CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 46 of 126 - CIA Live

September 14, 2020
amitabh-bachchan-on-alexa-887240-1600061937.jpg
1min6870

અમેઝોન ઇન્ડિયાના હેડ અમિત અગરવાલે ટ્વીટ કરીને એક એવી હિન્ટ આપી છે કે વિશ્વભરમાં પ્રચલિત બનેલા એમોઝોનના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડિવાઇઝ એલેક્ઝા કે જે યુઝરને કોઇપણ પ્રશ્નનો ઉત્તર આપીને તેનું પાલન કરે છે તેના પર એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચન હિન્દીમાં જવાબો આપવા માંડશે.

અમેઝોન સાથે એલેક્ઝા ડિવાઇસમાં અમિતાભ બચ્ચને વોઇશ શેરીંગ અંગેની પાર્ટનરશીપ રચી છે અને હવે અમિતાભ બચ્ચનના વોઇસ ઇનપુટ્સ એલેક્ઝાના પ્રોગ્રામિંગ માટે લેવામાં આવશે. એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચનના સ્વરમાં ભારતીય ભાષા હિન્દીમાં એલેક્ઝા પરથી યુઝરને જવાબો મળશે.

बॉलीवुड ऐक्टर अमिताभ बच्चन ने Amazon के साथ पार्टनरशिप की है. इस पार्टनरशिप के तहत भारत में पहली बार Alexa सेलिब्रिटी वॉयस में उपलब्ध होगा.

Amazon India के मुताबिक़ कस्टमर्स भारत में अमिताभ बच्चन की आवाज़ Alexa में पा सकेंगे. इसके लिए अमिताभ बच्चन वॉयस एक्सपीरिएंस ख़रीदना होगा. हालांकि ये फ़ीचर अगले साल से उपलब्ध होगा.

Amazon India ने कहा है कि Amazon Alexa की टीम अमिताभ बच्चन के साथ मिल कर काम करेगी ताकि उनकी वॉयस को Alexa के लिए बेहतर तरीक़े से कैप्चर किया जा सके.

अमिताभ बच्चन की वॉयस में Alexa के पॉपुलर वॉयस कमांड्स मिलेंगे. जैसे जोक्स, वेदर, शायरी, मोटिवेशनल कोट्स और ऐडवाइस अमिताभ बच्चन की वॉयस में उपलब्ध होंगे.

Alexa वॉयस एक्सपीरिएंस के लिए इस पार्टनरशिप पर अमिताभ बच्चन ने कहा है कि ये इसे लेकर उत्साहित हैं. उन्होंने यह भी कहा है कि वॉयस टेक्नोलॉजी से से कुछ ऐसा बनाया जिससे बेहतर तरीक़े से वो अपने ऑडिएंस और वेल विशर्स के साथ एंगेज कर पाएंगे.

September 14, 2020
weather-forecast.jpg
1min2770

હવામાન વિભાગે કરેલી તાજા આગાહી મુજબ હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ-શોર એક્ટીવિટીની સીધી અસર સમગ્ર રાજ્યના આકાશ પર આગામી બે દિવસ, તા.14 અને તા.15 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીત થાય તેમ છે. જેને કારણે રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે.

રાજ્યમાં 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે.

આજે તા.14મીએ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાના અહેવાલો મળ્યા છે.

15મી તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા, અમરેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

આ પછીના ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે આખો દિવસ તડકો અને ભેજવાળું વાતાવરણ રહ્યા પછી રાત્રે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. આજ રીતે આગામી દિવસમાં વરસાદ થવાની લોકોને બફારાથી છૂટકારો મળવાની સંભાવના છે.

September 14, 2020
follow-the-guidelines.jpg
1min2930

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 13/9/2020 જણાવ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા સીમિત છે પણ તે સંબંધિત રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે જેથી જરૂરી પગલા લઈ શકાય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,702,595 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 77.88% થઈ ગયો છે.

કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓને નિયમિત કસરત કરવાની સાથે-સાથે સવાર-સાંજ બહાર આંટો મારવા જવું, તાજા ફળ ખાવા અને ધીરે-ધીરે ઘરનું તેમજ ઓફિસનું કામ શરૂ કરવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, સિગારેટ-દારૂથી દૂર રહેવું, બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ પોતાના મિત્રો, સંબંધી સાથે તેમનો અનુભવ શેર કરી શકે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ પણ લઈ શકે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા પ્રોટોકોલમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ચ્યવનપ્રાશ ખાવાની, હળદરવાળુ દૂધ પીવાની અને યોગ કરવા માટેની સલાહ આપી છે. આ સિવાય તે લોકોને માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મંત્રાલયે આ દર્દીઓને ગરમ પાણી પીવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું સેવન કરવાનું જણાવ્યું છે.

September 14, 2020
corona-gujarat.jpg
1min2930

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં ૬૮,૪૩૯ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૨,૮૮,૮૧૧ ટેસ્ટ કરાયા છે. એમાંથી કુલ ૧,૧૩,૬૬૨ પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૧૨૦૫ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૯૪,૦૧૦ સુધી પહોંચી છે. આ સાથે કુલ રિવકરી રેટ વધીને ૮૨.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૩૨૧૩ થયો છે. જોકે, જૂન મહિના સુધી ૭ ટકાની સરેરાશ હતી, એ દર ઘટીને ૨.૯ ટકા થયો છે. આ સિવાય હાલ એક્ટિવ કેસનો આંક ૧૬૪૩૯ છે એમાંથી ૮૭ દર્દી વેન્ટીલેટરી કેર ઉપર છે જ્યારે ૧૬૩૫૨ દર્દીઓ સ્ટેબલ છે.

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી નવા ૧૩૨૬ કેસ પોઝિટિવ મળ્યા છે એમાં પચાસ ટકાથી વધુ હિસ્સો અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાંથી જ ૬૮૨ કેસનો છે. આ જ રીતે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કોરોનાથી સંક્રમિત દર્દીઓમાંથી વધુ ૧૫ના મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬, અમદાવાદ ૪, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર અને ભરૂચમાંથી ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

સુરત શહેરમાંથી નવા ૧૭૫ જ્યારે ગ્રામ્યમાંથી ૧૦૬ કેસ મળી ૨૮૧ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાંથી ૧૭૨ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી નવા ૧૫૧ કેસનો સમાવેશ થાય છે. રાજકોટ અને જામનગર શહેરમાંથી ૯૯-૯૯ કેસ નોંધાયા છે જ્યારે આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે ૫૧ અને ૨૧ કેસનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી ૮૫ નવા કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાંથી ૩૯ કેસનો ઉમેરો થયો છે. ભાવનગર શહેરમાંથી ૩૯ મળી કુલ ૬૯ કેસ નોંદાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૭ અને ગ્રામ્યના ૨૯ કેસ નોંધાયા છે. જૂનાગઢમાંથી નવા ૩૬ કેસ મળ્યા છે તેમાં શહેરના ૧૭ કેસનો સમાવેશ થાય છે.

મહાનગરો અને એના આસપાસના જિલ્લાઓમાં પ્રસરેલાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણામાંથી નવા ૩૨ કેસ, પંચમહાલમાંથી ૩૦, કચ્છ ૨૮, અમરેલીમાંથી ૨૫ કેસ નોંધાયા છે. આ જ રીતે ભરૂચમાંથી ૨૧, સુરેન્દ્રનગરમાંથી ૧૯ કેસ, બનાસકાંઠા ૧૮, દાહોદ ૧૭ કેસ નવા નોંધાયા છે. જ્યારે મોરબીમાંથી ૧૫, ગીર સોમનાથ ૧૪, સાબરકાંઠામાંથી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ખેડા અને પાટણમાંથી ૧૧-૧૧ કેસ આવ્યા છે. જ્યારે આણંદમાંથી ૧૦ અને નર્મદામાંથી ૯ કેસ નોંધાયા છે.

