CIA ALERT

ઇન્ડીયા Archives - Page 80 of 183 - CIA Live

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5220

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
mumbai-1.jpeg
1min3340

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે. 

June 11, 2020
life_insurance-1.jpg
1min3090

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 11, 2020
petrol-diesel-1.jpg
1min3520

પેટ્રોલના ભાવમાં બુધવારે લિટર દીઠ ૪૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ ક્ષેત્રની જાહેર ક્ષેત્રીય કંપનીઓએ ભાવમાં ફેરફાર કરવા સંબંધિત ૮૨ દિવસના બ્રેકનો અંત આવ્યો એ પછી આ સતત ચોથો દૈનિક ભાવવધારો છે.

દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ વધારીને રૂપિયા ૭૩.૦૦થી વધીને રૂપિયા ૭૩.૪૦ થયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૭૧.૧૭થી વધારીને રૂપિયા ૭૧.૬૨ કરવામાં આવ્યો છે, એમ સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.

ભાવવધારો દેશભરમાં કરાયો છે. જોકે, રાજ્યોમાં સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યૂ એડેડ ટેક્સને આધારે નક્કી કરાશે. રવિવારથી કરવામાં આવેલા લાગલગાટ ચોથા ભાવવધારામાં એકંદરે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૧૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૨૩ વધ્યો છે.

June 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min2940

સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આજે તા.8મી જુનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે જીએસટી કરદાતાઓની વધુ એક સુવિધાઓના ભાગરૂપે જો નીલ રિટર્ન એટલે કે ઝીરો જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું હશે તો કરદાતા ફક્ત પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક એસ.એસ.એસ. કરીને નીલ રિટર્ન ફાઇલ કરી શકશે. એના માટે ટેક્સ કન્સલ્ટન્ટની પણ જરૂરીયાત રહેશે નહીં.

નીલ જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે આ મુજબની કાર્યવાહી કરવી પડશે

Latest on CIA Live

June 8, 2020
weather-forecast.jpg
1min5590

આગામી પાંચ દિવસ એટલે કે સોમવારથી શરૂ થયેલા નવા સપ્તાહમાં શુક્રવાર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તોફાની વરસાદી તાંડવ થાય એવી આગાહી કરવામાં આવી છે. આજકાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

રાજ્યના હવામાન ખાતે દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદની શરુઆત સાથે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

June 6, 2020
amul.jpg
1min4940

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે તા.5મી જુને ભારતની સૌથી મોટી દુધ ઉપ્તાદક સંસ્થા અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર બેન લાદી દીધો હતો. અમૂલએ ટ્વીટર પર એક્ઝીટ ધ ડ્રેગન એવી પોસ્ટ મૂકતા ટ્વીટરએ આ પગલું ભર્યું હતું.

ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી હેરાની અનુભવી રહ્યા છે.

June 6, 2020
babaamarnath_2020.jpg
1min8090

કોરોના વાઈરસને કારણે ઈતિહાસમાં પહેલી જ વાર વાર્ષિક અમરનાથ યાત્રા માટે જ્યેષ્ઠ પૂર્ણિમાને દિવસે કરવામાં આવતી પ્રથમ પૂજા શુક્રવારે (5 June 2020) ચંદનવાડીને બદલે જમ્મુમાં સંપન્ન થઈ હતી.

જોકે, અમરનાથ યાત્રાના આરંભ અંગે હજુ પણ અચોક્કસતા પ્રવર્તી રહી હોવા વચ્ચે અમરનાથ સાઈન બોર્ડ યાત્રા ૧૫મી જુલાઈએ શરૂ કરી રક્ષાબંધનના દિવસે એટલે કે ૩ ઑગસ્ટે પૂરી કરવા મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ બાબતને હજુ સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું.

સૈદ્ધાંતિક રીતે આ યાત્રાને રદ કરતા યાત્રાનું પ્રતીક ગણાતી છડી મુબારકને આ વરસે હૅલિકોપ્ટર મારફતે ગુફા સુધી લઈ જવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બાલતાલ માર્ગે થોડાક હજાર લોકો માટે યાત્રાનું આયોજન કરવાની પણ કવાયત ચાલી રહી છે. જોકે, પ્રશાસન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને તેને ટાળવાની કોશીશ કરી રહ્યું છે.

આ પૂજામાં શ્રી અમરનાથ શ્રાઈન બૉર્ડના મુખ્ય સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ગુપ્તા સહિતના લોકોએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર સહિત દેશમાં કોરોના વાઈરસના પ્રકોપનો અંત આવે તેવી પ્રાર્થના સાથે ઉપસ્થિત તમામ લોકોએ હવન-યજ્ઞમાં આહૂતિ આપી હતી.

