CIA ALERT

ઇન્ડીયા Archives - Page 127 of 183 - CIA Live

October 10, 2019
warmovie.jpg
1min3890

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.

બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.

વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.

એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.

હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’

October 10, 2019
SBI.jpg
1min13670

જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (જઇઈં)એ એમસીએલઆર’ આધારિત લોન પર વ્યાજદર ઘટાડવાનું એલાન કર્યું હતું. આ પગલાંથી લોન તો સસ્તી બની હતી પરંતુ ફિકસ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજ ઘટાડાતાં એફડી ધરાવનારાઓને ફટકો પડશે. બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર તમામ સમયઅવધિની લોન પર વ્યાજના દરોમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા વ્યાજદર 10મી ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

એસબીઆઈના નિવેદન મુજબ હવેથી બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. નવા દરો 1 નવેમ્બરથી લાગુ થશે.

ફિકસ ડિપોઝિટને લાગેવળગે છે ત્યાં સુધી 1 વર્ષની મુદ્દતની એફડીમાં વ્યાજદર હવે 6.40 ટકા, બે વર્ષ સુધીની બે કરોડથી વધુની એફડીના દર 6.00 ટકા કર્યા છે. નવા દરો 10 ઓકટોબરથી લાગુ થશે.

એક વર્ષની લોન પર હવે વ્યાજના દર ઘટીને 8.05 ટકા થઈ ગયા છે. પહેલાં આ દર 8.15 ટકા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કે સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.
હવે એક દિવસની લોન પર વ્યાજદર 7.80 ટકામાંથી ઘટીને 7.70 ટકા, એક મહિનાના લોન પર વ્યાજના દર ઘટીને 7.70 ટકા, ત્રણ મહિનાની લોન પર આ દર ઘટીને 7.75 ટકા, છ મહિના માટે વ્યાજદર 7.90 ટકા, એક વર્ષ માટે 8.05 ટકા, બે વર્ષ માટે 8.15 ટકા અને ત્રણ વર્ષ માટે વ્યાજદર ઘટીને 8.25 ટકા થઈ ગયાં છે.

જો કે બેન્કે રેપો રેટ આધારિત લોન (આરએલએલઆર) પર વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરથી બેન્કે હોમ લોનને રેપો રેટથી જોડી દીધી હતી.
આ પહેલાં બેન્કે 9 સપ્ટેમ્બરના એમસીએલઆર આધારિત વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.

October 10, 2019
imf_logo.jpg
1min3600

વૈશ્ર્વિક મંદીની અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર વધુ થઈ રહી છે અને આ વર્ષે વિશ્ર્વના ૯૦ ટકા દેશોમાં આર્થિક મંદી હોવાથી વૃદ્ધિ દરમાં ઘટાડો થશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ મંગળવારે કહ્યું હતું. વૈશ્ર્વિક ક્ષેત્રે આ દશકનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાશે તેવું આઈએમએફના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું.

આઈએમએફ અને વર્લ્ડબૅંકની વાર્ષિક બેઠક આગામી સપ્તાહમાં મળશે અને વૈશ્ર્વિક મંદી બાબતમાં ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક’ જાહેર કરાશે.

આઈએમએફના એમડી જ્યોર્જિવાએ કહ્યું કે ‘૨૦૧૯માં વિશ્ર્વના નેવું ટકા અર્થતંત્રોમાં વૃદ્ધિદર ધીમો રહેશે તેવું અમે માનીએ છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં એક સાથે મંદીનો દોર શરૂ થયો છે.’

તેમણે કહ્યું કે ‘ભારત અને બ્રાઝિલ જેવા વિશાળ વિકાસશીલ અર્થતંત્રોમાં જીડીપી વૃદ્ધિદર ઘટશે. વર્ષોથી ચીનનો વૃદ્ધિદર વધુ હતો તે હવે ક્રમશ: ધીમો પડી રહ્યો છે.’ વિશ્ર્વસ્તરે એકંદરે મંદીનાં વાદળો છવાયાં હોવા છતાં ૪૦ જેટલા વિકાસશીલ

દેશોના અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાથી વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેવું જ્યોર્જિવાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘બજેટમાં અવકાશ હોય તેવા દેશોએ વ્યાજદર નીચા કરવાનો ઉપાય અજમાવવા જેવો છે.’

‘યોગ્ય ક્રમમાં યોગ્ય આર્થિક સુધારાઓ કરવાથી વિકસિત અર્થતંત્રોના જીવનધોરણ હાંસલ કરવાની વિકાસશીલ દેશોની ઝડપ બમણી થઈ શકે છે.’ તેવું આઈએમએફ વડાએ સૂચન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ સહકારની આવશ્યકતા વધી છે ત્યારે વેપાર વાટાઘાટ કરવાની ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ‘વેપાર ક્ષેત્રે સહકાર જરૂરી છે. નાણાકીય નિયમનકારી માળખામાં સુધારાઓના એજન્ડાનું અમલીકરણ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. મનિલોન્ડરિંગ પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને નાણાં પૂરા પાડવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.

આઈએમએફના એમડી બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી છે અને પ્રથમવાર વિકાસશીલ દેશના કોઈ વ્યક્તિ આઈએમએફના એમડી બન્યા છે.

October 9, 2019
sachin_air.jpg
1min4070

ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.

October 8, 2019
income_tax-1280x853.jpg
1min3580

આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.

October 7, 2019
mbbs.jpg
3min5850

ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.