મહીસાગર, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાંથી ૮-૮ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા અને બોટાદમાંથી ૬-૬, પોરબંદરમાંથી ૫, અરવલ્લીમાંથી ૩, છોટાઉદેપુર ૨ કેસ નોંધાય છે.

September 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min3350

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમરેલી જિલ્લા પોલીસ વડાએ અમરેલીમાં ફેલાઇ રહેલી એક અફવા અંગે ટ્વીટ કરીને ચીમકી આપવી પડી છે.

અમરેલી જિલ્લા પોલીસવડાનું ટ્વીટ

WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના પેશન્ટ દીઠ દોઢ લાખ રૂપિયા આરોગ્ય વિભાગને અપાય છે એવી અફવા સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે

એવું નથી કે ફક્ત સૌરાષ્ટ્રમાં એવી અફવા ફેલાયેલી સંભળાય રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને દોઢ લાખ રૂપિયાનું ફંડ પેશન્ટ દીઠ આપવામાં આવી રહ્યું છે. લોકો પોતાના વ્હોટ્સએપ મારફતે આ પ્રકારની અફવાઓ જુદા જુદા ગ્રુપોમાં ફેલાવી રહ્યા છે અને આજે સામાન્ય લોકોમાં એ છાપ ઘર કરી ચૂકી છે.

અમરેલી એસ.પી.એ. આ અફવાનું ખંડન કર્યું છે અને તેને ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

September 10, 2020
maratha.jpg
1min3280

મરાઠા આરક્ષણને મામલે સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ મહત્ત્વનો નિર્ણય લેતા અદાલતે નોકરી તેમ જ શૈક્ષણિક પ્રવેશ માટે મરાઠા આરક્ષણનો હાલ અમલ નહીં થાય એમ જણાવ્યું હતું.

મરાઠા આરક્ષણની અમલબજાવણી હાલ તુંરત નહીં થાય એમ જણાવી અદાલતે તેના પર સ્ટે આપ્યો હતો.

આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે હવે મોટી ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી થશે, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મરાઠા આરક્ષણને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

મરાઠા આરક્ષણને પડકારતી અરજીની સાથેસાથે દાખલ કરવામાં આવેલી અન્ય અરજીઓની સુનાવણી પણ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી છે.

ન્યાયાધીશ હેમંત ગુપ્તા, ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર અને ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટની ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ સમક્ષ કરવામાં આવેલી અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાની તેમ જ આરક્ષણ પર સ્ટે આપવાની માગણી કરવામાં આવી હતી જેને પગલે કૉર્ટે આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાનો નિર્ણય લીધો હતો.

માત્ર, અગાઉ આપેલા ઍડમિશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો મહત્ત્વનો આદેશ અદાલતે આપ્યો હતો.

૧ ડિસેમ્બર ૨૦૧૮થી રાજ્યમાં મરાઠા આરક્ષણ કાયદો અમલમાં આવ્યો હતો. તત્કાલિન દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમાજને શિક્ષણ તેમ જ નોકરીમાં ૧૬ ટકા આરક્ષણ આપવાની મરાઠા આરક્ષણ કાયદામાં વ્યવસ્થા કરી હતી.

મરાઠાઓ માટે આ એક કાળો દિવસ છે, સુપ્રિમ કોર્ટે શિક્ષણ અને નોકરીમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાના ૨૦૧૮ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યા પછી બુધવારે મહારાષ્ટ્ર ભાજપે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે દાવો કર્યો હતો કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બનેલા મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આરક્ષણની આવશ્યકતા સુનિશ્ચિત કરવામાં ગંભીર વલણ દર્શાવતી નથી.

તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર ઉપર પણ આ મામલે ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

September 7, 2020
dead-afp.jpg
1min4280

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.

જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

September 7, 2020
corona_india.jpg
1min3200

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.

September 7, 2020
corona-gujarat.jpg
1min4670

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો ત્રણ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩૩૫ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯થી થયાનું જાહેર કરાયું છે. સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં હવે પ્રવાસી શ્રમિકોનું પુન: આગમન થતાં સંક્રમણ વધ્યું છે એની સાથોસાથ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ ધમધમતાં થતાં ફરીથી સંક્રમણે માથુ ઊચક્યું છે. સુરત શહેરમાંથી નવા ૧૮૫ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૧૦ કેસ મળ્યા છે સાથોસાથ અનુક્રમે ૩ અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે.

દરમિયાન, રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદામંથી નવા ૧૭૩ કેસ મળ્યા છે જેમાં શહેરના ૧૫૨ કેસ છે અને વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૩૭ કેસ મળી કુલ ૧૨૭ કેસ નોંધાયા છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગાંધીનગરમાંથી કુલ ૪૧ કેસ નોંધાયા છે એમાં શહેરના ૨૦ કેસનો સમાવેશ થાય છે. એક મૃત્યુ પણ ગ્રામ્યમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના હોટ સ્પોટ બનેલા રાજકોટમાંથી નવા ૧૦૧ કેસ તથા ગ્રામ્યમાંથી ૫૦ કેસ મળ્યા છે. અહીં સઘન રીતે ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેકિંગ શરૂ કરાયું છે એના પગલે કેસ બહાર આવી રહ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટ પછી જામનગરમાંથી આજે પણ નવા ૯૭ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ મળી કુલ ૧૦૬ કેસ થાય છે. ભાવનગર શહેરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૨૨ મળી ૪૯ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યના ૧૭ કેસ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૧, કચ્છ અને મહેસાણામાંથી ૨૯-૨૯ કેસ, નર્મદા, અમરેલીમાંથી ૨૩-૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાંથી ૨૨ કેસ મળ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૨૧-૨૧ કેસ, દાહોદમાં ૧૭ કેસ નોંધાયા છે. પાટણમાંથી ૧૬, ગીર સોમનાથમાંથી ૧૫ અને આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. તાપીમાંથી નવા ૧૩, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. આ સિવાય ખેડા અને નવસારીમાંથી નવા ૧૧-૧૧ કેસ, વલસાડમાંથી ૮, છોટાઉદેપુરથી ૬, મહીસાગરના ૫, અરવલ્લીમાંથી ૪ અને બોટાદ, પોરબંદરમાંથી ૩-૩ કેસ નવા ઉમેરાયા છે. કચ્છ, મોરબી અને ગીર સોમનાથમાંથી એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે.

આમ, નવા ૭૨,૫૬૧ ટેસ્ટ કરાયા છે અને કુલ ટેસ્ટનો આંક ૨૭,૮૦,૬૮૧ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૧,૦૪,૩૪૧ થયો છે જ્યારે નવા ૧૨૧૨ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ થનારનો આંક ૮૪,૭૫૮ થયો છે. અલબત્ત, મૃત્યુ આંક પણ વધીને ૩૧૦૮ થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪૭૫ થઇ છે એમાં ૯૨ દર્દી વેન્ટીલેટર ઉપર અને બાકીના ૧૬૩૮૩ સ્ટેબલ છે.

સંક્રમણને ખાળવા આવા પગલાં લેવા કેન્દ્રની સૂચના

રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવે ગુજરાતના સુરત જિલ્લામાં વધતાં જતાં સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને નાથવા માટે નવા પગલાં લેવા સરકારને સૂચના આપી છે.

  •  ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.
  •  RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.
  •  ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.
  •  સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.
  •  આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.
  •  જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.
September 3, 2020
modigovt.jpg
1min3250

Tweeter એ સ્વીકારી પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના હેન્ડલને હેક થયાની વાત તપાસ ચાલી રહી છે

બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને  આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ. 

બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું.