CIA ALERT

ઇન્ડીયા Archives - Page 112 of 183 - CIA Live

January 1, 2020
5g.jpg
1min2990

સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.

દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.

દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.

ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.

અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.

દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.

January 1, 2020
Railways.png
1min2740

રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.

શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.

દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.

રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.

આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.

રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.

December 31, 2019
airindia.jpg
1min2970

ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.

એર ઇન્ડિયા  હાલમાં 60 હજાર કરોડ રુપિયાના દેવા હેઠળ છે અને સરકાર તેના વિલીનીકરણની તૈયારીમાં છે. સરકાર પહેલેથી જ તેના સંચાલનને લઇને જાહેરાત કરી ચૂકી છે કે એર ઇન્ડિયાને ચલાવવા માટે વધારે ફંડ આપી નહીં શકે. પરંતુ કંપની તેના અત્યારના સંચાલન માટે નાની રકમની મદદ લઇ રહી છે. 

સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2011-12થી લઇને અત્યાર સુધી એર ઇન્ડિયાને 30,520.21 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. વર્ષ 2012માં પણ યૂપીએ સરકારના કાર્યકાળમાં એર ઇન્ડિયાને 10 વર્ષના ગાળામાં 30 હજાર કરોડ રુપિયા ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.

અધિકારી મુજહ એર લાઇને સોવરન ગેરન્ટી ફંડ દ્વારા 2400 કરોડ રુપિયા મેળવવાની માંગ કરી હતી જેથી સંચાલન ખર્ચને મેનેજ કરી શકાય. પરંતુ સરકારે 500 કરોડ રિુપિયાની જ મંજૂરી આપી હતી. 

હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિકમાં એર ઇન્ડિયા તેની ભાગીદારીના વેચાણ માટે જાહેરાત કરી શકે છે. અધિકારી મુજબ ખરીરદાર મળ્યા પછી પણ લેવડ-દેવડ પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગી જશે. પરંતુ આર્થિક સ્થિતિને જોતા સરકારે ખરીદદાર મળવાની આશા નહિવત દર્શાવી છે. અર્થાત આગામી છ મહિનામાં એર ઇન્ડિયા પૂર્ણ રીતે બંધ થાય એવી સંભાવનાઓ છે.

December 31, 2019
uddhavgovn.jpg
1min4630

હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. 

આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા. 

મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે  વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. 

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા. 

December 31, 2019
cold.jpg
1min3150

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.

December 31, 2019
doctors.jpg
1min2590

એમબીબીએસ અને એમડીના વિદ્યાર્થીઓને ભણાવવા મેડિકલ કૉલેજો વિદેશમાં રહેનારા ડૉકટરો સહિત ખાનગી ડૉકટરોની નિમણૂક કરી શકશે તેવું સરકારી જાહેરનામાથી જાણવા મળ્યું છે. સંસદના નિયમ હેઠળ સ્થાપિત કરાયેલી તમામ એઈમ્સ, ચંદીગઢની પીજીઆઈ અને પુડ્ડુચેરીની જેઆઈપીએમઈઆર કૉલેજને નવા નિયમો લાગુ નહીં પડશે.

ખાનગી અને સરકારી તબીબી કૉલેજોમાં શિક્ષકોની અછત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટટાઈમ ધોરણે ભણાવવા આવનારા શિક્ષકોને ‘વિઝિટિંગ ફેકલ્ટી’ કહેવામાં આવશે.’ વિદેશમાં રહેતા ભારતીય ડૉકટરોની પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે તેવું સરકારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે. ૭૦ વર્ષની અથવા તેનાથી ઓછી વય ધરવતા ડૉકટરોની નિમણૂક કરવામાં આવશે. વિઝિટિંગ ફેકલ્ટીની સંખ્યા જે તે કૉલેજ માટે નિર્ધારિત કરાયેલી સંખ્યા કરતા અડધી જ રહેશે. તબીબી કૉલેજના ડિરેકટર/ પ્રિન્સિપાલ/ ડીનની રચાયેલી સમિતિ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીનું સિલેકશન કરવામાં આવશે.

વિઝિટિંગ ફેકલ્ટી પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોવી જરૂરી છે અને સંબંધિત સ્પેશિયાલિટીમાં આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

December 31, 2019
shivnadar.jpg
1min4110

શિવ નાડર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી ચલણી નોટ ઓળખી શકે એવી ઈન્ક (શાહી) વિકસાવી છે.

symbolic photo

શિવ નાડર યુનિવર્સિટીના એક પ્રોફેસર દેબદાસ રેએ કહ્યું કે ‘અમારી સફેદ શાહી સસ્તા પદાર્થોથી બનેલી છે અને દિવસના તડકામાં અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ પારખી શકાય છે.’

હાલમાં ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ઈન્કમાં વધુ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી તે મોંઘી પડે છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. સિક્યોરિટી સાઈનેજ, ઈમર્જન્સી રૂટ સાઈલેજ, ટ્રાફિક સાઈનેજ, મેડિકલ ડાયેગ્નોસિસ વગેરે માટે પણ વ્હાઈટ સિક્યોરિટી ઈન્ક ઉપયોગી નીવડી શકે છે. ફ્ક્ત ૪૫ મિનિટમાં ઈન્ક તૈયાર થઈ જતી હોય છે, તેવું તેમણે કહ્યું હતું. એક ગ્રામ ઈન્કની કિંમત પ્રતિ ગ્રામ એક હજાર રૂપિયા છે.

