CIA ALERT

ઇન્ડીયા Archives - Page 78 of 183 - CIA Live

June 22, 2020
petrol-diesel-1.jpg
1min2670

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 19, 2020
ril-1280x721.jpg
1min3330

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. 

કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 

June 18, 2020
mumbai-rains-3.jpg
1min3300

મુંબઇ શહેર, થાણે અને નવી મુંબઇમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સાથે પવન પણ ફૂંકાયો અને વીજળી પણ થઇ હતી. જો કે ચોમાસું લગભગ આખા મહારાષ્ટ્ર અને મુંબઇ પર ફરી વળ્યું છે અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.

Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

IMDએ કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક વાતાવરણ વાદળીયું રહેશે અને હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી દ્વારા જણાવ્યા અનુસાર 32.6 ડિગ્રી  સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 27 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહેશે. કોલાબા ઓબ્ઝર્વેટરી દ્વારા નોંધાયેલા મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે તથા 26.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન રહ્યું છે.

ગુરૂવારે પડેલો ધોધમાર વરસાદ એ શહેર અને આસપાસનાં વિસ્તારો માટે રાહત આપનારો રહ્યો છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમ વેધર એજન્સી સ્કાયમેટે કહ્યું છે.

June 18, 2020
rath2.jpg
1min3440

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.

અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.

June 18, 2020
1min2610

સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.

મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે. 

સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.

ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે. 

June 18, 2020
election_voting.jpg
1min2830

રાજ્યમાં આવતીકાલે 19 June 2020 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને ભારતના બે મોટા રાજકીય પક્ષો અને પ્રતિસ્પર્ધી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યો અને મતદારોને કેવી રીતે વોટિંગ કરવું એ અંગે ગંભીરતાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષો ભૂતકાળમાં પોતાના જ સભ્યોએ કરેલી ભૂલોને કારણે મત ગુમાવી ચૂક્યા છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો 2017ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જ્યારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો 2017ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

June 18, 2020
petrol-diesel-1.jpg
1min2550

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

June 16, 2020
pangong.jpg
1min3510

છેલ્લા ચાળીસ વર્ષમાં બનેલી પહેલી ઘટનામાં તા.16મી જુન 2020ના રોજ ચીને ભારતની લદાખ્ સરહદે ડખો ઉભો કરતા થયેલી અથડામણમાં ભારતના એક સૈન્ય અધિકારી સમેત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ભારત ચીન સરહદે ઉભા થયેલા ટેન્શનને દૂર કરવા બન્ને પક્ષોએ તાબડતોબ વાટાઘાટો કરી હોવાનું જાણવા મળે છે.

તા.15મી જુનને સોમવારે રાતથી જ લદાખ ખાતે ચીની સૈનિકોએ ડખો ઉભો કરવાના પેંતરા શરૂ કરી દીધા હતા. ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા ઉભી કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતે પ્રતિકાર કરવાની કોશિશ કરતા થયેલી અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનના મોત નિપજ્યા હોવાના અહેવાલોએ ભારતમાં રોષ વ્યાપ્ત કરી દીધો હતો.

LAC બોર્ડર પર છેલ્લે ફાયરિંગ 1967માં થયું હતું, જેમાં બંને દેશોને નુકસાન થયું હતું.

June 16, 2020
Panipuri-ban-1.jpg
1min3850

કોરોના કોણ કોણ ફેલાવી રહ્યું છે એ નામાવલિમાં હવે પાણીપુરીવાળા પણ આવી ગયા છે. અનલૉક-1ના અમલ સાથે જ ખાણીપીણી વેચતી સંસ્થાઓ ફરી શરૂ થતાં લોકો જીભના ચટાકા પુરા કરવા માટે બહારનું ખાતા થઇ ગયા છે. એમાં પણ પાણીપુરી કે ગોલગપ્પેના ચાહકો રીતસર તૂટી જ પડ્યા છે.

પણ પાણીપુરી ખાનારાઓ માટે સેડ ન્યુઝ એ છે કે હવે પાણીપુરીના વિક્રેતાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોઇ, તેઓ પણ સુપરસ્પ્રેડરની શ્રેણીમાં આવી ગયા છે અને કાનપુર પ્રશાસને તો પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.

કોરોના વાયરસ ફેલાવાના ભયથી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને કાનપુરમાં પાણીપુરીના વેચાણ બેન લગાડી દીધો છે.

દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ વિક્રેતાઓ દ્વારા સરકારની જાહેર ગાઈડલાઈન્સનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું જોયા બાદ અમારે તેના પર બેન લગાડી દેવો પડ્યો છે. ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ જણાય રહ્યું હતું.

પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

June 16, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5360

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.

  • ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
  • સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
  • CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.

વિકલ્પ-1

જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.

વિકલ્પ-2

જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.

CISCE Board દરેક શાળાઓને સૂચના

CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.

CISCE Boardની સત્તાવાર અખબારી યાદી

To download above notification please click link below

https://cisce.org//UploadedFiles/PDF/PRESS%20RELEASE%2015062020.pdf

CISCE all gujarat School list

Latest on This Web