ભારતનું બીજું ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-ટૂ’ ૨૦ ઑગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી શક્યતા છે, એમ ઈન્યિન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન-ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને સોમવારે કહ્યું હતું.
પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-ટૂ બે દિવસ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દેવા તૈયાર થઈ ગયું છે. ભારતના અવકાશ કાર્યક્રમના પિતા લેખાતા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા અમદાવાદ આવેલા સિવને કહ્યું હતું કે ૨૨ જુલાઈએ છોડવામાં આવેલું ૩૮૫૦ કિલો વજન અને ઑબ્રિટર, લૅન્ડર તેમ જ રૉવર એમ ત્રણ મૉડ્યુલનું બનેલું ચંદ્રયાન-ટૂ અવકાશયાન ૭ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે.
તેમણે કહ્યું હતું કે બાવીસ જુલાઈએ ચંદ્રયાન-ટૂને લૉન્ચ કર્યા બાદ અમે જુદા જુદા પાંચ વ્યૂહ બનાવ્યા હતા.
ચંદ્રયાન-ટૂ હાલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સવારે હવે પછીનો મહત્ત્વના વ્યૂહની જાણ થશે.
૧૪મી ઑગસ્ટે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ચંદ્રયાન-ટૂ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે અને ૨૦મી ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ટૂ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરાણ કરશે.
હાલ, ચંદ્રયાન-ટૂ અને તેની તમામ યંત્રણા યોગ્ય કામગીરી બજાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ આજરોજ તા.12મી ઓગસ્ટના રોજ જીઓ ગીગાફાઇબરના ટેરીફની ઘોષણા કરી અને કેટલાક મિડીયા હાઉસીસોએ એટલા ગુણગાન ગાઇ નાંખ્યા કે રિલાયન્સ ગીગાફાઇબર મફતમાં સેવા આપવાનું છે અને વહેલો તે પહેલો, છેલ્લો આવ્યો તે રહી ગયો એમ સામાન્ય લોકોમાં એક હાઇપ ઉભી કરી દીધી છે.
જીઓની મોબાઇલ સર્વિસ જ્યારે લોંચ થઇ ત્યારે પણ મુકેશ અંબાણી અને કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને જણાવ્યું હતું કે સૌથી સસ્તી સેવા અને સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા હશે. પરંતુ, સુરત સમેત સમગ્ર દેશમાંથી ઉઠી રહેલી ફરીયાદો, જીઓ કસ્ટમર કેર ના ઇમેલ્સ અને મેસેજ બોક્સીસ તપાસીએ તો ખબર પડશે કે લાખો લોકો જીઓ મોબાઇલ સર્વિસ લઇને પસ્તાયા છે. હકીકતમાં જીયો ઇન્ટરનેટ સર્વિસે ગ્રાહકોને એ વાતની ખબર પાડી દીધી છે કે સસ્તું હોય એ બધું સારું હોતું નથી.
હકીકતમાં જીઓ મોબાઇલએ ફોર જી સ્પીડ આપવાની કરેલી જાહેરાત સાવ પોકળ અને બોગસ હોવાનું જણાય આવે છે અને તેના ગ્રાહકો દેશભરમાંથી આવી ફરીયાદો કરી રહ્યા છે. અન્ય મોબાઇલ સર્વિસ છોડીને જીઓને અપનાવનારા લોકો પસ્તાય રહ્યા છે કેમકે જીઓ ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો કોઇ ભરોસો નથી. એવી ફરીયાદો મળી છે કે જ્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે જ જીઓની કહેવાતી ફોર જી નેટ સુવિધા ખોટકાઇ જાય છે અને ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જીઓની મોબાઇલ સર્વિસ અને નેટ યુઝર્સે તો ત્યાં સુધી ફરીયાદ કરી છે કે ફોર જી નેટના નામે ગ્રાહકોને જીઓ કંપની રીતસર ઉલ્લું બનાવવાના ધંધા કરી રહી છે. કસ્ટમર કેર પર ફરીયાદ કરવામાં આવે તો સ્ટીરીયોટાઇપ જવાબ આપવામાં આવે છે કે તમારા મોબાઇલમાં ખામી છે કે તમારા એરીયામાં ખામી છે.
