CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 34 of 126 - CIA Live

February 16, 2021
birdflue.jpg
1min321

ગુજરાતના તાપી જીલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં બર્ડ ફ્લૂના નવા કેસ મળી આવતા ચકચાર મચી ગયો છે.

તાપીના ઉચ્છલમાં આવેલા નેશનલ પોલટ્રી ફાર્મમામં બર્ડ ફલૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મરઘાં ફાર્મમાંથી ભેગા કરવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા પૉઝિટિવ આવ્યા આવ્યા છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17,000 જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે. 

આ બાબતે કલેક્ટર જાહેરનામું પ્રસારિત કરશે તેવી માહિતી મળી છે. જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે., તેવું કહેવામાં આવી રહ્યું છે.

February 12, 2021
voting.jpg
1min392

ચૂંટણી પંચના ખર્ચના નિયમ પ્રમાણે જોઇએ તો ઉમેદવાર મતદાર દીઠ ફક્ત 4 રૂપિયા ખર્ચી શકે અને આખી પેનલ મતદાર દીઠ ફક્ત 16 રૂપિયા ખર્ચી શકે (પેટા)

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટીએ જ સાવ અવાસ્તવિક જણાય આવે છે. સુરતની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડની ચૂંટણીમાં સરેરાશ એક લાખ મતદારોની સરખામણીએ દરેક ઉમેદવારે રૂ.4 લાખ અને આખી પેનલે કુલ રૂ.24 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. આ જોતા પ્રત્યેક એક લાખ મતદારે એક ઉમેદવાર વધુમાં વધુ રૂ.4 અને આખી પેનલ રૂ.16નો ખર્ચ કરી શકે. હવે હાલ જે રીતે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા જે પ્રકારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ જોતા ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાથી અનેક ગણા વધુ રૂપિયા ઉમેદવારો પહેલા જ દિવસના પ્રચારમાં ખર્ચી ચૂક્યા છે.

ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો પર થતા ખર્ચા પર કોઇની નજર નથી (હેડિંગ)

હાલમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં દરેક વોર્ડમાં દરેક રાજકીય પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયો તેમજ પેટા કાર્યાલયો શરૂ કરી દીધા છે. ચૂંટણી પંચના નિયમાનુસાર જો એક દિવસ વોચ ગોઠવવામાં આવે તો ઉમેદવારો દ્વારા જે બેહિસાબ ખર્ચા કરવામાં આવે છે તેનો તાગ મેળવી શકાય પરંતુ, આવી કોઇ સિસ્ટમ નથી. ઉમેદવારોના ચૂંટણી એજન્ટો જે ખર્ચ દર્શાવે તેને માની લેવામાં આવે છે. બાકી મધ્યસ્થ કાર્યાલયો પર થઇ રહેલા ખર્ચા એટલા લખલૂંટ છે કે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા તેની સામે સાવ વામણી લાગે છે.

સ્ટાર પ્રચારકોની રેલી, સભા, રોડ શૉના ખર્ચા મોટા રાજકીય પક્ષો અલગથી કરતા હોય છે (હેડિંગ)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ઉપરાંત ભાજપ કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પોતાની રીતે અલગ ખર્ચા કરે છે. સ્ટાર પ્રચારકો દ્વારા કરવામાં આવેલી રેલીઓ, સભાઓ, રોડ શૉ વગેરેના ખર્ચાઓ રાજકીય પાર્ટીઓ પોતાનામાં ગણાવીને ઉમેદવારોને તોતિંગ ખર્ચામાંથી બચાવી લે છે. મોટા રાજકીય પક્ષોમાં ઉમેદવારો તેમજ પેનલના ખર્ચના હિસાબોનું રીતસર મેનેજમેન્ટ થાય છે અને ચાર્ટર્ડ અકાઉન્ટન્સ સુધીના લોકોની સેવા લઇને હિસાબો અપટુ ડેટ રાખવામાં આવે છે.

મતદારોની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ અમરોલી-મોટા વરાછા વોર્ડ નં.2 અને સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ

(હેડિંગ બોક્સ)

સુરતના વોર્ડ વાઇઝ મતદારોની વાત કરીએ તો સૌથી વધુ મતદારો સુરતના વોર્ડ નં. 2 અમરોલી, મોટા વરાછા, કઠોર વિસ્તારમાં નોંધાયા છે. આ વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા 1,73,526ની છે જે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ પૈકી વસતિની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ ગણાય છે. આ વોર્ડની ચૂંટણી કરાવવાની જવાબદારી સુડા ભવન સ્થિત જીબી મુગલપુરાના શિરે છે. સુરતમાં વસતિની દ્રષ્ટીએ બીજા નંબરનો સૌથી મોટો વોર્ડ નં.3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા છે. આ વોર્ડમાં કુલ વસતિ 1,60,868 છે. આ વોર્ડના રિટર્નિંગ ઓફિસર પણ સુડા ભવનના જીબી મુગલપુરા છે.

સુરતમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટીએ સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ છે. આ વોર્ડમાં મતદારોની કુલ સંખ્યા 84,650 છે.

February 11, 2021
priyanka-1.jpg
1min259

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે.
બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.

યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.

February 11, 2021
railroko.jpg
1min308

નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.

વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.

દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.

સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.

February 10, 2021
uttra.jpg
1min310

 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચમોલી-ઉત્તરાખંડમાં હિમશિલા તૂટી પડવાથી અને એને કારણે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરથી ઉદ્ભવેલી સ્થિતિ અંગે આજે રાજ્યસભામાં વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે અને જે પણ સહાયની જરૂર હશે એ ઉપલબ્ધ કરવામાં આવશે.

Image result for uttarakhand glacier

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ કાશ્મીરના ચાર નિવૃત્ત થનારા સંસદસભ્યોના ભાષણ બાદ ગૃહ પ્રધાને આજે સદનમાં વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરને લીધે એક સુરંગમાં ફસાયેલા એનટીપીસીની નિર્માણાધીન પરિયોજનાના લગભગ પચીસથી 35 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અન્ય એક સુરંગમાં ફસાયેલા પંદર જણને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિગંગાના ઉપરી વિસ્તારમાં હિમશિલા તૂટવાથી નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પૂરને કારણે 13.2 મેગાવૉટ ક્ષમતાની એક જળવિદ્યુત પરિયોજના સંપૂણપણે નષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત તપોવનમાં 520 મેગાવૉટ ક્ષમતાની એનટીપીસીની નિર્માણાધીન જળવિદ્યુત પરિયોજનાને પણ મોટું નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે હવે નીચેના વિસ્તારોમાં પૂરનું કોઈ જોખમ નથી. જળસ્તર પણ ઘટી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. સેટેલાઈટથી મળેલી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સમુદ્રથી લગભગ 5,600 મીટર ઊંચાઈએ હિમનદીના મુખ પાસેની હિમશિલા તૂટી પડી હતી. એ લગભગ 14 ચોરસ કિલોમીટર જેટલી મોટી હતી. એને કારણે ઋષિગંગાના નીચેના વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. ઉત્તરાખંડ સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે અને છ જણ ઈજાગ્રસ્ત થયા છે.

Image result for uttarakhand glacier



29 મૃતદેહ મળ્યા, 170 લોકો હજી પણ લાપતા
નવી દિલ્હી, તા.9: ઉત્તરાખંડનાં ગ્લેશિયર ફાટતા સર્જાયેલા જળપ્રલય પછી અત્યાર સુધીમાં બચાવ-રાહત કાર્યમાં 29 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ 170 જેટલા લોકો લાપત્તા છે. તપોવનની સુરંગમાં પણ હજી 3પ લોકો ફસાયેલા છે અને તેમને ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

એનડીઆરએફ, સેના અને એસડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન જારી છે. હવે અહીં વિશિષ્ટ મરીન કમાન્ડોની મદદ પણ લેવામાં આવી રહી છે. ઉત્તરાખંડનાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સોમવારની રાત સુધીમાં 26 મૃતદેહો મળી આવેલા અને 171 લોકોનો હજી કોઈ પત્તો લાગ્યો નથી. કાંપ અને કાદવમાં દબાઈ ગયેલી ટનલમાં બચાવદળ વધુ આગળ પહોંચ્યું છે પણ હજી ટનલની સંપૂર્ણ ખોલી શકાઈ નથી. આખી રાત તપોવનની ટનલમાં બચાવ ટુકડીનાં જવાનોએ મહેનત કરી હતી અને કાટમાળ હટાવવાનાં પ્રયાસો જારી છે.’

February 9, 2021
bjp_logo.png
2min499

ફક્ત જીત નહીં, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરીને એક નવો રેકોર્ડ બનાવો :  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ઝંઝાવતી પ્રચારની શુભ શરૂઆત કરાવતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા ખાતે બે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.     

ઉતરાણ અને સરથાણા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાતાઓ કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે.  9050 બેઠકો માટે આશરે બે લાખ કરતાં વધુ કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરી હતી. ટિકિટની ફાળવણી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સુમેળભર્યા વાતાવરણમાં ટિકિટની ફાળવણી થઈ સૌ કાર્યકર્તાઓએ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો  સહર્ષ સ્વીકાર કર્યો.

