ગુગલ ક્રોમના ૧૦૦થી વધુ ઍક્સ્ટેન્શન્સ યુઝર્સની ગુપ્ત અને મહત્ત્વની માહિતી ભેગી કરતા હોવાની વાત જાણ્યા બાદ કંપનીએ એમને કાઢી નાખ્યા હોવાથી આવા ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કરવા અગાઉ ઇન્ટરનેટ વાપરનારાએ સાવધાની વર્તવી જરૂરી છે.
ભારતના સાઇબર સ્પેસનું રક્ષણ કરતી અને સાઇબર હુમલાને ખાળવાનું કામ કરતી સરકારી સંસ્થા સીઇઆરટી-ઇનએ જણાવ્યું હતું કે આ ઍક્સ્ટેન્શન્સ ગુગલ ક્રોમના વૅબ સ્ટોરના સુરક્ષા સ્કૅનને બાયપાસ કરી શકે એવા કોડ ધરાવે છે.
ગુગલે ગુગલ ક્રોમ બ્રાઉઝરના ૧૦૬ ઍક્સ્ટેન્શન્સ કાઢી નાખ્યા છે. આ ઍક્સ્ટેન્શન્સ મોબાઇલ સ્ક્રિનના સ્ક્રિનશૉટ્સ લઇ શકે છે, મોબાઇલની માહિતી વાંચી શકે છે અને તમારા કિ સ્ટ્રોકની મદદથી તમારા પાસવર્ડને પણ ડિકોડ કરી શકે છે.
જો લોકોએ આવા કોઇ ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કર્યા હોય તો એને અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.
બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.
આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૮૪૮૧ ટેસ્ટ થકી નવા વિક્રમી ૭૧૨ પોઝિટિવ દર્દીઓને શોધવામાં સફળતા મળી હોવાનો રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે અલબત્ત, સારવાર હેઠળ રહેલા ૨૧ દર્દીઓએ જાન ગુમાવ્યો છે.
આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. પરંતુ હકીકત એ છે Fકે જિલ્લાઓ, તાલુકાઓમાં નોંધાતા કેસને ગાંધીનગરના સરકારી ચોપડે ઉમેરવામાં ‘કન્ટ્રોલ્ડ’ પ્રોસીઝર અપનાવાય છે. આને કારણે સુરતમાં રોજેરોજ નોંધાતા કેસ અને મૃત્યુના સ્થાનિક આંકડા તેમજ આરોગ્ય વિભાગના બુલેટીનમાં ઘણો ફેર રહે છે એમ છતાં શનિવારે સુરતે અત્યાર સુધીનો સૌથી વધારે કેસનો વિક્રમ સર્જ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧ કેસ અને ચાર દર્દીના મૃત્યુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવન કેસ જાહેર કરાયા છે. આમ, સુરતનો કુલ કેસનો આંક ૨૫૩ રહ્યો છે. આજ રીતે અમદાવાદ શહેરમાં બે મહિના પછી પોઝિટિવ દર્દીનો આંક ૧૬૫ સુધી સીમિત રહ્યો છે. જ્યારે ગ્રામ્યનો આંક ૭ કેસનો રહ્યો છે. આમ, કુલ કેસ ૧૭૨ થાય છે અને મહાનગરમાંથી સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
સુરતની જેમ સૌથી મોટો આંક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ કેસ મહાનગરના અને ૩૬ કેસ જિલ્લાના નોંધાયા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કેસને અન્યથા લઇ ધીમે ધીમે સરકારી ચોપડે દર્શાવાતા હોવાની ચર્ચા લોકમુખે શરૂ થઇ છે એની પાછળનું કારણ પાંચ દર્દીઓના એક જ દિવસે થયેલા મૃત્યુ છે. આ મૃત્યુને ત્રીજા દિવસે જાહેર કરાયા છે આજે રાજકોટ મહાનગરમાં ચાર દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. આ વાસ્તવમાં ત્રણ દિવસ પૂર્વે જાહેર થયા હતા.