મેડીકલ ભણવા ચીનની 200 યુનિવર્સિટીમાં ભારતના 21000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે

ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે

University: (no of international students)
Jilin University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese Medical University: 100
Dalian Medical University: 100
Capital Medical University: 100
Tianjin Medical University: 100
Shandong University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan University: 100
Xinjiang Medical University: 100
Nanjing Medical University: 100
Jiangsu University: 100
Wenzhou Medical University: 100
Wenzhou Medical University (Overseas Schools): 50
Zhejiang University: 100
Wuhan University: 100
Huazhong University of Science and Technology: 100
Xi’an Jiaotong University: 100
Southern Medical University: 100
Jinan University: 100
Guangxi Medical University: 100
Sichuan University: 100
Chongqing Medical University: 100
Harbin Medical University: 60
Beihua University: 40
Jinzhou Medical University: 60
Qingdao University: 60
Hebei Medical University: 60
Ningxia Medical University: 60
Tongji University: 60
Shihezi University: 60
Southeast University: 60
Yangzhou University: 60
Nantong University: 60
Suzhou University: 60
Ningbo University: 60
Fujian Medical University: 60
Anhui Medical University: 60
Xuzhou Medical College: 60
Three Gorges University: 20
Zhengzhou University: 60
Guangzhou Medical University: 60
Sun Yat-sen University: 60
Shantou University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming Medical University: 60
North Sichuan Medical College: 40
Southwest Medical University: 60
Xiamen University: 60

હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે

ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.

October 6, 2019
IndSA.jpg
1min4430

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.  

મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.
શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (127) રનની મદદથી 323/4ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 71 રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે 395 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.  

October 4, 2019
india_first_private_train.jpg
3min3030

Features of Tejas:

•          Reservation till five minutes before departure

•          Rs 25 lakh free insurance for the passengers

•          IRCTC would give Rs 100 as refund if train is more than one hour late and Rs 250 as refund if train is more than            two hours late.

•          Would run six days a week except Tuesdays

•          No concession under any category

•          Reservation would start 60 days in advance

•          Will cover the Lucknow-New Delhi distance in 6 hours and 15 minutes

•          50 Chair char and 5 Executive class seats would be reserved for foreign tourists

•          CCTV camera installed

•          Smoke and fire detection system

•          Sensor based automatic doors

•          GPS-based passenger information display system

•          Tea-coffee vending machine

•          Free Wi Fi

•          Special catering for passengers matching airline standards

October 3, 2019
Loan-Mela-3-10-19.jpg
1min5240

દેશના ૨૫૦ જિલ્લાઓમાં બૅન્કો દ્વારા લોન મેળા તા.3જી ઓક્ટોબર 2019 એટલે કે આજથી શરૂ કરવામાં આવ્યા છે.

તહેવારોના સમયગાળામાં ગ્રાહકોની માગને પહોંચી વળવા એમએસએમઈ અને રિટેલ ગ્રાહકોને ધિરાણ આપવાના કાર્યક્રમના ભાગરૂપે આ લોન મેળા યોજાશે. ચાર દિવસ દરમિયાન કૃષિ, વાહનો, ઘર, રીટેલ, એમએસએમઈ, શિક્ષણ અને વ્યક્તિગત કેટેગરીમાં સ્થળ પર જ લોન મંજૂર થશે.

પ્રથમ તબક્કામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા કામગીરી હાથ ધરશે

પંજાબ નેશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને કોર્પોરેશન બૅન્ક સહિત તમામ બૅન્કો લોન મેળા માટે સજ્જ થઈ છે. પ્રથમ તબક્કામાં ૨૫૦ જિલ્લા પૈકી ૪૮ જિલ્લામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા ૧૭ જિલ્લામાં કામગીરી હાથ ધરશે. બરોડા કિશાન પખવાડાનુું પણ આયોજન થયું છે. બૅન્કની બ્રાન્ચ કૃષિ લોનને પ્રમોટ કરવા પર વિશેષ ધ્યાન આપશે.

ખાનગી ક્ષેત્રની બૅન્કોએ પણ રસ દર્શાવ્યો છે. બૅન્ક રિફોર્મનું વ્યવસ્થિત પ્રોસેસ થતું રહે છે. તમામ કેટેગરીમાં લોન મંજૂરીના કામ લોન મેળામાં થશે. ગ્રાહકોને તહેવારોમાં નાણાં સરળતાથી મળી રહેશે.

લોન વિતરણમાં તમામ નાણાકીય નોર્મ્સનું પાલન વિશે જાગૃતતા કેમ્પનું પણ આયોજન થશે. જાહેર ક્ષેત્રની બૅન્કો ઉપરાંત એનબીએફસી, સીડબી, એમએફ વિ. પણ ભાગ લેશે.

બીજા તબક્કામાં ૧૫૦ જિલ્લાને આવરી લેવાશે જે દિવાળી પહેલા ઑકટોબરની ૨૧થી ૨૫ દરમિયાન યોજાશે.

October 2, 2019
GST-1280x720.png
1min10550

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થઇ છે. જે અગાઉના મહિને રૂ. ૯૮,૨૦૨ કરોડ હતી.સપ્ટેમ્બરમાં જીએસટી રેવન્યૂ રૂ. ૯૧૯૧૬ કરોડ થઇ છે તેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૬૬૩૦ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૨૫૯૮ કરોડ અને આઈજીએસટી રૂ. ૪૫૦૬૯ કરોડનો સમાવેશ છે, એમ સરકારી આંકડામાં જણાવાયું છે.