પ્રથમ જ વાર એવું બન્યું છે કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને લીધે વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ જ શરૂ નથી થઈ શકી અને યાત્રાના બંને માર્ગ (ચંદનવાડી અને બાલતાલ) બરફથી ઢંકાયેલા છે.

અગાઉ આ પૂજા ચંદનવાડીમાં કરવામાં આવતી હતી, પરંતુ આ પહેલી જ વાર છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને કોરોનાને કારણે આ પૂજા ચંદનવાડીને બદલે જમ્મુમાં કરાવવી પડી છે.

બૉર્ડના કાર્યાલયમાં વિધિવત પૂજા-અર્ચના કરીને એક રીતે જોવા જઈએ તો યાત્રાનો આરંભ કરી જ દેવામાં આવ્યો છે.

જોકે, શ્રાઈન બૉર્ડે યાત્રાનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.

સૂત્રોના જણાવ્યાનુસાર બૉર્ડે યાત્રા શરૂ કરવાની પ્રસ્તાવિત તારીખ ૨૩ જૂન નક્કી કરી રાખી છે.

આ વખતે અમરનાથ યાત્રાને ૧૫ દિવસ પૂરતી સીમિત રાખવામાં આવે તેવી શક્યતા છે.

આગામી થોડાક દિવસમાં શ્રાઈન બૉર્ડની મળનારી બેઠકમાં યાત્રા શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ઑનલાઈન કે ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે દેશના મોટાભાગના શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગનાં દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવા અંગે પણ બૉર્ડ ચર્ચાવિચારણા કરી રહ્યું છે એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે ઑનલાઈન રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

June 5, 2020
tabligi-2.jpg
1min3020

કોરોનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયમાં વિઝા નિયમોનો ભંગ કરી ભારતમાં રહેનારા તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને કેન્દ્રના ગૃહ મંત્રાલયે બ્લેક લિસ્ટ કર્યા છે અને જણાવ્યું છે કે તેમને આગામી દસ વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. દેશભરમાં જુદા જુદા રાજ્યની મસ્જિદ અને ધાર્મિક સંસ્થામાં ગેરકાયદે રહેતા વિદેશીઓની માહિતી રાજ્ય સરકારે કેન્દ્રને સોંપ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને બ્લેક લિસ્ટ કર્યા છે.

૨૫ માર્ચથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. 

June 5, 2020
coronaindia-1-1280x1044.jpg
1min2770

ભારતમાં કોરોનાના કેસમાં ગુરુવારે રેકૉર્ડ ૯,૩૦૪નો ઉછાળો જોવા મળ્યો હતો જે સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૧૬,૯૧૯ પહોંચી છે અને ૨૬૦ નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૬,૦૭૫ થયો છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાની ગંભીર અસર પામેલા દેશોમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઇટાલી બાદ ભારત સાતમા ક્રમાંકે આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧,૦૬,૭૩૭ છે અને ૧,૦૪,૧૦૬ લોકો સાજા થયા છે અને એક વ્યક્તિ સાજો થઇ વિદેશ પાછો ફર્યો છે. આમ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૪૭.૯૯ ટકા છે.

બુધવારે દેશમાં કોરોનાથી થયેલા કુલ ૨૬૦ મૃત્યુમાં ૧૨૨ મહારાષ્ટ્રમાં, ૫૦ દિલ્હીમા, ૩૦ ગુજરાતમાં, ૧૧ તમિળનાડુમાં, ૧૦ પ. બંગાળમાં, ૭-૭ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગણામાં, ૬ રાજસ્થાનમાં, ૪ આંધ્રપ્રદેશમાં, એક-એક બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને ઉત્તરાખંડમાં થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૨,૫૮૭ છે. ગુજરાતમાં ૧,૧૨૨, મધ્ય પ્રદેશમાં ૩૭૧, પ. બંગાળમાં ૩૪૫, ઉત્તર પ્રદેશમાં ૨૨૯, રાજસ્થાનમાં ૨૦૯, તમિળનાડુમાં ૨૦૮, તેલંગણામાં ૯૯ અને આંધ્રપ્રદેશમાં ૬૮ મૃત્યુ નોંધાયા છે. કર્ણાટકમાં ૫૩, પંજાબમાં ૪૭, જમ્મુ-કાશ્મીરમાં ૩૪, બિહારમાં ૨૫, હરિયાણામાં ૨૩, કેરળમાં ૧૧, ઉત્તરાખંડમાં ૮ અને ઓડિશામાં ૭ મૃત્યુ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વૅબસાઇટ મુજબ કોરોનાના કુલ મૃત્યુનાં ૭૦ ટકા મૃત્યુ અગાઉની બીમારીને કારણે થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૭૪,૮૬૦ કેસ નોંધાયા છે.