતું.

હાઉસિંગ સોસાયટીઝ મેનેજમેન્ટ શો 2020’ના આયોજક વાય મુકુંદ રાવે આ શોની ત્રીજી આવૃત્તિ પાછળના વિચાર અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ત્રીજી આવૃત્તિનો હેતુ સોસાયટીના સભ્યોમાં વિવાદના ઠરાવનો પ્રચાર કરવાનો છે, જેથી આપણા રહેવાની અને કામ કરવાની જગ્યાઓ વધુ રહેવાલાયક અને ગમતીલી બને.

વ્યવસાયિક/પ્રમાણિત ટેક્નોલોજીયુક્ત સર્વિસ પ્રોવાઇડર્સ જેમાં નાળિયેર પ્લકિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિકેજ, ફાયર સેફ્ટી, સીસી ટીવી સર્વેલન્સ, એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ્સ, સ્વચાલિત બૂમ બેરિયર્સ, ઓર્ગેનિક વેસ્ટ માટેના કમ્પોસ્ટિંગ મશીનો, સોલર એનર્જી અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ આ એક્સપોનો ભાગ છે.

મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર્સ એસોસિએશન (MSWA)ના પદાધિકારીઓ સ્થળ પર કોઈ ખર્ચ વિના રીડેવલપમેન્ટ, કન્વેયન્સ, ટ્રાન્સફર, વારસાઈ અને અન્ય કાનૂની મુદ્દાઓ પર નિષ્ણાતની સલાહ અને પરામર્શ આપશે.

એચએસએમએસ 2020નો હેતુ એક તરફ વ્યાવસાયિક સેવાઓ પૂરી પાડનારાઓ/ ઉત્પાદકો અને બીજી તરફ આ સેવાઓના ઇચ્છુકો એટલે કે સોસાયટીઓના સભ્યો/પદાધિકારીઓને મળવા, એકબીજા સાથે સાંકળવા, વાતચીત કરવા અને સોદો કરવાની સુવિધા કરી આપવાનો છે, જેના દ્વારા સોસાયટીઓના સભ્યોને માત્ર તેમની હાલની અને ભવિષ્યની સમસ્યાઓના જ સમાધાનો મળી જશે એવું નથી, પરંતુ તેમની પોતપોતાની સોસાયટીઓમાં જાળવણી અને સુધારણા માટે સેવા/ ઉત્પાદનો માટે ખર્ચેલા નાણાનું મૂલ્ય પણ મેળવશે. 4000થી વધુ હાઉસિંગ અને કોમર્શિયલ સોસાયટીઓના સભ્યો આ એક્સ્પોની મુલાકાત લેશે તેવી સંભાવના છે, જેમને એક જ છત હેઠળ 50થી વધુ વિવિધ કક્ષાઓના સક્ષમ અને પ્રમાણિત વિક્રેતાઓને જોવાનું, તેમની મુલાકાત લેવાનું અને તેમની સાથે વાતચીત કરવાનું મળશે.

એક્સ્પોએ મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર એસોસિએશન (MSWA), પ્રોફેશનલ હાઉસકીપર્સ એસોસિએશન (PHA), નેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NSWAI), ઈન્ડિયન પેસ્ટ કંટ્રોલ એસોસિએશન (IPCA), ઓલ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન (AIREAA) અને વિમેન્સ લીગલ ફોરમ ફોર હાઉસિંગ સોસાયટીઝ (WLFHS), ઇન્ડિયન પંપ એસોસિએશન, વસઈ તાલુકા હાઉસિંગ ફેડરેશન, સોચ સયાની, વી-કેન અને અન્ય ઘણાં લોકોનું અગાઉથી જ સમર્થન પ્રાપ્ત કરી લીધું છે.

વધુ માહિતી માટે મુલાકાત લો  www.hsms-india.com  અથવા કોલ કરો : 022 – 28344798/28301832/9321868928

February 5, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4070

એક સમાજ સમગ્ર રાજ્ય અને દેશમાં અનુકરણીય કાર્યો કરીને સામાજિક ક્રાંતિ આણી શકે છે. 21મી સદી અને ટેકનોલોજીની વાતો વચ્ચે આજે પણ સમાજમાં કેટલાક જૂનવાણી રીતીરિવાજો છે અને તેને કારણે સામાજિક, આર્થિક રીતે નબળા પરિવારો માટે મુશ્કેલી ઉભી થાય છે. મૂળ ઉત્તર ગુજરાતમાં બહુલ વસતિ ધરાવતા મોટા બાવન કડવા પાટીદાર સમાજે તાજેતરમાં એક અનુકરણીય ઠરાવ કરીને ગુજરાત જ નહીં દેશના જ્ઞાતિ મંડળો, સમાજો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામના શ્રી મોટા બાવન પાટીદાર સમાજે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે સમાજમાં અવસાન બાદ કરવામાં આવતા બેસણાં તેમજ બારમાની વિધી બાદ કરવામાં આવતા ભોજન સમારંભોને બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.

ટૂંડાવ ગામે થયેલી સમાજની સામાન્ય સભામાં બેસણા અને બારમાના પ્રસંગે ભોજન પાછળ કરવામાં આવતા બિનજરુરી ખર્ચને સમાજના આગેવાનોની હાજરીમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલમાં જ એક સ્વજનનું નિધન થતા એક પરિવારે સમાજે કરેલા નિર્ણયનું પાલન કરીને દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં અવસાન પામેલા સમાજના પટેલ શાંતાબેન ભગવાનભાઈના પરિવારે સમાજના આ ઠરાવને પગલે જમણવાર ન કરાવવાનો નિર્ણય લઈને દાખલો બેસાડવાનું સરાહનિય કામ કર્યું હતું.

સમાજના આર્થિક રીતે સદ્ધર નહીં ગણાતા પરિવારોમાં સ્વજનના અવસાન બાદ જૂનવાણી પરંપરાઓને કારણે પરીવારના માથે મોટા ખર્ચનો બોજો આવી ચઢતો હતો. એથી વિશેષ સમાજના મોટા ભાગના લોકો નિધનના પ્રસંગોમાં જમવાનું ટાળતા હોવાથી અન્નનો પણ બગાડ થતો હતો. આ બંને કારણોને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, સમાજ દ્વારા સમૂહલગ્નોત્વસના આયોજનનો પણ નિર્ણય લેવાયો હતો. જો પાંચ કરતાં વધુ દીકરીઓ લગ્નગ્રંથીએ જોડાય તો જ સમૂહલગ્ન કરવા, અને જો તેના માટે પૂરતી સંખ્યા ના થાય તો સમાજ દ્વારા અન્ય સ્થળે યોજાતા સમૂહલગ્નમાં જોડાનારી દીકરીને 11,000 રુપિયાની રોકડ ભેટ આપવામાં આવશે તેવો ઠરાવ પણ સામાન્ય સભામાં પસાર કરાયો હતો.