બનાવટી કંપની ઊભી કરી રૂ. ૫૦.૦૩ કરોડનું ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ કૌભાંડ કરનાર વિશાલ નામની વ્યક્તિની જીએસટી અધિકારીઓએ ધરપકડ કરી હોવાનું નાણાં ખાતાએ રવિવારે કહ્યું હતું.
વ્યવસાયે ઍડવોકેટ અને દિલ્હીસ્થિત કારકારડૂમા કૉર્ટમાં પ્રેક્ટિસ કરતી વિશાલ નામની વ્યક્તિ દ્વારા સંચાલિત બનાવટી કંપનીઓનાં નૅટવર્કનો સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (સીજીએસટી)ના અધિકારીઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. પોતાના જ નામે બનાવટી કંપની ઊભી કરીને વિશાલે જીએસટી કૌભાંડ કરવાનું શરૂ કર્યું હતું. વિશાલે આ કંપની પોતાના નિવાસસ્થાને જ રજિસ્ટર કરાવી હતી. ત્યાર બાદ તેણે બનાવટી ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ માટે કોઈપણ પ્રકારનો બિઝનેસ ન ધરાવતી અનેક બનાવટી કંપની ઊભી કરવા જુદી જુદી વ્યક્તિના કેવાયસીની વ્યવસ્થા કરી હતી. વિશાલના નિવાસસ્થાનની તપાસ કરતા ત્યાંથી જુદા જુદા કેવાયસી અને અનેક ચૅક મળી આવ્યા હતા.
ઈન્વૉઈસની રકમના બે ટકા કમિશનના બદલામાં વિશાલ બનાવટી ટૅક્સ ક્રૅડિટ ક્લાયન્ટને આપી દેતો હતો.
આ રીતે અત્યાર સુધીમાં તેણે રૂ. ૫૦.૦૩ કરોડની ઈનપુટ ટૅક્સ ક્રૅડિટનું કૌભાંડ કર્યું હતું.
તપાસ આગળ વધવાની સાથે આ આંકડો વધે તેવી શક્યતા હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું.
આરોપીને ૧૩ માર્ચ સુધીની ૧૪ દિવસની રિમાન્ડ કસ્ટડી આપવામાં આવી છે.
જીએસટીના અમલ બાદથી અત્યાર સુધીમાં જીએસટી સેન્ટ્રલ ટૅક્સ, દિલ્હી ઝોને રૂ. ૪,૦૧૯.૯૫ કરોડની જીએસટી કરચોરીના જુદા જુદા કેસને મામલે ૨૭ જણની ધરપકડ કરી છે, એમ નાણાં ખાતાએ કહ્યું હતું.
દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.
કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
ભારતમાં શુક્રવાર, તા.26 ફેબ્રઆરીનો દિવસ સતત ત્રીજો દિવસ છે જેમાં ચોવીસ કલાકની અવધિમાં કોરોનાના કુલ નવા 16.5 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં 114 જેટલા લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા હતા.
શુક્રવારે ભારતના તમામ રાજ્યોમાં મળીને કુલ 16,581 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે દેશમાં 16,605 કેસ નોંધાયા હતા. દેશમાં વધતા કોરોના કેસની રાજ્યો અનુસાર વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો મહારાષ્ટ્રનો છે જ્યાં સતત ત્રીજા દિવસે 8000 કરતા વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રમાં ગુરુવાનાર આંકડા 8702 કરતા થોડા ઓછા 8333 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ કેરળમાં પણ ધડાધડ કેસ વધી રહ્યા છે. શુક્રવારે કેરળમાં 3671 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. અહીં શુક્રવારે 460 નવા કોરોના કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે 481 નવા કોરોના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109 તેમજ રાજકોટમાં દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસમાંથી 38 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2098 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં એકપણ દર્દી મોતને ભેટ્યો નથી જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4408એ પહોંચ્યો છે.
રાજયમાં પાટણ અને ડાંગ એમ 2 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલો નથી. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 24 કલાકમાં વધુ 315 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 2,62,487 થઈ છે.
કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:
પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
કયા ડોક્યુમેન્ટ જોઇશે
રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં જ્યારે આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે મતદાન થશે.
તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ તારીખ 2 મેના રોજ જાહેર થશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તારીખ 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં તારીખ 29 એપ્રિલે 8મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. 5 રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકશે.
આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. જ્યારે કેરળમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં પણ તમામ 234 સીટો પર સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે પુડુચેરીમાં પણ એક તબક્કામાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન અલગ-અલગ 8 તબક્કામાં થશે.
24 & 25 February બે દિવસમાં જોરદાર રિકવરી દર્શાવનારા Sensexમાં આજે 26/2/21 ફરી જોરદાર વેચવાલીને કારણે 1500થી પણ વધુ પોઈન્ટ્સનું ગાબડું પડ્યું છે. ગઈકાલે 25/2 બજાર 51,039 પોઈન્ટ્સ પર બંધ થયું હતું, પરંતુ આજે તે 641 પોઈન્ટ્સના ઘટાડા સાથે 50,400ના લેવલ પર ખૂલ્યું હતું, અને વેચવાલીનું પ્રેશર રહેતા 11.30 કલાકે 1500 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.
