CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 44 of 126 - CIA Live

September 29, 2020
aiims.jpeg
1min9890

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 29, 2020
kisan.jpg
1min3420

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 29, 2020
coronaindia-1-1280x1044.jpg
1min2770

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33074393 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 997713 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22925150 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 9151530 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 28, 2020
corona-gujarat.jpg
1min2640

છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.

તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

September 28, 2020
corona_india.jpg
1min2530

દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.

 કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે.
‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.

September 25, 2020
saudi.png
1min2490

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ વંદે ભારત મિશન હેઠળ ભારત માટેની ફ્લાઇટને મંજૂરી આપી છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા ઉછાળા વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયાએ ભારત જતી એન આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Saudi Arabia may lift ban on women travelling without man's permission |  India.com

બુધવારે રાતે એક ટ્વીટમાં ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતથી પ્રવાસીઓને સાઉદી અરેબિયા નહીં લઇ જાય. ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ વંદે ભારત મિશનની સાઉદી અરેબિયાથી ભારતની ફ્લાઇટ ચાલુ રાખશે.

મંગળવારે જારી કરેલા એક આવેદનમાં સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમા ંલઇને ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાની હવાઇ યાત્રા સ્થગિત કરવામાં આવે છે. જોકે, તેમાં એવા મુસાફરોને બાકાત રાખવામાં આવ્યા હતા જેમની પાસે સરકારી આમંત્રણો છે. સાઉદી અરેબિયા એન સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં નોંધપાત્ર ભારતીયોની વસતી છે. દુબઇ યુએઇનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. યુએઇ સરકારના નિયમાનુસાર ભારતથી મુસાફરી કરતા દરેક લોકોએ મુસાફરીના ૯૬ કલાકની અંદર કોવિડ-૧૯નું નકારાત્મક પ્રમાણપત્ર લાવવું જરૂરી છે. 

September 25, 2020
rofl_jets.jpg
1min3300

રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ અનેકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે કેગે ડિફેન્સ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે, પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ર્ચિત નથી થઈ શકી. ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી, પરંતુ હજી સુધી વેન્ડરે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.

કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે, જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.

ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યું નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે કેગે પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદના પટલ પર મૂક્યો છે જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેન્ડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. ૨૯મી જુલાઈએ ભારતને પાંચ રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનો માટે ભારતે ૬૦ હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એન્ટિટીને કોન્ટ્રાક્ટનો ૩૦ ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ ૩૦૦ કરોડથી વધારેના દરેક ઇમ્પોર્ટ પર લાગુ થાય છે.

તેના માટે ફ્રીમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતની પ્રોડક્ટને ખરીદવામાં પણ આવી શકે છે. કેગના ઓડિટરે કહ્યું છે કે, વેન્ડર પોતાના ઓફસેટ કમિટમેંટને પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેગે કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલયને પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગે એમ પણ કહ્યું હતું કે ૨૦૦૫થી ૨૦૧૮ સુધી વિદેશી કંપનીઓ સાથે ૪૮ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા જે કુલ ૬૬,૪૨૭ કરોડ રૂપિયાના હતા. ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૯,૨૨૩ કરોડ રૂપિયાના ઓફસેટ ટ્રાન્સફર થવાનું હતું, પરંતુ માત્ર ૧૧,૨૨૩ કરોડ રૂપિયાનું જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે જે નિર્ધારીત વાયદા પ્રમાણે માત્ર ૫૯ ટકા જ છે.

September 25, 2020
corona-gujarat.jpg
1min2540

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.

September 24, 2020
corona_india.jpg
1min2930

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
corona-gujarat.jpg
1min3010

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.