ભાજપમાં કાંકરીચાળો સુદ્ધા નથી થયો જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત હોવા છતાં પણ ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં તોડફોડ થઈ, ધમાલ થઈ, કોંગ્રેસ કાર્યાલયોને તાળા મારી દેવાની શરમજનક ઘટના સામે આવી. આ ફરક છે ભાજપા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં. ભાજપાનો શિસ્તબદ્ધ કાર્યકતા જ ભાજપાની સાચી મૂડી છે.     

જીત નિશ્ચિત છે પરંતુ જીત ભવ્ય કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યુંકે સો ટકા બેઠકો જીતવામાં આપણે બબ્બે વખત રેકોર્ડ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 99 માંથી 98 બેઠકો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો રેકોર્ડ છે. પરંતુ હવે જીત નહીં પરંતુ  કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને સુરત ભાજપના કાર્યકર્તાઓએ એક નવો રેકોર્ડ બનાવવો જોઇએ. હવે ફક્ત જીતથી સંતોષ માનવાનો નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરીને જીતને ભવ્ય બનાવવી જોઈએ.   પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સ્વીકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ અને અનુભવી હોવાં છતાંય ટિકિટ ફાળવવાની મર્યાદાના કારણે જ સક્ષમ હોવા છતાં પણ ઘણાં ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી શકાઇ નથી તે બદલ હું તમામ કાર્યકર્તાઓને માફી માગું છું.    

સુરતના વિકાસ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યુંકે, સુરતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને સુરત શહેરની જનતાને આભારી છે ત્યારે સુરતના વધુ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી અનિવાર્ય છે. આથી  આગામી ૨૧મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સુરત શહેરની જનતાને ખાસ અનુરોધ કર્યો હતો.

Image result for gujarat che makkam

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાનું સૂત્ર ગૂંજી ઉઠશે

તા.21મીએ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં અને તા.28મીએ ગ્રામીણ વિસ્તારોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યન ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતનું સત્તાવાર સૂત્ર લોંચ કરી દીધું છે.

‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’. ભાજપાનું આ સૂત્રો હવે પછીના 20 દિવસ ગુજરાતભરમાં ગૂંજી ઉઠશે. સૂત્રની સાથે સાથે ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાનું ચૂંટણીલક્ષી સોંગ પણ લોંચ કરી દીધું છે.

ચૂંટણી અભિયાન માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારોને રિઝવવા માટે 40 શોર્ટ ફિલ્મો, 20 એડ ફિલ્મો, 19 જીઆઈએફ અને 22 અલગ-અલગ હોર્ડિંગ્સ પણ તૈયાર કરાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાનો ઘનિષ્ઠ પ્રયાસ આદરી દીધો છે.

ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રસંગે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના ઘણા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા યોજના, રામ મંદિર અને અન્ય મુદ્દાઓમાં સાથે આવી હતી. આ તમામ નિર્ણયો દેશવાસીઓના હિતમાં છે. આગામી ચૂંટણીમાં અમે સ્લોગન, એન્થમ અને હોર્ડિંગ્સ દ્વારા તમામ લોકોને આ નિર્ણયોની ઝાંખી કરાવીશું.

February 6, 2021
chakkajamm.jpg
1min260
Image result for chakkajam

26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે, ચક્કાજામની જાહેરાતને પગલે બપોરે 12થી 3 દરમિયાન સાવચેતીના ભાગરૂપે દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોના દરવાજા બંધ કરાવી દીધી હતી.

દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) પહેલાથી જ એલર્ટ પર હતું. શનિવારે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રહેવાની સૂચના મળી હતી, પણ ખેડૂતોની સામે તેઓ લાચારી અનુભવતા જોવા મળ્યા હતા.

ઉત્તર ભારતના અનેક શહેરોમાં ખેડૂતોના ચક્કાજામના કાર્યક્રમોને પગલે સામાન્ય જનજીવન ખોરવાય ગયું હતું જોકે, 26મી જાન્યુઆરીની ઘટનાઓ બાદ બોધપાઠ લઇને ખેડૂત અને પોલીસ બન્નેએ સંયમપૂર્વક વર્તીને મોટી અવ્યવસ્થા સર્જવાથી બચ્યા હતા.

દિલ્હીની સુરક્ષામાં 50 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેમાં બોર્ડર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને અર્ધ સૈનિક દળના જવાનો શામેલ છે. આઇટીબીપી, સીઆરપીએફ અને એઆઈએફને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ખાસ સેલની SWAT ટીમ અને એનએસજીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે.

February 5, 2021
election_coverage-1280x1047.jpg
1min271

Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.

આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે. 

કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે. 

February 2, 2021
chakkajam.jpg
1min276

ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.

Farmers announce 'chakka jam' on Feb 6 | Hindustan Times

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.

આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.

January 23, 2021
gujrat-012.jpg
1min328

નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.