CIA ALERT

ઇન્ડીયા Archives - Page 169 of 183 - CIA Live

December 21, 2018
icai_logo.jpeg
4min19170

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 19, 2018
CIA_Live_Logo_New2.jpg
1min3450

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડીજી કોન્સફરન્સમાં હાજરી આપવા માટે 21 ડિસેમ્બરે ગુજરાત જશે. ગુજરાતમાં બીજી વાર ડીજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીમાં આ કોન્ફરન્સનું આયોજન છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બરને દિવસે ડીજી કોન્સફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાધુબેટમાં આવેલા ટેન્ટસિટીમાં યોજાશે. હાલ ત્યાં મીડિયાને જવાથી મનાઈ કરવામાં આવી છે.

ઑલ ઈંડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી હાજર રહેશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાનની સાથે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

31 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જેને દોઢ મહિના જેટલો જ સમય થયો ત્યાં ફરીથી મોદી એકતાની આ પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

December 18, 2018
nitin12.jpg
2min15550

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.

December 18, 2018
gst.jpg
1min3740

GSTની ચોરી શોધી કાઢવા માટે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્થળ તપાસની કાર્યવાહીમાં વેપારીઓ અને GST અધિકારીઓ વચ્ચે સંઘર્ષમયી સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે. એક તરફ GST તંત્રનું કહેવું છે કે ચોરી પકડી પાડવા માટે આ ફક્ત સ્થળ તપાસ અભિયાન છે, જ્યારે વ્યાપારી વર્ગ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ ક્લસ્ટરના આગેવાનોનું કહેવું છે કે વ્યાપારીઓ માટે એક પ્રકારની વધુ હેરાનગતિ સિવાય બીજું કશું નથી.

GST અધિકારી ધંધા સ્થળે જઇને તપાસ કરશે અને ધંધાની માહિતી મેળવશે. GST ચોરીની સાથે સાથે ખોટી રીતે રિફંડ લેનારા વેપારીઓને પકડી પાડવા માટે હવે સ્થળ તપાસ જરૂરી બની હોઇ ગુજરાત GST તંત્રવાહકોએ હવે સ્થળ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આખા રાજ્યમાં આવેલી દુકાનો, કમર્શિયલ એકમો, યુનિટ્સ, મેન્યુફેક્ચરીંગ કંપની, ફેક્ટરીઝ વગેરેમાં GST અધિકારીઓ તપાસ હાથ ધરશે.

ગુજરાત GST તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં GST નંબર મેળવનાર વેપારીઓને ત્યાં વેચાણવેરા અધિકારી નિરીક્ષણ કરીને ફોટાગ્રાફી કરશે અને જો ધંધાના સ્થળે GST નંબરનું બોર્ડ નહીં હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે અને GSTની ચોરી કરનારા વેપારીઓની ઓળખ કરવામાં આવશે.

GST ચોરીના કારણે અન્ય ઇમાનદાર વેપારીઓને સહન કરવું પડે છે. જેમકે ખોટા દસ્તાવેજો રજુ કરીને રિફંડ કલેમ કરનારા વેપારીઓની સાથે હવે કડક કાર્યવાહી કરાશે, આગાઉ પણ બોગસ રિફંડ લેનાર ૬ વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. કેટલાક વેપારીઓ GSTઆર-૧ ભરતા નથી. GST વિભાગ પાસે ૧૮,૧૯૮ અરજીઓ રિફંડની આવી હતી. જેમાં તપાસ કરીને ૧૭,૩૦૫ અરજીઓનો નિકાલ કરીને ૨,૯૯૬ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું હતું.

તા.૧-૭-૧૭ થી તા.૧૪-૧૨-૧૮ સુધીમાં જેમણે GSTના નવા નંબર માટે અરજી કરી હતી તેમના ધંધા સ્થળની GST અધિકારીઓ મુલાકાત લેશે. GST નંબરવાળું બોર્ડ રાખવું પડશે. બિલ બુક રસીદ, હાજર સ્ટોક, ખરીદી-વેચાણ અને રોજમેળના હિસાબો ઉપરાંત કોમ્પોઝિશન ડીલર હોય તો તેનું બોર્ડ રાખવું પડશે. ધંધાના સ્થળની મુલાકાત લઇને નિયમ ૨૫ મુજબ ફોટોગ્રાફી પણ લેશે. જે નિયમનું પાલન નહીં કર્યું હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે.