આ જ પ્રમાણે, અન્ય મહાનગરો, જિલ્લાઓમાં પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે જૂનાગઢમાં આઠ કેસ બપોર સુધીમાં જાહેર થયેલા હતા. આ પછી સાંજે વધુ ૨૫ કેસ જાહેર થયા હતા. પરંતુ આજેય સરકારી ચોપડે ૧૦ કેસ જ જાહેર થયા છે. એમાં નવ કેસ મહાનગરના અને એક કેસ ગ્રામ્યનો છે. આવું જ અન્ય જિલ્લાઓમાં જાહેર થતાં પોઝિટિવ કેસ અને રાજ્ય સરકારના ચોપડે દર્શાવાઇ રહ્યું છે.
Gujarat on 4/7 : 689 કેસ : CM-DyCM સુરતમાં
રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 689 દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે વધુ 18 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 204-204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના લીધે 10 અને સુરતમાં 5 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. રાજ્યમાં હાલમાં અઢી લાખ કરતા વધુ લોકો કોરેન્ટાઇન કરવામાં આવેલા છે.
રાજ્યમાં 3 July 2020 કોરોનાના નવા 687 દર્દી નોંધાયા છે અને 340 સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 395873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા નવા 687 કેસોનો નવો વિક્રમ છે. રોજેરોજ કેસોનો આંકડો નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
3 July 2020 નોંધાયેલા નવા 687 કેસો પર નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 195 કેસ અને જિલ્લામાં 9 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 190 કેસ અને જિલ્લામાં 14 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત પછી વડોદરા કોર્પોરેશનમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ મળી કુલ 62 કેસ થયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 26 કેસ, ખેડામાં 14, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, પંચમહાલમાં 13, જામનગરમાં 13, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા છે તો વધુ 563 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 થયો છે.
રાજ્યમાં 2 July તારીખે કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 જેમાથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 7442 સ્ટેબલ દર્દીઓ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 24601 લોકોને ડીસ્ચાર્જ અને 1888 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
2 July : સતત પાંચમા દિવસે કોરોનાના 600+ Cases, કુલ 33318
અનલોક-2 પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે. મહામારીના સમયમાં ભારતમાં સતત 8 દિવસથી રોજ 15000 ઉપર કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં સતત પાંચમા દિવસે 600થી વધુ એટલે કે 675 કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33318 પણ થઈ છે.
રાજ્યમાં 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે તો વધુ 368 દર્દીઓ પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7411 થયો છે અને 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7348 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 3290 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા અને અમરેલીમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અરવલ્લી અને બનાસકાંઠામાં 1-1, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને ભરુચમાં 1-1 તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં પણ 1-1 એમ કુલ 21 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 1869 થયો છે.
મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ
કોરોના વાયરસની મહામારીની અસર આ વખતે ગણપતિ મહોત્સવ પર પણ પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ વિસર્જનનો ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે મૂર્તિ વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ચાલુ કરવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.
લાલબાગ મંડળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાલબાગચા રાજાની મૂર્તિની લંબાઈ નાની કરી શકાય તેમ નથી. તેમ છતા પણ જો નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવશે તો પણ મોટી સંખ્યામાં લોકો જમા થશે જ. તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ વર્ષે નાની કે મોટી કોઈ પણ મૂર્તિની ન તો સ્થાપના કરવામાં આવશે અને ન તો વિસર્જન.
કોરોના વાયરસ (COVID-19)નો કહેર દેશમાં દરરોજ વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારા આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 12,656 લોકો સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે. જેમાંથી 2,20,114 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં 17,400 લોકોએ કોરાનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 3,47,979 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 4,878 નવા કેસ નોંધાયા છે અને 245 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,74,761 થઈ ગઈ છે. જેમાંથી 75,995 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 7,855 લોકોના મોત થયા છે. જ્યારે 90,911 લોકો સારવાર બાદ સાજા થયા છે. જેમાંથી 1,951 લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સામે વિજય મેળવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 17,000ને પાર કરી ગયો છે. તેમાંથી સૌથી વધુ લોકો મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધી રહેલા આંકડા ચિંતાનુ કારણ છે.
ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમિતોનો આંકડો 600ને પાર કરી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 620 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીઓના મોત થયા હતા. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 424 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 32,446 કેસ નોંધાયા છે અને 1,848 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ કુલ 6,928 કેસ એક્ટિવ છે. જ્યારે 23,670 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
લૉકડાઉનને કારણે ઑનલાઈનનું મહત્ત્વ વધી ગયું હોવાથી સાઈબર ઠગો પણ લોકોને છેતરવા નવા નવા માર્ગો શોધી રહ્યા છે. સામે મહારાષ્ટ્ર સાઈબર વિભાગ પણ સક્રિય બન્યો હોઈ આવા ઠગોની પ્રવૃત્તિઓ પર નજર રાખી નાગરિકોને સાવધાન કરી રહ્યો છે. હાલમાં નાગરિકો મફતમાં ઑનલાઈન ફિલ્મો, વેબ સિરીઝ જુએ છે અને તેને ડાઉનલૉડ પણ કરી રહ્યા છે. આ બાબતનો સાઈબર ઠગો ગેરફાયદો લેવાની શક્યતા સાઈબર પોલીસે વ્યક્ત કરી છે.
જો કોઈ વપરાશકાર ફ્રી વેબસાઈટ પર ક્લિક કરે ત્યારે તેની જાણ બહાર કમ્પ્યુટર અથવા મોબાઈલમાં માલવેર ડાઉનલૉડ થઈ જાય છે અને તે સંબંધિત કમ્પ્યુટર અથવા મોબાઈલમાંની બધી માહિતી ઠગને મોકલે છે. આ માહિતીનો ઉપયોગ ઠગો નાગરિકોને ત્રાસ આપી ખંડણી માગવા માટે અથવા આર્થિક ગુના કરવા માટે કરી શકે છે. આથી નાગરિકોએ ફ્રી વેબસાઈટ પર ફિલ્મ અથવા વેબ સિરીઝ જોવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અને ડાઉનલૉડ કરવાથી પણ સાવચેત રહેવું જોઈએ.
સાઈબર પોલીસ દ્વારા ટોપ-૧૦ વેબ રિસ્ક ધરાવતી ટેલિવિઝન સિરીઝ અને ટોપ-૧૦ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ અને ફિલ્મ ફ્રી વેબસાઈટ પરથી જોવાનું ટાળી પૈસા ચૂકવીને અધિકૃત પ્લૅફોર્મ પરથી જ જોવાનો અનુરોધ પોલીસે કર્યો હતો.
દેશની જાણીતા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના મદ્રાસ યુનિટે ભારતના યુવા યુવતિઓ માટે એક એક્સેલન્ટ કરીયર કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કોર્સ હાલમાં અને ભવિષ્યમાં અનેક તકો ધરાવતા ડેટા સાયન્સના અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને તે પણ ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ અંગેનો છે.
IIT એટલે સ્ટેટસ સિમ્બોલ ગણાય
ધો.10માં અંગ્રેજી અને ગણિત વિષય સાથે પાસ થયેલા હોય એવા ધો.12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ માટે લાયક છે. એથી વિશેષ હાલમાં ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ, અધવચ્ચેથી અભ્યાસ પડતો મૂકનાર વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં જોડાઇને અભ્યાસ કરી શકે છે.
કોર્સની ડિઝાઇન અફલાતૂન રીતે તૈયાર કરવામાં આવી છે. ઓનલાઇન એટલે કે ઘરે બેઠા બી.એસસી. ડેટા સાયન્સ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર જઇને પ્રત્યક્ષ રીતે પરીક્ષા આપવી પડશે. આઇ.આઇ.ટી. મદ્રાસ જોબ પ્લેશમેન્ટ પણ કરી આપશે.
Weekly release of Term 1 Qualifier courses content starts
2nd November 2020
Qualifier Exam Hall Ticket (only for those who get minimum required marks in Assignments)
20th / 21st / 22nd November, 2020**
Qualifier Exam (only for those with Hall Ticket)**
7th December, 2020
Qualifier Exam Results
11th December, 2020 to 3rd January 2021
Registration for Term 1 (only for those who clear Qualifier Exam)
4th January, 2021
Foundational Level Batch 1 starts
*We are limiting the maximum number of applications to 2,50,000. Hence, we will close receipt of applications on 15 September 2020 or once we receive 2,50,000 applications, whichever occurs first.
