CIA ALERT

ઇન્ડીયા Archives - Page 131 of 183 - CIA Live

September 12, 2019
modi_gifts.jpg
1min4070

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.

હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા

સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4000

પરિવારના સભ્યોને વીમાની પચાસ લાખ રૂપિયાની રકમ મળે અને તેઓ બાકીની જિંદગી આરામદાયક રીતે વીતાવી શકે તે માટે રાજસ્થાનના ભાલવાડા જિલ્લામાં એક માણસે પોતાની જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રૂપિયાનું ધિરાણ આપવાનો વેપાર કરતા બલબીર ખારોલ (૩૮)એ દેવામાં હોવાને કારણે આવો અંતિમ નિર્ણય નહોતો લીધો, પરંતુ તેણે જે લોકોને રૂપિયા ઉધાર આપ્યા હતા તે પાછા વસૂલ કરવામાં તેને મળેલી નિષ્ફળતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો, એમ પોલીસે કહ્યું હતું.

એ વ્યક્તિનો ફાઇલ ફોટો જેણે પરિવારને 50 લાખના વીમાની રકમ મળે એ માટે પોતાની જ હત્યા કરાવી નાંખી

રાજસ્થાનના ભીલવારાના બલબીર ખારોલ, જે ફાઇનાન્સનો ધંધો કરતા હતા.

એસપી હરેન્દ્ર મહાવરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ખારોલની હત્યાને મામલે સોમવારે ધરપકડ કરાયેલા બે આરોપી રાજવીર સિંહ અને સુનીલ યાદવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે ખારોલે પહેલા પોતાના મૃત્યુ માટે અકસ્માતનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેને તે બચી જશે એવી શંકા જાગી હતી.

આ એકદમ સાધારણ બાબત છે, પરંતુ હત્યાના આરોપીઓએ જ આ કબૂલ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ખારોલે જુદા જુદા લોકોને કુલ મળીને રૂ. ૨૦ લાખ ઉધાર આપ્યા હતા, પરંતુ આ રકમ તેમની પાસેથી વસૂલવામાં તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ત્યાર બાદ ખારોલે પોતાની જ હત્યાની યોજના ઘડી કાઢી હતી જેથી કરીને પરિવારજનોને વીમાની રકમ મળી રહે અને તેઓ આરામદાયક રીતે જિંદગી વીતાવી શકે. ખારોલે એકાદ મહિના અગાઉ ખાનગી કંપની પાસેથી વીમો ઉતરાવ્યો હતો અને પ્રથમ હપ્તો ભરી દીધો હતો. ત્યાર બાદ તેણે પોતાની હત્યા માટે સિંહ અને યાદવનો સંપર્ક સાધ્યો હતો અને એ કામ બદલ તેમને રૂ. ૮૦૦૦૦ આપવાનું વચન આપ્યું હતું.

80000માં બલબિરની હત્યા કરનાર આરોપીઓ પકડાયા

યોજના મુજબ બે સપ્ટેમ્બરે ખારોલે ઍડવાન્સ રકમ પેટે બંને આરોપીને રૂ. ૧૦૦૦૦ આપ્યા હતા અને તેમની સાથે અવાવરું જગ્યાએ ગયો હતો અને તેમને કહ્યું હતું કે બાકીની રકમ મેં મારા ખિસ્સાંમાં રાખી છે જે તમે મારી હત્યા કર્યા બાદ લઈ લેજો.

September 9, 2019
icai_logo.jpeg
1min3380

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 9, 2019
fraud.jpg
1min4550

ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅંકો સાથે રૂ. ૩૧,૮૯૮.૬૩ કરોડની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી.

ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅંક કરેલી આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅંક સાથે રૂ. ૧૨૦૧૨.૭૭ કરોડની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.

ત્યાર બાદ

  • અલાહાબાદ બૅંક સાથે રૂ. ૨૮૫૫.૪૬ કરોડની છેતરપિંડીના ૩૮૧ કેસ,
  • પંજાબ નેશનલ બૅંક સાથે રૂ. ૨૫૨૬.૫૫ કરોડની છેતરપિંડીના ૯૯ કેસ નોંધાયા હતા.

જોકે, રિઝર્વ બૅંકે જાહેર ક્ષેત્રોની બૅંકોએ કુલ કેટલા નાણાં ગુમાવ્યા એ વિશે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.

  • બૅંક ઑફ બરોડા સાથે રૂ. ૨૨૯૭.૦૫ કરોડની છેતરપિંડીના ૭૫ કેસ,
  • ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સ સાથે રૂ. ૨૧૩૩.૦૮ કરોડની છેતરપિંડીના ૪૫ કેસ,
  • કેનેરા બૅંક સાથે રૂ. ૨૦૩૫.૮૧ કરોડની છેતરપિંડીના ૬૯ કેસ,
  • સેન્ટ્રલ બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૧૯૮૨.૨૭ કરોડની છેતરપિંડીના ૧૯૪ કેસ અને
  • યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૧૧૯૬.૧૯ કરોડની છેતરપિંડીના ૩૧ કેસ નોંધાયા હતા.