જીઓનું કહેવાતું ફોર જી નેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો એવી પણ ફરીયાદ કરી રહ્યા છે, જીયો ફોર જી નેટ માંડ પાંચ મિનિટ કન્ટીન્યુઅસ ચાલી શકે છે અને જો ચાર-પાંચ મિનિટમાં ખોટકાય તો એ જીયો કંપની ન કહેવાય. આટલી હદે જીઓથી લોકો કંટાળી ગયા છે ત્યારે રિલાયન્સનું ગીગાફાઇબર અને તેના પ્લાન લોંચ કરીને મુકેશ અંબાણીએ કોઇ મોટી ધાડ મારી હોય તેવી કાગારોળ મિડીયાએ મચાવી છે.
હકીકતમાં જીઓ ઇન્ટરનેટ યુઝર્સ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરી રહ્યા છે કે ફોર જી નેટની સાવ ઢંગધડા વગરની બેકાર ક્વોલિટી અને ઓછી સ્પીડની સર્વિસ જોયા પછી જીયોનું ગીગાફાઇબર અપનાવતા પહેલા સો વખત વિચાર કરવો પડશે.
કેટલાક લોકો તો એવી ફરીયાદ કરી રહ્યા છે કે સસ્તા ઇન્ટરનેટની લાલચ આપીને સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ જીઓએ બગાડી નાંખ્યું છે, બીજી કંપનીઓએ પણ જીઓના પગલે સસ્તી સેવા આપવાની ફરજ પડી છે અને એ કંપનીઓની સેવા પણ જીયોની જેમ ભંગાર થવા માંડી છે.
સોનિયા ગાંધીને શનિવારે રાત્રે કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ ૨૦ મહિના બાદ ફરી આ ગાદી પર બિરાજમાન થઈ રહ્યાં છે.
અગાઉ, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ દેખાવ બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના દ્વારા પચીસમી મેએ પ્રમુખપદેથી અપાયેલા રાજીનામા અંગે ફેરવિચારણા કરવાની વિનંતિને નકારી કાઢી હતી. પક્ષના અનેક નેતાઓ તથા સાંસદોએ રાહુલ ગાંધી જ પ્રમુખપદે ચાલુ રહે એવો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાહુલ રાજીનામું આપવા મક્કમ જ હોવાથી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ શનિવારની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરી હતી. એઆઇસીસી નવા પ્રમુખ ચૂંટશે ત્યાં સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે રહેશે, એમ પક્ષના પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું.
રાહુલના અનુગામી તરીકે પાંચ જૂથે સૂચવેલા નામો અંગે ચર્ચાવિચારણા કરવા સમિતિની બેઠક રાતે ૮ વાગ્યે ફરીથી બોલાવાઇ હતી. સોનિયા ગાંધીની નિયુક્તિની થોડી મિનિટો અગાઉ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હોવાથી કૉંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવાના મુદ્દે થોડા સમય માટે ચર્ચા મુલતવી રાખવામાં આવી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ પક્ષના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે અગાઉ પક્ષના પ્રમુખપદે રહી ચૂક્યા હોવાથી અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઇને અમારી વગ વાપરવા નથી માગતા.
અહીં કૉંગ્રેસ મહાસભાના વડા મથક ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પક્ષનાં મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, અહેમદ પટેલ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ અને પી. ચિદમ્બરમ સહિતના અગ્રણી નેતા મળ્યા હતા.
કૉંગ્રેસ કારોબારી સમિતિએ પક્ષના દેશભરના નેતાઓની સાથે ચર્ચાવિચારણા કરવા માટે પાંચ ક્ષેત્ર – ઇશાન, પૂર્વ, ઉત્તર, પશ્ર્ચિમ અને દક્ષિણના જૂથ રચ્યા હતા.
ઇશાન ભારતના જૂથમાં અહેમદ પટેલ, અંબિકા સોની, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતનો સમાવેશ થતો હતો. પૂર્વના જૂથમાં કે. સી. વેણુગોપાલ, તરુણ ગોગોઇ અને કુમારી શૈલજાનો, ઉત્તરના જૂથમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પી. ચિદમ્બરમનો અને પશ્ર્ચિમના જૂથમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખર્ગે, એ. કે. એન્ટની અને મોતીલાલ વોરાનો સમાવેશ કરાયો હતો.