**Dates for in-person exams are subject to government restrictions prevalent at that time.
ટૂંકમાં વિગત
Indian Institute of Technology, Madras (IIT-Madras) has introduced an online BSc degree course in Programming and Data Science. The online BSc program by IIT Madras is for those who are interested in studying Programming and Data Science. The course has been made online so that anyone can study from anywhere in India.
Require qualification
The candidate must have cleared class 12 or equivalent and should also be currently enrolled in a Bachelor’s Degree Program or should have graduated with a Bachelor’s Degree (BA, BSc, BE, BTech, BCom, etc.).” Those who have dropped out of a Bachelor’s degree can also apply.
Though the new BSc degree offered by IIT Madras is designed for online study mode, but when it comes to quizzes and examinations, students will need to work hard and appear in-person to clear these tests.
The Institute will also provide placement support to top-performing students. Apart from this, the IIT-Madras will provide soft-skill training as well invite them to take part in internal projects of the Institute.
Whole course fees Rs. 3.55 lac
The students also have the flexibility to exit at any level with a certificate or diploma. To successfully complete the course with a BSc degree, it may cost around Rs 3.55 lakh for general category students while the foundation course costs around Rs 32,000. However, there are fee waivers for select categories of students.
Those interested are advised to visit the official website of IIT Madras – onlinedegree.iitm.ac.in — to check all the details about the course.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર તા.31 જુલાઈ સુધી અનલોક-2.0 ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે જે તા.1લી જુલાઇ 2020થી અમલી બનશે.
અનલૉક- 2.0 કેટલીક શરતો સાથે અનેક ગતિવિધિઓમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. જોકે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ નિયમોનો કડક અમલ રહેશે. નવી ગાઈડલાઈન
મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં તા.31 જુલાઈ સુધી લોકડાઉન જારી રહેશે. આ ઉપરાંત
મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ યથાવત
રહેશે.
કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ અનલોક-2માં શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. પરંતુ ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન
અભ્યાસ જારી રહેશે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર
પ્રતિબંધ રહેશે. જોકે, ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય એવા લોકો જ યાત્રા કરી શકશે.
– કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર સાથે
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી કરાશે.
– વિવિધ વિસ્તારો
પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
– અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો સમય
વધારવામાં આવ્યો. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે
નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.
સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા
અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ 10થી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 આવતીકાલથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની અવર-જવર, માલ-સામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને
જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.
कोरोना वायरस के गंभीर संकट के बीच एक अच्छी खबर है. यह खबर कोरोना के वैक्सीन से जुड़ी है. भारत में कोविड-19 की पहली वैक्सीन कोवैक्सीन तैयार कर ली गई है. इसे भारत बायोटेक ने बनाया है. खुशखबरी यह है कि इस वैक्सीन को इंसानों पर आजमाने (ह्यूमन ट्रायल) की अनुमति मिल गई है. भारत बायोटेक को सोमवार 29 June 2020 को यह अनुमति ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया (डीसीजीआई) ने दी है.
बता दें, भारत बायोटेक हैदराबाद की फार्मा कंपनी है, जिसने कोविड की वैक्सीन बनाने का दावा किया है. कंपनी का कहना है कि ‘कोवैक्सीन’ के फेज-1 और फेज-2 के ह्यूमन ट्रायल के लिए उसे डीसीजीआई से हरी झंडी भी मिल गई है. कंपनी ने यह भी कहा है कि ट्रायल का काम जुलाई के पहले हफ्ते में शुरू किया जाएगा. भारत बायोटेक का वैक्सीन बनाने में पुराना अनुभव है. इससे पहले कंपनी ने पोलियो, रेबीज, रोटावायरस, जापानी इनसेफ्लाइटिस, चिकनगुनिया और जिका वायरस के लिए भी वैक्सीन बनाई है.