એ જ રીતે,

  • કોર્પોરેશન બૅંક સાથે રૂ. ૯૬૦.૮૦ કરોડની છેતરપિંડીના ૧૬ કેસ,
  • ઇન્ડિયન ઑવરસીઝ બૅંક સાથે રૂ. ૯૩૪.૬૭ કરોડની છેતરપિંડીના ૪૬ કેસ,
  • સિંડિકેટ બૅંક સાથે રૂ. ૭૯૫.૭૫ કરોડની છેતરપિંડીના ૫૪ કેસ,
  • યુનિયન બૅંક સાથે રૂ. ૭૫૩.૩૭ કરોડની છેતરપિંડીના ૫૧ કેસ,
  • બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૫૧૭ કરોડની છેતરપિંડીના ૪૨ કેસ અને
  • યુકો બૅંક સાથે રૂ. ૪૭૦.૭૪ કરોડની છેતરપિંડીના ૩૪ કેસ નોંધાયા હતા.

અન્ય છેતરાયેલ બૅંકોમાં બૅંક ઑફ મહારાષ્ટ્ર, આન્ધ્રા બૅંક, ઇન્ડિયન બૅંક અને પંજાબ ઍન્ડ સિંધ બૅંકનો સમાવેશ થાય છે.

September 4, 2019
b4-1280x960.jpg
2min5560

બીજા રાઉન્ડમાં પણ વરસાદે મુંબઇથી આજે તોફાની શરૂઆત કરી છે. આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ને બુધવારે મુંબઈ સમેતના મહારાષ્ટ્રના વિસ્તારો માં ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનનો વ્યવહાર અનેક સ્ટેશનો પર કટઓફ થઇ ગયો છે.

વરસાદને પગલે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેને પગલે બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ કર્યો છે. વરસાદને લીધે બસોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

બુધવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાથી કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટ પાસેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયનમાં પણ રસ્તા પર સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. બેસ્ટની બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી માર્કેટમાં પાણી ભરાતા બસોને ભાઉદાજી રોડ અને સુલોચના શેટ્ટી રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાયન રોડ 24 અને વલ્લભ રોડ પર પાણી ભરાતા બસોને સાયન રોડ 3 તરફ ડાયવર્ટ કરવા આદેશ અપાયો હતો.

Heavy traffic on Western Express Highway between Kandivali and Goregaon

બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ

Services suspended on Harbour line between Chunabhatti and Mankhurd

Heavy rains, strong wind led to five go-arounds at the Mumbai airport. Flights are delayed by an average of 25 minutes: Mumbai airport’s spokesperson

IMD has issued a red alert for Mumbai, Thane for 24 hours.

Train services temporarily suspended between Thane and CSMT due to waterlogging on tracks

Up and Down fast line services held up due to waterlogging between Sion and Matunga

September 3, 2019
kohli.jpg
1min3180

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રને હરાવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો આ 28મો ટેસ્ટ ટેસ્ટ વિજય રહ્યો છે. આ સાથે જ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનીગ યો છે. તેણે એમએસ ધોનીના 27 ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ સાથે જ કેરેબિયન્સનો ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટ વોશ થયો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ 318 રને જીતી હતી.

September 3, 2019
Sensex-down_.jpg
1min4190

તા.3 સપ્ટેમ્બર 2019ને મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આંક પણ 95 પોઈન્ટ ગગડીને 11,000 નીચેના ટ્રેડ ઝોનમાં આવી જતા રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી વેદાન્તા, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરોમાં ચાર ટકાનો કડાકો નોંધાયો હતો.

ગયા શુક્રવાર બાદ ત્રણ રજાઓમાં ગણેશ ચતુર્થી તેમજ સંવતસરીના પર્વને પગલે સોમવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા હતા. આજે તા.3જી સપ્ટેમ્બરને મંગળવારે સવારે ખુલતામાં જ શેરબજારમાં ચોતરફી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

ઓગસ્ટના ઓટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે વિકાસ રૂંધાયો હોવાના અહેવાલ છે. નવું રોકાણ ઠપ રહેતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટના કડાકા સાથે 37,000ની સપાટી નીચે ગબડ્યો હતો.

September 3, 2019
tmc-bjp-clash.jpg
1min11120

પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.

સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.

બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.

August 29, 2019
SpiceJet-MAX2.jpg
3min7720

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.

1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.

સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં

August 29, 2019
fdi.jpg
1min6070

કેન્દ્ર સરકારે વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલર્સમાંના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટેના નિયમ હળવા બનાવ્યા છે અને કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ તેમ જ કોલસાના ખાણકામમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને પરવાનગી આપી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાંના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોલસાના ખાણકામ અને સંલગ્ન આંતરિક માળખામાં આપમેળે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર)ને વેગ આપવા માટે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને આપમેળે પરવાનગી આપતી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમમાં ૨૬ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે. કેન્દ્રીય પ્રધાનમંડળે સિંગલ બ્રાન્ડ રિટેલિંગમાંના સીધા વિદેશી રોકાણ માટે ૩૦ ટકા સ્થાનિક સ્રોત (ડોમેસ્ટિક સોર્સિંગ) ફરજિયાત બનાવતી વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા.

કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને ઓનલાઇન વેચાણ શરૂ કરવાની પરવાનગી આપી હતી અને પરંપરાગત દુકાન ફરજિયાત શરૂ કરવાની નિયમને કાઢી નાખ્યો હતો.