દક્ષિણના જૂથમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનો સમાવેશ થતો હતો.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામીએ પણ નવા પ્રમુખની પસંદગી માટેની ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અનેક નેતાની સાથે ફૉન પર વાત કરાઇ હતી.
મુંબઈ અને દિલ્હી તથા દિલ્હી અને હાવરા વચ્ચે દોડાવાતી મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકારે રેલવેને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું.
મુંબઈ દિલ્હી વચ્ચે દોડાવતી ટ્રેનોની સ્પીડ વધારવાથી બંને શહેર વચ્ચેના ટ્રેનના ટ્રાવેલિંગમાં ઘટાડો થશે.
મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેનની સ્પીડ વધારવાના પ્રોજેક્ટ પાછળ રૂ. ૬,૮૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે તેને ૨૦૨૨-૨૩ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ છે.
૧૦૦ દિવસના એજન્ડા હેઠળના વિવિધ પ્રોજેક્ટમાં મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારવાનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
તા.5મી ઓગસ્ટ 2019ના રોજ મળેલી કૅબિનેટની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, અને જાહેરાત તા.7મી ઓગસ્ટને બુધવારે તેની સત્તાવાર રીતે કરવામાં આવી હતી.
મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી ટ્રેનોની સ્પીડ વધારવા માટે સરકારની મંજૂરી
મુંબઈ દિલ્હી અને દિલ્હી અને હાવરા વચ્ચેના રેલવે રૂટ્સની વિવિધ ટ્રેનોની સ્પીડ વધારવાથી ટ્રેનોની સર્વિસમાં પણ સુધારો થશે.
એટલું જ નહીં, ટ્રેનોની સુરક્ષા(અકસ્માતના પરિપ્રેક્ષ્યમાં)માં પણ વધારો થશે. ટ્રેનમાં પેસેન્જર કેપિસિટી વધારવામાં આવશે.
મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચેના રેલવે રૂટ્સમાં ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે, જ્યારે ગુડ્સ ટ્રેનના ટ્રાફિકના પરિવહનમાં સુધારો થશે. આ બંને રેલવે રૂટ્સમાં કુલ પેસેન્જર ટ્રાફિકમાંથી બંનેનો કુલ ૨૯ ટકા હિસ્સો છે.
નેશનલ ફિલ્મ એવોર્ડના નિર્ણાયકોની પેનલએ આજરોજ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર શ્રી જાવડેકરને મળીને તેમને નેશનલ ફિલ્મ એવોર્ડસના વિજેતાઓની યાદી અર્પણ કરી હતી.
નેશનલ ફિલ્મ અવૉર્ડ્સ Winners
બેસ્ટ ફિલ્મઃ અંધાધુન
બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના અને વિકી કૌશલ(સંયુક્ત રીતે)
બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ
Over All Performance
બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ ઉત્તરાખંડ
બેસ્ટ કૉરિયોગ્રાફરઃ જ્યોતિ(ઘૂમર, પદ્માવત)
બેસ્ટ શૉર્ટ ફીચર ફિલ્મઃ ખરવસ
બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મઃ સ્વિમિંગ થ્રૂ ધ ડાર્કનેસ
બેસ્ટ ફિલ્મ ક્રિટિક(હિન્દી): અનંત વિજય
Regional Movies
બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા
બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ
બેસ્ટ તમિલ ફિલ્મઃ બરામ
બેસ્ટ ઉર્દુ ફિલ્મઃ હામિદ
બેસ્ટ બેંગાલી ફિલ્મઃ એક જે છીલો રાજા
બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ નાઈજીરિયા
બેસ્ટ તેલુગુ ફિલ્મઃ મહંતી
બેસ્ટ કન્નડ ફિલ્મઃ નથીચરામી
બેસ્ટ કોંકણી ફિલ્મઃઅમોરી
બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા
બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવા
બેસ્ટ આસામી ફિલ્મઃ બુલબુલ કેન સિંગ
Bollywood
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરઃ પદ્માવત
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનઃ સંજય લીલા ભણસાલી, પદ્માવત માટે
બેસ્ટ મ્યુઝિકઃ ઉરી
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ રંજીત ફોર એવ
બેસ્ટ એક્શનઃ કેજીએફ
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટઃ કેજીએફ અને એવ
બેસ્ટ સાઉન્ટ ડિઝાઈનઃ ઉરી
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ અંધાધુન
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃબિંદુ મણિ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજીત, પદ્માવતના બિન્તે દિલ માટે
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈસ્યુઃ પેડ મેન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીક્રી, બધાઈ હો માટે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.35
ટકાનો ઘટાડો કરતા જ બેંકોએ પણ પોતાના ધિરાણ દરો ઘટાડવા માંડ્યા છે. તા.8મી ઓગસ્ટ
2019ના રોજ સ્ટેટબેંક અને હવે અન્ય ત્રણ બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ,
આઇ.ડી.બી.આઇ. તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તેમજ ઓટોલોનના વ્યાજના દરોમાં
0.05થી 0.15 ટકા સુધીના ઘટાડા કર્યા છે. આ ઘટાડો તા.12મી ઓગસ્ટ 2019થી લાગૂ પડશે.
નવા ગ્રાહકોને આ ઘટાડાનો સીધો લાભ મળવાપાત્ર છે.
આ ઘટાડા બાદ નવી લૉન ઉપરાંત જૂની ચાલતી
લૉનના ઈએમઆઈ પણ સસ્તા થઈ જશે.
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), બેંક ઓફ મહારાષ્ટ્ર અને IDBI બેંક શામેલ છે.
IDBI બેંકે એક વર્ષ માટે લીધેલી લોન પર વ્યાજદર 0.10 ટકા ઘટાડીને 8.95
ટકા કર્યો છે.
ત્રણ મહિનાથી 3 વર્ષ માટે વ્યાજદરમાં 0.05થી 0.15
ટકા ઘટાડો કરાયો
છે. આ નવો ઘટાડો 12 ઓગસ્ટથી લાગૂ થશે.
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ-અલગ સમયની
લૉન પર 0.10 ટકા ઘટાડો કર્યો છે. એક વર્ષની લૉન પર 0.10 ટકા વ્યાજદર ઘટાડીને 8.55
ટકા કર્યો છે.
બેંકનો નવો વ્યાજદર 10 ઓગસ્ટથી અમલમાં આવશે.
બેંક ઓફ મહારાષ્ટ્રના ઘટાડા બાદ 1 વર્ષની લૉન પર વ્યાજદર 8.50
ટકા થઈ ગયો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હાલમાં મળેલી
બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. આ બાદ હવે રેપોરેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40
ટકા થઈ ગયો છે.
કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ SBIએ તરત જ વ્યાજદરમાં 0.15
ટકા ઘટાડો કર્યો
હતો.
પોન્ઝીસ્કીમ ચલાવીને કર્ણાટક, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ મન્સુર ખાન દુબઇ ભાગી છૂટ્યો હતો, જેવો દિલ્હી ઉતર્યો, પોલીસે તેને ઝબ્બે કરી લીધો હતો.
કર્ણાટકના બેંગલુરુ ખાતે પોન્ઝી સ્કીમ
ચલાવીને અંદાજે 30 હજાર લોકો પાસેથી રૂપિયા પડાવીને છેલ્લા ઘણાં મહિનાથી દુબઇ ફરાર
થઇ ગયેલા મન્સુર ખાન નામના ચીટરને બે દિવસ પહેલા પોલીસે દિલ્હી એરપોર્ટથી ઝબ્બે
કર્યો હતો. બાદમાં તેના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક મિલ્કતના
સ્વીમીંગ પુલની નીચે સંતાડીને રાખવામાં આવેલું 300 કિલો જેટલું નકલી સોનુ ઝડપી
પાડવામાં આવ્યું હતું. આ નકલી સોનું પણ ચીટર મન્સુર ખાન લોકોને પધરાવી દઇને ફ્રોડ
કરવાની ફિરાકમાં હતો.
