કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગ્રેજ્યુએટ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સૌથી મહત્વની તક ગણાતી સિવિલ સર્વિસીઝની 2021 કેલેન્ડર વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાઓનું સમયપત્રક યુપીએસસી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
યુપીએસસી દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી તેમજ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રીલિમ્સ સમેત અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.
Union Public Service Commission (UPSC) has released the schedule for the upcoming recruitment exams 2020-2021 on the official website of the Commission – upsc.gov.in. As per the UPSC Recruitment Tests Schedule 2020-21, the notification for the Combined Geo-Scientist (Preliminary) Examination 2021 will be released on October 07, 2020 and the exam will be held on February 21, 2021.
The UPSC aspirants should note that Civil Services (Main) Examination, 2020 will be conducted on 8, 9, 10, 16, 17 January, 2021. Indian Forest Service (Main) Examination, 2020 to commence on February 28, 2021, and will continue for 10 days till March 09, 2021. While the UPSC Civil Services Prelims 2021 will be held in June month next year and Mains 2021 will be conducted on September 2021.
The candidates who wish to appear for the UPSC Recruitment exams are advised to visit the official website of the Commission – upsc.gov.in – to check the complete schedule.
સિવિલ સર્વિસીઝ પ્રીપેરેશન કે અન્ય કોઇપણ માહિતી, કાઉન્સેલિંગ માટે મળો
કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.
સુપ્રીમ કોર્ટમાં જેઈઈ મેન 2020ની પ્રવેશ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી અને નીટ 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે?
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટીસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ2ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે?
બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીએ પણ પોતોના 15 ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ.
નોંધનીય છે કે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.
ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન
કોરોનાના નવા 67,000
કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા
અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.
ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ
કેસનો આંકડો 25,90,572
થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે
થયેલા કુલ મૃત્યુમાંથી 27%
મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના
મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.
મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ
મૃત્યુઆંક 19,749
થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822
નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ
પોઝિટિવ કેસનો આંકડો 5,84,754
થયો છે.
આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર
નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.
રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા
સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ
કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.
વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.
બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.
અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.
આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.
ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.
બૉલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવાર 11 ઑગસ્ટના રોજ અચાનક કામમાંથી બ્રેક લેવાનું એલાન કરી બધાને ચોંકાવી
દીધા. સંજયે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણય અંગે ફેન્સને જાણકારી આપી. આના
પછી ફેન્સ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. સંજયે એમ પણ કહ્યું કે, તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે શોર્ટ બ્રેક લઈ રહ્યા છે. જોકે, તેણે ફેન્સને ચિંતા ન કરવા અને અનુમાન ન બાંધવા માટે કહ્યું છે. જો
કે, હવે કહેવાઈ રહ્યું છે કે સંજયને ફેફસાનું કેન્સર ડિટેક્ટ થયું છે અને
તે ટ્રીટમેન્ટ માટે સિંગાપોર જવાના છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સંજયનું કેન્સર
સ્ટેજ-3માં પહોંંચી ચૂક્યું છે.
સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું કે –
હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે નાનકડો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને દોસ્તો
મારી સાથે છે અને મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે, ચિંતા ન કરે અને બિનજરૂરી અનુમાન પણ ન લગાવે. તમારો પ્રેમ અને દુઆઓના
સહારે ટૂંક સમયમાં કમબેક કરીશ.
કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે અને તે ટૂંક સમયમાં ટ્રીટમેન્ટ માટે
વિદેશ જઈ શકે છે. પબ્લિશર અને ફિલ્મ રિવ્યૂઅર કોમલ નાહટાએ પણ ટ્વીટ દ્વારા એવી
જાણકારી આપી છે કે, સંજયને કેન્સર થયું છે.
સંજયે પોતાની પોસ્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેને શું થયું છે. તે ગત સપ્તાહે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે 8 ઑગસ્ટના એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે પૂર્ણ રીતે સ્વસ્થ છે અને મેડિકલ દેખરેખ હેઠળ છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. સંજય દત્તે જણાવ્યું હતું કે, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે.