છેલ્લા કેટલાક દશકાથી સિક્યોરિટી ઈન્કનું મહત્ત્વ વધ્યું છે. દિવસના પ્રકાશમાં નોટ અથવા દસ્તાવેજ પર લખેલું વાંચી શકાતું નથી અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ જ વાંચી શકાય છે.

જોકે, આ પ્રકારની ઈન્ક મોંઘી પડે છે અને તે ઝેરી હોય છે. નવી ઈન્ક પોલિવિનાઈલ આલ્કોહોલ નામના કેમિકલથી બનેલી હોય છે.

અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ અને તે ન હોય તો પણ આ વ્હાઈટ ઈન્કથી લખાયેલું વાંચી શકાય છે. અત્યારે વપરાતી શાહીથી લખેલું અલ્ટ્રાવાયોલેટ લાઈટ ન હોય તો વાંચી શકાતું નથી. વ્હાઈટ ઈન્કમાં ફોલોરોસેન્સ (નેનો સેક્ધડમાં ચમકે) અને ફોસ્ફોરેસન્સ (માઈક્રો સેક્ધડથી સેક્ધડ – વધુ સમય સુધી ચમકે) એમ બંને ગુડ્સ છે. આથી તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થઈ શકે છે.

December 31, 2019
lostphone.jpg
1min4590

દિલ્હી એનસીઆર વિસ્તારના ફોનધારકોનો ફોન ખોવાઈ જાય તો શોધી આપે અથવા તેને બ્લોક કરે તેવું પોર્ટલ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવું પોર્ટલ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી હવે દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવામાં આવ્યું છે.

CEIR
https://ceir.gov.in

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું હતું કે દેશ મોટા પાયા પર ડિજિટલ થઈ રહ્યો છે તેવા સમયે ફોનની સુરક્ષા આગવું મહત્ત્વ ધરાવે છે. ‘આપણે ટૅક્નોલોજીનો ઉપયોગ વિકાસ માટે કરીએ છીએ ત્યારે નિષ્ણાત ગુનેગારો પોતાના ફાયદા માટે ટૅક્નોલૉજીનો દુરુપયોગ કરતાં હોય છે, તેવું રવિશંકર પ્રસાદે કહ્યું હતું. આ પોર્ટલથી પાંચ કરોડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે.

ટેલિકોમ સચિવ અંશુપ્રકાશે પત્રકારોને કહ્યું કે “જેમના ફોન ખોવાયા હોય તેઓ વેબપોર્ટલમાં લોગઈન કરી ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ ફરિયાદ અને તેમના આઈડી પ્રૂફ પણ ‘અપલોડ’ કરવાના રહેશે. તે પછી ખોવાયેલો ફોન બ્લોક કરવામાં આવશે. મુંબઈમાં વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી ૫૦૦-૬૦૦ ફરિયાદ પોર્ટલમાં નોંધવામાં આવી હતી. ૫૦ ટકા કિસ્સાઓમાં ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો અને પોલીસને માહિતી આપવામાં આવી છે. આ વેબપોર્ટલ ૨૦૨૦માં દેશના અન્ય વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

December 30, 2019
johnson.jpg
1min2960

નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી એ જોનસન એન્ડ જોનસનને ૨૩૦.૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મૂકવામાં આવેલા કાપનો યોગ્ય ફાયદો ગ્રાહકોને ન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોનસન એન્ડ જોનસને ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવાની ગણતરી ખોટી રીતે કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ કેટલીક વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો ન હતો.

જોનસન એન્ડ જોનસનને ત્રણ મહિનામાં દંડની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપની પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સ ન હોવાના કારણે કંપનીએ પોતાની રીતે ગણતરી કરી હતી. ઓથોરિટીએ જોકે કંપની પાસેથી મળેલી માહિતી અને આંકડાઓને અધૂરા હોવાનું જણાવીને આ દાવાને નકાર્યો હતો.

December 29, 2019
itc-1.jpg
1min3360

કેન્દ્ર સરકારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સમાં ફેરફારની જાહેરાત કરી છે અને જો ઇન્વોઇસ કે ડેબીટ નોટ ફાઈલીંગમાં રીફલેક્ટ ન થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટ 20% થી ઘટાડીને 10% કરી છે. આ ઘટાડો માન્ય ક્રેડિટને લાગુ પડશે. આની સાથોસાથ કમિશનર સુધીના સ્તરના અધિકારીઓને જો ક્રેડિટ ખોટી રીતે પ્રાપ્ત કરી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવાની સત્તા આપી છે. જીએસટી કાઉન્સીલે તેની 18 ડીસેમ્બરની બેઠકમાં કરચોરી અટકાવવા અને બનાવટી પગલાં ટાળવા માટે આ અંગેની દરખાસ્તો મંજૂર કરી હતી.

આ નવા નિયમ 1લી જાન્યુઆરી 2020થી અમલી બનશે. જો કમિશનરને વાજબીપણે લાગે કે ઇનપુટ ટેક્સની ક્રેડીટ ખોટી રીતે લેવામાં આવી છે તો કોઇ જાતની ડેબીટના ડીસ્ચાર્જની છૂટ નહીં આપે કે કોઇ જાતના રીફંડને મંજૂર નહીં કરે.


આ ઉપરાંત જે કરદાતાઓએ તેમના ફોર્મ જીએસટીઆર-1ને બે માસ માટે કે બે ક્વાર્ટર માટે ઇ-વે બીલ ફાઈલ નહીં કર્યા હોય તે બ્લોક કરી દેવામાં આવશે.