આ અસલી સોનું નથી પણ નકલી સોનું છે, કર્ણાટકના ચીટર મન્સુરખાને સ્વીમીંગ પુલની નીચે 303 કિલો વજન ધરાવતા 5880 નકલી સોનાના બિસ્કીટ છૂપાવી રાખ્યા હતા.
પોન્ઝી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું કરી
નાંખનારા IMAના સ્થાપક મંસૂર ખાને સ્વિમિંગ પૂલને જ સોનાથી ભરી દીધો. સ્વીમીંગ
પુલની નીચે સિફતપૂર્વ સંતાડીને રાખવામાં આવેલા 5880 સોનાના બિસ્કીટના રૂપમાં 303 કિલો નકલી સોનું પોલીસે જ્યારે ઝબ્બે
કર્યું ત્યારે તમામ ચોકીં ઉઠ્યા હતા, કેમકે પહેલી નજરમાં તો તમામને સોનું અસલી જ
લાગ્યું હતું.
આટલી મોટી સંખ્યામાં નકલી સોનાના બિસ્કીટનો
ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોંશ ઉડી ગયા.
IMAના સંસ્થાપક મંસૂર ખાનના ઘરે SITએ રેઈડ પાડી હતી. તેના ઘરે છઠ્ઠા માળે
બનેલા સ્વિમિંગ પૂલની નીચેથી 303 કિલો નકલી સોનાના બિસ્કીટ મળ્યા છે. આ
મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
હકીકતમાં કરોડોના સ્કેમમાં મુખ્ય આરોપી
અને IMA જ્વોલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે
એરપોર્ટ પર જ પકડી લીધો હતો. SITએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ
નોટિસ જારી કરીને ઈન્ટરપોલ સહિત બધી સંબંધિત એજન્સીઓને મંસૂર ખાનની જાણકારી આપી દીધી
હતી.
કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપર્ટી જપ્ત કરી છે.
London: India’s captain Virat Kohli, third left, and teammates leave the field after their loss against New Zealand in the Cricket World Cup warm up match at The Oval in London, Saturday, May 25, 2019. New Zealand won the match by six wickets. AP/PTI(AP5_25_2019_000314B)
ટી20 શ્રેણીમાં’ વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કર્યા બાદ હવે ભારત ગુરૂવારે ગયાનામાં યજમાન ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મેચ રમશે.’ વિશ્વકપ 2019 સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારતનો વનડે પ્રારુપમાં આ પહેલો મેચ બનશે.
વિશ્વકપ દરમિયાન ઈજાગ્રસ્ત બનેલો શિખર ધવન પણ વનડેમાં વાપસી કરશે. ભારત તરફથી કેએલ રાહુલ ચોથા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે. જ્યારે કોહલી પસંદગીના ત્રીજા સ્થાને મેદાનમાં ઉતરશે. મેચનું પ્રસારણ સાંજે 7 વાગ્યાથી થશે.
કેદાર જાધવ મેચમાં પાંચમા કે છઠ્ઠા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે અને ઋષભ પંતને ક્યા ક્રમાંકે ઉતારવામાં આવશે તેના નિર્ણયની અસર કેદાર જાધવના બેટિંગ ક્રમ ઉપર પડશે. મધ્યક્રમમાં એક અન્ય સ્થાન માટે દાવેદારી મનીષ પાંડે અને શ્રેયસ અય્યર વચ્ચે થશે.’ પાંડે ટી20માં આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. જેથી અય્યરને તક આપવાનો વિચાર થઈ શકે છે.