આ જ સપ્તાહે શરુઆતના બે દિવસ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જોકે, બુધ અને ગુરુવારે માર્કેટ ખાસ્સું સુધર્યું હતું અને સપ્તાહની શરુઆતમાં 50 હજારની નીચે સરકી ગયેલો સેન્સેક્સ ફરી 51 હજારની સપાટી પર પહોંચી ગયો હતો. જોકે, બજાર ફરી એકવાર 51 હજારની સપાટીને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું, અને આ લખાઈ રહ્યું છે ત્યારે તે 49,500ની આસપાસ સેન્સેક્સ ટ્રેડ થઈર રહ્યો હતો.
આજે સૌથી વધુ ઘટાડો બેંક શેર્સમાં જોવા મળ્યો છે. સેન્સેક્સની જ વાત કરીએ તો, 30 શેર્સમાંથી સૌથી વધુ ઘટેલા 10 શેર્સમાંથી નવ શેર્સ તો બેંન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના હતા. જેમાં ICICI સૌથી વધુ 4.93 ટકા ઘટાડા સાથે 597 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એચડીએફસી બેંક 4.72 ટકાના ઘટાડા સાથે 1530, ઈન્ડસિન્ડ બેંક 4.56 ટકાના ઘટાડા સાથે 1059, એક્સિસ 4.56 ટકાના ઘટાડા સાથે 736, એચડીએફસી 4.45 ટકાના ઘટાડા સાથે 2564ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.89 ટકાના ઘટાડા સાથે 825, એસબીઆઈ 3.57 ટકાના ઘટાડા સાથે 392, રિલાયન્સ 2.46 ટકાના ઘટાડા સાથે 2092, એશિયન પેઈન્ટ્સ 2.21 ટકાના ઘટાડા સાથે 2321ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાંથી સનફાર્મા, ડૉ. રેડ્ડી, મારુતિ, નેસ્લે, અલ્ટ્રાટેક જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે તે સિવાયના તમામ 26 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આસામના નાગાવમાં વિશ્વનું સૌથી ઊંચું ૧૨૬ ફુટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ જ્યાં બનાવવામાં આવ્યું છે એ મહામૃત્યુંજય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. તા.25મી ફેબ્રુઆરીએ યોજાયેલી પૂજામાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી. તા.26મી ફેબ્રુઆરી 2021થી આ મંદિર સામાન્ય જનતાનાં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.
ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.
કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.
સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.
ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.
કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.
સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.
પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.
ચાવીરૂપ મુદ્દાઓ:
૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.
૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.
૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.
૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.
૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.
૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.
કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.
દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે
કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.
ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.
ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારા વચ્ચે કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કાનો તા.1 માર્ચથી આરંભ થશે. દેશમાં 16 જાન્યુ.થી શરૂઆત બાદ છેલ્લી સ્થિતિએ 1.ર1 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.
આગામી તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે જેમની ઉંમર 4પ વર્ષથી વધુ હોય અને કો-મૉર્બિડિટીઝ (ગંભીર બીમાર) હશે તેઓને આવરી લેવામાં આવશે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર હવે ખાનગી સેન્ટરો-હોસ્પિટલોને મંજૂરી આપવા જઈ રહી છે.’
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યંy કે 1 માર્ચથી 10 હજાર સરકારી અને ર0 હજાર ખાનગી સેન્ટરો પર કોરોના રસીકરણ થશે. આ તબક્કાના લાભાર્થીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે. સરકારીમાં નિ:શુલ્ક અને ખાનગીમાં લોકોએ નાણાં ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલો- કેન્દ્રોમાં રસીકરણ કરવા ઈચ્છતા લોકોએ કેટલા નાણાં ચૂકવવા પડશે તે અંગે ખાનગી હોસ્પિટલો અને મેન્યુફેકચરર્સ સાથે વાતચીત બાદ ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના મોટાભાગના સહયોગી (મંત્રી) પોતાના ટીકાનું ચૂકવણું કરશે. સરકારની યોજના આગામી 4 થી 6 સપ્તાહમાં રોજ પ લાખ લોકોનું રસીકરણ કરવાની છે. 8 રાજ્યોના 7પ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણની દેશમાં શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. દેશમાં વીતેલા દિવસોમાં કોરોનાના નવા મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણસર રસીકરણની ગતિ પણ વધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર આગામી ચારથી છ સપ્તાહમાં રસીકરણની દર 5 લાખ પ્રતિદિવસ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં 200 જગ્યા પર દરરોજ અપાઈ રહેલી રસીની સંખ્યાને બમણી કરવાની તૈયારી કરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.