CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 58 of 126 - CIA Live

July 6, 2020
recovery_rate.jpeg
1min3230

તારીખ 5 જુલાઇને રવિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખ્યા વધીને ૧૯,૨૬૮ થઇ છે. દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે.

ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંચો હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જાહેર કરી હતી. આ સાથે એમણે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.

આ સાથે હાલ કોરોનાના સક્રિય દરદીની સંખ્યા રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની માહિતી જાણવા મળી હતી.

પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૪,૮૫૬ દરદી સાજા થયા હતા.

જે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓ સાજા થવાનો દર ઊંચો છે, એમાં

  • ચંડીગઢ (૮૫.૯ ટકા),
  • લદ્દાખ (૮૨.૨ ટકા),
  • ઉત્તરાખંડ (૮૦.૯ ટકા),
  • છત્તીસગઢ (૮૦.૬ ટકા),
  • રાજસ્થાન (૮૦.૧ ટકા),
  • મિઝોરમ (૭૯.૩ ટકા),
  • ત્રિપુરા (૭૭.૭ ટકા),
  • મધ્ય પ્રદેશ (૭૬.૯ ટકા),
  • ઝારખંડ (૭૪.૩ ટકા),
  • બિહાર (૭૪.૨ ટકા),
  • હરીયાણા (૭૪.૧ ટકા),
  • ગુજરાત (૭૧.૯ ટકા),
  • પંજાબ (૭૦.૫ ટકા),
  • દિલ્હી (૭૦.૨ ટકા),
  • મેઘાલય (૬૯.૪ ટકા),
  • ઓડિસા (૬૯ ટકા),
  • ઉત્તર પ્રદેશ (૬૮.૪ ટકા),
  • હિમાચલ પ્રદેશ (૬૭.૩ ટકા),
  • પશ્ર્ચિમ બંગાળ (૬૬.૭ ટકા),
  • આસામ તથા જમ્મુ અને કાશ્મીર(૬૨.૪ ટકા)નો સમાવેશ થાય છે.
July 5, 2020
breaking_CIA-1280x831.jpg
1min3130

વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.

અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.

રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.

July 5, 2020
rain-1280x720.jpg
1min3430
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 4, 2020
home-isolation-1280x768.jpg
1min2820

મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

July 2, 2020
corona-1.jpg
2min2620

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,73,165 પર પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે 613 લોકોના મોત થયા છે જેને કારણે હવે મૃત્યુઆંક વધીને 19,268 પર પહોંચી ગયો છે. 

દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 60.77 ટકા પર પહોંચી ગયો છે જે એક રાહતના સમાચાર છે. આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,09,083 પર પહોંચી ગઈ છે. 

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, 4 જુલાઈના રોજ 2,48,934 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી 97,89,066 લોકોના ટેસ્ટ કરાયા છે. 

4 July India Corona Outbreak : 24 કલાકમાં કોરોનાના 20,903 કેસ

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 648315 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22771 નવા કેસ નોંધાયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14335 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 394227 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 442 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 18655 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 235433 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 192990 કેસ નોંધાયા છે જ્યારે 8376 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 102721 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1385 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 94695 કેસ નોંધાયા છે જ્યારે 2864 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 34688 લોકો સંક્રમણમાં આવ્યા છે 1906 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 11072276 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 525119 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 5863682 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 4683475 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.

2 જુલાઇના એક જ દિવસમાં 22000 કેસો

ભારતમાં કોરોના વાયરસના કારણે થતા મોતનો આંકડો ગુરુવારે 18,000ને પાર થઈ ગયો, આ સાથે નવા પોઝિટિવ કેસના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. દેશમાં 22,000 કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે, એટલે કે 27મીએ નોંધાયેલા 20,060 કરતા 2000 વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કેસ નોંધાયા, આ પછી તામિલનાડુમાં 4,343, કર્ણાટકામાં 1,502 અને તેલંગાણામાં 1,213 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 845, ઉત્તરપ્રદેશમાં 817, ગુજરાતમાં 681 અને બિહારમાં 478 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 646 અને આસામમાં 408 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 17,000ને પાર કર્યાના બે દિવસમાં આંકડો 18,000 થઆ ગયો છે, ગુરુવારે 379 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા. લગભગ 3000 જેટલા (2,917) લોકોએ પાછલા સાત દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

Dated 1 July 24 કલાકમાં 19,148 નવા કેસ : 434ના મોત

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમમાં દેશમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ આ જીવલેણ બીમારીને કારણે એક જ દિવસમાં 434 દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 6,04,641 થઈ ગઈ અને 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોરોના વાયરસના 2,26,947 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધી  3,59,860 દર્દી સાજા થઈ ગયા છે. 