સંજયની ફિલ્મ ‘સડક 2’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ખૂબ જ ખાસ
રોલમાં છે. આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર ફિલ્મના લીડ રોલ્સમાં છે. સોમવારે જ
ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરાયું હતું. આ ઉપરાંત સંજય ‘KGF 2’માં મહત્વની ભૂમિકામાં દેખાશે. 29 જુલાઈએ સંજયના જન્મદિવસ પર આ ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક રજૂ કરાયો
હતો, જેની ઘણી ચર્ચા થઈ રહી હતી. આ ઉપરાંત તે અજય દેવગણની ‘ભુજ- ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ ‘પૃથ્વીરાજ’ અને ‘ટોરબાઝ’માં પણ જોવા મળશે.
નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.
હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ
જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.
કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.
પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.
હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.
વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.
આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.
‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય
છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.
આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.
આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.
NEW ADDITIONS: Sam Curran (5.50 crore), Piyush Chawla, Josh Hazlewood, R. Sai Kishore
Players bought in: FIVE
Full squad: CSK
Narayan Jagadeesan,
Ruturaj Gaikwad,
KM Asif,
Ravindra Jadeja,
M Vijay,
MS Dhoni,
Josh Hazlewood,
Kedar Jadhav,
Harbhajan Singh,
Karn Sharma,
Piyush Chawla,
Ambati Rayudu,
Suresh Raina,
Imran Tahir,
Deepak Chahar,
Faf du Plessis,
Shardul Thakur,
Mitchell Santner,
Dwayne Bravo,
Lungi Ngidi,
Sam Curran,
Monu Kumar,
Shane Watson,
Sai Kishore.
2. Mumbai Indians (MI)
NEW ADDITIONS: Chris Lynn (2 crores), Saurabh Tiwary (50 lakhs), Digvijay Deshmukh, Prince Balwant Rai Singh, Nathan Coulter-Nile, Mohsin Khan.
Players bought in: SIX
Full squad: MI
Rohit Sharma,
Sherfane Rutherford,
Suryakumar Yadav,
Anmolpreet Singh,
Chris Lynn,
Saurabh Tiwary,
Dhawal Kulkarni,
Jasprit Bumrah,
Lasith Malinga,
Mitchell McClenaghan,
Rahul Chahar,
Trent Boult,
Mohsin Khan,
Fabian Allen,
Prince Balwant Rai Singh,
Digvijay Deshmukh,
Hardik Pandya,
Jayant Yadav,
Kieron Pollard,
Krunal Pandya,
Anukul Roy,
Nathan Coulter-Nile,
Ishan Kishan,
Quinton de Kock,
Aditya Tare.
3. Kolkata Knight Riders (KKR)
NEW ADDITIONS: Eoin Morgan (5.25 crore), Pat Cummins (15.50 crore), Varun CV, Chris Green, Rahul Tripathi, Tom Banton, Pravin Tambe, M Siddharth, Nikhil Shankar Naik.
Players bought in: NINE
Full squad: KKR
Andre Russell,
Dinesh Karthik,
Harry Gurney,
Kamlesh Nagarkoti,
Kuldeep Yadav,
Lockie Ferguson,
Nitish Rana,
Prasidh Krishna,
Rinku Singh,
Sandeep Warrier,
Shivam Mavi,
Shubman Gill,
Siddhesh Lad,
Sunil Narine,
Pat Cummins,
Eoin Morgan,
Varun Chakravarthy,
Tom Banton,
Rahul Tripathi,
Chris Green,
M Siddharth,
Praveen Tambe,
Nikhil Naik.
4. Sunrisers Hyderabad (SRH)
NEW ADDITIONS: Priyam Garg, Virat Singh, Mitchell Marsh, Fabian Allen, Sandeep Bavanaka, Sanjay Yadav, Abdul Samad
Players bought in: SEVEN
Full squad: SRH
Kane Williamson,
David Warner,
Manish Pandey,
Virat Singh,
Priyam Garg,
Abdul Samad,
Bhuvneshwar Kumar,
Khaleel Ahmed,
Sandeep Sharma,
Siddharth Kaul,
Billy Stanlake,
T Natarajan,
Abhishek Sharma,
Shahbaz Nadeem,
Mitchell Marsh,
Fabian Allen,
Vijay Shankar,
Mohammad Nabi,
Rashid Khan,
Sanjay Yadav,
Jonny Bairstow,
Wriddhiman Saha,
Shreevats Goswami,
Bavanaka Sandeep.
5. Rajasthan Royals (RR)
NEW ADDITIONS: Robin Uthappa (3 crore), David Miller (75 lakhs), Anuj Rawat, Yashasvi Jaiswal, Tom Curran, Jayadev Unadkat, Anirudha Ashok Joshi, Akash Singh, Kartik Tyagi, Andrew Tye, Oshane Thomas.
Players bought in: ELEVEN
Full squad: RR
Mahipal Lomror,
Manan Vohra,
Riyan Parag,
Steve Smith,
Robin Uthappa,
David Miller,
Ankit Rajpoot,
Mayank Markande,
Jofra Archer,
Shreyas Gopal,
Varun Aaron,
Jaydev Unadkat,
Kartik Tyagi,
Akash Singh,
Oshane Thomas,
Andrew Tye,
Ben Stokes,
Rahul Tewatia,
Shashank Singh,
Yashasvi Jaiswal,
Anirudha Joshi,
Tom Curran,
Jos Buttler,
Sanju Samson,
Anuj Rawat.
6. Kings XI Punjab (KXIP)
NEW ADDITIONS: Glenn Maxwell (10.75 crore), Sheldon Cotrell (8.50 crore), Deepak Hooda (50 Lakhs), Ishan Porel (20 lakhs), Ravi Bishnoi (2 crore), Jimmy Neesham (50 lakhs), Chris Jordan (3 crore), Tajinder Singh (20 lakhs) and Prabhsimran Singh (55 lakhs)
Player bought in: NINE
Full squad: KXIP
Chris Gayle,
Mayank Agarwal,
Karun Nair,
Sarfaraz Khan,
Mandeep Singh,
Sheldon Cottrell,
Ishan Porel,
Ravi Bishnoi,
Mohammed Shami,
Mujeeb ur Rahman,
Arshdeep Singh,
Hardus Viljoen,
M Ashwin,
J Suchith,
Harpreet Brar,
Darshan Nalkande,
Glenn Maxwell,
James Neesham,
Chris Jordan,
Krishnappa
Gowtham,
Deepak Hooda,
Tajinder Singh Dhillon,
KL Rahul,
Nicholas Pooran,
Prabhsimran Singh.
7. Royal Challengers Bangalore (RCB)
NEW ADDITIONS: Aaron Finch (4.4 crore), Chris Morris (10 crore), Kane Richardson, Dale Steyn, Isuru Udana, Pavan Deshpande, Shahbaz Ahamad, Joshua Philippe
Players bought in: EIGHT
Full squad: RCB
Virat Kohli,
AB de Villiers,
Gurkeerat Mann,
Devdutt Padikkal,
Aaron Finch,
Yuzvendra Chahal,
Mohammed Siraj,
Umesh Yadav,
Navdeep Saini,
Kane Richardson,
Dale Steyn,
Isuru Udana,
Moeen Ali,
Pawan Negi,
Shivam Dube,
Washington Sundar,
Chris Morris,
Pavan Deshpande,
Parthiv Patel,
Joshua Philippe,
Shahbaz Ahamad.
8. Delhi Capitals (DC)
NEW ADDITIONS: Jason Roy (1.50 crore), Chris Woakes (1.5 crores), Shimron Hetmyer (7.75 crores), Alex Carey, Marcus Stoinis, Lalit Yadav, Mohit Sharma, Tushar Deshpande
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.