Corona से जुड़े SARS-CoV-2 स्ट्रेन को पुणे स्थित नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी (एनआईवी) में अलग किया गया था. इसके बाद स्ट्रेन को भारत बायोटेक को ट्रांसफर कर दिया गया. कोवैक्सीन पहली देसी वैक्सीन है, जिसे भारत बायोटेक ने तैयार की है. हैदराबाद की जिनोम वैली में अति सुरक्षित लैब की बीएसएल-3 (बायोसेफ्टी लेवल 3) में इसे बनाया गया है.
Covaxin
कंपनी ने प्री-क्लिनिकल स्टडीज और इम्यून रेस्पॉन्स की रिपोर्ट सरकार के पास जमा कराई है. इसके बाद डीसीजीआई और Health Department ने ह्यूमन ट्रायल के फेज-1 और फेज-2 की अनुमति दी है. इसके साथ ही पूरे देश में जुलाई महीने में इस वैक्सीन का ट्रायल शुरू होने जा रहा है.
कोवैक्सीन भारत में बनाई गई पहली वैक्सीन है. इसे तैयार करने में आईसीएमआर और एनआईवी ने बड़ी भूमिका निभाई है. डीसीजीआई ने ट्रायल की मंजूरी मिलने में अहम रोल अदा किया है. भारत बायोटेक के अध्यक्ष और प्रबंध निदेशक डॉ. कृष्णा एल्ला के मुताबिक, रिसर्च एंड डेवेलपमेंट (आरएंडडी) टीम के अथक प्रयासों का ही नतीजा है कि यह काम सार्थक हो पाया है.
भारत बायोटेकने ट्वीट करके जानकारी दी
COVAXIN™, India's 1st indigenous Covid-19 vaccine, developed by Bharat Biotech successfully enters human trials.
ટાટા સ્ટીલે 29 June 2020 સોમવારે માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જેમાં તેણે ₹1,615.35 કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ₹2,295.25 કરોડનો નફો નોંધાવ્યો હતો તેમ તેણે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.
કંપનીની સંગઠિત આવક જાન્યુઆરી-માર્ચ 2019 ગાળામાં ઘટીને ₹35,085.86 કરોડ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹42,913.73 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ આ ગાળામાં ₹33,272.29 કરોડ નોંધાયો હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹38,728.87 કરોડ હતો. કંપનીનો શેર બીએસઇ પર 0.82 ટકા ઘટીને ₹321.25 બંધ આવ્યો હતો.
ટાટા સ્ટીલે 2019-’20ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹2,719.58 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 73.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્ટીલ કંપનીએ 2018-’19ના નાણાકીય વર્ષમાં ₹10,283.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
નાણાકીય વર્ષ 2020ના સમગ્ર ગાળા દરમિયાન કંપનીની સંગઠિત આવક ઘટીને ₹1.41 લાખ કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 1.59 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં સંગઠિત ચોખ્ખી ખોટ ₹1,095.68 કરોડ હતી જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹2,430 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
નોન કરન્ટ એસેટ માટે ₹3,141 કરોડના ઇમ્પેરમેન્ટના કારણે કંપનીની નફામાં ગાબડું પડ્યું હતું. કંપનીની સંગઠિત આવક 20.40 ટકા ઘટીને ₹33,769.95 કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં ₹42,423.86 કરોડ હતી.
ટાટા સ્ટીલના બોર્ડે ₹10ના ઓર્ડિનરી શેર દીઠ ₹10ના ડિવિડન્ડની (100 ટકા) જાહેરાત કરી હતી અને ₹10ના પાર્ટલી પેઇડ ઓર્ડિનરી શેર દીઠ ₹2.504ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કોવિડ-19ના કારણે તમામ કંપનીઓને અસર થઈ છે જેમાં ટાટા સ્ટીલ પણ સામેલ છે. લોકડાઉનના કારણે કંપનીના સેલ્સ વોલ્યુમ, મિક્સ અને મળતરમાં ઘટાડો થયો છે.
હાલના ક્વાર્ટરમાં આ અસર માર્ચ 2020ના પાછલા ભાગ પૂરતી મર્યાદિત હતી. કંપનીની યુરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને કેનેડા ખાતેની કામગીરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને જ્યાં મંજૂરી મળી છે ત્યાં સ્થાનિક માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.