 

December 17, 2018
fake-health-website.jpg
2min14720

દેશના દરેક રાજ્યોમાં લાખો લોકોને છેતરનારી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓની સાવ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સનું આખું લિસ્ટ વાંચો અહીંયા

  • નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  • આયુષ્યમાન ભારત યોજના
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ઉપરોક્ત યોજનાઓની સરકારની સત્તાવાર વેબસાઇટ કરતા આ જ નામની બોગસ વેબસાઇટસ પર લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભાજપા જેને વિશ્વની સૌથી મોટી વીમા યોજના ગણાવી રહી છે એ આયુષ્યમાન ભારત યોજનાની કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી એનાથી અનેક ગણા લોકો આયુષ્યમાન ભારત યોજનાની બોગસ, સાવ ફેક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ પણ છે કે ગુગલ સર્ચ એન્જિન પર પણ કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક અને આવકારદાયક યોજનાઓ સર્ચ કરવામાં આવે ત્યારે ફેક-બોગસ વેબસાઇટ પહેલા આવે છે અને સરકારની સત્તાવાર વેબસાઇટ સાવ પાછળ જોવા મળે છે. દરરોજ હજારો નહીં પણ લાખો યુઝર્સ સરકારની હેલ્થ સર્વિસીસની બોગસ વેબસાઇટ્સનો શિકાર બનતા હોવાની ગંભીર ફરીયાદો દેશના દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત થતાં આખરે કેન્દ્ર સરકારે આવી બોગસ વેબસાઇટ્સ તેમજ ફેક મોબાઇલ એપ્લિકેશન્સની ની યાદી જાહેર કરીને તેનાથી દૂર રહેવા સામાન્ય લોકોને હિદાયત આપી છે.

કેન્દ્ર સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી આ આરોગ્ય યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઉપરોક્ત યોજનાઓની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવતા તત્વોએ બે-પાંચ નહીં પરંતુ 61 જેટલી મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, 48 જેટલી ફેક વેબસાઇટ્સ શરૂ કરીને ભારતવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કેટલી મજબૂર બની કે કેન્દ્રના આરોગ્ય ખાતાને ખબર છે કે ભારત સરકારની જન આરોગ્ય લક્ષી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવા, લાભાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે ઢગલાબંધ વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ બની છે, કેન્દ્ર સરકારે લોકો જોગ માર્ગદર્શિકા જાહેર કરી છે કે બોગસ વેબસાઇટ્સ કે એપ્સથી દૂર રહેવું. સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખુદ કેન્દ્ર સરકારની યોજનાઓનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી રહેલી વેબસાઇટ્સને બંધ કેમ કરાવી શક્તી નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન વેબસાઇટ્સ કે જે ભારત બહારથી ઓપરેટ થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો ભારતમાંથી ઓપરેટ થતી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દુરુપયોગ કરી રહેલી વેબસાઇટ્સથી દૂર રહેવાની એડવાઇઝરી લોકો જોગ જારી કરી છે, આ વેબસાઇટ્સને સરકાર કેમ બંધ કરાવી શકતી નથી કે તેના પર પ્રતિબંધ કેમ મૂકી શક્તી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.

કેન્દ્ર સરકારે બોગસ જાહેર કરેલી હેલ્થ વેબસાઇટ્સની સંપૂર્ણ યાદી

 ૉ

 

December 17, 2018
sajjankumar.jpg
1min3750

દિલ્લીના દિગ્ગજ કૉંગ્રેસી નેતા સજ્જન કુમારની સાથે સાથે સમગ્ર કૉંગ્રેસ પાર્ટી માટે સોમવારનો દિવસ કાળો સાબિત થયો. સજ્જન કુમારને દોષી ઠેરવી આજીવન કેદ ફટકારવામાં આવી છે.

SAJAJN KUMAR

ઈંદિરા ગાંધીની હત્યા બાદ નવેમ્બર 1984માં દિલ્લીમાં થયેલા શીખ રમખાણોના મામલામાં આજે દિલ્લી હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો. હાઈકોર્ટની ડબલ બેંચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચાર લોકોને દોષી કરાર આપી ઉંમર કેદની સજા સંભળાવી છે. સજા સંભળાવવામાં આવ્યા બાદ સજ્જન કુમારે 31 ડિસેમ્બર સુધીમાં સરેંડર કરવાનું રહેશે.