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, એક જુલાઈ સુધી દેશમાં કુલ 90,56,173 સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈ કાલે લગભગ 2,29,588 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં લગભગ બે લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 

July 2, 2020
rofl_jets.jpg
1min3040
File Photo of First Rofl Jet plane delivery time

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.

July 2, 2020
googlechrome-1280x720.jpeg
1min3130

ગુગલ ક્રોમના ૧૦૦થી વધુ ઍક્સ્ટેન્શન્સ યુઝર્સની ગુપ્ત અને મહત્ત્વની માહિતી ભેગી કરતા હોવાની વાત જાણ્યા બાદ કંપનીએ એમને કાઢી નાખ્યા હોવાથી આવા ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કરવા અગાઉ ઇન્ટરનેટ વાપરનારાએ સાવધાની વર્તવી જરૂરી છે.

ભારતના સાઇબર સ્પેસનું રક્ષણ કરતી અને સાઇબર હુમલાને ખાળવાનું કામ કરતી સરકારી સંસ્થા સીઇઆરટી-ઇનએ જણાવ્યું હતું કે આ ઍક્સ્ટેન્શન્સ ગુગલ ક્રોમના વૅબ સ્ટોરના સુરક્ષા સ્કૅનને બાયપાસ કરી શકે એવા કોડ ધરાવે છે.

ગુગલે ગુગલ ક્રોમ બ્રાઉઝરના ૧૦૬ ઍક્સ્ટેન્શન્સ કાઢી નાખ્યા છે. આ ઍક્સ્ટેન્શન્સ મોબાઇલ સ્ક્રિનના સ્ક્રિનશૉટ્સ લઇ શકે છે, મોબાઇલની માહિતી વાંચી શકે છે અને તમારા કિ સ્ટ્રોકની મદદથી તમારા પાસવર્ડને પણ ડિકોડ કરી શકે છે.

જો લોકોએ આવા કોઇ ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કર્યા હોય તો એને અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. 

July 1, 2020
corona-gujarat.jpg
1min3170

ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.

વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.

અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪,  ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.

July 1, 2020
thunder-and-lightning.jpeg
1min3160

ગુજરાતમાં સતત બીજા દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીની ગડગડાટી સાથે જોરદાર ઝાપટાં પડ્યાં હતા જેમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયાં હતા. બોટાદમાં ૫ વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્ર મળીને પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક પાંચ વર્ષની બાળકી અને ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા હતા. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું. જ્યારે બોટાદમાં ઘનશ્યામભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી ચૌહાણ (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

June 30, 2020
CIA_unlock-1280x937.jpg
1min4040

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર તા.31 જુલાઈ સુધી અનલોક-2.0 ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે જે તા.1લી જુલાઇ 2020થી અમલી બનશે. અનલૉક- 2.0 કેટલીક શરતો સાથે અનેક ગતિવિધિઓમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. જોકે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ નિયમોનો કડક અમલ રહેશે. નવી ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં તા.31 જુલાઈ સુધી લોકડાઉન જારી રહેશે. આ ઉપરાંત મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે.

કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ અનલોક-2માં શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. પરંતુ ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસ જારી રહેશે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય એવા લોકો જ યાત્રા કરી શકશે.

– કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર સાથે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી કરાશે.
– વિવિધ વિસ્તારો પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
– અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો સમય વધારવામાં આવ્યો. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.

સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ 10થી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 આવતીકાલથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની અવર-જવર, માલ-સામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.