એક અઠવાડીયાની અંદર બે દેશમાં ત્રણ ટી20 મેચ રમનારા ભુવનેશ્વર કુમારને આરામની સંભાવના છે. તેવામાં મોહમ્મદ શમી ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે. જ્યારે નવદીપ સૈની વનડેમાં ડેબ્યૂ કરશે. વિશ્વકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ વિરાટ કોહલી ટીમને એકજુથ કરવામાં સફળ રહ્યો છે અને ટી20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું છે. તેવામાં વિશ્વકપમાં પાંચ સદી ફટકારનારો રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન ઁવેસ્ટ ઈન્ડિઝની ટીમ કેપ્ટનશિપ ઉપર સવાલો ઉઠાવનારા લોકોને જવાબ આપવા માટે ભારત સામે મેદાનમાં ઉતરશે. રમતના સૌથી નાના પ્રારુપમાં વ્હાઈટ વોશ બાદ વેસ્ટ ઈન્ડિઝને આશા રહેશે કે ગેઈલની વાપસથી ટીમ મજબુત બનશે. ગેઈલે ઘોષણા કરી હતી કે ભારત સામેની શ્રેણી તેની અંતિમ શ્રેણી રહેશે. વનડે શ્રેણી માટે બેટ્સમેન જોન કેમ્પેબલ, રોસ્ટન ચેઝ સહિતના ખેલાડીઓની 14 સભ્યની ટીમમાં વાપસી થઈ છે. ભારત –
તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.
સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી
સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.
જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.
રિઝર્વ બેંક દ્વારા આજરોજ તા.7મી ઓગસ્ટ
2019ને બુધવારે પોતાની ત્રિમાસિક આર્થિક નીતિ અંગેની જાહેરાત કરતા 0.35 ટકાનો વ્યાજના દરમાં ઘટાડો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.
ચાલુ હિસાબી વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથીવાર વ્યાજના દરોમાં ઘટાડો
કર્યો છે.
અગાઉ 2019-20ના હિસાબી વર્ષમાં જ રિઝર્બ
બેંક દ્વારા રેપો રેટ એટલે કે વ્યાજના દરમાં 0.25
ટકાનો ઘટાડો ત્રણ
વખત કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં મંદીનો માહોલ સર્વત્ર વ્યાપી ગયો હોઇ આ વખતે રિઝર્વે
બેંકે અપેક્ષા મુજબ 0.35 ટકાનો ઘટાડો કર્યો છે.
રેપોરેટ એટલે શું
રેપો રેટ એટલે રિઝર્વ બેંક જે દર પર અન્ય
બેંકોને નાણાં ધીરે છે તે રેટ. આજે થયેલા ઘટાડા બાદ હવે આરબીઆઈ દ્વારા બેંકોને
ધીરવામાં આવતા નાણાં પરનું વ્યાજ ઘટીડને 5.40
ટકા થઈ ગયું છે.
સામાન્ય રીતે બેંકો આરબીઆઈ પાસેથી મળતા
નાણાં કસ્ટમર્સને પોતાનું કમિશન ઉમેરીને ધીરતી હોય છે. જોકે, હવે આરબીઆઈએ વ્યાજ દરમાં મસમોટો ઘટાડો કરતા બેંકો પણ હોમ લોન, કાર લોન તેમજ અન્ય લોન્સ સસ્તી બનાવે તેવી શક્યતા છે.
રિઝર્વ બેંકના ગવર્નરે તાજેતરમાં જ
બેંકોને ઘટેલા રેપો રેટનો ફાયદો ગ્રાહકોને આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
સરકાર પણ બેંકો લોન્સના વ્યાજ દર ઘટાડે તે માટે પ્રયાસો કરી રહી છે. આ વર્ષમાં જ
ઘટેલા વ્યાજ દરનો આંકડો જોવામાં આવે તો, ત્રણ વાર 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ આજે 0.35
ટકાનો ઘટાડો
ગણતરીમાં લઈએ તો આરબીઆઈ અત્યારસુધીમાં વ્યાજના દર 1.10 ટકા ઘટાડી ચૂકી છે. જોકે, ગણતરીની બેંકોએ જ તેનો લાભ ગ્રાહકોને
આપ્યો છે.
હાલ અર્થતંત્રમાં જોરદાર મંદીનો માહોલ છે, ઉત્પાદન ક્ષેત્ર ઠપ્પ છે, ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ માંગમાં તીવ્ર
ઘટાડાનો સામનો કરી રહ્યું છે ત્યારે આરબીઆઈ પાસેથી વ્યાજ દરમાં અડધા ટકાની અપેક્ષા
સેવાઈ રહી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.