જસ્ટિસ એક મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેંચે આ ચુકાદો સંભળાવ્યો. સજ્જનકુમારને ઉંમર કેદની સજાની સાથે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ પહેલા નીચલી અદાલતે સજ્જન કુમારને નિર્દોષ છોડી મુક્યા હતા. અહેવાલો અનુસાર જ્યારે ચુકાદો વાંચવામાં આવી રહ્યો હતો ત્યારે પીડિત પક્ષના વકીલ રડી રહ્યા હતા. એટલું જ નહીં જજની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

કોર્ટે પોતાના ચુકાદોમાં સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ, અને કૉંગ્રેસને પૂર્વ કાઉંસિલર બલવાર ખોકરને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે કિશન ખોકર અને પૂર્વ કાઉંસિલર મહેંદ્ર યાદવે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

હાઈકોર્ટે પોતાના આ કઠોર ચુકાદો દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન લોકો માર્યા ગયા હતા, જેના 37 વર્ષો બાદ દિલ્લી આવા જ રમખાણોનું સાક્ષી બન્યું. આરોપી રાજનૈતિક કારકીર્દિનો આનંદ લેતા રહ્યા અને ટ્રાયલ થી બચતા રહ્યા. હાઈકોર્ટે કુલ 7 અપીલો પર પોતાનો ચુકાદો સંભળાવ્યો.

December 17, 2018
kamal_nath.jpeg
1min4660

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર એક જ કલાકમાં કમલનાથે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કમલનાથે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે.

KAMAL NATH ORDER

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જે કમલનાથે ખેડૂતોનું દેવું માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી આવતાની સાથે 10 જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કમલનાથે રાહુલ ગાંધીનું આ વચન સૌથી પહેલા પુરું કર્યું. જેનાથી ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ ગયું છે. સાથે જ કન્યા વિવાહ યોજના અંતર્ગત દેવામાં આવતી રકમ વધારીને 51 હજાર કરી દેવામાં આવી છે. સાથે મધ્યપ્રદેશમાં ચાર ગારમેંટ પાર્ક બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

KAMAL NATH

કૃષિ અને સહકારિતા વિભાગે પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના મોડેલનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે. રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં દેવા માફીને સૌથી મોટો મુદ્દો બનાવવા માંગે છે. અને આ રણનીતિ અંતર્ગત જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવું પ્રાથમિકતાના આધાર પર માફ કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસને બહુમતિ મળી ત્યારે જ કૃષિ, સહકારિતા અને નાણા વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી હતી.

December 17, 2018
CIA_Live_Logo_New2.jpg
1min2400

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન મુંબઈમાં ગુમ થયેલા ૭,૭૪૦ લોકોમાંથી ૨,૯૮૪ લોકોની કોઇ ભાળ મળી ન હોવાની મુંબઈ પોલીસે માહિતી આપી હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૪,૭૫૭ ગુમ વ્યક્તિને શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

છેલ્લાં અમુક વર્ષમાં ગુમ થયા બાદ પત્તો ન લાગતો હોય એવી વ્યક્તિની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈ પોલીસના આંકડા અનુસાર ૨૦૧૪માં ૮,૩૮૯ લોકો ગુમ થયા હતા, તે પૈકી ૬૮૭ જણની ભાળ મળી નહોતી. ૨૦૧૫માં ગુમ થયેલા ૮,૭૩૨ જણ પૈકી ૮૦૩ જણનો કોઇ પત્તો લાગ્યો નહોતો. ૨૦૧૬માં ગુમ થનાર કુલ ૯,૧૭૬ પૈકી ૧,૦૦૯ લોકોની કોઇ જાણકારી મળી નહોતી. ૨૦૧૭માં ગુમ થનાર ૯,૧૮૬ જણમાંથી ભાળ ન મળી હોય એવા લોકોની સંખ્યા વધીને ૧,૫૯૨ પર પહોંચી હતી. ૨૦૧૪થી લઇને સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૭,૦૭૪ જણના ગુમ થયા બાદ કોઇ પત્તો લાગ્યો નથી.

December 15, 2018
arun_jaitly.jpg
1min3550

સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB – પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદને તા.13મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું.

PSB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિલફુલ ડિફૉલ્ટર્સ સામે ૨૫૭૧ FIR નોંધવામાં આવ્યા છે, તેમની પાસેથી વસૂલાત માટે ૯૩૬૩ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને વિલફુલ ડિફૉલ્ટર્સના ૭૬૧૬ કેસમાં સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ર્ફોસમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

December 12, 2018
rahul-1280x720.jpg
1min8470

રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.

મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.

એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.

નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.

એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.

૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.