CIA ALERT

ઇન્ડીયા Archives - Page 162 of 183 - CIA Live

February 27, 2019
rbi.png
1min12210

આર્થિક વૃદ્ધિને ટેકો મળે તે માટે બેન્કોને સશક્ત કરવાના સરકારના ઇરાદા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) માળખામાંથી દૂર કરી છે અને તેમને મુક્તપણે ધિરાણ આપવાની છૂટ આપી છે.

બંને બેન્કોએ તેમની બેલેન્સ શીટ મજબૂત કરવા અને ફાઇનાન્શિયલ રેશિયોમાં સુધારો કરવા માટે સરકાર પાસેથી મળેલી નવી મૂડીનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. સરકારે 20 ફેબ્રુઆરીએ અલ્હાબાદ બેન્ક માટે ₹6,896 કરોડ અને કોર્પોરેશન બેન્ક માટે ₹9,086 કરોડના નવા મૂડીભંડોળની જાહેરાત કરી હતી.

RBIએ ખાનગી સેક્ટરની ધનલક્ષ્મી બેન્ક પર લાદેલી મર્યાદાઓ પણ હટાવી દીધી છે. અત્યારે આ બેન્ક એક પણ મર્યાદાનો ભંગ કરતી નથી. આ બેન્કોના પર્ફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ મંગળવારે RBIના બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (‌BFS)એ આ નિર્ણય લીધો હતો. સમીક્ષા બેઠક બાદ RBIએ જણાવ્યું હતું કે, આ બેન્કોએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે અને તેમના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે.

વધારે પડતી બેડ એસેટ્સ અને નેગેટિવ રિટર્ન આપવા બદલ કુલ 12 બેન્કોને PCA હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી છ બેન્ક હવે આ કડક નિયમોમાંથી બહાર છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સૌથી પહેલાં આમાંથી બહાર થઈ હતી.

“જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારો ચાલુ રહ્યો છે. 4R સ્ટ્રેટેજીને કારણે કેટલીક અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ શકી છે. બંને બેન્કોએ સારું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખવું પડશે અને ક્લીન બેન્કિંગ માટે દૂરંદેશી દાખવવી પડશે.” એમ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સે 20 ફેબ્રુઆરીએ નોંધ્યું હતું કે, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ જશે.

February 27, 2019
india.gif
1min1697

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14390
શહીદ જવાનોના પરિવારના સહાયતાર્થે અભિનેતા અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર- એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું 28મી ફેબ્રુઆરીએ આયોજન
ભારત કે વીર જવાન નામની વેબસાઇટ પર શહીદ થનારા પ્રત્યેક ભારતીય વીર જવાનની સઘળી વિગતો, બેંક અકાઉન્ટ નંબર વગેરે દર્શાવેલા હોય છે, કોઇપણ નાગરિક તેમને આર્થિક સહાય કરી શકે છે, સુરતના હર્ષ સંઘવી અને તેમના સમર્થકો દ્વારા આવા વીર શહીદોના પરિવારજનો માટે હાલ સુરતમાંથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તા.28મી ફેબ્રુઆરી 2019ના વનિતા વિશ્રામ ખાતેના કાર્યક્રમમાં આવનારા લોકો પણ  ભારત કે વીર જવાન નામના ચેક સાથે આવી ને તેમનું યોગદાન આપી શકે છે.
વધુમાં સુરત ખાતે યોજાયેલા એક પત્રકાર પરિષદમાં સુરત મજૂરાના એમ.એલ.એ. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પુલવામા ખાતે શહીદ થયેલા આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલીવુડના કેસરી એવા અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના લોકપ્રીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં દેશપ્રેમ, દેશ ભક્તિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આયોજન અંગે માહિતી આપતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કાજે જવાનો વિકટ પરિસ્થિમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવે છે. એટલું જ નહી પણ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણની આહૂતિ પણ આપી દે છે ત્યારે દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલાથી આપણે સૌ વિચલિત છે. સાથે જ ભારત સરકાર પણ આ હુમલાનો અનેક રીતે જડબાતોઙ જવાબ આપી રહી છે. ત્યારે શહીદ જવાનોના પરિવારોના સહાયતાર્થે સુરત ખાતે 28મી ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ ચેરીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે ખુદ બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે.
February 26, 2019
mirage_fighter.jpeg
1min9470

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
AffordableHousing.png
1min4590

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 21, 2019
modik.jpg
1min4330

ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનને ગુરુવારે સિયોલમાં યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા. પ્રતિમાના અનાવરણ બાદ આ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વિશ્વના 155 દેશના ગાયકોએ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેમને કહિએ ગાયું છે. હવે આ વૈશ્વિક વારસો બની ગયું છે જે અમારા માટે ગર્વનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીજી કોઈ એક યુગના બંધનમાં નથી બંધાતા. તેઓ આવનારા સમયમાં પણ આપણને પ્રેરણા આપતા રહેશે.


યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમાના અનાવરણના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર અને આદર્શ આપણને આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના ખતરાથી બહાર આવવામાં મદદ કરવાની શક્તિ આપે છે. તેમણએ કહ્યું કે આ બે મુદ્દાઓ જ દુનિયા સામે સૌથી મોટા પડકારો છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા. આ વડાપ્રધાન મોદીની બીજી દક્ષિણ કોરિયાની યાત્રા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સિયોલમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાને ભારત-દક્ષિણ કોરિયાના ઉદ્યોગતિઓના એક કાર્યક્રમને સંબોધન કર્યું. એ દરમિયાન તેમણે કહ્યું કે અને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવા સાથીની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા અમારું મહત્વનું સાથીદાર રહ્યું છે અને તે દેશના ટૉપ 10 ટ્રેડર્સમાં સામે છે.

February 19, 2019
SDCA_logo.jpg
1min8300
  • બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
  • સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
  • 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
  • 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે

બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.

સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.

સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી

સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.

February 19, 2019
bjp_shivsena.jpg
1min6490

ભાજપ 25 અને શિવસેના 23 લોકસભા બેઠકો ઉપરથી લડશે : વિધાનસભામાં એકસમાન બેઠક ઉપર લડવા સમજૂતિ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી આવતી ગરમાગરમી ઉપર પૂર્ણવિરામ મુકાયું છે અને બન્ને પક્ષોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધન અને બેઠકોની વહેચણી મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એલાન કરવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રની લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 બેઠક ઉપરથી લડશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી એકસમાન બેઠકો ઉપરથી લડવામાં આવશે. બેઠક બાદ શાહે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 45 બેઠકો ઉપર ભાજપ-શિવસેનાના ગઠબંધનને જીત મળશે. શિવસેના અને ભાજપના આ એલાન બાદ હવે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી

જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી. જેમાં બેઠકની વહેચણી, રામ મંદિર મુદ્દો, ખેડૂતોની મુશ્કેલીઓ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ અમિત શાહ, ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ એક સંયુક્ત પ્રત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતિ થઈ છે. ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ છે પણ બન્નેના વિચાર એક છે. ચર્ચા દરમિયાન બેઠકની વહેંચણી પહેલા રામ મંદિરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં શિવસેનાને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દા ઉપર પણ યોગ્ય કામગીરી કરવાની ખાતરી શિવસેનાને આપવામાં આવી છે.

‘ફડણવીસે મહારાષ્ટ્રની લોકસભા બેઠકોનું’ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આગામી લોકસભામાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ 25 બેઠક અને’ શિવસેના 23 બેઠક ઉપર લડશે. તેમજ વિધાનસભામાં બન્ને પક્ષ સરખી બેઠક ઉપરથી લડશે.’ અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અકાલી દલ અને શિવસેના ભાજપના જુના સાથી છે. ભાજપ અને શિવસેનાનો સિદ્ધાંત એક છે. બન્ને પક્ષ વચ્ચે જે મતભેદ હતો તે હવે દૂર થયો છે. આ સાથે અમિત શાહે દાવો કર્યો હતો કે લોકસભામાં 48 બેઠકોમાંથી 45 ઉપર ભાજપ અને શિવસેના જીત મેળવશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમારા મન સાફ છે. ભાજપ અને શિવસેના વચ્ચે હિન્દૂત્વ અને રામ મંદિર મુદ્દે ગઠબંધન થયું હતું. વર્તમાન સમયમાં જો બન્ને પક્ષો અંદરોઅંદર લડશે તો જેની સામે 50 વર્ષથી લડી રહ્યા છે તેઓના હાથમાં સત્તા પહોંચી જશે.

February 18, 2019
pulwama.jpg
1min8860

પિંગલાન વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી બાદ આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું, આતંકીઓના બેફામ ફાયરિંગમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ

File photo pulwama

જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્તારમાં ભારતીય સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગઇ કાલ રવિવારે મધરાતથી જબરદસ્ત અથડામણ થયાના અહેવાલો મળ્યા છે. પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની મળેલી બાતમીને પગલે રવિવારે મોડી રાતથી સુરક્ષાદળો ઓપરેશન હાથ ઘર્યું હતું. આખી રાત બંને તરફથી સામસામે પાયરિંગ થયું. સમગ્ર વિસ્તાર ખાલી કરી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ પણ આ વિસ્તારમાં છુપાયેલો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ છુપાયેલા આતંકીઓ પણ જૈશ એ મોહમ્મદના જ છે. તમામ આતંકીઓ પુલવામા હુમલો કરનાર આદિલ અહેમદ ડારના સાથીદારો છે.

મોડી રાત્રે 55RR, CRPF અને SOGના જવાનોએ આ ઓપરેશનને અંજામ હાથ ધર્યું હતું. શહીદ થયેલા જવાનોમાં મેજર ડી. એસ. ડોંડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાઈ અજય કુમાર અને સિપાઈ હરી સિંહ સામેલ છે. તો અન્ય એક ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયા છે.

 

February 13, 2019
jab-koi-baat-05-1.jpg
1min25020

લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની  જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું  ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.

તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક  સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.

  • સોંગ ટાઇટલ                   જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને
  • સમય                               5 મિનીટ
  • લોકેશન                           જોધપુર, રાજસ્થાન
  • રિલીઝિંગ બાય               વિનસ મ્યુઝિક્સ પ્રા.લિ., મુંબઇ અને વિરલ મોટાણી
  • ડાયરેક્ટર                        અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • પ્રોડ્યુસર                         અજિતા ઇટાલિયા, સુરત
  • સ્ટોરી કન્સેપ્ટ                  અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • વિડીયોગ્રાફી                   50એમએમ મિડીયા પ્રોડક્શન્સ
  • મ્યુઝિક રીઅરેન્જ            હાર્દિક ટેલર –  સુભાષ દુધાત
  • લિરીક્સ                          પ્રેમ દવે, (ગુજરાતી)
  • ફિચરિંગ                          જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • સિંગર                              જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • ઓરિજલ ક્રેડિટ                 જબ કોઇ બાત …..કુમાર સાનું અને સાધના સરગમ, લિરીક્સ ઇન્દીવર, મ્યુઝિક રાજેશ રોશન

                                                    વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર

                                                    પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ

જગદીશ ઇટાલિયા એ ગાયેલું આંખનો અફિણી ગીતના યુ ટ્યુબ પર 40 લાખ વ્યુઅર્સ થઇ ચૂક્યા છે

આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.